પ્રવૃત્તિઓ/સિદ્ધિઓ
છ સાહિત્ય અકાદમી ઘ્વારા વર્ષ ૨૦૧૨-૧૩ માં નીચે મુજબની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે.
- લેખકોને પુસ્તક પ્રકાશન માટે આર્થિ સહાય આપવાની યોજનામાં - શિષ્ટમાન્ય, નવોદિત, બાલસાહિત્ય અને અનુવાદની યોજનામાં કુલ : ૧૬૩ લેખકોને તેમના પુસ્તક પ્રગટ કરવા માટે રૂ. ૧૦,૦૦૦/ ની મર્યાદામાં આર્થિક સહાય આપવામાં આવી.
- વૃધ્ધ અને સહાયપાત્ર કુલ : ૩૮ લેખકોને પ્રત્યેકને રૂ. ૩,૦૦૦/ લેખે માસિક આર્થિક સહાય આપવામાં આવી.
- વર્ષ દરમિયાન ૩૫ જેટલા પુસ્તકો પ્રગટ કરવામાં આવ્યા. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા "ગુજરાતી સાહિત્યકાર પરિચય કોશ" તેમજ ઉર્દૂ સાહિત્ય અકાદમી દ્વારા મહત્વનો કોશ "ઉર્દૂગુજરાતી શબ્દકોશ" પ્રગટ કરવામાં આવ્યો છે.
સંસ્કૃત સાહિત્ય અકાદમી – સંસ્કૃતોત્સવ
આષાઢસ્ય પ્રથમ દિવસે - સંસ્કૃતોત્સવ
- તા. ૨૦/૦૬/૨૦૧૨ આષાઢસ્ય પ્રથમ દિવસે ગુજરાત રાજ્યના માન. મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના વરદ્હસ્તે અને. માન. મંત્રીશ્રી ફકીરભાઇ વાઘેલા (રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ) ના મુખ્ય મહેમાનપદે સંસ્કૃતોત્સવ કાર્યક્રમમાં વેદ શાસ્ત્ર પારંગત સંસ્કૃત ભાષાના કુલ ૦૩ વેદપંડિતોને પ્રત્યેકને રૂ. ૫૦,૦૦૦/-, શાલ અને સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યા અને સંસ્કૃત ભાષાના એક મૂર્ધન્ય સાહિત્યકારશ્રી લક્ષ્મેશ જોષીને સાહિત્ય ગૌરવ પુરસ્કાર રૂ. ૧.૦૦ (લાખ) શાલ અને સન્માનપત્ર અને યુવા સાહિત્યકારશ્રી મિહિર ઉપાધયાયને યુવા ગૌરવ પુરસ્કાર રૂ. ૫૦,૦૦૦/-, શાલ અને સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યા. આ પ્રસંગે સંસ્કૃત ભાષામાં "ત્રિદલમ્" સાંસ્કૃતિક કાર્યક્રમ અને સંસ્કૃત રાસ-ગરબાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો.
પંડિતનું નામ
|
વેદનો પ્રકાર
|
શ્રી જયાનંદભાઇ ડી. શુક્લ, ભાવનગર
|
યજુર્વેદ
|
શ્રી ભગવતલાલ ભાનુપ્રસાદ શુક્લ, આણંદ
|
ઋગવેદ
|
શ્રી ઇન્દ્રવદન ભાનુશંકર ભટ્ટ, ભાવનગર
|
શાસ્ત્ર
|
સાહિત્ય ગૌરવ પુરસ્કાર
|
પુરસ્કાર
|
ડૉ. લક્ષ્મેશ જોષી
|
રુ. ૧.૦૦ લાખ, શાલ અને સન્માન પત્ર
|
યુવા ગૌરવ પુરસ્કાર
|
પુરસ્કાર
|
શ્રી મિહિર ઉપાધ્યાય
|
રુ. ૫૦,૦૦૦/- શાલ અને સન્માન પત્ર
|
- અકાદમી દ્વારા તા.૧૮/૦૨/૨૦૧૨ ના રોજ ગીર્વાણ ગુર્જરી રાષ્ટ્રીય કવિ સંમેલન શ્રી દર્શનમ મહાવિદ્યાલય,છારોડી અમદાવાદમાં યોજવામાં આવ્યો. જેમાં કુલ ૧૯ જેટલા સંસ્કૃત કવિઓએ કાવ્યપઠન કર્યું.
