অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ગ્રામ વિકાસ વિભાગ

ગ્રામ વિકાસ વિભાગ

ઇન્દિરા આવાસ યોજના

પ્રસ્તાવિક ગ્રામિણ વિસ્તારમાં વસતા અને ગરીબા રેખા હેઠળ જીવતા લક્ષ્યાંક જુથના ઇસમોના જીવનધોરણમાં અને રહેણાંકની સવલતોમાં સુધારા થાય તે હેતુથી મુળ અગાઉના કેન્દ્ર પુરસ્કૃત આર.એલ.ઇ. જી.પી. હેઠળ અને તા. ૧-૪-૧૯૮૯થી જવાહર રોજગાર યોજના હેઠળ તેની મહત્વની પેટા યોજના તરીકે આ કાર્યક્રમ ચાલુ રહેલ હતો. જે તા. ૧-૧-૯૬ થી સ્વતંત્ર યોજના તરીકે અમલમાં આવેલ છે અને આ યોજના હેઠળ નવા આવાસના લાભ આપવા ઉપરાંત ૨૦% ભંડોળનો હિસ્સો કાચા હયાત મકાનોની સુધારણા અપગ્રેડેશનના લાભ આપવાની જોગવાઇઓ પણ કેન્દ્ર સરકાર દ્વારા સને ૧૯૯૯-૨૦૦૦થી કરેલ છે. આ કાર્યક્રમ કેન્દ્ર પુરસ્કૃત છે. જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના હિસ્સાનું પ્રમાણ ૬૦-૪૦ ના ધોરણે છે. આ યોજના હેઠળ પ્રથમ રાષ્ટ્રિય કક્ષાએ કુલ ઉપલબ્ધ થતાં ભંડોળના ૬% રકમો ઇન્દિરા આવાસ યોજના માટે અંકિત કરવામાં આવતી હતી. સને ૧૯૯૩ -૯૪થી ૧૦% જોગવાઇ કરાયેલ છે. તા.૧-૧-૯૬ થી કેન્દ્ર સરકારે તેને સ્વતંત્ર યોજના તરીકે જાહેર કરેલ છે તેમજ સને ૧૯૯૯-૨૦૦૦થી આ યોજના માત્ર નવા આવાસો ઉપરાંત કાચા હયાત મકાનોની સુધારણા અપગ્રેડેશનની જોગવાઇ નિયત કરી બે કોમ્પોનન્ટમાં યોજના અમલમાં છે. સામાન્ય રીતે દેશમાં ગરીબી રેખા હેઠળ જીવતા અનુ. જાતિ / જન. જાતિના ઇસમોને અને મુક્ત કરાયેલ વેઠીયાઓની કુલ વસ્તીના પ્રમાણમાં જે તે રાજ્યમાં ગરીબી રેખા હેઠળ જીવતા આ લક્ષયાંક જુથના ઇસમોની સંખ્યાના પ્રમાણમાં રકમો ફાળવવામાં આવતી હતી. સને ૧૯૯૯-૨૦૦૦થી કેન્દ્ર સરકારે ફેરફાર કરીને હવેથી ફાળવણી પ૦% ગરીબી રેખાના ધોરણે અને પ૦% આવાસની ઘટ (હાઉસીંગ શોર્ટેજ)ના આધારે કરવાનું કેન્દ્ર સરકારે નક્કી કરેલ છે. તા.૧/૪/૧૩ થી ૭૫% આવાસની ઘટ નાં આધારે અને ૨૫% ગરીબી રેખા નીચેના લોકોની સંખ્યાના આધારે કરવાનું કેન્દ્ર સરકારે નક્કી કરેલ છે. હેતુ - ગ્રામ્ય વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવતા ઘરવિહોણા તેમજ કાચા આવાસ ધરાવતા લોકોને નાણાંકીય સહાય પુરી પાડી નવા આવાસના બાંધકામ તેમજ આવાસ સુધારણા માટે સહાયરૂપ બનવાનો છે.

યોજનાના મુખ્ય મુદ્દા

 • ૧૯૮૯માં જવાહર રોજગાર યોજનાની પેટા યોજના તરીકે ઈન્દિરા આવાસ યોજના ચાલુ રહી હતી. ૧લી જાન્યુઆરી ૧૯૯૬ થી ઈન્દિરા આવાસ યોજનાને જવાહર રોજગાર યોજનાથી અલગ પાડી સ્વતંત્ર યોજનાનું રૂપ આપવામાં આવ્યું
 • આવાસની યુનિટ સહાય કેન્દ્ર સરકાર દ્વારા નિયત કરવામાં આવે છે.
 • ઇન્દિરા આવાસ યોજનામાં ભારત સરકાર અને રાજ્ય સરકારની નાણાંકીય હિસ્સદારી ૬૦:૪૦ નાં ગુણોત્તર મુજબની છે.
 • ઇન્દિરા આવાસ યોજનામાં તા. ૧/૪/૨૦૧૩ થી ભારત સરકાર દ્વાર આવાસ બનાવવા માટે યુનિટ સહાયમાં વધારો કરી રૂ. ૭૦,૦૦૦/- સહાયનું ધોરણ ઠરાવેલ છે. જેમાં કેન્દ્ર સરકારના ૬૦% પ્રમાણે રૂ.૪૨,૦૦૦/- તથા રાજ્ય સરકારના ૪૦% પ્રમાણે રૂ. ૨૮,000/-ની સહાયનું ધોરણ ઠરાવેલ છે. તે જ રીતે મરામત ન થઇ શકે તેવા ઘરોની કક્ષા ઉચી લઇ જવાની સહાયનું ધોરણ રૂ.૧૫,૦૦૦/- કેન્દ્ર સરકાર દ્વારા ઠરાવેલ છે.
 • આવાસનું બાંઘકામ લાભાર્થી દ્વારા જાતે કરવામાં આવે છે. ખાતાકીય રાહે કે ઇજારદાર દ્વારા કરવાના નથી. વર્ષ ૨૦૦૬થી સામાજીક અને આર્થિક મોજણી- ર૦૦રના આધારે ગરીબી રેખા નીચે જીવતાં લાભાર્થીઓની કાયમી પ્રતિક્ષા યાદી બનાવવાની છે. આ યાદી ગ્રામસભામાં બહાલ કરવાની છે.
 • વર્ષ ૨૦૧૩-૧૪થી ૧૭ થી ૨૦નાં ગુણાંકમાં પાત્રતા ધરાવતા લાભાર્થીઓને પણ આ યોજનાનો લાભ આપવાનું પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અંને ગ્રામ વિકાસ વિભાગના તા.૦૮/ O૮/ ૨૦૧૩ના ઠરાવથી ઠરાવવામાં આવેલ છે. ૧૦૦ ચોરસવારના મફત સરકારી પ્લોટ મેળવનાર લાભાર્થીને આ યોજના હેઠળ આવાસનો લાભ આપવામાં આવે છે તેમજ લાભીંથીની માલિકીની ખાનગી જમીનમાં / પ્લોટમાં પણ આવાસનો લાભ આપવામાં આવે છે. ઓછામાં ઓછા ૨૦ ચોરસ મીટર પ્લીન્થ ધરાવતા આવાસ બાંધી શકાય છે. આવાસની કોઈ ચોક્કસ ટાઈપ ડિઝાઈન નક્કી કરેલ નથી. જે વિસ્તારની સ્થાનિક આબોહવા, ભૌગોલિક પરિસ્થિતીની તેમજ સ્થાનિક લોકોની રૂચિ, પ્રથા વગેરે ધ્યાને લઇને આવાસની ડિઝાઇન નક્કી કરવાની રહે છે. આવાસમાં શૌચાલયની સુવિધા ફરજિયાત રાખવાની રહે છે. શકય હોય ત્યાં સુધી આવાસો જુથમાં લધુ વસાહતના અભિગમને ધ્યાને રાખીને બાંધવાના રહે છે જેથી જુથમાં બંધાયેલ મકાનોને સામુહિક ધોરણે માળખાકીય સુવિધાઓ જેવી કે રોડ, પાણી, લાઈટ વગેરે મળી શકે. ૨૦% ભંડોળ આવાસ સુધારણા માટે નિયત થયેલ છે. આ યોજનાના લાભાર્થીઓને ત્રણ હપ્તામાં આવાસ બાંધકામના જુદા-જુદા તબક્કે બેંક/પોસ્ટ ઓફિસ મારફત આવાસ સહાયની ચૂકવણી કરવામાં આવે છે. જેની વિગતો નીચે મુજબ છે.
 • પ્રથમ હપ્તો રૂ.૧૭,૫૦૦/- (વહીવટી મંજૂરીના હુકમ સાથે)
 • બીજો હપ્તો રૂ.૪૨,૦૦૦/-(બાંધકામ લીન્ટલ લેવલે પહોંચ્યા બાદ અને શૌચાલય બાંધકામ પુર્ણ થયેથી)
 • ત્રીજો હપ્તો રૂ.૧૦,૫૦૦/-(આવાસનું બાંધકામ પૂર્ણ થયેથી અને લાભાર્થી મકાનમાં રહેવાનું ચાલુ કરે ત્યારે)
 • સ્વચ્છ ભારત મિશન(ગ્રામીણ) હેઠળ તા.૦૨/૦૮/૨૦૧૪ થી શૈચાલય માટે ગરીબી રેખા હેઠળના ઇન્દિરા આવાસ યોજનાના લાભાર્થીઓને રૂ.૧૨,૦૦૦/- સહાય મળવાપાત્ર છે. જેમાં કેન્દ્ર સરકારનો ફાળો ૬૦ ટકા લેખે રૂ.૭૨૦૦/- અને રાજય સરકારનો ફાળો ૪૦ ટકા લેખે રૂ.૪૨૦૦/- નો ફાળો છે.
 • ઇન્દિરા આવાસ યોજનાના મકાનની ફાળવણી મહિલાઓના નામે કરવા અગ્રતા આપવામાં આવે છે. વિકલ્પ પતિ અને પતિનના સંયુકત નામે ફાળવણી કરવામાં આવે
 • આ યોજનામાં પસંદગીના ક્રમ નીચે મુજબ છે.

પુનઃ સ્થાપન કરેલા હાથથી મેલુ સાફ કરનાર સફાઈ કામદારો અને પુનઃ સ્થાપન કરેલા બંધણી(વેઠીયા) મજુરોના કુટુંબોને પ્રથમ અગ્રતા આપવી. ત્યારબાદ નીચે મુજબ અગ્રતા આપવી.

