অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સરદાર આવાસ યોજના

કાર્ય અને હેતુ

ગુજરાત ગ્રામ્ય વિસ્તારમાં ગરીબીરેખા નીચે જીવન જીવતાં જમીન વિહોણા ખેત-મજૂરો તથા ગ્રામ્ય કારીગરો માટે રાજ્ય સરકારની ઘરથાળના મફત પ્લોટની યોજના સને ૧૯૭૨ થી અમલમાં છે. સને ૧૯૭૬ માં આવા ફાળવેલ પ્લોટો પર મકાન બાંધવા માટેની સહાય યોજના અમલમાં આવી. “મફત પ્લોટ મફત ઘર” એ સૂત્રને સાકાર કરતી સરદાર આવાસ યોજના વર્ષ ૧૯૯૭ થી અમલમાં આવી.

શરૂઆતમાં રૂ.૨૦૦૦૦/- ની સહાય આપવાની જોગવાઇ કરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૦ થી આ યોજના હેઠળ રૂ.૪૫૦૦૦/- ની સહાય ત્રણ હપ્તામાં આપવાની જોગવાઇ કરવામાં આવી છે. જે મુજબ પ્રથમ હપ્તો એડવાન્સ ૨૧૦૦૦/- બીજો હપ્તો લીંટલ લેવલે ૧૫૦૦૦/- અને ત્રીજો હપ્તો બાંધકામ પૂર્ણ થયે ૯૦૦૦/- આપવાની જોગવાઇ છે.

રાજ્યમાં ૧૭ થી ૨૦ ની બી.પી.એલ સ્કોર ધરાવતા મોટાભાગના ઘરવિહોણા લાભાર્થીઓને આવરી લેવાતા વર્ષ ૨૦૧૩ માં કાચા આવાસ ધરાવતાં પાત્ર કુટુંબોને આવરી લઇને ૪,૨૯,૯૦૦ આવાસો મંજુર કરવામાં આવેલ હતા.

ત્યારબાદ ૦૮/૦૮/૨૦૧૩ ના પંચાયત વિભાગના ઠરાવથી ૧૭-૨૦ સુધીનો સ્કોર ધરાવતા બી.પી.એલ કુટુંબોને ઇંદિરા આવાસ યોજના હેઠળ આવરી લેવાની જોગવાઇ કરવામાં આવી છે.

આ યોજના હેઠળ પ્લોટ વિહોણા પાત્ર કુટુંબોને મફત પ્લોટ ફાળવવાની જોગવાઇ કરવામાં આવી છે. જેથી લાભાર્થી કુટુંબ સરકારી સહાયથી પોતાનુ મકાન બનાવી શકે.

ઉપરાંત પ્લોટ ફાળવણી માટે “જમીન સંપાદન”, કરવા તેમજ “પ્લોટ વિકાસ”, “માળખાકીય સુવિધાઓ” જેવી કે, પીવાનુ પાણી, ગટર વ્યવસ્થા, આંતરિક રસ્તા, વિજળીકરણ જેવી સુવિધા માટે પણ જોગવાઇ કરવામાં આવેલ છે. જેથી મફત પ્લોટ વિસ્તારના લાભાર્થીઓને ખૂટતી સગવડો પ્રાપ્ત થઇ શકે.

યોજના હેઠળ અપાયેલ લાભની વિગતો

અત્યાર સુધીમાં આ યોજના હેઠળ અપાયેલ લાભની વિગતો નીચે મુજબ છે.

ક્રમ

વર્ષ

સિધ્ધિ

ક્રમ

વર્ષ

સિધ્ધિ

૨૦૧૫-૨૦૧૬ (સ્પીલ-૨૦૧૨-૧૩)

૪૧૨૨૪

૧૦

૨૦૦૬-૨૦૦૭

૨૨૩૦૨

૨૦૧૪-૨૦૧૫ (સ્પીલ-૨૦૧૨-૧૩)

૯૯૩૫૪

૧૧

૨૦૦૫-૨૦૦૬

૩૬૩૪૭

૨૦૧૩-૧૪ (સ્પીલ-૨૦૧૨-૧૩)

