વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ

આ વિભાગમાં કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિશેની માહિતી આપવામાં આવી છે

સામાજીક સમરસતા દિવસ:

ડૉ.બાબાસાહેબ આંબેડકરના જન્મદિન તા.14મી એપ્રિલથી એક સપ્તાહ દરમ્યાન રાજ્યમાં ડૉ.બાબાસાહેબ આંબેડકરશ્રીની વિચારધારાને અનુરૂપ સમાજમાં એક સરખી સામાજીક વિચારધારા જળવાઇ રહે તે પ્રમાણે દર વર્ષે સાંસ્કૃતિક કાર્યક્રમ જેવા કે લોકડાયરો, નાટકો, સંગીતના કાર્યક્રમો અને રેલી જેવા કાર્યક્રમો યોજવામાં આવે છે.

ગુજરાત સ્થાપના દિન અને રાષ્ટ્રદિનની ઉજવણી:

ગુજરાત રાજ્ય સ્થાપના દિન 1લી મેની ઉજવણી પ્રતિવર્ષ કરવામાં આવે છે.આ ઉજવણી નિમિત્તે રાજ્યની સંસ્કૃતિની ઝાંખી કરાવતા નાટકો, શોર્યગીતો, નૃત્ય નાટિકાઓ, બાળ ચિત્ર સ્પર્ધાઓ યોજી ઉજવવામાં આવે છે. ગણતંત્ર દિન અને પ્રજસત્તાક દિનની ઉજવણી પ્રસંગે રાજ્ય કક્ષાના ધ્વજનંદન સમારોહ પ્રસંગે ગુજરાતના ભાતીગળ સાંસ્કૃતિક કલાની ઝાંખી કરાવતા નૃત્ય કલાવૃંદો ધ્વારા જુદા-જુદા કાર્યક્રમો યોજવામાં આવે છે.

નવરાત્રી ગરબા-રાસ સ્પર્ધા:

રાજ્યના દરેક જિલ્લા/મહાનગરપાલિકાના વિસ્તારમાં દર વર્ષે જિલ્લાકક્ષાની અને રાજ્યકક્ષાની પ્રાચીન-અર્વાચિન ગરબા તેમજ રાસની સ્પર્ધા યોજવામાં આવે છે.

શાસ્ત્રીય સંગીત સમારોહ:

શાસ્ત્રીય સંગીતના પ્રચાર અને પ્રસારના હેતુસર રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કલાકારો ધ્વારા શાસ્ત્રીય સંગીતના બે દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.

ઉત્તરાર્ધ ઉત્સવ:

રાજ્યમાં શાસ્ત્રીય નૃત્ય ક્ષેત્રે વિકાસ ગુરુ શિષ્ય પરંપરા યોજના હેઠળ દર વર્ષે સૂર્ય મંદિર, મોઢેરા, જિ.મહેસાણા ખાતે રાષ્ટ્રીય શાસ્ત્રીય નૃત્ય સમારોહ,ઉતરાયણ પછીના શુક્ર, શનિ અને રવિવાર દરમ્યાન યોજવામાં આવે છે.આ સમારોહમાં બે આંતર રાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા તેવા ગુજરાતના નામાંકિત કલાકારોને આમંત્રિત કરવામાં આવે છે.આ સમારોહ દરમિયાન આ ક્ષેત્રે કથ્થક, ઓડિસી, મણિપુરી, કુચીપુડી, ભરતનાટ્યમ, મોહિની અટ્ટમ વગેરે પરંપરાગત શાસ્ત્રીય નૃત્યો રજૂ કરવામાં આવે છે.

વસંતોત્સવ:

ગુજરાત રાજ્ય સંસ્કૃતિ કુંજ પ્રતિષ્ઠાનના ઉપક્રમે ગાંધીનગર ખાતે વિવિધ લોકનૃત્યો તથા ભાતીગળ કલાઓનું પ્રદર્શન કરવામાં આવે છે.દસ દિવસના ઉત્સવમાં સમગ્ર દેશમાંથી વિવિધ લોકનૃત્યો રજૂ થાય છે..

