તા. ર૧-૪-૮૧ના શિક્ષણ વિભાગના ઠરાવથી આર્કિવલ પોલીસી રેઝોલ્યુશન પસાર થયા બાદ આ ખાતાની કામગીરી સુદ્રઢ રીતે થાય તે માટે તેનું અમલીકરણ કરવામાં આવે છે. આના અનુસંધાનમાં હાલમાં ખાતા તરફથી નીચે પ્રમાણેની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવેલ છે.
આ ખાતાની મુખ્ય કામગીરી નીચે પ્રમાણે છે.
ક્રમ |
ખાતાની મુખ્ય કામગીરી |
૧ |
કાયમી પ્રકારનું નોન કરન્ટ રેકર્ડ હસ્તગત કરવું. |
૨ |
તબદીલપાત્ર રેકર્ડની વૈજ્ઞાનિક ધોરણે સાચવણી, જાળવણી તથા તેના પરથી શોધ માધ્યમો તૈયાર કરવા |
૩ |
રાજય સરકારની કચેરીઓમાં સંગ્રહાયેલ નાશપાત્ર રેકર્ડનું મુલ્યાંકન કરી આકૉઇવલ રેકર્ડને બચાવી લેવું. |
૪ |
નાશપાત્ર રેકર્ડને નાશ કરવાની કામગીરી વધુ ઝડપી બનાવવી. |
૫ |
ઐતિહાસિક મહત્વનું આઝાદીની ચળવળને લગતું રેકર્ડ પ્રાપ્ત કરવું. |
૬ |
કાયમી પ્રકારના રેકર્ડમાંથી તેમજ ઐતિહાસિક રેકર્ડમાંથી લેખો, પ્રકાશનો બહાર પાડવા તથા કેટલોગ કાર્ડ તૈયાર કરવા. |
૭ |
ઐતિહાસિક સંશોધન માટે સ્કોલરો તથા જાહેર જનતાને બીનચાલુ દફતર તથા ખાનગી ન હોય તેવું રેકર્ડ સરકાર દ્વારા નકકી કરવામાં આવેલ નિયમોની મર્યાદામાં રહીને તપાસવા દેવું. |
૮ |
માંગણી પ્રમાણે જાહેર જનતાને સંગ્રહિત દફતરોમાંથી પ્રમાણિત નકલો આપવી. |
૯ |
માન્ય સંસ્થાના સ્કોલરોને સંશોધન માટે રેકર્ડનો ઉપયોગ કરી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવી. |
૧૦ |
રાજયમાં રેકર્ડની કામગીરી ઝડપી બને તે માટે સરકારી કર્મચારીઓને રેકર્ડની કામગીરી માટે તાલીમવર્ગનું આયોજન કરવું. |
૧૧ |
ખાનગી વ્યકિતઓ, સંસ્થાઓ પાસેથી ઐતિહાસિક રેકર્ડની મોજણી કરવી અને પ્રાપ્ત કરવું. |
૧૨ |
સરકારી કચેરીઓના રેકર્ડરુમનું નીરીક્ષણ કરવું તેમજ આ કચેરીઓના નિવૃત્ત થતા રેકર્ડનું નિયત સમયે વર્ગીકરણ થાય તે જોવું. |
૧૩ |
વિભાગ-ખાતાની રેકર્ડની વર્ગીકરણ યાદીઓ તૈયાર કરાવવી |
૧૪ |
રાજય દફતર ભંડાર ખાતામાં તબદીલ થયેલ રેકર્ડમાંથી જયારે પણ સબંધિત કચેરી રેકર્ડ માંગે ત્યારે તે પુરુ પાડવું અને તે નિયત સમયે પરત લેવાની કામગીરી કરવી. |
૧૫ |
રાજયમાં રેકર્ડની કામગીરી અંગે સભાનતા કેળવાય તેવા કાર્યક્રમો યોજવા. |
૧૬ |
આઝાદીની લડતના લડવૈયા, અગ્રગણ્ય વ્યકિતઓ, સાહિત્યકારો, જુની રંગભૂમિના કલાકારો વગેરેના વકતવ્યો ધ્વનિમુદ્રિત કરવા. |
૧૭ |
આર્કાઇઝ વિકની ઉજવણી કરવી, પ્રદર્શન, વાયુવાર્તાલાપ તેમજ તે અંગે સેમીનાર યોજવા. |
૧૮ |
ભૂતપૂર્વ દેશી રાજયનાં રેકર્ડની વિગતો એકઠી કરવી, તેમજ મહત્વનું રેકર્ડ ખાતાના વહીવટી અંકુશ હેઠળ મુકવું તેમજ તેની સાચવણી તથા જાળવણીની કામગીરી કરવી. |
૧૯ |
અલભ્ય પુસ્તકો ગ્રંથાલયમાં સંગ્રહિત કરવા અને સંશોધકોને પુરા પાડવા |
૨૦ |
ગુજરાત રાજય બહાર સંગ્રહાયેલ ગુજરાતને લગતા રેકર્ડની વિગતો મેળવવી તેમજ રેકર્ડ રાજય દફતર ભંડાર ખાતામાં તબદીલ કરવાની કાર્યવાહી કરવી. |
૨૧ |
રેકર્ડની કામગીરી માટે જુદી જુદી કમિટીઓ રચવી અને તેની કાર્યવાહી કરવી. |
૨૨ |
રાજયમાં ખાનગી ટ્રસ્ટની લાયબ્રેરીઓમાં સંગ્રહાયેલ અલભ્ય પુસ્તકોની હસ્તપ્રતોની વિગતો એકઠી કરવી. |
૨૩ |
ખાનગી-ટ્રસ્ટની આવી કામગીરી કરતી સંસ્થાઓને ભારત સરકારની ફાયનાન્સીયલ આસીસ્ટન્ટ સ્કીમની ગ્રાન્ટ પ્રાપ્ત થાય તે માટે માર્ગદર્શન આપવું તેમજ તેઓને રેકર્ડ માટે વિવિધ સેવાઓ પુરી પાડવી. |
૨૪ |
મહાનુભાવોની જન્ય જયંતિ ઉજવણી નિમિત્તે પ્રદર્શનનું આયોજન કરવું. |
૨૫ |
વ્યકિત વિશેષ-ઘટના વિશેષ અંગે વિશેષાંક તૈયાર કરવો, ખાતાના સામયિકનું પ્રકાશન કરવું. |
૨૬ |
ખાતાની તાબાની કચેરીઓ માટે આર્કાઇઝ ખાતાને અનુરુપ અદ્યતન મકાનો તૈયાર કરાવવા. |
૨૭ |
રાજયની જુદી જુદી કચેરીઓમાં ઇન્સ્પેકશન ટીમો મોકલી તેઓની કચેરીના રેકર્ડને આર્કિવલ પોલીસી રેઝોલ્યુશનના અનુરુપ તૈયાર કરાવવું. |
૨૮ |
ખાનગી ટ્રસ્ટની ખાતાને અનુરુપ કામગીરી કરતી સંસ્થાઓનાં કર્મચારીઓને તાલીમ આપવી. |
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020