સામાન્યતઃ રાજ્યની અંદર વસવાટ કરતાં દેશના દરેક નાગરીકોને રેશનકાર્ડ મેળવવાનો અધિકાર છે. આ માટે રાજ્ય સરકારે નક્કી કરેલ નિયત નમૂના મુજબના ફોર્મમાં કુટુંબના વડાએ સંપૂર્ણ વિગતો આપી તેમના વિસ્તારના તાલુકા મામલતદાર / ઝોનલ અધિકારીની કચેરીમાં આધાર-પુરાવા સાથે અરજી કરવાની રહે છે. સીટીઝન ચાર્ટર ની જોગવાઇ મુજબ તાલુકા મામલતદાર શ્રી/ઝોનલ અધિકારીશ્રીએ અરજદારની અરજી અંગે ચકાસણી અને જરૂરીયાત મુજબ સ્થળ તપાસ કરી કાર્ડની કેટેગરી નક્કી કરી, કુટુંબના વડા/સભ્યો ની ફોટા અને બાયો મેટ્રીક વિગતો મેળવી, બારકોડેડ રેશનકાર્ડ ઇસ્યું કરવાનું થાય છે. બારકોડેડ રેશનકાર્ડ યોજના હેઠળ કાર્ડ ધારકે તેઓની બાયોમેટ્રીક વિગતોને આધારે ઇ-ગ્રામ / સાયબર કાફેની મુલાકાત લઇ તેઓની કાર્ડની કેટેગરીને અનુરૂપ મળવાપાત્ર આવશ્યોક ચીજ વસ્તુના જથ્થા ની બારકોડેડ કુપનો મેળવવાની થાય છે. એ-૪ સાઇઝની બારકોડેડ કુપનીશીટ ઉપર કાર્ડ ધારકોને મળવાપાત્ર તમામ ચીજ વસ્તુથઓ દીઠ વ્યનક્તિગત કુપનો પ્રિન્ટે કરી આપવામાં આવે છે. અને તે કુપનો ઉપર કાર્ડ ધારકનું નામ, કાર્ડની જન સંખ્યા, જે દુકાનમાંથી જથ્થો મેળવવાનો છે તે દુકાનદારનું નામ, જે તે માસ માટે મળવાપાત્ર ચીજ વસ્તુ ની માત્રા, કીંમત વગેરે જેવી તમામ વિગતો પણ દર્શાવવામાં આવે છે. રાજ્ય સરકારે આ કુપનશીટની કિંમત રૂ. પ/- નક્કી કરી છે. કુપનશીટના વચ્ચેના ભાગમાં કાર્ડધારકની પ્રત પણ છાપીને આપવામાં આવે છે. જ્યારે એ/૪ સાઇઝની પેપરશીટ ઉપરના બંને છેડા ઉપર આવેલી બારકોડેડ કુપનો આવશ્યાકતા અનુસાર કાપીને વાજબી ભાવના દુકાનદાર / કેરોસીન એજન્ટે / ફેરીયાને દર્શાવેલ રકમ ચુકવી કુપન પર છાપેલ જથ્થો મેળવવાનો રહે છે. સાથો સાથ બારોકોડેડ રેશનકાર્ડમાં પણ જે તે વર્ષના માસ દરમ્યાન મેળવેલ આવશ્યથક ચીજ વસ્તુઓના જથ્થાની નોંધ પણ કરાવવાની રહે છે. આવનાર દિવસોમાં બારકોડેડ રેશનકાર્ડ ધારક કોઇ પણ વાજબી ભાવની દુકાન ખાતેથી આવશ્યક ચીજ વસતુઓનો જથ્થોં મેળવી શકે છે તે માટેની વ્યપવસ્થા આપવા પણ વિચારણા હેઠળ છે.
બારકોડેડ રેશનકાર્ડ તેમજ બાયો મેટ્રીક આધારિત કુપનની પદ્ધતિના અમલ થકી વાજબી ભાવના દુકાનદાર કે કેરોસીનના રીટેલર કે ફેરીયા ઉપર જણાવ્યા પ્રમાણે મેળવેલ કુપનનો પોતાની અનુકૂળતાએ, પણ કોઇપણ સંજોગોમાં, માસના અંત પહેલા ઇગ્રામ/સાયબર કાફેની મુલાકાત લઇ વંચાણ કરાવવાની રહેશે. આવનાર દિવસોમાં વાજબી ભાવના દુકાનદારો કે કેરોસીનના ફેરીયાઓ / રીટેલરોએ કુપન પદ્ધતિએ માસ દરમ્યાન જે વસ્તુઓનું વેચાણ કરેલ હશે તે મુજબ આવશ્યક ચીજ વસ્તુના જથ્થા માટે તે પછીના મહિનાની પરમીટ મળવી શકશે. આ મુજબની વ્યવસ્થા ટુંક સમયમાં કરવામાં આવશે.
અરજી પત્રકો
|
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/13/2020