 • વિધવા, છુટાછેડા અપાયેલી અથવા ત્યજી દેવાયેલી સ્ત્રીઓ અત્યાચારનો ભોગ બનેલી સ્ત્રીઓ અને ઓછામાં ઓછા ત્રણ વર્ષથી જેમના પતિ ગુમ થયા હોય અને સ્ત્રીઓ કુટુંબના વડા હોય તેવી કપરા સંજોગોમાં મુકાયેલી સ્ત્રીઓ.
 • માનસિક રીતે વિકલાંગ વ્યક્તિઓ( ઓછામાં ઓછા ૪૦% વિકલાંગતા ધરાવતી) શારિરીક રીતે વિકલાંગ વ્યક્તિઓ( ઓછામાં ઓછા ૪૦% અશક્તતા ધરાવતી) હિજડા ( કિન્નર)
 • યુધ્ધમાં માર્યા ગયેલા સંરક્ષણ/અર્ધ- લશ્કરી/ પોલીસ દળના સભ્યોનાં વિધવા અને તદ્દન નજીકના સગા (તે ગરીબી રેખા નીચે ન હોય છતાં) અન્ય મકાનવિહોણાં બી.પી.એલ. કુટુંબો

નાણાંકીય જરૂરીયાતોનું સ્પષ્ટીકરણ

ઇન્દીરા આવાસ યોજનાનો અમલ ઘણા વર્ષોથી થાય છે. અને મોટા ભાગના બી.પી.એલ. લાભાર્થીઓએ આ યોજના અંતર્ગત લાભ મેળવે છે. આમ તે બાબતને ધ્યાને રાખીને ગત વર્ષ જેટલી જ બજેટ જોગવાઇ આગામી વર્ષ ૨૦૧૬-૧૭ માટે સૂચવવામાં આવેલ છે. આ માટે રાજ્ય સરકારના ૪૦% ના હિસ્સા મૂજબ કુલ રૂ. ૯૮૦૦.૦૦ લાખની બજેટ જોગવાઇ કરવાની થાય છે. તેમજ ૪% વહીવટી ખર્ચ પેટે રાજ્ય સરકારના ૪૦% હિસ્સા મુજબ રૂ. 3 ૯૨.૦૦ લાખની બજેટ જોગવાઈ કરવાની થાય છે. આમ એકંદરે રૂ. ૧૦,૧૯૨.૦૦ લાખની બજેટ જોગવાઈ કરવાની થાય છે. તેમજ આ માટે કેન્દ્ર સરકારના ૬૦% હિસ્સા મુજબ ફૂલ રૂ.૧૪,૭૦૦.૦૦ લાખની બજેટ જોગવાઈ કરવાની થાય છે. તેમજ ૪% વહિવટી ખર્ચ પેટે કેન્દ્ર સરકારના ૬૦% હિસ્સા મુજબ રૂ. ૫૮૮.૦૦ લાખની બજેટ જોગવાઈ કરવાની થાય છે. આમ એકંદરે રૂ.૧૫,૨૮૮.૦૦ લાખની બજેટ જોગવાઈ કરવાની થાય છે.
વર્ષ ૨૦૧૬-૧૭ માટે કુલ બજેટ જોગવાઈ કેન્દ્ર સરકારના ૬૦% હિસ્સા મુજબ રૂ. ૧૫,૨૮૮.૦૦ લાખની તેમજ રાજ્ય સરકારના ૪૦% હિસ્સા મુજબ ૧૦,૧૯૨.૦૦ લાખની એમ એકંદરે કુલ ૨૫,૪૮૦.૦૦ લાખ બજેટ જોગવાઈ કરવાની થાય છે. હાલમાં કેન્દ્ર તથા રાજય સરકારના ગ્રામ વિકાસ વિભાગ હસ્તકની એનઆર.એલ.એમ., ઈન્દિરા આવાસ યોજના (આઈ.એ.વાય.), વોટરશેડ યોજના, મનોરેગા, એનબીએ (સ્વચ્છ ભારત મિશન) જેવી મુખ્યત્વે યોજનાના અમલીકરણનું મોનીટરીંગ કમિશનર ગ્રામવિકાસ ધ્વારા કરવામાં આવે છે. આ મહેકમનો ખર્ચ ૧00% રાજય સરકાર ધ્વારા કરવામાં આવે છે.
વર્ષ ૨૦૧૬-૧૭ માટે સ્વચ્છ ભારત મિશન યોજનાનો અમલ સુચારુ રીતે થાય તેમાટે કમિશ્નર ગ્રામ વિકાસની કચેરીમાં સ્પે.કમિશ્નર (એસ.બીએમ)ની નવી જગ્યા ઉભી કરવા માટે રૂ.૧૭.૪૦ લાખની નવી બાબત રજુ કરવામાં આવેલ છે. વર્ષ ૨૦૧૬-૧૭ માટે કમિશ્નર ગ્રામ વિકાસની કચેરીમાં નવી મળેલ જગ્યાના રીનોવેશન માટે રૂ.૧૫૦.૦૦ લાખની નવી બાબત રજુ કરવામાં આવેલ છે. સને ૨૦૧૬-૧૭ માં આ સદર હેઠળ રૂ.૧૯૫.૯૦ લાખની જોગવાઇ નવી બાબત સાથે સુચવવામાં આવેલ છે. જિલ્લા ગ્રામવિકાસ એજન્સીઓ (ડીઆરડીએ એડમીનીસ્ટ્રેશન- કેન્દ્ર પુરસ્કૃત) - કેન્દ્ર તથા રાજય સરકારની ગરીબી નિવારણની વિવિધ યોજનાના અમલીકરણ માટે ભૂતપૂર્વ કૃષિ, વન અને સહકાર વિભાગના તા. રર/૪/૮૧ ના ઠરાવ ક્રમાંક; આઈડીબી/૧૦૮૦/૬3/આઈ, જિલ્લા ગ્રામવિકાસ એજન્સીની રચના કરવામાં આવેલ છે. ત્યારબાદ વિવિધ ઠરાવોના સુધારા,વધારા, ફેરફાર થતા રાજયમાં જિલ્લા ગ્રામવિકાસ એજન્સી કક્ષાએ વર્ગ-૧ થી વર્ગ-૪ની કુલ ૧૧ ૨૩ જગ્યાઓ મંજુર થયેલ છે. આ મહેકમ ખર્ચ વિવિધ યોજનાઓની મળવાપાત્ર ગ્રાન્ટમાંથી કરવાની જોગવાઈ હતી. પરંતુ કેન્દ્ર સરકારે જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના માળખા માટે નવી ડી.આર.ડી.એ. એડમીનીસ્ટ્રેટીવ ગાઈડ લાઈન અમલમાં મુકેલ છે. તે મુજબ કેન્દ્ર તથા રાજય સરકારનો અનુક્રમે ૬૦:૪O નો મહેકમ ખર્ચનો હિસ્સો રહયો છે. આ ગાઈડલાઈન મુજબ જિલ્લા ગ્રામવિકાસ એજન્સીઓને જુદી જુદી કેટગરીઓમાં વહેંચવામાં આવેલ છે.

મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર બાંયધરી યોજના

 • મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર બાંયધરી યોજના તા ૧/૪/૨૦૦૮ થી રાજયના તમામ જિલ્લાઓમાં અમલમાં છે. આ યોજના અંતર્ગત રોજગાર વાંચ્છ ગ્રામિણ ગરીબ કુટુંબોને રોજગારી પુરી પાડવાનો ઉદેશ છે. ગ્રામ્ય વિસ્તારમાં રહેતા કુટુંબો કે જેના ગ્રામ્ય વિસ્તારમાં ટકાઉ અસ્કયામતો ઉભી કરીને તેના ધ્વારા, રાજયના ગ્રામ્ય વિસ્તારમાં રહેતાં કુટુંબો કે જેનાં પુખ્તવયનાં સદસ્યો શારીરિક શ્રમથી થઈ શકે તેવું બિનકુશળ કામ કરવા ઈચ્છક હોય તેવા દરેક કુટુંબની જીવનનિર્વાહની સુરક્ષિતતાની તકો વધારવા માટે નાણાંકીય વર્ષમાં ઓછામાં ઓછા ૧૦૦ દિવસ વેતન રોજગારીની બાંહેધરી આપવાનો આ યોજનાનો ઉદેશ્ય છે.
 • યોજનામાં ફંડનો હિસ્સો - આ યોજના રાજય અને કેન્દ્ર સરકારનાં સંયુકત સહયોગથી ૯૦ : ૧૦ નાં ધોરણે અમલમાં રહેશે . કેન્દ્ર સરકારનાં ફંડનો હિસ્સો
 • શારિરીક શ્રમ ધ્વારા કરી શકાય તેવા બિનકુશળ કામો માટે શ્રમિકોને જે વેતન ચૂકવવાનું થાય તેની રકમ.
 • યોજના હેઠળનાં કામોમાં કુશળ અને અર્ધકુશળ કામદારોનાં વેતનોનાં તથા માલ સામાન ખર્ચ પેટે થનાર ખર્ચની રકમનો ૭૫ % હિસ્સો.
 • વહીવટી ખર્ચની રકમ જેમાં પ્રોગ્રા મ ઓફિસર અને સહાયકોનાં પગાર અને ભથ્થાં તથા કામના સ્થળે પુરી પાડવાની સવલતો અને યોજનાનાં પ્રચાર- પ્રસાર માટેનાં ખર્ચની રકમનો સમાવેશ થાય છે.
 • રાષ્ટ્રીય રોજગારી ગેરંટી કાઉન્સીલ માટે થનાર ખર્ચની રકમનો હિસ્સો

રાજય સરકારનાં ફંડનો હિસ્સો

 • યોજના અન્વયે શ્રમિકને ચૂકવવાપાત્ર બેરોજગારી ભથ્થાંની ચૂકવવાપાત્ર રકમનો હિસ્સો.
 • કુશળ તથા અર્ધકુશળ શ્રમિકોનાં વેતનોનો થનાર ખર્ચની અને કામોના માલ- સામાન ખર્ચ પેટે થતી રકમની રપ % રકમનો હિસ્સો.
 • રાજય કાઉન્સિલ અંગેનાં વહીવટી ખર્ચની રકમનો હિસ્સો
 • મનરેગા યોજના કેન્દ્ર અને રાજયના ૯0:૧0 ના ધોરણે હોઈ આગામી વર્ષ ર૦૧૬-૧૭ માટે નીચે મુજબની અંદાજીત જોગવાઈ કરવાની રહેશે. યોજના માટે ૭૫૫0.00 લાખ ની યોજનાકીય જોગવાઇ સામે ભારત સરકાર નો હિસ્સો ૬૭૧૪.૧૫ લાખ મળવા પાત્ર રહેશે,

વિગત

(રૂ. લાખમાં)

રાજય સરકારનો હિસ્સો (યોજનાકીય )

૮૩૫૩

રાષ્ટ્રીય સ્વાસ્થય વીમા યોજના

૪૦૦

રાજય સરકારનો હિસ્સો (વહિવટી)

૨૫૦૦

શ્રમિકને મોડુ (લેટ) ચુકવણાની રકમ

૧૦૦

રાજ્ય સરકારશ્રીની કુલ જોગવાઇ

૧૦૮૫૩

રાજ્ય સરકારશ્રીનો યોજનાકીય હિસ્સો

૮૩૫૮

કેન્દ્ર સરકારનો હિસ્સો (યોજનાકીય હિસ્સો)

૬૭૧૭૪

મનરેગા યોજના હેઠળ નાણાંકિય અને ભૌતિક કામગીરીનો રાજ્ય અંદાજ વર્ષ - ર૦૧૬-૨૦૧૭ માટે નીચે મુજબ સુચવેલ છે.

નાણાંકિય વિગત

(રૂ. લાખમાં

ડીમાન્ડ નંબર ૯૫

૯૬૦૦

ડીમાન્ડ નંબર ૯૬

૨૦૧૦૦

ડીમાન્ડ નંબર ૭૧

૪૫૮૦૦

(અ) કુલ

૭૫૫૦૦

(બ) ડીમાન્ડ નંબર ૭૧ અન્ય (વહીવટી ગ્રાન્ટ)

૨૫૦૦

એકંદરે કુલ

૭૮૦૦૦

ભૌતિક વિગત

એસ. સી. પી

૩૨૧૬

ટી એ. એસ પી

૬૭૭૫

અન્ય

૧૫૪૩૯

કુલ

૨૫૪૫૦

 

 • સંકલિત જળસ્ત્રાવ વ્યવસ્થાપન કાર્યક્રમ (આઇ.ડબલ્યુ.એમ.પી.) ભારત સરકારશ્રી ધ્વારા તમામ જળસ્ત્રાવ યોજનાઓનો સંકલિત જળસ્ત્રાવ વ્યવસ્થાપન કાર્યક્રમ હેઠળ સમાવેશ કરેલ છે અને અમલીકરણ માટે કોમન ગાઇડ લાઇન-ર૦૦૮ પ્રસિધ્ધ કરેલ છે. આ યોજનાનો હેતુ વૈજ્ઞાનીક પધ્ધતીથી જમીનની માટી, વનસ્પતી અને પાણી જેવા કુદરતી સંશાધનોનું સંરક્ષણ અને વિકાસ કરી પર્યાવરણીય સંતુલન જાળવવા વરસાદી પાણીનો સંગ્રહ કરવા અને ભુગર્ભજળ રીચાર્જ કરી વોટરશેડ વિસ્તારના લોકોની આજીવીકા સુદ્રઢ કરવાના છે. ગુજરાત રાજ્યમાં વર્ષ ૨૦૦૯-૧૦ થી વર્ષ ૨૦૧૪-૧૫ સુધી કુલ ૩૧.03 લાખ હેક્ટર કરતા વધુ વિસ્તાર આવરી લેવામાં આવે છે. તથા આ યોજના રાજ્યના તમામ જિલ્લાઓમાં અમલમાં છે.
 • સંકલિત જળસ્ત્રાવ વ્યવસ્થાપન કાર્યક્રમ અંર્તગત ડીસે-૨૦૧પ અંતીત ભારત સરકારશ્રી અને રાજ્ય સરકારશ્રી તરફથી કુલ રૂ.૧૧૨૮.૦૯ કરોડની ફંડ ફાળવણી થયેલ છે. તેની સામે રૂ. ૯૫૩.૨૫ કરોડ નો ખર્ચ કરવામાં આવેલ છે.

પ્રોજેક્ટ અમલીકરણના તબક્કાઓ

 • BISAG દ્વારા વોટરશેડ વૈજ્ઞાનિક અગ્રમીતા ૦ વૈજ્ઞાનિક અભિગમ દ્વારા સહભાગી સૂક્ષ્મ આયોજન (ડીપીઆરતેયારી)
 • પ્રથમ તબક્કો (પ્રારંભિક તબક્કો): પ્રવેશ પ્રવૃત્તિ (પીવાના પાણી પાઇપલાઇન, હવાડા, તળાવ ઊંડા કરવાનું કામ વગેરે)
 • બીજો તબકકો (કાર્ય તબક્કો): કાર્ય તબક્કો અને આજિવિકા પ્રવૃત્તિ (ડેમ કરી, પ્રોટેકશન વોલ, દીવાલ, રીચાર્જ માળખાં, પોન્ડ ઇનલેટ, નર્સરી ઉછેર, એગ્રો સેન્ટર, પશુ આરોગ્ય કેમપ વગેરે તપાસો)
 • ત્રીજો તબક્કો (એકત્રીકરણ તબક્કો)-એકત્રીકરણ અને વિવિધ કામો અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ માટે સમુદાય મકાન ક્ષમતા પૂર્ણ

વર્ષ ૨૦૧૫-૧૬ ના વાર્ષિક આયોજનમાં રાજ્ય હિસ્સાના રૂ. ૮૦.૦૦ કરોડ તથા કેન્દ્ર સરકારશ્રીના હિસ્સાના રૂ.૧.૨૦.૦૦ કરોડની જોગવાઇ સુચીત છે. આ યોજનાનો અગાઉ કેન્દ્ર/રાજ્ય સરકારનો રેશિયો ૯૦:૧૦ હતો જે નાણાકિય વર્ષ ૨૦૧૫-૧૬ થી ભારત

સરકારશ્રીના પત્ર નં. F.NO.19-8/2015-RFS-III તા. 10.10.2015 થી રેશીયો ૬૦:૪૦ થયેલ

વિશ્વ બેંક સહાયિત જળસ્ત્રાવ વ્યવસ્થાપન યોજના (WBWMP) (નિરાંચલ)

યોજના“નિરાંચલ” યોજના સંકલિત જળસ્ત્રાવ વ્યવસ્થાપન કાર્યક્રમ ના અપ - સ્કલીંગ માટે ગુજરાતમાં વર્ષ ૨૦૧૪-૧૫ થી બે જીલ્લા કચ્છ અને સુરેન્દ્રનગરમાં કેન્દ્ર સરકાર ધ્વારા અમલમાં મુકવામાં આવનાર છે. ભારત સરકારના ગ્રામ વિકાસ મંત્રાલય દ્વારા વિશ્વ બેંક સહાયિત જળસ્ત્રાવ વ્યવસ્થાપન યોજના “નિરાંચલ" વર્ષ ૨૦૧૪-૧૫ થી અમલમાં આવેલ છે. આ યોજનામાં ભંડોળનું ગુણોત્તર કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારના અનુક્રમે ૬૦:૪O મુજબનું છે. કેન્દ્ર સરકાર નું આગામી પાંચ વર્ષ નું બજેટ આશરે રૂ. 300.00 કરોડ છે. નિરાંચલ પ્રોજેક્ટની માર્ગદર્શિકા કેન્દ્ર સરકાર ધ્વારા તૈયાર કરવામાં આવી રહેલ હોઇ વિશ્વ બેંક અને કેન્દ્ર સરકાર વચ્ચે કરાર થયેથી રૂ. ૬૦.૦૦ કરોડ કેન્દ્ર સરકાર તરફથી મળવાપાત્ર હોઇ રાજ્ય સરકારના ૨૦૧૬-૧૭ વર્ષ ના બજેટમાં પ્રતિક જોગવાઇ રૂ. O.૬૦ લાખની કેન્દ્ર તથા રાજ્યની ૦.૪૦ લાખની રજુ કરવામાં આવેલ છે.

મિશન મંગલમ યોજના

રાજય સરકારશ્રી ધ્વારા સખી મંડળ યોજના તા.૨/૨/૨૦૦૭ થી સમગ્ર ગુજરાત રાજયમાં ગ્રામ વિકાસ વિભાગ, ગાંધીનગર ધ્વારા અમલમાં મુકાયેલ છે જેમાં ગ્રામ્ય વિસ્તારની ગરીબ બહેનોને સંગઠિત કરી તેઓને આર્થિક સામાજીક, કૌટુંબિક શૈક્ષણિક, તથા રાજકીય રીતે પગભર કરી સ્ત્રી સશકિતકરણનો અભિગમ દાખવ્યો છે. બહેનોમાં સંગઠિત થવાની જાગૃતિ વધે તો જ વિકાસલક્ષી યોજનાનો લાભ મેળવી શકાય. આ માટે મહિલાઓને સમાજનાં આર્થિક અને સામાજીક ઉત્થાનમાં જોડવાના રાજયના પ્રયાસમાંથી સખી મંડળ યોજનાનો આવિર્ભાવ થયેલ

ગ્રામીણ ગરીબ કુટુંબો જુથમાં સંગઠીત થઇ બચત અને આંતરીક ધિરાણનો અભિગમ અપનાવે તો તેમની નાની મોટી આર્થિક જરૂરીયાતો સંતોષી શકાય છે. આથી ગ્રામીણ ગરીબ કુટુંબોમાં સ્વસહાય જુથો રચી સંગઠીત કરી તેમને સક્ષમ કરવા, કૌશલ્ય વર્ધન તાલીમ પુરી પાડવા, આંતરિક માળખાકીય સુવિધાઓ પુરી પાડી આર્થિક પ્રવૃત્તિ સાથે સાંકળવા તેમજ રીવોલ્વીંગ ફંડ, બેંક ધિરાણ સાથે જોડવાના હેતુથી ભારત સરકાર તથા રાજય સરકારની વિવિધ યોજનાઓ હેઠળ સ્વરોજગારી પુરી પાડી ગ્રામીણ ગરીબ કુટુંબોને આર્થિક રીતે પગભર કરવાની પ્રવૃત્તિઓ હાથ ધરાયેલ છે. પરંતુ સરકારની વિવિધ યોજનાઓ હેઠળ રચાતા સ્વસહાય જુથોની પ્રવૃત્તિઓની કામગીરીનું મોનીટરીંગ સંકલન અને મુલ્યાંકન કરવામાં એકસુત્રતા જળવાતી નથી અને પરીણામે આ સ્વસહાય જુથો નબળા પડી જાય છે કે સુષુપ્ત બની જાય છે. આ પરિસ્થિતિ નિવારવા આ પ્રક્રિયામાં બેંકોની ભુમિકા ખુબ મહત્વની છે. બેંકો ધ્વારા ધિરાણ માટે અપેક્ષિત સહકાર મળતો નથી અને તેની અસર સ્વસહાય જુથો ઉપર થાય છે. ભારત દેશની વસ્તીની સંખ્યામાં મહીલાઓની સંખ્યા લગભગ અડધી થાય છે. તેમના વિકાસ, કૌશલ્ય પ્રવૃત્તિઓ અને સામાજીક અને આર્થિક દરજજાનું સન્માનીત સ્થાન આપવા અને આ કામગીરીને વેગ આપવા નોડલ વિભાગ નિયત કરવાની તેમજ તેના મારફત સરકારની વિવિધ યોજનાઓના લાભો/સુવિધા/ઇનપુટસ પુરા પાડવાની, રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકોનાં સહયોગમાં સ્વસહાય જૂથોને સક્રીય કરવાની અને બેંક લીકેજ સાથે જોડવાની, સખી મંડળો નામાભિધાન ધ્વારા અભિયાન સ્વરૂપે સશકિતકરણ કરવાનો નવો અભિગમ અપનાવીને અસરકારક અમલીકરણ કરવાનો છે. સ્વર્ણિમ ગુજરાત વર્ષ નિમિત્તે ગુજરાત રાજ્યમાં મહિલાઓના સશક્તિકરણ અને ગરીબોનાજીવનધોરણમાં સુધારો લાવીને માનવ સૂચકાઓક (H.D.I.)માં સુધારો લાવવા માટેના હેતુથી રાજ્ય સરકારે મિશન મંગલમની રચના કરેલ છે. જે તા.૩૧-૩-૨૦૧૦થી અમલમાં આવેલ છે. હાલ વિવિધવિભાગો અને એજન્સીઓ મારફત અમલમાં મુકાતા અનેક પ્રકારના આજીવિકાલક્ષી અને ગરીબી નિવારણ કાર્યક્રમો અને યોજનાઓ અમલમાં છે. આ સમગ્ર વિષયના અવલોકન અને અભ્યાસ કરીને આજીવિકાલક્ષી યોજનાઓ થકી ગરીબ લોકોને સંગઠીત કરી, જાગ્રત કરી, કૌશલ્ય તાલીમોઆપી, બેંક પાસેથી નાણાંકીય સવલતો અપાવી અને વેચાણ માટે બજાર સાથે જોડીને આવા લાભાર્થીઓને ગરીબીમાંથી બહાર લાવવાનો પરિણામલક્ષી પ્રયાસો કરવાના ઉદેશ્ય સમાયેલો છે. જીએલપીસી કચેરી ગાંધીનગરમાં મિશન મંગલમ યોજના અંર્તગત જુદા જુદા વટીકલ કાર્યરત છે. જેવા કે

 • વહિવટ અને હિસાબ
 • માનવ સંશાધન
 • સામાજિક પ્રવૃતિ અને સંસ્થાનું ઘડતર
 • સુક્ષ્મ ધિરાણ અને નાણાકિય સહાય
 • કૌશલ્ય તાલિમ વ્યવસ્થા, દસ્તાવેજીકરણ અને નવપરિવર્તન
 • ફાર્મ લાઇવલીહુડ અંર્તગત કૃષિ અને સંલગન સેક્ટરો પશુ પાલન અને ડેરી સેક્ટર
 • ખરીદ-વેચાણ, કુટીર ઉદ્યોગો અને ગ્રામિણ સેવાઓ
 • માહિતી તકનીકી અને માહિતી પધ્ધતિ
 • માર્કેટીંગ

ડેરી અને પશપાલન

પ્રસ્તાવના

ગુજરાતમાં ડેરી અને પશુપાલન ક્ષેત્રોના નોંધપાત્ર વિકાસ થયેલ છે. ગામડાઓમાં કાર્યરત સખી મંડળો દ્વારા સહકારી દૂધ ઉદ્યોગ, ઘેટા/બકરા વિકાસ કાર્યક્રમો, મરધા વિકાસ કાર્યક્રમો, મત્સય ઉદ્યોગ વિગેરે ક્ષેત્રોમાં બહેનોની ભાગીદારી વધારીને તેઓની આજીવિકામાં નોંધપાત્ર વધારો કરવાની ઉજળી તકો છે.
ડેરી અને પશુપાલન દ્વારા ગરીબી રેખા હેઠળ જીવતા રાજયના લાખો કુટુંબોને નિરંતર આજીવિકાનો સ્ત્રોત પુરો પાડી શકાય છે. આ માટે ડેરી અને પશુપાલન વિભાગના સંલગ્ન વિભાગો સાથે સંકલન કરી કામગીરી કરવામાં આવે છે.