૧૯૯૯૩૪

૧૨

૨૦૦૪-૨૦૦૫

૩૦૫૦૩

૨૦૧૨-૨૦૧૩

૯૧૯૦૮

૧૩

૨૦૦૩-૨૦૦૪

૧૦૫૩૦

૨૦૧૧-૨૦૧૨

૨૪૪૯૮

૧૪

૨૦૦૨-૨૦૦૩

૩૭૩૨૪

૨૦૧૦-૨૦૧૧

૬૫૭૯૨

૧૫

૨૦૦૧-૨૦૦૨

૩૬૪૩૯

૨૦૦૯-૨૦૧૦

૩૩૬૯૭

૧૬

૨૦૦૦-૨૦૦૧

૩૪૯૮૨

૨૦૦૮-૨૦૦૯

૨૬૩૧૧

૧૭

૧૯૯૯-૨૦૦૦

૧૪૨૫૦

૨૦૦૭-૨૦૦૮

૨૧૯૭૬

૧૮

૧૯૯૮-૧૯૯૯

૩૨૬૯૪

૧૯

૧૯૯૭-૧૯૯૮

૯૬૧૧

કુલ

૬૦૪૬૮૫

કુલ

૨૬૪૯૮૨

મફત પ્લોટ ફાળવવાની યોજના હેઠળ વર્ષવાર ફાળવેલ પ્લોટની વિગત

ક્રમ

વર્ષ

સિધ્ધિ

ક્રમ

વર્ષ

સિધ્ધિ

ક્રમ

વર્ષ

સિધ્ધિ

૨૦૧૬-૨૦૧૭

-

૧૫

૨૦૦૨-૨૦૦૩

૧૩૩૨૯

૨૯

૧૯૮૮-૮૯

૪૩૪૧૯

૨૦૧૫-૨૦૧૬

૧૦૬૮

૧૬

૨૦૦૧-૨૦૦૨

૧૩૦૬૧

૩૦

૧૯૮૭-૮૮

૪૬૫૩૬

૨૦૧૪-૨૦૧૫

૨૧૬૬

૧૭

૨૦૦૦-૨૦૦૧

૧૬૮૩૮

૩૧

૧૯૮૬-૮૭

૪૨૩૦૨

૨૦૧૩-૨૦૧૪

૫૩૭૦

૧૮

૧૯૯૯-૨૦૦૦

૩૭૨૧

૩૨

૧૯૮૫-૮૬

૩૧૧૯૮

૨૦૧૨-૨૦૧૩

૧૧૫૭૪

૧૯

૧૯૯૮-૯૯

૫૩૦૮

૩૩

૧૯૮૪-૮૫

૬૫૧૧૮

૨૦૧૧-૨૦૧૨

૪૭૨૦

૨૦

૧૯૯૭-૯૮

૨૧૦૮૯

૩૪

૧૯૮૩-૮૪

૧૧૦૭૫૦

૨૦૧૦-૨૦૧૧

૧૪૨૬૭

૨૧

૧૯૯૬-૯૭

૨૨૩૨૫

૩૫

૧૯૮૨-૮૩

૧૨૬૬૫૮

૨૦૦૯-૨૦૧૦

૧૩૫૬૨૩

૨૨

૧૯૯૫-૯૬

૨૮૬૪૨

૩૬

૧૯૮૧-૮૨

૧૦૫૧૧૫

૨૦૦૮-૨૦૦૯

૪૫૫૬૧

૨૩

૧૯૯૪-૯૫

૩૦૫૩૫

૩૭

૧૯૮૦-૮૧

૩૪૨૨૧

૧૦

૨૦૦૭-૨૦૦૮

૨૯૫૭૩

૨૪

૧૯૯૩-૯૪

૩૫૦૯૨

૩૮

૧૯૭૯-૮૦

૬૫૬૫

૧૧

૨૦૦૬-૨૦૦૭

૨૩૯૨૩

૨૫

૧૯૯૨-૯૩

૩૭૧૮૪

૩૯

૧૯૭૮-૭૯

૨૬૮૪૧

૧૨

૨૦૦૫-૨૦૦૬

૧૫૮૦૬

૨૬

૧૯૯૧-૯૨

૪૧૨૮૩

૪૦

૧૯૭૭-૭૮

૫૪૧૧૭

૧૩

૨૦૦૪-૨૦૦૫

૧૧૧૬૫

૨૭

૧૯૯૦-૯૧

૪૧૫૨૩

૪૧

૧૯૭૪-૭૭

૧૧૫૪૧૩

૧૪

૨૦૦૩-૨૦૦૪

૧૧૫૫૭

૨૮

૧૯૮૯-૯૦

૫૩૩૧૦

૪૨

૧૯૭૨-૭૪

૨૦૪૧૯૯

કુલ

૩૧૨૩૬૪

કુલ

૩૬૩૨૩૯

કુલ

૧૦૧૨૪૫૨

સરદાર આવાસ યોજના-૨

બી.પી.એલ સિવાયના કાચા આવાસ ધરાવતા કુટુંબોને સહાય

રાજ્યમાં સરદાર આવાસ યોજના-૧ હેઠળ ઘર વિહોણા અને કાચા આવાસ ધરાવતાં મોટા ભાગના બી.પી.એલ કુટુંબોને આવરી લેવામાં આવતાં બી.પી.એલ સિવાયના કાચા આવાસ ધરાવતા કુટુંબોને મકાન સહાય આપવા સરદાર આવાસ યોજના-૨ તરીકે પંચાયત વિભાગના તા-૧૮/૦૨/૨૦૧૪ ના ઠરાવથી અમલમાં મૂકવામાં આવેલ છે.

૨આ યોજના હેઠળ યુનિટ કોસ્ટ ૧ લાખ સામે રાજ્ય સરકાર દ્વારા રૂ.૪૦૦૦૦/- ની સહાય આપવામાં આવે છે. જેમાં પ્રથમ હપ્તો મંજુરીના હુકમ સાથે રૂ૧૦૦૦૦/- બીજો હપ્તો લીંટલ લેવલે (ટોઇલેટ સાથે) રૂ.૨૦૦૦૦/- અને ત્રીજો હપ્તો બાંધકામ પૂર્ણ થયે રૂ.૧૦૦૦૦/- આપવાની જોગવાઇ છે.

ક્રમ

વર્ષ

સિધ્ધિ

૨૦૧૪-૨૦૧૫

૩૨૯૨

૨૦૧૫-૨૦૧૬

૧૧૨૨૨૯

સ્ત્રોત : પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ



© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate