ખાદી અને ગ્રામ્ય ઉદ્યોગ આયોગ (ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશન) નોકરી આધારિત તાલીમો યુવાનોને આપે છે જેથી તેને નોકરી મળવાની તકો વધે અને તે તેનો પોતાનો ધંધો શરૂ કરવા માટે સક્ષમ બને. હાલમાં, તેના અભ્યાસક્રમો ૧૦ રાજ્યોમાં એટેલે કે બિહાર, દિલ્હી, કર્ણાટકા, કેરેલા, મહારાષ્ટ્ર, ઓરીસ્સા, તામીલનાડૂ, ઉત્તરાચંલ, ઉત્તર પ્રદેશ અને વેસ્ટ બંગાળ ચાલે છે. ખાદી અને ગ્રામિણ ઉદ્યોગ આયોગ (કમિશન) નીચેના અભ્યાસક્રમો પૂરા પાડે છે:
- શાળકામ ટેકનોલોજી
- પોલિવસ્ત્ર ટેકનોલોજી
- સિલ્ક રીલિંગ એન્ડ સ્પિનિંગ
- ફાઇબર સુપરવાઇઝરી
- કપડાધોવાનો સાબુ
- નામાનોંધ
- પ્લાસ્ટિક પ્રોસેસિંગ ટેકનોલોજી
- દરજીકામ અને ભરતગુંથણ
- કોમ્પયુટર સોફ્ટવેર એપલીકેશન
- અગરબતી બનાવવી
- કપડા ઘોવાનો પાવડર
- પાપડ બનાવવા
- ફિનાઇલ બનાવવી
- મિણબતી બનાવવી
- સફાઇનો પાવડર
- પ્લાસ્ટિક પ્રોસેસિંગ ઓપરેટર ટ્રેડ
- કોમ્પયુટર એપ્લીકેશન અભ્યાસક્રમ
- ફુલો બનાવવા
- સૌંન્દર્યવર્ધક (બ્યૂટિશન) અભ્યાસક્રમ
- બટન બનાવવા
- ઉદ્યમવૃત્તિ (ઑન્ટ્રપ્રનિયર્સહીપ) વિકસાવવાનો કાર્યક્રમ, વગેરે.
શૈક્ષણિક લાયકાત
- જે વ્યક્તિએ મેટ્રિકની (૧૦માં ધોરણની) પરીક્ષા પાસ કરેલ હોય તે કોઇ પણ અભ્યાસક્રમમાં દાખલો મેળવી શકે છે પરંતુ અમુક અભ્યાસક્રમો માટે સાવ અભણ વ્યક્તિ પણ લાયક છે.
- ઉંમર ૧૮-૩૫ વર્ષ વચ્ચેની હોવી જોઇએ
અભ્યાસક્રમ માટે અરજી કેવી રીતે કરવી?
- રસ ધરાવનાર ઉમેદવાર કોઇપણ અભ્યાસક્રમમાં દાખલો મેળવવા માટે ઓનલાઇન અરજી કરી શકે છે.
- મહેરબાની કરીને કે.વી.આઈ.સી.ના અભ્યાસક્રમોમાં અરજી કરવા માટે નીચે દર્શાવેલ પગથિયા અનુસરો
પગથિયું-૧: ખાદી અને ગ્રામ્ય ઉદ્યોગ આયોગના અભ્યાસક્રમ માટે
અહિં ક્લિક કરો
પગથિયું-૨: તમારા રાજ્યને નીચેના બોક્સમાંથી પસંદ કરો
પગથિયું-૩: “Available Course” (પ્રાપ્ય અભ્યાક્રમો)નાં મેનુ પર ક્લિક કરો
પગથિયું-૪: ત્યાં તમે અભ્યાસક્રમોની યાદી મેળવશો
પગથિયું-૫: “Apply online” (ઓનલાઇન અરજી કરો)નાં મેનું પર ક્લિક કરો
પગથિયું-૬: ફોર્મને સાવચેતી પૂર્વક ભરો
પગથિયું-૭: ફોર્મ ભર્યા બાદ “Submit Form” (ફોર્મ જમા કરો) બટન પર ક્લિક કરો
પગથિયું-૮: ફોર્મ જમા કર્યા બાદ, તમારી સંપૂર્ણ વિગતો જોવા મળશે. પેજના નીચેના ભાગમાં તમને જરૂરી પ્રમાણપત્રો (“Certificates Required”)નું મેનું જોવા મળશે (મહેરબાની કરીને પ્રિન્ટ લઇલો.
પગથિયું-૯: ૯ તે ફોર્મની છાપેલ નકલ (પ્રિન્ટ આઉટ) મેળવવા માટે તે મેનુ પર ક્લિક કરો અને તમારા નોંધણીના ફોર્મની પણ પ્રિન્ટ મેળવી લો
પગથિયું-૧૦: તે પ્રમાણપત્રને (સ્પોનસ્ર ના કરેલ ઉમેદવારો) નોંધણીના ફોર્મ સાથે ખાદી અને ગ્રામ્ય ઉદ્યોગ આયોગ ની તમારા રાજ્યની કચેરી પર મોકલી દો