મંગલમ અમુલ પાર્લરની સ્થાપના

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ દરમ્યાન થયેલ સમજુતી કરારમિશન મંગલમ યોજના હેઠળ સખી મંડળોની આજીવિકા વધારવાના હેતુસર મંગલમ અમુલ પાર્લરની સ્થાપના કરવામાં આવશે. વર્ષ ૨૦૧૫-૧૬ ના અંત સુધીમાં ૨૦૦ જેટલા પાર્લર્સ શરૂ કરી ૨૦૦૦ ઉપરાંત બહેનોની આજીવિકા પુરી પાડવાનો લક્ષયાંક છે. આગામી વર્ષ ૨૦૧૬-૧૭ માં ૧૦૦ નવા મંગલમ અમ્લ પાર્લર્સ દ્વારા સ્વસહાય જુથોની ૧૦૦૦ બહેનોને આજીવિકા પુરી પાડવામાં આવનાર છે.

એગ્રી કલ્યર અને હોટીકલ્યર પેરાવર્કર

ગુજરાત રાજયમાં પશુપાલન અંગેની પ્રવૃત્તિઓથી દૂર-દૂરના ગામડાના લોકો માહિતગાર થાય તે માટે એક નવી કેડર ઉભી કરવા માટે ગુજરાત લાઇવલહુડ પ્રમોશન કંપની લી. દ્વારા મહિલાઓને એએચડી પરાવર્કર તરીકે નિમવામાં આવશે અને આ માટે ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લી. આ પેરાવર્કરનું ક્ષમતાવધર્ન કરવાનું કામ કરશે.

પ્રોજેકટ સાગર લક્ષ્મી

આ પ્રોજેકટ માટે ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગ્રહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગનો ઠરાવ સરકારે બહાર પાડેલ છે. આ પ્રોજેકટમાં ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લી. દ્વારા સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રીસર્ચ ઇન્સ્ટીટયુટ, ભાવનગર સાથે ટેકોનલોજી ટ્રાન્સફર માટે કરાર કરવામાં આવેલ છે. જે અન્વયે સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રીસર્ચ ઇન્સ્ટીટયુટ, ભાવનગર દ્વારા ૧૨ દરિયા કિનારા ધરાવતા જિલ્લાઓમાં રપ ડેમોન્સટ્રેશન/સીડ બેંકની સ્થાપના કરવામાં આવનાર છે. જેમાં વર્ષ ૨૦૧૫-૧૬ દરમિયાન કુલ ૩૯ લાભાર્થીઓને શેવાળ ઉછેરમાં જોડવામાં આવ્યા છે.

ધરતીધન સમિતિ:

ધરતીધન સમિતિએ એવી મહિલાઓનું ફેડરેશન છે કે જેઓ સખી મંડળમાં જોડાયેલ છેઅને જેમની પાસે જમીન છે, તેમને દ્રી સ્તરીય (તાલુકા ધરતીધન અને કલસ્ટર ધરતીધન)ના માળખામાં જોડવામાં આવશે. આ ફેડરેશન કૃષિ અને તેના આધારિત પ્રવૃત્તિઓ કરશે.

હેતુઓ:

 • કૃષિ અને બાગાયત ક્ષેત્ર સાથે સંકળાયેલ મહિલા ખેડૂતોને ટકાઉ આજીવીકા પુરી પાડવી.
 • ગ્રામ્ય સ્તરે કૃષિ અને બાગાયત ક્ષેત્રે રોજગારી ઉભી કરવી.
 • કૃષિ અને તેની સાથે સંલગન વિભાગો દ્વારા કરવામાં આવતા વિવિધ પ્રયત્નોની ઓળખ કરી તેને જરૂરિયાતમંદ મહિલાઓ સુધી પહોંચાડવું.
 • કૃષિ અને તેને સંલગન ક્ષેત્રોમાં નવીન્ય સંશોધિત ટેકનોલોજી તથા ટેકનોલોજી વિષેની જાણકારી ગ્રામિણ મહિલાઓને આપવી.
 • કૃષિ અને તેને સંલગન ક્ષેત્રો સાથે સંકળાયેલ મહિલાઓનું ક્ષમતાવર્ધન કરવું.

મિશન મંગલમ યોજના - ભાગ-૨

મિશન મંગલમ યોજના તા. ૩૧-૩-૨૦૧૦ થી શરૂકરવામાંઆવેલ છે. ગુજરાતના સમ્રગ ગ્રામિણ વિસ્તારની મહિલાઓને આ યોજના હેઠળ આવરી લેવામાં આવેલ છે.

 1. ગ્રામિણ મહિલાઓને સંગઠીત કરી, સખી મંડળો તથા સ્વસહાય જુથો બનાવી, વિવિધ તાલીમો આપી, રીવોલ્વીંગ ફંડ આપી, બેંક લીકેજ કરી આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિ સાથે સાંકળી અને બજાર વ્યવસ્થા સુધીનાં તમામ પાંસા આવરી લેવાનાં રહેશે.
 2. નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬ માં મિશન મંગલમ યોજનામાં રૂ.૨૧.૧૩.૬૦ લાખ ની જોગવાઈ કરવામાં આવેલી છે. તેની સામે સુધારેલા અંદાજો રૂ.૨૧.૧૩.૬૦ લાખ સુચવેલ છે.
 3. મિશન મંગલમ યોજના અંતર્ગત ૬૫ ઇન્ટેસીવ તાલુકાઓમાં ‘મંગલમ માઇક્રો એન્ટરપ્રાઇઝ ડેવલપમેન્ટ પ્રોગ્રામ” થકી લઘુ ઉધોગો અને ગ્રામ સેવાઓ માટેનું માળખું ઉભુ કરી આવનાર વર્ષોમાં સ્વસહાય જુથની બહેનોને સ્થાયી આજીવિકા પુરી પાડવાની ખુબ જ મહત્વની કામગીરી હાથ ધરાનાર છે.
 4. સ્ટેટ લેવલ બેંકર્સ કમીટી(એસ.એલ.બી.સી.) ધ્વારા ૬ માસ પૂર્ણ થયેલ તમામ જુના સ્વ-સહાય જુથોનું ગ્રેડીંગ કરી પાસ થયેલ સ્વ સહાય જુથોને ઓછામાં ઓછા રૂ.૧૦૦૦૦૦ ની કેશ ક્રેડીટથી જોડવાના ભાગ રૂપે ચાલુ વર્ષ ડીસેમ્બર-૧પ અંતિત કુલ ૨૦૨૩ ૯ જુથોને બેંકો સાથે જોડી રૂ.૧૬૫.૪૫ કરોડ કેશ ક્રેડીટનુ ધિરાણ કરવામાં આવેલ છે.
 5. સ્વસહાય જુથો પૈકીના નાના ઉદ્યોગ સાહસિકો તથા જુથો કે સખી મંડળ જેમણે બેંક લોન કે સંસ્થાકીય ધિરાણ સહાય મેળવેલ હોય અને હપ્તાની નિયમિત પરત ભરપાઈ કરતા હોય તેવા લાભાર્થીને બેંકને ભરવાના થતા વ્યાજ ઉપર વાર્ષિક પ% નું વ્યાજ સબસીડી તરીકે આપવાની યોજના અમલમાં 89. સને ՉՕՊ վ-Գ Տ વર્ષમાં માહે ડીસેમ્બર-૧પ અંતિત ૨૦૨૩૯ સ્વસહાય જુથોને રૂા.૨૩૩.૬૦ કરોડની વ્યાજ સહાય આપવામાં
 6. આવેલ છે. તેમજ ૧૦,૯૧૮ સ્વસહાય જુથોને રૂ.૯૨૩.૭૭ લાખ રિવોલ્વીંગ ફંડ ચુકવવામાં આવે છે.
 7. આગામી નાણાંકીય વર્ષ ૨૦૧૬-૧૭ માં મિશન મંગલમ યોજના હેઠળ ચાલુ બાબતો રૂ.૩૦૦૦.૦૦ લાખ તથા નવી બાબતો રૂ.૧૫.૨૦ લાખ મળી કુલ રૂ.૩૦૧૫.૨૦ લાખની છે

નવી બાબતઃ

મિશન મંગલમ યોજનામાં સને ૨૦૧૬-૧૭ વર્ષના અંદાજપત્રમાં નીચે દર્શાવ્યા મુજબના કાર્યક્રમ માટે નવી બાબત સુચવવામાં આવેલ છે.

ગુજરાત રાજ્યના પંચાયત, ગ્રામ, ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના   ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લી.(GLPC) ના અધ્યક્ષની નિયુક્તિ કરવામાં આવેલ છે. અધ્યક્ષશ્રી, જીએલપીસીના ઉપયોગ માટે રૂ.૧૫.૨૦ લાખની કિંમતનું એક વાહન ખરીદ કરવાની નવી બાબત સૂચવવામાં આવેલ છે. આમ આ સદર હેઠળ રૂ3 O૧૫.૨૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.

આજીવિકા યોજના (એન. આર. એલ. એમ.)

આજીવિકા એ અંશતઃ કેન્દ્ર પુરસ્કૃત યોજના છે. તેમાં પણ કેન્દ્ર અને રાજ્યના ૭૫:રપ ના ધોરણે ફંડ ફાળવવા નિશ્ચિત થયેલ છે. કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલયના ઓર્ડર નં. J-11011/09/2011 SGSY- 1(FTS-14995) તા. પ-૧૦-૨૦૧૧ થી નેશનલ રુરલ લાઈવલીહુડ મિશનને તાત્કાલિક અસરથી "આજીવિકા" ("Aajeevika") નામ આપવાનું નક્કી કરેલ છે અને દરેક ઓફિશીયલ ડોકયુમેન્ટમાં NRLM ના સ્થાને "આજીવિકા"- નો ઉલ્લેખ કરવા જણાવેલ છે. જેનો મુખ્ય ઉદેશ ગ્રામ્ય વિસ્તારમાં ગરીબી રેખા હેઠળ જીવતા ગરીબોને વ્યકિતગત તથા જુથમાં સંગઠિત કરી સ્વનિર્ભર જૂથો બનાવી,તાલીમ તેમજ જરુરી ધિરાણ આપી માળખાકીય સુવિધા અને બજાર વ્યવસ્થા તથા તાંત્રિક વિકાસ સુધીના સ્વરોજગારીના તમામ પાસાં આવરી લઈ ગરીબ કુટુંબોને આર્થિક પ્રવૃતિ હાથ ધરવાળેક લોન અને સરકારી સહાય આપી તેઓને સ્વરોજગારી પુરી પાડીગરીબી રેખાથી ઉપર લાવવાનો તથા જીવનધોરણ આંક ઊંચો લાવવાનો છે.