- અકાદમી અને સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી,વેરાવળ દ્વારા તા.૨૪-૨૫/૦૩/૨૦૧૨ ના રોજ ટાઉનહોલ,ગાંધીનગરમાં ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલશ્રીના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય પરિસંવાદ અને નાટ્ય સ્પર્ધા યોજવામાં આવી.
- અકાદમી દ્વારા પ્રતિવર્ષ રાજ્યકક્ષાની સંસ્કૃત સંભાષણ સ્પર્ધા યોજવા માટે સંસ્કૃત ભાષાની સાહિત્યિક સંસ્થાને આર્થિક સહાય આપવામાં આવે છે. અકાદમી અને શ્રી દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલય,અમદાવાદ દ્વારા તા.૩-૪-૫ ઓકટોબર-૨૦૧૨ ના રોજ અમદાવાદ ખાતે રાજ્યકક્ષાની સંસ્કૃત સંભાષણ સ્પર્ધા યોજવામાં આવી.
સેન્ટર ફોર સંસ્કૃત વિકિપિડિયા કોન્ટેન્ટ ડેવલોપમેન્ટ ઇન ગુજરાત
- સંસ્કૃત ભારતી ગુજરાત દ્વારા સંસ્કૃત ભાષાનો વિશાળ પાયે ફેલાવો થાય અને સમાજમાં લોકો સંસ્કૃત ભાષાનો વધુને વધુ ઉપયોગ કરે તે માટે સેન્ટર ફોર સંસ્કૃત વિકિપિડિયા કોન્ટેન્ટ ડેવલોપમેન્ટ ઇન ગુજરાતનો પ્રોજેક્ટ હાથ ધરવા માટે રાજ્ય સરકાર દ્વારા રૂ.૧૯.૯૦ લાખની ગ્રાન્ટ મંજુર કરવામાં આવી છે. આ યોજના હેઠળ સંસ્કૃત ભાષાના વિદ્યાર્થીની કાર્યક્ષમતા વધતા તેઓ સંસ્કૃત ભાષાને અન્ય ભાષામાં તરજુમો અથવા ટ્રાન્સલેશન અસરકારક રીતે કરી શકશે. તેમજ તેના દ્વારા રોજગારીની તકો ઉપલબ્ધ થઇ શકશે.આ સાંસ્કૃતિક વારસો વિકિપિડિયા પર ઉપલબ્ધ થતાં સમાજ તે અંગે માહિતગાર થશે. અને સંસ્કૃત ભાષા વિશે લોકોમાં જાગૃતિ લાવી શકાશે.
સરફરોશી પુસ્તક પ્રકાશન શ્રેણી
સરફરોશી પુસ્તક પ્રકાશન સમિતિની રચના કરવામા આવી છે. સમિતિની વિવિધ બેઠકમાં લેવાયેલાં નિર્ણય અનુસાર કુલ - ૩૬ ચરિત્રનાયકોનાં પુસ્તક પ્રગટ કરવામા આવ્યા છે. આ પુસ્તકો રાજયના વિવિધ ગ્રંથાલયો, શાળાઓ, કોલેજો અને રાજય સરકારના વિભાગોમા ભેટ આપવામા આવે છે. આ શ્રેણી હેઠળ નવા ૦૫ જેટલા ચરિત્રનાયકોના પુસ્તકો પ્રગટ કરવામા આવશે.
ગુજરાતી ભાષાના સાહિત્યકારોની દસ્તાવેજી ફિલ્મ
ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ગુજરાતી ભાષાના ૩૫ ઉત્તમ સર્જકોના જીવન-કવન અંગેની વિગતોની દ્રશ્ય-શ્રાવ્ય સીડી અને ૪૨ મધ્યકાલીન સાહિત્યકારોની એમ કુલ ૭૭ (એક ભાગમાં ૭ સીડી પ્રમાણે) દ્રશ્ય-શ્રાવ્ય સીડી તૈયાર કરવામા આવી છે. આ સીડી સર્જક અને સર્જન ભાગ ૧ થી ૧૧ જેમાં એક ભાગ રૂ. ૫૦/- લેખે વેચાણમા પણ મૂકવામાં આવી છે.
શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર.
ગુજરાત રાજય સરકારના રમતગમત યુવા અને સાસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટમાં સ્થાપના કરવામા આવી છે. આ કેન્દ્ર દ્વારા ચાલુ વર્ષમાં જાણીતા લોકસાહિત્યકાર ડો. ભગવાનદાસ પટેલને શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય એવોર્ડ રૂ. ૧.૦૦ લાખનો એવોર્ડ આપવામાં આવ્યો.
સ્ત્રોત: રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/17/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.