વિશ્વ રંગભૂમિ દિનની ઉજવણી:

રાજ્યમાં નાટ્યપ્રવૃતિઓના વિકાસ માટે પ્રતિવર્ષ 27 માર્ચના રોજ નાટ્ય મહોત્સવ યોજવામાં આવે છે. રાજ્ય બહારની રાષ્ટ્ર કક્ષાની નામાંકિત નાટ્ય સંસ્થાઓ ધ્વારા નાટ્યપ્રયોગ યોજવામાં આવે છે. આ નાટ્ય ઉત્સવ નામાંકિત નાટ્ય ક્ષેત્રના ઘડવૈયા શ્રી જયશંકર સુંદરીના નામે યોજવામાં આવે છે.

નિ:સહાય કલાકારોને આર્થિક સહાય:

જે કલાકારોએ કલાક્ષેત્રે ગણનાપાત્ર/નોંધપાત્ર પ્રદાન કર્યુ હોય શારિરીક રીતે અશક્ત હોય અને આર્થિક રીતે નિ:સહાય હોય તેવા કલાકારોને વાર્ષિક રૂ.1200/-, રૂ.1500/-, રૂ.1800/- અને રૂ.2400/- ના સ્લેબમાં આર્થિક સહાય આપવાની યોજના અમલમાં છે

લોકડાયરા:

સૌરાષ્ટ્ર લોકકલાના પ્રમુખ અંગ લોકડાયરાની પરંપરા તથા ડાયરાના સાંસ્કૃતિક લોક વારસાના જતન અને પ્રચાર અર્થે રાજ્યના તમામ જિલ્લાઓ અને મહાનગરપાલિકાના વિસ્તારોમાં પ્રતિ વર્ષ લોકડાયરાનો એક કાર્યક્રમ તેમ જ વિશિષ્ટ તહેવારો, રાષ્ટ્રીય નેતાઓના જન્મ દિન જેવા વિશિષ્ટ પ્રસંગોએ લોકડાયરાનું આયોજન કરવામાં આવે છે.

રાજ્ય બહાર વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવા જનાર કલાવૃંદોને આર્થિક સહાય:

 

ગુજરાતની આગવી સંસ્કૃતિનો વ્યાપ દેશભરમાં ફેલાવવા માટે અને ગુજરાતની સંસ્કૃતિની વિશિષ્ટ રાષ્ટ્રીય ઓળખ પ્રસ્થાપિત થાય તે માટે રાજ્ય બહાર વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવા માટે જનાર કલાવૃંદોને મહત્તમ રૂ. 1.00 લાખની આર્થિક સહાય આપવામાં આવે છે.

અનુસૂચિત જાતિ કલા મહોત્સવ:

અનુસૂચિત જાતિના કલાકારોની કલાને જીવંત રાખવા અને પરંપરાગત કલાની જાળવણી થાય તે હેતુથી રાજ્યમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવે છે.

અનુસૂચિત જાતિ પૈકી તુરી-બારોટ સમાજના કલાકારો:

 

અનુસૂચિત જાતિ પૈકી તૂરી-બારોટ સમાજના કલાકારોની કલાને જીવંત રાખવા અને પરંપરાગત કલાની જાળવણી થાય તે હેતુથી રાજ્યમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવે છે.

આદિજાતિ મહોત્સવ:

ગુજરાતના આદિજાતી વિસ્તાર ધરાવતા જિલ્લાઓની આદિજાતિ કલાને જીવંત રાખવા અને પરસ્પર આદાન-પ્રદાન માટે દર વર્ષે આદિજાતિ કલાકારોનો મહોત્સવ યોજવામાં આવે છે.

ઉમંગ ફેસ્ટિવલ:

 

રાજ્યના શારિરીક રીતે અશક્ત એવા વિકલાંગ યુવક-યુવતિઓ માટે વિવિધ કલાક્ષેત્રે તાલીમ આપી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.

વ્યવસાયી નાટ્ય મંડળીઓને આર્થિક સહાય:

વ્યવસાયી નાટ્ય મંડળીઓને પ્રોત્સાહિત કરવા રૂ. ૫.00 લાખની યોજના સને ૨૦૦૯-૧૦ના વર્ષથી અમલમાં મુકવામાં આવેલ છે

મહાવીર જીવદયા એવોર્ડ:

જીવદયા ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરતી સંસ્થા/વ્યક્તિને રૂ. ૧.૦૦ લાખનો રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવાની યોજના અમલમાં આવેલ છે.

સ્ત્રોત : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ

3.15217391304
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top