આ અગાઉ કેન્દ્ર પુરસ્કૃત સ્વર્ણ જયતી ગ્રામ સ્વરોજગાર યોજના અમલમાં હતી. આ યોજનામાં કેટલાક ફેરફાર સાથે તેના સ્થાને આજીવિકા (રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન) નામનો પ્રોગ્રામ શરુ કરેલ છે. જુન ૨૦૧૨ માં નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન રચવામાં આવ્યું અને રાજ્ય સરકારોને વહેલીતકે એસજીએસવાય યોજનામાંથી આ નવા આજીવિકા કાર્યક્રમમાં તબદિલ કરવા જણાવવામાં આવેલ છે. આ કાર્યક્રમનું અમલીકરણ રાજ્યકક્ષાએથી ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની ધ્વારા કરવામાં આવી રહેલ છે. આ મિશનનો મુખ્ય ઉદ્દેશ ગ્રામિણ ગરીબોની આર્થિક સ્થિતી તથા આવકમાં બહુવિધ લાભકર્તા સ્વરોજગાર અને કુશળવેતન રોજગાર ધ્વારા વુધ્ધિ અને સ્થાયી સુધારો લાવવાનો છે.

આ મિશનનાં હેતુઓ જેવા કે સામાજિક ગતિશીલતા તથા સામુદાયિક સંસ્થાઓનાં નિર્માણ ધ્વારા ગરીબીરેખા નીચેનાં પ્રત્યેક ગ્રામિણ પરિવારનો લાભાર્થી તરીકે સમાવેશ કરવાનો રહેલો છે. વિવિધ સ્તરે સ્વસહાય જુથનાં ફેડરેશનનાં નિર્માણ પર ધ્યાન કેન્દ્રીત કરવાની વ્યુહરચના ધડવાની રહે છે. બધા જ સ્વસહાય જુથો અને સંગઠનોનાં બચત ખાતા સુનિશ્ચિત કરવા, સ્વરોજગાર માટે તાલિમ અને ક્ષમતા નિર્માણ તેમના જીવન નિર્વાહ માટે જરૂરી તાંત્રિક બજાર વ્યવસ્થા અને સંગઠન શક્તિ ધ્વારા ક્ષમતા નિર્માણ કરવાનો મુખ્ય ઉદ્દેશ છે.

મહિલા કિસાન સશકિતકરણ પરિયોજના

મહિલા કિસાન સશકિતકરણ પરિયોજના એ ભારત સરકારના ગ્રામિણ વિકાસ વિભાગના નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન (આજીવિકા) અંતગર્તની યોજના છે. આ યોજનાનો મુખ્ય ઉદેશ ગ્રામિણ વિસ્તારોમાં રહેતી અને ખેતી સાથે સંકળાયેલ બહેનોના ઉત્થાન કરવાનો છે. આ પરિયોજના અંતગર્ત વર્ષ ૨૦૧૦-૧૧માં ભારત સરકારને તા.૧૪/૧૦/૧૧ ના રોજ મુળ દરખાસ્ત મોકલી આપવામાં આવી હતી. પરિયોજનાની મુખ્ય બાબતો નીચે મુજબ છે. જે ધ્યાને લેવા વિનંતી છે. આ યોજનાનું અમલીકરણ કુલ ૪ જીલ્લાઓના ૧૦ તાલુકાઓમાં કરવામાં આવી રહ્યું છે. આ પરિયોજના સ્વચ્છિક સંસ્થાઓ ધ્વારા અમલીકરણ કરવામાં આવે છે. આ પરિયોજનામાં નાણાંકીય સહાયમાં ૬૦ ટકા ભારત સરકાર તથા ૪૦ ટકા રાજય સરકારનો ફાળો રહેશે. આ યોજના અંતગર્ત ખેતી સાથે સંકળાયેલ મહિલાઓના આજીવિકાલક્ષી સંગઠનો બનાવી તેમના ધ્વારા ખેતી વિષયક ક્ષમતાવર્ધન કરવામાં આવશે, તથા બીજ ઉત્પાદન, કીચન ગાર્ડન, ઇન્ટીગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ અને ન્યુટ્રીયન્ટ મેનેજમેન્ટ, સજીવખેતી વગેરે પ્રવૃતિઓ હાથ ધરવામાં આવશે. મહિલા કિસાન સશકિતકરણ પરીયોજનાનું અમલીકરણ ચાલુ નાણાકિય વર્ષ દરમ્યાન થઇ રહ્યું છે. ત્રણ વર્ષ દરમ્યાન ૩૨૩ ૨૦ મહિલા લાભાર્થીઓને ઉપરોક્ત તાલિમ આપવામાં આવશે

સને ર૦૧૬-૧૭ વર્ષની બજેટ જોગવાઇ

સને ૨૦૧૬-૧૭ વર્ષથી કેન્દ્ર પુરસ્કૃત આજીવિકા યોજનામાં નીચે મુજબ સ્ટેટ શેર તથા સેન્ટ્રલ શેરની બજેટ જોગવાઇઓ સુચવવામાં આવેલ છે.

આજીવિકા યોજના ભાગઃ-ર

આજીવિકા યોજનાકેન્દ્ર સરકાર ધ્વારા અમલમાં મૂકાયેલ છે. કેન્દ્ર અને રાજય સરકાર વચ્ચે ખર્ચના હિસ્સાનું પ્રમાણ ૬૦:૪O નિયત કરેલ છે.

વર્ષ ર૦૧૬-૧૭ ના અંદાજપત્રમાં રૂ.૪૬૪૧.૦૦ લાખની જોગવાઈ સૂચિત કરેલ છે, જે પૈકી રાજયનો હિસ્સો રૂ.૧૮૫૬.૪૦ લાખ તથા કેન્દ્રનો હિસ્સો રૂા.૨૭૮૪.૬૦ લાખ છે. આ જોગવાઈમાં STP/Interest subvention તથા આજીવિકાના સબકોમ્પોનન્ટ તરીકે “મહિલા સશકિતકરણ પરિયોજના” પ્રોજેકટનો સમાવેશ થાય છે. કેન્દ્ર સરકાર તરફથી કેન્દ્રિય સહાયની ગ્રાન્ટ છૂટી કરવામાં આવે તેની સામે રાજ્યના ફાળાની ગ્રાન્ટ સાથે રાજ્યનાં અંદાજપત્રમાંથી કેન્દ્ર તથા રાજ્યના ફાળાની ગ્રાન્ટ છૂટી કરવાની રહેશે. પલાન/બજેટ નાણાકીય ભંડોળ મંજુર કરેલ છે.

સને ૨૦૧૫-૧૬ વર્ષમાં ભારત સરકાર તરફથી માહે ડિસેમ્બર-૧૬ સુધીમાં NRLP કાર્યક્રમમાં રૂ.૫૦૧.૩૨ લાખની કેન્દ્રિય સહાય મંજુર કરેલ છે. તે ધ્યાને લઇ કેન્દ્રિય સહાય સામે રાજ્ય સરકારે રાજ્યના ફાળાની ગ્રાન્ટ રૂ.૧૬૭.૧૦ લાખની ગ્રાન્ટ આપવાની થાય. તે મુજબ આ કાર્યક્રમની રાજ્યના બજેટમાં કરવામાં આવેલ જોગવાઇઓ માંથી કેન્દ્રિય સહાય રૂ.૫૦૧.3 ર લાખ તથા રાજ્યના ફાળાની ગ્રાન્ટ રૂ.૧૬૭.૧૦ લાખ મળી કુલ રૂ.૬૬૮.૪૨ લાખ મંજુર કરી જીએલપીસીના બેંક એકાઉન્ટમાં જમા કરેલ છે. એકંદરે કામગીરીનો સારાંશ અને સમિક્ષા -

નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન અંતર્ગત ગુજરાત રાજ્યમાં આ કાર્યક્રમની શરૂઆત વર્ષ ૨૦૧૨-૧૩ માં શરુ કરવામાં આવેલ છે. સને ૨૦૧૫-૧૬ વર્ષમાં ગુજરાત રાજ્યના પ૭ તાલુકા અને 33 જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવેલ છે. સાયલા, બાબરા અને કંવાટ આ O3 તાલુકાઓમાં રીસોર્સ બ્લોક સ્ટેટેજીથી કામગીરી કરવામાં આવે છે અને આગામી વર્ષ ૨૦૧૬-૧૭ વર્ષમાં ઉપર દર્શાવ્યા મુજબ જિલ્લા તાલુકામાં અમલ કરવાનો રહેશે.

નાણાકીય જરૂરીયાત

આ મિશનનું નાણા ભંડોળ કેન્દ્ર અને રાજ્ય સરકારનાં અનુક્રમે ૬૦:૪૦ ટકાનાં હિસ્સામાં રહેશે. સને ૨૦૧૬-૧૭ ના વર્ષનાં કુલ રૂ. ૪૬૪૧.૦૦ લાખનો અંદાજીત ખર્ચ થવાની શકયતા છે. જેમા ૬૦% કેન્દ્રીય સહાય ભારત સરકાર ધ્વારા રૂ.૨૭૮૪.૬૦ લાખ અને ૪૦% પ્રમાણે રાજ્ય ફાળો ગુજરાત સરકાર ધ્વારા રૂ.૧૮૫૬.૪૦ લાખ આપવાનાં રહેશે.

આ કાર્યક્રમમાં NRLM સેટઅપ ખર્ચ, પગાર ખર્ચ, સંચાલન ખર્ચ, સંસ્થાઓ બનાવવી અને તેમને ક્ષમતાવર્ધન માટેનો ખર્ચ, બાહ્યશ્રોત સંગઠન સીઆરપી વ્યહરચના, એનજીઓ ભાગીદારી માટેની રીસોર્સ બ્લોક સ્ટ્રેટેજી અને સંશોધન અભ્યાસ, દેખરેખ અને મુલ્યાકંન તેમજ આઈટીને લગતા ખર્ચાઓ કરવાનાં રહેશે.

 • નાણાકીય જરૂરીયાતોનું સ્પષ્ટીકરણ - આ કાર્યક્રમમાં નીચે મુજબની કામગીરી કરવામાં આવશે.
 • ગરીબી રેખા માટેની સંસ્થાઓ જેવીકે સ્વસહાય જુથો, ફેડરેશનો, પ્રોડયુસર ગ્રુપ વગેરે સક્ષમ કરવી.
 • સાર્વત્રિક ધોરણે ગરીબોનો સમાવેશ સુનિશ્ચિત કરવા અને ગરીબો માટેની નવી સંસ્થાઓની રચના અને વિકાસ કરવો.
 • સામુદાયિક ધોરણે સહાયરૂપ માળખા ઉભા કરવા માટેની કેડરનો વિકાસ કરવો.
 • ગરીબો માટેની નવી સંસ્થાઓની રચના અને વિકાસ કરવો.
 • કોમ્યુનિટિ રીસોર્સ પર્સન(CRP)જે સામાજિક મોબીલાઈઝેશન અને સંસ્થા નિર્માણ માટે કાર્ય કરશે.
 • સ્વસહાય જુથોના બુક કીપર્સ
 • કૌશલ્ય, તાલિમ અને સામુદાયિક સભ્યોની ભરતી માટે સહાયભૂત થનારરોજગારમિત્ર.
 • કૃષિ અને બાગાયત ક્ષેત્રે આજીવિકાનું સવહન કરવામાં મદદરૂપ થાય તેવા કૃષિ બાગાયત મિત્રો.
 • પશુપાલન અને ડેરી ક્ષેત્રે આજીવિકાની પ્રવુત્તિઓને પ્રોત્સાહિત કરવાના ગોપાલકો.
 • સમુદાયો માટેના સૂક્ષ્મ ઉધોગ સાહસિક એકમોને પ્રોત્સાહિત કરવા માટેના લધુ ઉધોગ મિત્રો.
 • સૂક્ષ્મ ઉધોગ સાહસિકોના એકમો માટે હિસાબ કિતાબની નિભાવણી કરવા માટે જવાબદાર સેવા.

ઇન્ફોર્મેશન ટેકનોલોજી "નવી બાબત" સાથે

રાજ્ય સરકારે ગરીબી નાબુદી કાર્યક્રમના અમલીકરણ અંગે પારદર્શકતા લાવવા જિલ્લા-તાલુકાની કચેરીનું કોમ્પયુટરાઇઝેશન કરવ નિર્ણય લીધેલ છે. રાજ્ય કક્ષાની કચેરી, 33 જિલ્લા અને તાલુકાઓની કચેરીમાં કોમ્પયુટરાઇઝેશન, નેટવકીંગ વિગેરીની કામગીરી માટે ર૪૩.૫૪ લાખની બજેટ જોગવાઇ અને ૨૦૧૫-૧૬ ના વર્ષ માટે અંદાજપત્રમાં પ્લાન સદરે રાજ્ય સરકાર તરફથી ૨૪૩.૫૪ લાખની જોગવાઇ સુચવવામાં આવે છે.

વર્ષ ર૦૧૬-૧૭ માટે જિલ્લા અને તાલુકા કચેરીઓ માટે કુલ રૂ. ૧૬૦.૦૦ લાખની સુચવવામાં આવેલ છે

આમ આદમી વિમા યોજના અંશત કેન્દ્ર પુરસ્કત

પ્રાસ્તાવિક

આ યોજના રાજયના ગ્રામીણ વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવતાં કુટુંબો પૈકી જમીન વિહોણા અને ૧૮ થી પ૯ વર્ષની વય જૂથમાં આવતાં કુટુંબોમાં કુદરતી મુત્યુ અથવા અકસ્માતથી મૃત્યુ કે અકસ્માતના કિસ્સામાં વ્યકિતની કાયમી અથવા આંશિક અશકતતાં, અસમર્થતા જેવા બનાવો બને ત્યારે આવા કુટુંબ નિ:સહાય ન બને તે માટે સામાજીક વિમા સુરક્ષા કવચ પુરા પાડવાના હેતુથી આમ આદમી વિમા યોજના અંશતઃ કેન્દ્ર સરકારના સહયોગથી વર્ષ ર૦૦૮-૦૯ થી સમગ્ર ગુજરાત રાજયમાં અમલી બનાવવામાં આવેલ છે. આ યોજના હેઠળ ગરીબી રેખા હેઠળ જીવતાં ૦ થી ૧૬ ગુણાંક ધરાવતાં જમીન વિહોણાં કુલ ૧૦.૧૪ લાખ લાભાર્થીઓને આવરી લેવામાં આવેલ છે. રાજય સરકારે ર૦૦૮-૦૯ માં રૂ.૧૦.૧૪ કરોડની જોગવાઈ કરેલ હતી.

આમ આદમી વિમાયોજનાની લાક્ષણિકતાઓ નીચે મુજબ છે :

 • ગ્રામીણ વિસ્તારના જમીન વિહોણા ગરીબી રેખા નીચે જીવતા 0 થી ૧૬ ક્રમાંક ધરાવતાં ૧૮ થી પ૯ વર્ષના લાભાર્થીઓ કુટુંબના વડાને આવરી લઈ તેના વારસદારોને સામાજીક વિમા સુરક્ષા કવચ પુરું પાડવું
 • કુદરતી મૃત્યુના કિસ્સામાં કાયદેસરના વારસદારને રૂ.30,000/- ની ચુકવણી
 • અકસ્માતના કિસ્સામાં મૃત્યુ થાય તે સંજોગોમાં વારસદારને રૂ.૭૫,૦૦૦/-ની ચુકવણી
 • કાયમી અશકતતાના કિસ્સામાં લાભાર્થીને રૂ.૭૫,૦૦૦/-ની ચુકવણી તથા અંશતઃ કાયમી અશકતતાના કિસ્સામાં લાભાર્થીને રૂ.૩૭,૫૦૦/-ની ચુકવણી.
 • આ અંગેનુ પ્રિમિયમ લાભાર્થીદીઠ રૂ.ર૦૦/- રહેશે જે પૈકી ૧૦૦/- કેન્દ્ર સરકાર તથા રૂ.૧૦૦/- રાજય સરકાર ચુકવશે. તેમજ વીમા કવચ એલઆઈસી ઓફ ઈન્ડીયા,ગાંધીનગર પુરું પાડશે.

આમ આદમી વિમાયોજના ભાગ – ર

એકંદરે કામગીરીનો સારાંશ સને ર૦૦૮-૦૯ દરમ્યાન કરવામાં આવેલ નાણાંકીય જોગવાઈ રૂ. ૧O૧૪.OO લાખની જોગવાઈ સામે ૧૦.૧૪ લાખ ગરીબી રેખા નીચે જીવતા જમીન વિહોણા લોકોને આવરી લેવા માટે કરવામાં આવેલ હતી.પરંતુ એલઆઈસી, ગાંધીનગરને વર્ષ ૨૦૦૮-૦૯માં 3૮૬૪૨૯ અને ૨૦૦૯-૧૦માં 3 ૮૬૨૨૧ મળી કુલ ૭૭૨૬૫૦ જેટલા નેમીનેશન મળેલ હોવાથી એટલે કે લાભાર્થી દીઠ રૂ.૧૦૦/-ની ગણતરી કરતાં  ૭૨,૬૫,૦૦૦નો ખર્ચ થતાં બાકીની બચત રકમ રૂ ૨,૪૧,૩૫,૦૦૦ની ગ્રાન્ટ ચાલુ નાણાંકીય વર્ષ દરમ્યાન એલઆઈસી દ્વારા પરત કરવામાં આવેલ છે. જે બાબત ધ્યાને લેતા ચાલુ નાણાંકીય વર્ષ ર૦૦૯-૧૦ દરમ્યાન આમ આદમી વિમા યોજના હેઠળ કરવામાં આવેલ જોગવાઈ રૂ. ૧૧૫૦.૦૦ લાખની ગ્રાન્ટ પરત કરવામાં આવેલ છે તેમજ નાણાંકીય વર્ષ ર૦૧૦-૨૦૧૧ માં ૮,૫૯,૮૪૫ લાભાર્થીઓ આવરી લેવામાં આવેલ છે. રૂપO૦.૦૦ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે. જેમાં રૂ. ૪૦૦.૦૦ લાખનો ખર્ચ થયેલ છે. વધુમાં એલઆઈસી તરફથી ઈઆરએ તરીકે રૂ.૩.૮૬ લાખ અને રૂ.૪૩,૨૦,૭૯૯ વ્યાજની રકમ સરભર કરેલ છે અને રૂ. ૩૦,૬૩,૭૦૧ ખર્ચ થયેલ છે. સને ર૦૧૧-૧૨ ના ચાલુ નાણાંકીય વર્ષ દરમ્યાન રૂ.૧૦૦૦.૦૦ લાખની નાણાંકીય જોગવાઈ કરવામાં આવેલ હતી જે પૈકી રૂ. 3 ૯૮.૩૬ લાખનો ખર્ચ કરવામાં આવેલ છે. અને વર્ષ ૨૦૧૨૧૩ માટેની ૯.૦૦ કરોડની નાણાકિય જોગવાઇ પૈકી રૂ. ૨.૦૬ કરોડનો ખર્ચ કરવામાં આવેલ છે. સને ર૦૧૩-૧૪ ના વર્ષ માટે ૯.૦૦ કરોડની નાણાકિય જોગવાઇ પૈકી રૂ. ૪.૫૦ કરોડનો ખર્ચ કરવામાં આવેલ છે. સને ૨૦૧૪-૧પ માટે ૬.૫૬ કરોડની નાણાકિય જોગવાઇ પૈકી રૂ. ૪.૩૭ કરોડનો ખર્ચ કરવામાં આવેલ છે. વર્ષ ૨૦૧૫-૧૬ માં એલ.આઇ.સી. દ્વારા બચત રકમ સરભર કરવા ની હોવાથી ચાલુ વર્ષનું પ્રિમીયમ તેઓએ લીધેલ નથી અને બચત રકમમાંથી સરભર કરેલ છે.

આમ આદમી વિમાયોજના ભાગ-૪

નાણાંકીય જરુરીયાતોનુ સ્પષ્ટીકરણ -

 1. ગરીબી રેખા નીચે જીવતા જમીન વિહોણા આવરી લેવામાં આવેલા કુટુંબોના બાળકોને શિષ્યવૃતિ ચુકવવા માટે તા. ૩૧/૧૨/૨૦૧૫ સુધીમાં ૨૮૬૯૪ વિદ્યાર્થીઓને કુલ રૂ. 3.૪૪3 ૨૮૦૦/- નું ચુકવણું કરવામાં આવેલ છે.
 2. ગરીબી રેખા નીચે જીવતા જમીન વિહોણા આવરી લેવામાં આવેલા કુટુંબો ૮૫૯૬૨૪ સામે પ૧૯૪ મંજુર કરીને કુલ રૂ. ૧૭૦૦૭૦૦૦૦/- નું ચુકવણું એલઆઈસી, ગાંધીનગર ધ્વારા તા.૩૧/૧૨/૨૦૧૫ સુધીમાં કરવામાં આવેલ છે. આમ સને ૨૦૧૬-૧૭ ના વર્ષમાં સંભવિત લાભાર્થીઓ માટે વિમા પ્રિમીયમ અંગે રૂ. પO0.00 લાખની ગ્રાન્ટની જરૂરીયાત રહેશે. જેની જોગવાઇ માંગણી વાર નીચે મુજબ છે.
 • ડીમાન્ડ - ૭૧ સદરે રૂ. ૨૫૬.૦૦ લાખ
 • ડીમાન્ડ - ૯૫ સદરે રૂ. ૧૦૦.૦૦ લાખ ડીમાન્ડ - ૯૬ સદરે રૂ. ૧૪૪.૦૦ લાખ ની જોગવાઇ કરવાની જરૂરીયાત છે.

સ્વચ્છ ભારત મિશન ( ગ્રામિણ ) યોજના

ભારતના વડા પ્રધાન ધ્વારા તા. ૦૨/૧૦/૨૦૧૪ (બીજી ઓક્ટોમ્બર થી સમગ્ર દેશમાં સાર્વત્રિક સ્વચ્છતાને લક્ષમાં રાખી સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના અમલી બનવામાં આવેલ છે. આ મિશન નો મુખ્ય ધ્યય ભારતને સ્વચ્છ બનાવવાનો છે. મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જ્યાંતિ ઊજવણીના ભાગરૂપે સાચી શ્રદ્ધાંજલીમાં તા.૦૨/૧૦/૨૦૧૯ પહેલા સમગ્ર દેશને ખુલ્લામાં શૌચમુક્ત (ODF) કરવાનો સરકારે મક્કમ નિર્ધાર કરેલ છે.તેના ભાગ રૂપે રાજય સરકારે પણ પહેલ કરી સમગ્ર રાજ્યમાં ગતિશીલ ગુજરાત અમલી બનાવી વ્યક્તિગત શૌચાલય બાંધકામની દિશામાં વેગ પકડયો છે. નો ઉદ્દેશ ગામોમાં ઘન અને પ્રવાહી કચરાના સલામત નિકાલની વ્યવસ્થા ગોઠવાય. ગ્રામીણ વિસ્તારોમાં સર્વત્ર સ્વચ્છતા અને ગામોમાં થતી ખુલ્લામાં શૌચક્રિયા સદંતર બંધ થાય અને ગામ સાફ,સ્વચ્છ અને સુંદર બનાવવા તરફ વેગ આપવા માટેનો છે.

