હોમ પેજ / શિક્ષણ / ગુજરાત / રમતગમત, યુવા અને સાંસ્કૃતિક / ગ્રંથાલય મંડળોને માન્યતા અને અનુદાન
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ગ્રંથાલય મંડળોને માન્યતા અને અનુદાન

રાજયમાં ગ્રંથાલય પ્રવૃતિને વેગ આપવા માટે ગ્રંથાલય પ્રવૃતિઓમાં રસ ધરાવતી સંસ્થાઓ કે મંડળોને માન્યતા આપી ગ્રંથાલય પ્રવૃતિઓ વિકાસ, પ્રસાર અને પ્રચાર માટે તેમજ ઉપયોગી પ્રકાશનો કરવા માટે અનુદાન આપવામાં આવે છે. જે પૈકી (૧) ગુજરાત પુસ્તકાલય મંડળ, વડોદરા (૨) ગુજરાત ગ્રંથાલય સેવા સંઘ, અમદાવાદ રાજયમાં માન્ય ગ્રંથાલય મંડળો છે.

રાજયમાં ગ્રંથાલય પ્રવૃતિના વિકાસ માટે સરકારનું મહત્વનું યોગદાન રહયુ છે અને દિન-પ્રતિદિન રાજયમાં આ પ્રવૃતિઓનો વિકાસ થતો રહયો છે. સરકારે વર્ષ ૨૦૦૬-૦૭માં ગ્રંથાલય પ્રવૃતિ પાછળ રૂ. ૧૦૫૭.૧૪ લાખ અને ૨૦૦૭-૦૮ના વર્ષ માટે રૂ. ૧૩૪૨.૭૬ લાખનો ખર્ચ કરેલ છે.

નવમી પંચવર્ષીય યોજના દરમિયાન રાજયમાં આવેલા તમામ તાલુકાઓમાં તાલુકા ગ્રંથાલયો શરૂ કરવા અંગેનો રાજય સરકારનો અભિગમ છે. તે અન્વયે તાલુકા કક્ષાએ તાલુકા ગ્રંથાલયો શરૂ કરવામાં આવ્યા છે. આદિવાસી વિસ્તારનાં તમામ તાલુકા મથકોએ આ ગ્રંથાલયો આદિવાસી પ્રજાને સેવા આપી રહયા છે.

ગુજરાત રાજયની સ્થાપના પછી રાજયમાં જાહેર ગ્રંથાલયોને વિકાસ માટે સ્વતંત્ર ગ્રંથાલય ખાતાની રચના થતાં જાહેર ગ્રંથાલય સેવાનો સારો એવો વિકાસ થઇ રહયો છે. રાજયમાં ગ્રંથાલય પ્રવૃતિઓના વિકાસની જવાબદારી આંશિક રીતે રાજય સરકાર ઉપર છે. ગ્રંથાલય પ્રવૃતિઓ રાજયમાં વ્યવસ્થિત સાધી રાજયના સમગ્ર વિસ્તારનો ગ્રંથાલય સેવાથી આવરી લેવા માટે ગ્રંથાલય ધારો આવશ્યક છે. પ્રવર્તમાન સંજોગોમાં ગ્રંથાલય ધારો લાવવાની બાબતે રાજય સરકારે ગ્રંથાલય વિધેયક ચકાસણી સમિતિની રચના કરી છે.

સ્ત્રોત-રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ

2.95454545455
સ્ટાર પર રોલ-ઓવર કરો અને પછી ક્લિક કરી રેટ કરો
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top