વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

કોર્પોરેશન બેન્ક

કોર્પોરેશન બેન્ક વિશેની માહિતી

કોર્પોરેશન બેન્કની મોબાઇલથી ચૂકવણીની સુવિધા:

કોર્પોરેશન બેન્ક દેશમાં પ્રથમ રાષ્ટ્રીયકૃત બેન્ક છે કે જેણે "એસએમએસ આધારિત - "મોબાઈલ સેવા દ્વારા ચુકવણી”ની સેવા શરૂ કરી છે. ગ્રાહકો કે જેઓ કોર્પોરેશન બેન્કના એટીએમ કાર્ડ અને ઉધાર કાર્ડ આપવામાં આવ્યા છે તેઓ 'મોબાઇલ સર્વિસ પે' નો ઉપયોગ કરી શકે છે. આ સુવિધા શરૂ કરવા માટે, ગ્રાહકે કોર્પોરેશન બેન્કના કોઈપણ એટીએમ પર નોંધણી કરાવવાની રહેશે. એટીએમ ગ્રાહકને મોબાઇલ નંબર સાથે વિગતો ભરવા માટે માર્ગદર્શન આપશે. સફળ રીતે નોંધણી થઈ ગયા બાદ, ગ્રાહકને તેમના મોબાઇલ પર એસએમએસ મારફતે 4 અંકનો પીન પ્રાપ્ત થશે. પિન નંબર પ્રાપ્ત કર્યા બાદ તેનો ઉપયોગ ભવિષ્યના તમામ વ્યવહારો કરવા માટે કરી શકાશે

કોર્પોરેશન બેંકની એસએમએસ બૅન્કિંગ સુવિધા બે વિભાગોમાં વિભાજીત છે:

  • PUSH અને
  • PULL
PUSH સેવાઓ (ચેતવણીઓ) : PUSH આધારિત એસએમએસ સેવાઓ દ્વારા બેન્ક ગ્રાહકોના મોબાઈલ પર ખાતાના ચોક્કસ વ્યવહારોની માહિતી મોકલે છે.
PULL સેવાઓ (અરજીઓ) PULL આધારિત એસએમએસ સેવાઓ ગ્રાહકોને અમુક સુવિધાઓ માટે સૂચનો આપવા ઉપરાંત તેમના ખાતા સાથે સંબંધિત જાણકારી મોકલવા માટે તક આપે છે

નોંધણી પ્રક્રિયા:

  • તમારી શાખા ખાતે અરજીપત્ર ભરો, કે જ્યાં તમે તમારા ખાતાની જાળવણી કરો છો.
  • એકવાર અરજીપત્રની પ્રક્રિયા થાય એટલે બેન્ક એક એસએમએસથી પિન (પર્સનલ આઇડેન્ટિફિકેશન નંબર) તમારા મોબાઇલ પર મોકલશે.
  • તમારે 56767 અથવા 9986667045 પર નિયત ફોર્મેટમાં એક એસએમએસ મોકલીને સુવિધા સક્રિય કરવાની રહેશે.
  • ઉદાહરણ તરીકે, જો તમને મળેળી પીન 7890 છે અને તમારા બેન્ક ખાતા નંબર SB/01/123456 છે, પછી સક્રિયકરણ સંદેશ આ રીતે મોકલવાનો રહેશે - ACTIVATE 7890 123456
  • એકવાર સક્રિયકરણ પ્રક્રિયા પૂર્ણ થાય છે, તો તમે બેન્કની એસએમએસ બેંકિંગ સુવિધા વાપરી શકો છો.

મેનુ આધારિત એસએમએસ બેંકિંગ :

કોર્પોરેશન બેન્ક મેનુ આધારિત મોબાઇલ બેન્કિંગ સેવા રજૂ કરી છે કે જે મોબાઇલ હેન્ડસેટ પર સ્થાપિત કરી શકાય છે અને ત્યારબાદ તમે કોઇ પણ શબ્દો મોકલ્યા વિના કોર્પોરેશન બેન્કની મોબાઇલ બેન્કિંગ સેવાને વાપરી શકો છો.

સ્થાપન પ્રક્રિયા

  • જીપીઆરએસ દ્વારા તમારા મોબાઇલ હેન્ડસેટ સીધી જ અરજીને સ્થાપિત કરો
  • તમારા પીસી / લેપટોપમાં અરજી પ્રાપ્ત કરો અને પછી તેને માહિતી કેબલની મદદથી કે બ્લ્યૂટૂથનો ઉપયોગ કરીને તમારા મોબાઇલ હેન્ડસેટ પર સ્થાપિત કરો

વધુ માહિતી

3.0
Ashwin Ahir Jan 30, 2019 09:59 PM

મોબાઇલ નંબર કેવી રીતે બદલાઈ શકશે

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top