કાર્યક્રમનો હેતુ :-

ગ્રામીણ વિસ્તારમાં વસતા લાકોનું જીવન ધોરણ ઊચુ લાવવું. નિર્મળ ભારત અભિયાન કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતાલક્ષી કામગીરીને વધારી વર્ષ૨૦૨૨ સુધીમાં નિર્મળ ભારતના ઉદ્દેશ હાંસલ કરવા. જાગૃતિ નિર્માણ અને આરોગ્ય શિક્ષણ મારફત ટકાઉ સ્વચ્છતા સગવડોને ઉત્તેજન આપીને સમુદાયો અને પંચાયતી રાજ સંસ્થાઓને પ્રેરણા આપવી. ગ્રામીણ વિસ્તારોમાં સલામત અને ટકાઉ સ્વચ્છતા માટે અસરકારક અને યોગ્ય ટેકનોલોજીથી પ્રોત્સાહીત કરવો. ગ્રામીણ વિસ્તારમાં સ્વચ્છતા માટે અસરકારક ઘન અને પ્રવાહી કચરાના યોગ્ય નિકાલની વ્યવસ્થા પર પૂરતુ ધ્યાન આપી સમુદાય દ્વારા સંચાલિત પર્યાવરણ સ્વચ્છતા પધ્ધતિ વિકસાવવી. રાજય સરકાર અને કેન્દ્ર સરકારનો હિસ્સો સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજનામાં કેન્દ્ર સરકારનો હિસ્સો ૬૦% અને રાજય સરકાનો હિસ્સો ૪૦% છે.

વ્યકિતગત શૌચાલય :- યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં માળખાકીય સુવિધામાં પાણીની સુવિધા યુક્ત વ્યક્તિગત શૌચાલય બાંધકામ કરવા રૂ. ૧૨૦૦૦/- ની પ્રોત્સાહક સહાય ચૂકવવામાં આવે છે.

જેમાં કેન્દ્ર સરકારના ૬૦% મુજબ રૂ.૭૨૦૦/- અને રાજય સરકારના ૪૦% મુજબ રૂ.૪૮૦૦/- યોજના હેઠળ વ્યક્તિગત શૌચાલય, (બીપીએલ અને એપીએલ નકકી કરેલ પાંચ કેટેગરી જેવી કે

 1. અનુસુચીત જાતી અને અનુસુચીત જન જાતી
 2. ર નાના સિમાંત ખેડુત
 3. 3 જમીન વિહોણા ખેત મજુર
 4. ૪ કુટુબના વડા વિધવા
 5. પ કુટુબના વડા અપંગ ને આ યોજના હેઠળ લાભ આપવામાં આવે છે.

ઉપરોકત કેટેગરીમા સમાવેશ ના થતો હોય તેવા એપીએલ જનરલ લાભાર્થીઓને વ્યકિતગત શૌચાલય બનાવવા રાજય સરકાર ધ્વારા નિર્મળ ગુજરાત યોજના અમલી બનાવી તે હેઠળ રૂ. ૪000/-પ્રતી શૌચાલય પ્રોત્સાહક સહાય ચુકવવામા આવે છે. તે ઉપરાંત રાજ્ય સરકાર ગામોમાં ઘન અને પ્રવાહી કચરાના સલામત નિકાલની વ્યવસ્થા ગોઠવાય. ગ્રામીણ વિસ્તારોમાં

સર્વત્ર સ્વચ્છતા અને ગામોમાં થતી ખુલ્લામાં શૌચક્રિયા સદંતર બંધ થાય અને ગામ સાફ,સ્વચ્છ અને સુંદર બનાવવા તરફ વેગ આપવા માટેનો છે.

કાર્યક્રમનો હેતુ :-

 • ગ્રામીણ વિસ્તારમાં વસતા લાકોનું જીવન ધોરણ ઊચુ લાવવું.
 • નિર્મળ ભારત અભિયાન કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતાલક્ષી કામગીરીને વધારી વર્ષ૨૦૨૨ સુધીમાં નિર્મળ ભારતના ઉદ્દેશ હાંસલ કરવા.
 • જાગૃતિ નિર્માણ અને આરોગ્ય શિક્ષણ મારફત ટકાઉ સ્વચ્છતા સગવડોને ઉત્તેજન આપીને સમુદાયો અને પંચાયતી રાજ સંસ્થાઓને પ્રેરણા આપવી.
 • ગ્રામીણ વિસ્તારોમાં સલામત અને ટકાઉ સ્વચ્છતા માટે અસરકારક અને યોગ્ય ટેકનોલોજીથી પ્રોત્સાહીત કરવો. ગ્રામીણ વિસ્તારમાં સ્વચ્છતા માટે અસરકારક ઘન અને પ્રવાહી કચરાના યોગ્ય નિકાલની વ્યવસ્થા પર પૂરતુ ધ્યાન આપી સમુદાય દ્વારા સંચાલિત પર્યાવરણ સ્વચ્છતા પધ્ધતિ વિકસાવવી.
 • રાજય સરકાર અને કેન્દ્ર સરકારનો હિસ્સો સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજનામાં કેન્દ્ર સરકારનો હિસ્સો ૬૦% અને રાજય સરકાનો હિસ્સો ૪૦% છે. વ્યકિતગત શૌચાલય :-
 • યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં માળખાકીય સુવિધામાં પાણીની સુવિધા યુક્ત વ્યક્તિગત શૌચાલય બાંધકામ કરવા રૂ. ૧૨૦૦૦/- ની પ્રોત્સાહક સહાય ચૂકવવામાં આવે છે.જેમાં કેન્દ્ર સરકારના ૬૦% મુજબ રૂ.૭૨૦૦/- અને રાજય સરકારના ૪૦% મુજબ રૂ.૪૮૦૦/- યોજના હેઠળ વ્યક્તિગત શૌચાલય, (બીપીએલ અને એપીએલ નકકી કરેલ પાંચ કેટેગરી જેવી કે
 1. અનુસુચીત જાતી અને અનુસુચીત જન જાતી
 2. નાના સિમાંત ખેડુત
 3. જમીન વિહોણા ખેત મજુર
 4. કુટુબના વડા વિધવા
 5. કુટુબના વડા અપંગ ને આ યોજના હેઠળ લાભ આપવામાં આવે છે.

ઉપરોકત કેટેગરીમા સમાવેશ ના થતો હોય તેવા એપીએલ જનરલ લાભાર્થીઓને વ્યકિતગત શૌચાલય બનાવવા રાજય સરકાર ધ્વારા નિર્મળ ગુજરાત યોજના અમલી બનાવી તે હેઠળ રૂ. ૪000/-પ્રતી શૌચાલય પ્રોત્સાહક સહાય ચુકવવામા આવે છે. તે ઉપરાંત રાજ્ય સરકાર ધ્વારા મુખ્ય મંત્રી સ્વચ્છતા નિધિ હેઠળ રાજ્ય કક્ષાએ આવેલ ફંડ પૈકી રૂ. ૮.૦૦ કરોડ આવા પ્રકારના શૌચાલયોના બાંધકામ માટે વધારાની સહાય રૂ. ૪૦૦૦/- પ્રતિ શૌચાલય આપવાનું ઠરાવવામાં આવેલ છે.

નિર્મળ ભારત અભિયાન યોજનામાં આવેલ આવેલ પરિવર્તન

તા.3 O-૦૯-૨૦૧૪ના ભારત સરકારના પેય જળ અને સ્વચ્છતા મંત્રાલય પત્ર ક્રમાંક ડબલ્યુ/૧૧૦૧૩/૦૮/૨૦૧૪ (પીટી)-થી સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) (નિર્મળ ભારત અભિયાન) યોજના હેઠળ તા. ૦૨/૧૧/૨૦૧૪થી અમલમાં આવે તે રીતે વ્યક્તિગત શૌચાલયના કમ્પોનન્ટની યુનીટ કોસ્ટ / કેન્દ્ર સરકારનો ફાળો / રાજ્ય સરકારના ફાળાની રકમમાં વધારો કરવામાં આવેલ છે, તેમજ ઘન/પ્રવાહિ કચરાના નિકાલની કામગીરી માટે ગ્રામ પંચાયતની કુટુંબની સંખ્યા આધારિત જોગવાઇ કરવામાં આવેલ છે. આ જોગવાઇ નીચે મુજબ છે:

 • ઘન અને પ્રવાહી કચરાના સલામત નિકાલ માટેની પ્રોત્સાહક સહાયની વિગતઃગામ પંચાયતમાંથી નિકળતા ઘર વપરાશી ગંદા પાણીના સલામત નિકાલ ની સાથે ગામમાંએકત્રીત ઘન કચરાના નિકાલ માટેની વ્યવસ્થા માટે કુટુંબની સંખ્યા આઘારે સહાય ચુકવવામાં આવે છે. જેમાં પણ કેન્દ્ર અને રાજ્ય સરકારનો હિસ્સો ૬૦ : ૪૦ નો છે.
 • ૧૫૦ કુટુંબ સુધીની ગ્રામ પંચાયત માટે રૂ.૭ લાખ
 • ૧૫૧ થી ૩૦૦ કુટુંબ સુધીની ગ્રામ પંચાયત માટે રૂ.૧ર લાખ
 • 3૦૧ થી પOO કુટુંબ સુધી ગ્રામ પંચાયત માટે રૂ.૧૫ લાખ

સામૂહિક શૌચાલય

વ્યક્તિગત શૌચાલય બનાવવામાં જગ્યાનો અભાવ હોય તેવા લાભાર્થીઓ માટે, ઉપરાંત વધુ અવર જવર હોય તેવી જગ્યા જેમકે માર્કેટ, મંદિર, બસ સ્ટેન્ડ વગેરે સ્થળે. યોજના હેઠળ સામૂહિક શૌચાલય બનાવવાની જોગવાઈ છે. જે માટે ગામમાં સ્થળ આપવા અને તે યુનિટની ગ્રામ પંચાયત ધ્વારા જાળવણી નિભાવણી કરવવાની શરતે મંજૂર કરવામાં આવે છે.

આમ, ઉપરોક્ત જોગવાઇ તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારના ફાળાની રકમમાં થનાર સંભવિત વધારાને ધ્યાને લઇ સને ૨૦૧૪-૧૫ થી ભારત સરકાર ધ્વારા સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) (નિર્મળ ભારત અભિયાન) અંતર્ગત કોમ્પોનન્ટ વાઇઝની ખર્ચની મર્યાદામાં ફેરફાર કરવામાં આવેલ હોઇ નાંણાકીય અંદાજોમાં પણ પરીવર્તન કરવામાં આવેલ છે.

સને ૨૦૧૫-૧૬ વર્ષમાં ભારત સરકાર તરફથી માહે ડિસેમ્બર-૧૬ સુધીમાં NRLP કાર્યક્રમમાં રૂ.૫૦૧.૩૨ લાખની કેન્દ્રિય સહાય મંજુર કરેલ છે. તે ધ્યાને લઇ કેન્દ્રિય સહાય સામે રાજ્ય સરકારે રાજ્યના ફાળાની ગ્રાન્ટ રૂ.૧૬૭.૧૦ લાખની ગ્રાન્ટ આપવાની થાય. તે મુજબ આ કાર્યક્રમની રાજ્યના બજેટમાં કરવામાં આવેલ જોગવાઇઓ માંથી કેન્દ્રિય સહાય રૂ.૫૦૧.3 ર લાખ તથા રાજ્યના ફાળાની ગ્રાન્ટ રૂ.૧૬૭.૧૦ લાખ મળી કુલ રૂ.૬૬૮.૪૨ લાખ મંજુર કરી જીએલપીસીના બેંક એકાઉન્ટમાં જમા કરેલ છે. એકંદરે કામગીરીનો સારાંશ અને સમિક્ષા -

નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન અંતર્ગત ગુજરાત રાજ્યમાં આ કાર્યક્રમની શરૂઆત વર્ષ ૨૦૧૨-૧૩ માં શરુ કરવામાં આવેલ છે. સને ૨૦૧૫-૧૬ વર્ષમાં ગુજરાત રાજ્યના પ૭ તાલુકા અને 33 જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવેલ છે. સાયલા, બાબરા અને કંવાટ આ O3 તાલુકાઓમાં રીસોર્સ બ્લોક સ્ટેટેજીથી કામગીરી કરવામાં આવે છે અને આગામી વર્ષ ૨૦૧૬-૧૭ વર્ષમાં ઉપર દર્શાવ્યા મુજબ જિલ્લા તાલુકામાં અમલ કરવાનો રહેશે.

