કેન્દ્રીય સૂચના આયોગને તમારી ફરિયાદ નોંધાવો
આર.ટી.આઈ.ની ફરિયાદ સી.આઈ.સી.માં કરો
કેન્દ્રીય માહિતી આયોગ (સી.આઈ.સી.)માં અરજી (ખાસ કરીને બીજી અરજી) અથવા ફરિયાદ માત્ર એવા જ કિસ્સામાં નોંધાવી શકાય જો તમારે કેન્દ્રીય જાહેર સત્તા પાસેથી માહિતી જોઈતી હોય
સી.આઈ.સી.માં ક્યારે ફરિયાદ કરવી?
- જ્યારે તમે કેન્દ્રીય જાહેર માહિતી અધિકારીને તમારી અરજી આપવા માટે અસમર્થ એવા કારણથી હોય કે આ કાયદા હેઠળ આવા અધિકારીની નીમણુંક કરવામાં આવેલ ના હાય અથવા જો કેન્દ્રીય જાહેર માહિતી અધિકારીએ માહિતી આપવા માટે તમારી અરજી સ્વિકારવાની ના પાડી દિધેલ હોય અથવા આ કાયદા હેઠળ ૧૯મી સેક્શનની પેટા-સેક્શન (૧) મુજબ કરવામાં આવેલ અરજી તે જ કેન્દ્રીય જાહેર માહિતી અધિકારીને અથવા ઉપરી અધિકારીને અથવા કેન્દ્રીય માહિતી આયોગને મોકલવામાં આવેલ હોય
- જો કેન્દ્રીય જાહેર માહિતી અધિકારીએ તમારી આ કાયદા હેઠળ કોઈ પણ માહિતી પૂરી પાડવા માટે માનાઈ કરેલ હોય.
- જો કેન્દ્રીય જાહેર માહિતી અધિકારીએ તમારી માહિતી માટેની વિનંતીને કોઈ પ્રતિભાવ આપેલ ના હોય અથવા આ કાયદામાં નક્કી કરવામાં આવેલ સમય મર્યાદામાં માહિતી આપેલ ના હોય.
- જો કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી તમારી પાસેથી જે ફી ની રકમ માંગતા હોય તે તમને અયોગ્ય લાગતી હોય.
- જો તમને એવુ લાગતુ હોય કે કેન્દ્રીય જાહેર માહિતી અધિકારીએ આ કાયદા હેઠળ તમને અપુરતી, ગેરમાર્ગે દોરનારી અથવા ખોટી માહિતી આપેલ હોય.
- જો તમને કેન્દ્રીય માહિતી અધિકારી દ્વારા આપવામાં આવેલ માહિતીથી સંતોષ ના હોય, વગેરે.
પી.ડી.એફ./જે.પી.જી./જી.આઇ.એફ. ફોરમેટમાં જરૂરી દસ્તાવેજો
- બી.પી.એલ.નું પ્રમાણપત્ર (જો તમે ફિમાં માફી ઇચ્છતા હોય તો)
- ઉંમરનો પુરાવો (જો તમે વરિષ્ઠ નાગરિક હો તો)
- આરોગ્યનું પ્રમાણપત્ર (જો તમે શારિરિક ખોટ ધરાવતા હોયતો)
- તમારા કેસના આધાર રૂપે જો તમે કોઈ દસ્તાવેજ જમા કરાવવા ઇચ્છતા હો તો
- તમામ દસ્તાવેજો પી.ડી.એફ./જે.પી.જી./જી.આઈ.એફ. ફોરમેટમાં હોવા જોઇએ.
- એટેચ કરવામાં આવેલ ફાઇલની સાઇઝ (ફાઇલનું કદ) ૨ એમ.બી. કરતા વધારે ના હોવી જોઇએ.
ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા
- ઓનલાઈન અરજી કરવા માટે અહિં ક્લિક કરો
- ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો એટેચ કરો (જોડો)
- ફોર્મ ભરાઈ ગયા બાદ “save as Draft/Submit” બટન પર ક્લિક કરો
- એક વખત ફોર્મ ડ્રાફ્ટ તરીકે નોંધાય જાય (સેવ થઈ જાય), યૂનીક ફરિયાદ આઈ.ડી. આપવામાં આવશે.
- જો તમે તમારા ડોક્યુમેન્ટ (દસ્તાવેજ)ને “Save as Draft” (ડ્રાફ્ટ તરીકે નોંધવા)નોંધેલા હશે તો તમે છેલ્લે દાખલ કરતા પહેલા સુધારો કરવા માટે સમર્થ હશો
તમારી ફરિયાદની સ્થિતિ તપાસો
તમારી અરજી દાખલ કર્યા બાદ, તમારી અરજીની સ્થિતિ પણ ઓનલાઈન તપાસી શકો છો
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/13/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.