બોર્ડની રચના ગુજરાત પંચાયત અધિનિયમ -૧૯૯૩ ની કલમ-૨૩૫ની જોગવાઇ હેઠળ કરવામાં આવેલ છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ અધ્યક્ષ સહીત ફૂલ પાંચ સભ્યોનું બનેલ છે. જેમાં સચિવશ્રી આ બોર્ડની કચેરીના વહીવટી વડા છે. તદઉપરાંત સત્તાની રૂએ તેઓશ્રી ખાતાના વડા પણ છે. બોર્ડના દરેક સભ્યશ્રી જિલ્લા પંચાયત સેવા પસંદગી સમતિના અધ્યક્ષશ્રી તરીકે નિયુકત થયેલ છે. બોર્ડની મુખ્ય કામગીરી બોર્ડના કાર્યક્ષેત્રાધિકારમાં આવતી પંચાયત સેવાની વર્ગ-૩ની વિવિધ સંવર્ગની ખાલી જગ્યાઓ ઉપર નિમણૂક માટે ઉમેદવારની નિયમોનુસાર પસંદગી કરીને સીધીભરતી કરવી, તેમજ વર્ગ-૩ ના કર્મચારીઓની ખાતાકીય /ભાષાકીય પરીક્ષા લેવાની છે.
ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડની કચેરીના કાર્યક્ષેત્ર હેઠળ આવતી વર્ગ-3ની જગ્યાઓ માટેની જાહેરાત આપીને ભરતી પ્રક્રિયા કરવામાં આવે છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ નિયમ ૧૯૯૩ની કલમ ૨૩૬ હેઠળ દરેક જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિની રચના થયેલ છે. (નકલ સામેલ) અલગ અલગ જિલ્લાઓમાં આવેલ જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિઓના કાર્યક્ષેત્ર હેઠળ આવતી જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી આવી સમિતિઓમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના અધ્યક્ષ/સભ્યો પૈકીનો એક સભ્ય સમિતિના અધ્યક્ષ તરીકેની ફરજ બજાવે છે.
મુખ્ય કામગીરીઓમાં જિલ્લા પંચાયતોમાં વર્ગ-૩ ના કર્મચારીઓની ભરતી અંગેના ઉમેદવારોની પસંદગી કરવાની છે. તે ઉપરાંત બોર્ડ જિલ્લા પંચાયતોના નાયબ ચીટનીશ (પંચાયત સેવા) તથા વિસ્તરણ અધિકારી પંચાયત વર્ગ-3 ગ્રામસેવક, તાલુકા પંચાયત અધિકારી , સર્કલ ઇન્સપેકટરની પરીક્ષાઓ ( ખાતાકીય પરીક્ષાઓનુ) આયોજન કરે છે. ગુજરાતી અને હિન્દી (ઉચ્ચ અને નિમન શ્રેણી બોલચાલ ) ખાતાકીય / ભાષાકીય પરીક્ષા લેવાની કામગીરી કરે છે.
આમ આ બોર્ડની મુખ્ય કામગીરી પંચાયત સેવાની વર્ગ-૩ ની બોર્ડના કાર્યક્ષેત્ર હેઠળની વિવિધ સંવર્ગની ખાલી જગ્યાઓ ઉપર જાહેરાત આપની નિયમોનુસાર તેમજ વર્ગ-૩ ના કર્મચારીઓની ખાતાકીય પરીક્ષા તેમજ પંચાયત સેવાના વર્ગ-3 ની વિવિધ સંવર્ગની ખાલી જગ્યાઓ માટે ભરતી નિયમો ખાતાકીય પરીક્ષાના નિયમોમાં ફેરફાર સુચવવા વગેરે બાબતો અંગે સરકારશ્રી સાથે પરામર્શ કરી નિર્ણય લેવાની કામગીરી પણ કરે છે.
આગામી વર્ષ ૨૦૧૬-૧૭માં નાયબ ચીટનીશ -૧પ, અધિક મદદનીશ ઇજનેર-૭૦, મુખ્ય સેવિકા-૩૦, કંપાઉન્ડર-૬૦, લેબોરેટરી ટેકનીશીયન-૭૦ એમ મળીને કુલ -૨૪પ જગ્યાની ત્રીજા તબકકાની ભરતી પ્રક્રિયાની જાહેરાત સરકારશ્રીની મંજુરી મળતા ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેમજ પરીક્ષાલક્ષી કામગીરી માટે પ્રાક્ષિકો અને મુલ્યાંકનકારોને મહેનતાણાની ચુકવણી ખર્ચ, પરીક્ષાલક્ષી કામગીરી માટે રોકવામાં આવતા વહીવટી કામગીરીના અધિકારી/ કર્મચારીઓને ચુકવવાનો થતો મહેનતાણાનો ખર્ચ તથા સ્ટેશનરી/ વાહનભાડાના તેમજ પ્રશ્નપત્ર / ઉતરપત્ર વગેરે છપામણી તેમજ કોમપયુટર સોફટવેરની મદદથી આખરી પરીણામ તૈયાર કરી કાર્યવાહી હાથ ધરવાની થાય છે. પ્રથમ તબકકાની વર્ષ ૨૦૧૩-૧૪ દરમ્યાન નાયબ ચીટનીશ, અધિક મદદનીશ ઇજનેર, મુખ્ય સેવિકા, સ્ટાફ નર્સ, કંપાઉન્ડર, લેબોરેટરી ટેકનીશીયન કુલ-ર ૧૯૫ જગ્યાની ભરતી પ્રક્રિયા કરેલ છે. બીજા તબકકાની વર્ષ ૨૦૧૫-૧૬ દરમ્યાન નાયબ ચીટનીશ, અધિક મદદનીશ ઇજનેર, મુખ્ય સેવિકા, સ્ટાફ નર્સ, કંપાઉન્ડર, લેબોરેટરી ટેકનીશીયન કુલ-૬૯૫ જગ્યાની ભરતી પ્રક્રિયા કરેલ છે. સમિતિઓના કાર્યક્ષેત્ર હેઠળની સને ૨૦૧૫-૧૬ જુનીયર કલાર્ક (હિસાબ/વહીવટ)-૨૯૬ , તલાટી કમ મંત્રી-૨૪૦૦, ફીમેલ હેલ્થ વર્કર-૪૫૪, મલ્ટી પરપઝ હેલ્થ વર્કર-૧૩૫૪ જગ્યાની ભરતી અંગેની કાર્યવાહી કરવામાં આવેલ છે. મુખ્ય કામગીરીઓમાં જિલ્લા પંચાયતોમાં વર્ગ-૩ ના કર્મચારીઓની ભરતી અંગેના ઉમેદવારોની પસંદગી કરવાની છે. તે ઉપરાંત બોર્ડ સને ૨૦૧૫-૧૬ જિલ્લા પંચાયતોના નાયબ ચીટનીશ( પંચાયત સેવા) તથા વિસ્તરણ અધિકારી પંચાયત વર્ગ-૩ ગ્રામસેવક, તાલુકા પંચાયત અધિકારી , સર્કલ ઇન્સપેકટરની પરીક્ષાઓ ( ખાતાકીય પરીક્ષાઓનુ) -૧૩.૦૮ ઉમેદવારોની પરીક્ષા આયોજન કરી પરીણામ પ્રસિધ્ધ કરવામાં આવેલ
અત્રની કચેરીમાં પોસ્ટેજ, લાઇટબીલ, ટેલિફોનબીલ, કચેરીના વાહનોમાં પેટ્રોલ , ડીઝલ , વાહનોના ઇન્સયોરન્સ કચેરીમાં આવેલ કોમ્પયુટર રીપેરીંગ , તેમજ સ્ટેશનરી અને કચેરીના લગતા તમામ પરચુરણ કામગીરી થનાર છે. બોર્ડના અધ્યક્ષશ્રી, સભ્યશ્રી તેમજ સ્ટાફ ના પગાર ભથ્થાં , અંદાજપત્ર, સુધારેલ અંદાજપત્ર, ચાલુ બાબતો ના અંદાજો, નવી બાબતો/ કામોની દરખાસ્ત વગેરેની કામગીરી બોર્ડમાં કરવામાં આવશે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/11/2020