નાણાકીય જરૂરીયાત -

આ મિશનનું નાણા ભંડોળ કેન્દ્ર અને રાજ્ય સરકારનાં અનુક્રમે ૬૦:૪૦ ટકાનાં હિસ્સામાં રહેશે. સને ૨૦૧૬-૧૭ ના વર્ષનાં કુલ રૂ. ૪૬૪૧.૦૦ લાખનો અંદાજીત ખર્ચ થવાની શકયતા છે. જેમા ૬૦% કેન્દ્રીય સહાય ભારત સરકાર ધ્વારા રૂ.૨૭૮૪.૬૦ લાખ અને ૪૦% પ્રમાણે રાજ્ય ફાળો ગુજરાત સરકાર ધ્વારા રૂ.૧૮૫૬.૪૦ લાખ આપવાનાં રહેશે.

આ કાર્યક્રમમાં NRLM સેટઅપ ખર્ચ, પગાર ખર્ચ, સંચાલન ખર્ચ, સંસ્થાઓ બનાવવી અને તેમને ક્ષમતાવર્ધન માટેનો ખર્ચ, બાહ્યશ્રોત સંગઠન સીઆરપી વ્યહરચના, એનજીઓ ભાગીદારી માટેની રીસોર્સ બ્લોક સ્ટ્રેટેજી અને સંશોધન અભ્યાસ, દેખરેખ અને મુલ્યાકંન તેમજ આઈટીને લગતા ખર્ચાઓ કરવાનાં રહેશે.

 • નાણાકીય જરૂરીયાતોનું સ્પષ્ટીકરણ - આ કાર્યક્રમમાં નીચે મુજબની કામગીરી કરવામાં આવશે.
 • ગરીબી રેખા માટેની સંસ્થાઓ જેવીકે સ્વસહાય જુથો, ફેડરેશનો, પ્રોડયુસર ગ્રુપ વગેરે સક્ષમ કરવી.
 • સાર્વત્રિક ધોરણે ગરીબોનો સમાવેશ સુનિશ્ચિત કરવા અને ગરીબો માટેની નવી સંસ્થાઓની રચના અને વિકાસ કરવો.
 • સામુદાયિક ધોરણે સહાયરૂપ માળખા ઉભા કરવા માટેની કેડરનો વિકાસ કરવો.
 • ગરીબો માટેની નવી સંસ્થાઓની રચના અને વિકાસ કરવો.
 • કોમ્યુનિટિ રીસોર્સ પર્સન(CRP)જે સામાજિક મોબીલાઈઝેશન અને સંસ્થા નિર્માણ માટે કાર્ય કરશે.

૨૦૧૬-૧૭ ની જોગવાઇ

સમગ્ર રાજ્યમાં કેન્દ્ર પુરસ્કૃત સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ)પ્રોજેક્ટ અમલમાં છે. આ પ્રોજેક્ટ હેઠળ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને લાભાર્થીના ફાળાની જોગવાઇ કરવામાં આવેલ છે. ભારત સરકાર ધ્વારા “નિર્મળ ભારત અભિયાન” (એન.બી.એ.) ને પુનઃગઠન કરી તા. Oર/૧૧/૨૦૧૪ થી સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ)તરીકે જાહેર કરવામાં આવેલ નિર્મળ ભારત અભિયાન (એન.બી.એ.)યોજના અંતર્ગત હાથ ધરવાની થતી કામગીરી માટે ભારત સરકાર ધ્વારા માર્ગદર્શક સૂચનામાં કમ્પોનન્ટવાર નક્કી કરવામાં આવેલ યુનીટ કોસ્ટ સામે ભારત સરકારના તથા રાજ્ય સરકારના ફાળાની રકમ નક્કી કરવામાં આવેલ છે. જ્યારે જ્યારે ભારત સરકાર કેન્દ્રીય ફાળાની રકમ છૂટી કરે છે, તેની સામે રાજ્ય સરકારના હિસ્સાની રકમ છૂટી કરવાની હોય છે. ચાલુ નાણાંકીય વર્ષના કેન્દ્રીય ફાળાની રકમ રૂ|. ૧૩૪૫૧.૬૬ લાખ અને રાજ્યનો ફાળો રૂ|. ૨૦૦૦૦.૦૦ લાખ છુટો કરવામાં આવેલ છે. આગામી નાણાંકીય વર્ષ ર૦૧૬-૧૭ માટે સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) (નિર્મળ ભારત અભિયાન) અંતર્ગત ભારત સરકાર ની રૂ|.૪૯૩૭૧.૬૩ લાખની સુચિત જોગવાઇ સામે રાજય સરકારના ફાળા તરીકે રૂ|.૩ ૧૦૬૪.૫૮ લાખની સુચિત જોગવાઇ કરવામાં આવેલ છે. તેમજ રાજ્ય સરકાર સંચાલિત “નિર્મળ ગુજરાત” યોજના હેઠળ રૂ| ૨૦૦૦.૦૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.

“નિર્મળ ગુજરાત” યોજના

ગુજરાત સરકાર દ્વારા વર્ષ-૨૦૦૭ને “નિર્મળ ગુજરાત વર્ષ” તરીકે ઉજવણી કરવાની સાથે-સાથે “નિર્મળ ગુજરાત યોજના"ને પણ અમલમાં મૂકવામાં આવી, જેનો હેતુ “ જાહેર જીવનની સુવિધાઓ અને વ્યક્તિગત જીવનમાં સ્વચ્છતા દ્વારા ગ્રામ્યજનો રોગમાંથી મુક્ત બને તથા તેમના જીવનધોરણમાં સુધારો થાય તેવી સવોંગી સ્વચ્છતાની પરિસ્થિતિનું નિર્માણ કરવું” તેવો છે,

આ સાથે વર્ષ ૨૦૦૭ થી ગુજરાત રાજ્યના તમામ ગામડાઓમાં કેન્દ્ર સરકારની “સંપૂર્ણ સ્વચ્છતા અભિયાન” હાલમાં “નિર્મળ ભારત અભિયાન” યોજનામાં સમાવેશ ન કરવામાં આવ્યા હોય તેવા એ.પી.એલ. કુટુંબોને નિર્મળ ગુજરાત અંતર્ગત વ્યક્તિગત શૌચાલય બનાવવા માટે રાજ્ય સરકાર તરફથી પહેલ કરી રૂ.૭૫૦/- જેટલી પ્રોત્સાહક રકમ આપવાનું ચાલુ કરવામાં આવ્યું, ત્યારબાદ નિર્મળ ગુજરાત અંતર્ગત શૌચાલયની પ્રોત્સાહક રકમમાં વધારો કરીને રૂ.૨૦૦૦/- જેટલી રકમ આપવા આવતી હતી જે રકમ વધારીને હાલ રૂ.૪૦૦૦/- જેટલી પ્રોત્સાહક રકમ આપવામાં આવે છે

આ ઉપરાત રાજ્ય સરકાર સંચાલિત “નિર્મળ ગુજરાત” યોજના હેઠળની જોગવાઇમાં પણ ભારત સરકારની યોજનામાં ર૦૦૮ પહેલાના વર્ષમાં વ્યકિતગત શૌચાલયનો લાભ લઇ સુપર સ્ટ્રકચર વગરના બનાવવામાં આવેલ શૈચિાલય હાલની સ્થિતીએ હયાત નથી/ વપરાશમાં નથી તેવા શૌચાલયોને અપગ્રેડ કરવા માટેની જોગવાઇ અગાઉ ના વર્ષમાં લીધેલ સહાય બાદ કરી સહાય આપવાનુ નકકી કરવમાં આવેલ છે. તે મુજબ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.તે મુજબના કામગીરી અંદાજો પણ રજુ કરવામાં આવેલ છે.

રાજ્ય વિકાસ સંસ્થા

પ્રસ્તાવિક

રાજય ગ્રામ વિકાસ સંસ્થા ગ્રામ વિકાસના વિવિધ કાર્યક્રમોને અસરકારક રીતે અમલમાં મુકવા માટે રાજય સ્તરની તાલીમ અને આનુષંગિક પ્રવૃત્તિઓ માટેની સ્વાયત સંસ્થા છે. હાલમાં સ્પીપા સાથે મર્જ થયેલ છે. આ યોજનામાં રાજયના હિસ્સા પેટે વર્ષ ૨૦૧૬-૧૭ માં આયોજન હેઠળ ૪૦.૦૦ લાખ અને નોનપ્લાન હેઠળ રૂ.૧૦.૦૦ લાખ એમ કુલ ૫૦.૦૦ની જોગવાઇ કરવામાં આવેલ છે.

એકંદર કામગીરીનો સારાંશ અને સમીક્ષા:-

નીચે જણાવેલ વિષયો ઉપર તાલીમના ઝોક વિશેષ હોય છે.

 • મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના-૨૦૦૫
 • સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)
 • રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન
 • સાંસદ આદર્શ ગ્રામ યોજના
 • જળસ્ત્રાવ વિકાસ કાર્યક્રમ
 • ઇન્દિરા આવાસ યોજના
 • પેસા કાયદા
 • પંચાયતી રાજ સંસ્થાઓનું ક્ષમતાવર્ધન
 • પછાત જિલ્લા અનુદાન ભંડોળ- તાલીમ કાર્યક્રમો
 • લેબ ટુ લેન્ડ ઇનીશીયેટીવ અને ભારત નિર્માણ વોલેન્ટીયર્સ સ્ટ્રેટેજી
 • રાજીવ ગાંધી પંચાયત સશક્તિકરણ અભિયાન- પંચાયતી રાજને લગતા તાલીમ કાર્યક્રમો

સંસ્થા નીચે પ્રકારે તાલીમ કાર્યક્રમોનું આયોજન કરે છે.

 • વ્યાખ્યાન
 • જૂથ ચર્ચા
 • અનુભવની આપ-લે
 • રોલ - પ્લે
 • રમત ગમત
 • ફિલ્મ
 • જાતે અનુભવમાંથી શીખી
 • પ્રત્યક્ષ કામગીરી
 • ક્ષેત્રીય મુલાકાત

સંસ્થા દ્વારા કરવામાં આવતા તાલીમ કાર્યક્રમો સહભાગીતા આધારીત, તાલીમાથીઓની જરૂરિયાત મુજબના અને તાલીમાથી કેન્દ્રીત હોય છે. વર્ગખંડમાં અધ્યયન માટે ર્દશ્યશ્રાવ્ય સાધનો જેવા કે મીડીયા પ્રોજેક્ટર, ઓ.એચ.પી., સ્લાઇડ પ્રોજેકટર, ટી.વી. અને વી.સી.ડી. કોપ્પયુટરનો ઉપયોગ કરવામાં આવે છે.

ભાગ- (3) નાણાકિય જરૂરીયાત તથા ભાગ-(૪) નાણાકિય જરૂરીયાતોનું સ્પષ્ટીકરણ

 • સને ૨૦૧૬-૧૭ માં ૧૯૬ તાલિમી કાર્યક્રમનું કરવાનું આયોજન કરવાનો લક્ષ્યાંક રાખેલ છે. જે માટે પ્લાન હેઠળ પ૪0.00 લાખ (નવી બાબત સાથે) અને નોનપ્લાન હેઠળ ૧૦.00 લાખની જોગવાઇ સુચવેલ છે.
 • ગ્રામ વિકાસની યોજનાઓ અને સેવાઓનો લાભ ગ્રામ્ય પ્રજાજનોને પહોચાડવા આઇ.ઇ.સી.નું દ્રઢિકરણ, કોલ સેન્ટર તથા સેન્ટર ઓફ એકસેલન્સ પ્રસ્થાપીત કરવાના હેતુ માટે રૂ. પ00 લાખની નવી બાબત રજુ કરેલ છે.

સ્ત્રોત : પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate