વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ગ્રંથાલય ઓપવર્ગ

ગ્રંથાલય ખાતામાં ફરજ બજાવતા કર્મચારીઓને ગ્રંથાલય ક્ષેત્રના આધુનિક જ્ઞાનપ્રવાહથી માહિતગાર રાખવા અને તેઓને અધિકતમ સેવા માટે કાર્યક્ષમ બનાવવા ખાતા તરફથી લગભગ દર વર્ષે ઓપવર્ગનુ આયોજન કરવામાં આવે છે.

શિષ્ટ પુસ્તકોની પસંદગી યાદી –

રાજયમાં જુદા જુદા વિષયો પર જે પુસ્તકો પ્રકાશિત થાય છે તેમાંથી શિષ્ટ પુસ્તકોની પસંદગી કરી તેની ત્રિમાસિક યાદીઓ તૈયાર કરી ગ્રંથાલયોને પહોંચતી કરવામાં આવે છે. આવી યાદીઓ ગ્રંથાલયોને પુસ્તક પસંદગી માટેના સ્ત્રોતની જરૂરિયાત પૂરી પાડે છે.

રાષ્ટ્રીય ગ્રંથ સપ્તાહની ઉજવણી –

તા. ૧૪ થી ૨૦ નવેમ્બર દરમિયાન દેશભરમાં ગ્રંથ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે તે દરમિયાન રાજયનાં જાહેર ગ્રંથાલયોમાં વિવિધ કાર્યક્રમો ધ્વારા ગ્રંથાલય વિસ્તરણ પ્રવતિઓ કરવામાં આવે છે. જેમાં વાચકોને ગ્રંથાલય સંસ્કાર, શિષ્ટ વાંચન સ્પર્ધા, પુસ્તક પ્રદર્શન, ચિત્ર સ્પર્ધા, લેખક મિલન વગેરેકાર્યક્રમોનું આયોજન કરાય છે.

ગુજરાત પ્રેસ અને પુસ્તક રજિસ્ટ્રેશન નિયમો - ૧૯૬૮

આ એકટ હેઠળ રાજયમાંથી પ્રકાશિત થતાં તમામ પુસ્તકોનો રાજય મધ્યસ્થ ગ્રંથાલય, ગાંધીનગર ખાતે બે નકલ, મધ્યવર્તી પુસ્તકાલય, વડોદરા ખાતે એક નકલ અને ગુજરાત વિધાપીઠ ગ્રંથાલય, અમદાવાદ ખાતે એક નકલ મેળવવામાં અવો છે અને તેની સુચિઓ તૈયાર કરાય છે.

રાજય કેન્દ્રીય અનામત ગ્રંથ ભંડાર –

રાજયમાં સાર્વજનિક ગ્રંથાલયોમાં દુર્લભ અને અપ્રાપ્ય એવાં પુસ્તકોનું યોગ્ય સંરક્ષણ દરેક ગ્રંથાલયમાં કરવું શકય નહિ હોવાથી પુસ્તકો જે તે ગ્રંથાલયોમાં એકત્રિત કરી આ કેન્દ્રમાં રાખવામાં આવે છે. આ પુસ્તકોની યોગ્ય જાળવણી કરી તેની ગ્રંથનામ, કર્તા અને વિષય સૂચિ તૈયાર કરી રાજયનાં તમામ ગ્રંથાલયોમાં વિશ્વ વિદ્યાલયો તથા સંશોધન ગ્રંથાલયોમાં મોકલવામાં આવે છે. જે સંશોધન એ સઘન અભ્યાસ કરતી વ્યકિતઓને ઘણી જ ઉપયોગી પુરવાર થાય છે. અને તેઓને સંશોધન માટે એક જ સ્થળેથી પૂરતી માહિતી ઉપલબ્ધ બને છે. આ કેન્દ્રોમાંથી વાંચન સામગ્રીનું કોમ્પ્યુટરીકરણ પણ કરવામાં આવે છે.

સ્ત્રોત- રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ

3.05454545455
સ્ટાર પર રોલ-ઓવર કરો અને પછી ક્લિક કરી રેટ કરો
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top