অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ફાઇલ શેરિંગ, ડાઉનલોડિંગ અને અપલોડિંગ

સુરક્ષિત ડાઉનલોડિંગ અને અપલોડિંગ

ડાઉનલોડિંગ વિશે

ડાઉનલોડિંગ એટલે કોઇ ફાઇલને એક કમ્પ્યુટર સિસ્ટમમાંથી બીજી કમ્પ્યુટર સિસ્ટમમાં પહોંચાડવું તે, જે સામાન્ય રીતે તેના કરતા નાની સિસ્ટમ હોય. ઇન્ટરનેટ યુઝરના દ્રષ્ટિકોણથી કોઇ ફાઇલને ડાઉનલોડ કરવી એટલે ફાઇલને કોઇ બીજા કમ્પ્યુટરમાંથી માંગવી (અથવા બીજા કમ્પ્યુટર પરના વેબ પેજ પરથી માંગવી) અને તેને મેળવવી. ‘ડાઉનલોડ’ શબ્દ ઇન્ટરનેટ થકી મળતી ઓનલાઇન સેવા માંથી કોઇ ફાઇલને કમ્પ્યુટર ધારકના કમ્પ્યુટરમાં કોપી કરવાની પ્રક્રિયા વર્ણવે છે.
ડાઉનલોડિંગ એ કોઇ ફાઇલને નેટવર્ક થકી નેટવર્ક સર્વરમાંથી કમ્પ્યુટરમાં કોપી કરવાની પ્રક્રિયાનો પણ નિર્દેશ કરે છે. ડાઉનલોડ એટલે ડેટા પ્રાપ્ત કરવો તે. જેમકે, ડાઉનલોડ કરવા માટે રજૂ થયેલ કોઇપણ વસ્તુ હોય તેને ડાઉનલોડ કરી શકાય. ડોક્યુમેન્ટ, સંગીત, વિડીયો, ઇમેજીસ અને સોફ્ટવેર તથા બીજું ઘણુંબધું..આ પ્રકારની કોઇપણ ફાઇલને તમે ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કરી શકો છો.
P2P ( પિઅર ટુ પિઅર) ફાઇલ શેરિંગ એ યુઝરને પુસ્તકો, સંગીત, ફિલ્મો અને ગેઇમ્સ વગેરે જેવી મિડિયા ફાઇલને P2P સોફ્ટવેર પ્રોગ્રામનો ઉપયોગ કરીને એક્સેસ કરવાની મંજૂરી આપે છે. P2P સોફ્ટવેર પ્રોગ્રામ P2P નેટવર્ક પરના બીજા જોડાયેલા કમ્પ્યુટરને ઇચ્છીત કન્ટેન્ટનું સ્થાન શોધવા માટે શોધે છે. આવા નેટવર્કના નોડ્સ (પિઅર્સ) એ એન્ડ યુઝર કમ્પ્યુટર સિસ્ટમ છે જેઓ ઇન્ટરનેટ થકી પરસ્પર જોડાયેલા હોય છે. P2P એ સર્વર ક્લાયન્ટ ટેકનોલોજીથી જૂદું પડે છે કારણકે જે કમ્પ્યુટર સર્વર હોય તેમાંથી ફાઇલ ડાઉનલોડ થશે.

અપલોડિંગ વિશે

ડાઉનલોડનું વિરોધી એટલે અપલોડિંગ જેનો અર્થ થાય છે, નેટવર્ક પર તમારા કમ્પ્યુટર પરથી અન્ય કમ્પ્યુટરમાં ફાઇલને કોપી કરવી. અપલોડિંગનો અર્થ થાય છે બીજી વ્યક્તિને કે સ્થાન પર ડેટા મોકલવો. જે ટ્રાન્સફર થાય છે તેને અપલોડ કરી શકાય છે. ટૂંકમાં, “ ફાઇલને અપલોડ કરવી એટલે જે કમ્પ્યુટર ફાઇલને મેળવવા કે પ્રાપ્ત કરવામાટે સેટ અપ થયેલું હોય તેને તે ફાઇલ મોકલવી”. ડોક્યુમેન્ટ, સંગીત, વિડીયો, ઇમેજીસ અને સોફ્ટવેર અને બીજા ઘણાં પ્રકારની ફાઇલો જેવી કોઇપણ ફાઇલને તમે અપલોડ કરી શકો છો. P2P નેટવર્કમાં ફાઇલ કે ફાઇલ શેરિંગને અપલોડ કરવું તે હંમેશા પિઅર કમ્પ્યુટર્સ વચ્ચે જ હોય છે, જ્યારે સર્વર-ક્લાયન્ટ ટેકલોલોજીમાં અપલોડિંગ એ ક્લાયન્ટની સંખ્યા તરફથી કોઇ ખાસ મશીન, કે જે સર્વર છે, તેમાં જ થશે. ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કરવું અને શેર કરવું તે સર્વસામાન્ય દરરોજની ક્રિયા છે, અને તે પોતાની સાથે કેટલાંક જોખમોને પણ લઇને આવે છે, જેના વિશે તમને જાગૃતિ હોવી જરૂરી છે.

ફાઇલ શેરિંગ કે અસુરક્ષિત ડાઉનલોડમાં શા જોખમો રહેલા છે?

જ્યારે તમે ઇન્ટરનેટ પર કોઇ ફાઇલને શેર કરો છો કે ડાઉનલોડ કરો છો, ત્યારે તેમાં કોઇ પ્રોગ્રામ ઇન્સ્ટૉલ કરવાનું, ચિત્ર ખોલવાનું, જુદી-જુદી વેબ સાઇટ કે ઇ-મેઇલ પરથી લિંક મેળવીને તમારા કમ્પ્યુટર પર સંગીત કે બીજી ઘણીબધી ફાઇલને ડાઉનલોડ કરવા જણાવાયું હોય છે. આ ફાઇલો કદાચ એ લોકો કહે છે તે પ્રમાણેની જ હોઇ શકે, પરંતુ તે કદાચ મલિશિઅસ સોફ્ટવેર જેવી પણ હોઇ શકે, જેમાં વાઇરસ, વૉર્મ્સ અને ઘણાં હાનિકારક પ્રોગ્રામ પણ હોઇ શકે છે, જે તમારા કમ્પ્યુટરને નુકશાન પહોંચાડી શકે છે.

તમે ફાઇલ શેરિંગ કરતાં સમયે અજાણતા જ અન્યોને તમારા કમ્પ્યુટરને એક્સેસ કરવા દો છો, જે લોકો સૂચક રીતે તમારી અંગત ફાઇલ્સને કોપી કરી શકે છે. આ ત્યારે જ બની શકે છે, કે જ્યારે તમને પિઅર-ટુ-પિઅર(P2P) ને ફાઇલ શેરિંગ પ્રોગ્રામને અપલોડ કરવા તમારા ફાયર વૉલ સેટિંગને ડિસેબલ કરવાનું કે બદલવાનું કહેવામાં આવે. તમારી જાણ બહાર વાઇરસ, ટ્રોજન કે બીજા માલવેરને તમારા કમ્પ્યુટરમાં ડાઉનલોડ કરવાથી કદાચ તમારો ડેટા નાશ પામી શકે છે, કે કોઇને તમારા કમ્પ્યુટર પર રહેલી તમામ માહિતી એક્સેસ દો છો કે તમારા કમ્પ્યુટરમાં રહેલી તમામ ખાનગી માહિતીનો નાશ થઇ શકે છે, કારણ કે તેઓ જાણીતી ફિલ્મ કે સોંગ ડાઉનલોડના છૂપા વેશમાં રહેલા હોય છે. આ સ્પાય વેર ઘણીવાર તમારા કમ્પ્યુટરની વર્તણૂંકને બદલી નાંખે છે,જેથી તમારું કમ્પ્યુટર ધીમું પડી જાય છે, અને ક્યારેક તો તમારું કમ્પ્યુટર ક્રેશ પણ કરી દે છે. સ્પાય વેરનો ઉપયોગ બ્રાઉઝિંગ હિસ્ટ્રી જાણવા, પાસ વર્ડ ચોરવા અને હુમલાખોર માટે તમારી કમ્પ્યુટર સિસ્ટમ પર રહેલી તમામ માહિતી ઝૂંટવી લેવા માટે થઇ શકે છે. અનિચ્છનીય અશ્લીલ સામગ્રી જેને કોઇ બીજું ભળતું જ નામ આપેલું હોય તેને ડાઉનલોડ કરવી, અને જો તમે કોઇ ફિલ્મ, ટી.વી. શો, સંગીત કે સોફ્ટવેર જે કોપી-રાઇટથી સુરક્ષિત હોય, તેને ડાઉનલોડ કરો તો કદાચ કોપી-રાઇટના ભંગ જેવી કાયદાકીય સમસ્યાનો પણ સામનો કરવો પડી શકે છે, અને છતાં પણ તમને તેનું ભાન થતું નથી.

સુરક્ષિત ડાઉનલોડ માટે કેટલાંક સૂચનો

  • કોઇપણ ફાઇલ ડાઉનલોડ કરતા સમયે તમારા કમ્પ્યુટરમાં ચાલતી તમામ એપ્લીકેશનને બંધ કરો. ડાઉનલોડિંગ કરતાં એક સમયે માત્ર એકજ સેટ-અપ ફાઇલને રન થવા દો. ડાઉનલોડ કરતા સમયે જો કંઇ ખોટું થઇ જાય તો સુરક્ષિત બનવા માટે તમામ અગત્યની એપ્લીકેશન બંધ કરી દો.
  • ફાયર વોલને સેટ કરો, તમે જે ફાઇલ ડાઉનલોડ કરતા હોવ તેને સક્રિય રીતે સ્કેન કરવા માટે એન્ટી વાઇરસને સેટ કરો.
  • વેબ સાઇટ પરથી કે ઇ-મેઇલ તરફથી મળેલ કોઇ લિંક પરથી તમે જે ફાઇલ ડાઉનલોડ કરો તે તમામ

ફાઇલને સ્કેન કરો.

તમે જે એપ્લીકેશન ડાઉનલોડ કરવા ઇચ્છતા હોવ તેમાંથી વાઇરસ કે સ્પાય વેરને પકડવા અને દૂર કરવા માટે હંમેશા અપડેટ કરેલ એન્ટી વાઇરસ, સ્પામ ફિલ્ટર અને સ્પાય વેરનો ઉપયોગ કરો. અવિશ્વાસુ સાઇટ પરથી કદી સંગીત, વિડીયો, ગેઇમ્સ જેવી ફાઇલને ડાઉનલોડ ન કરો અને તમારા મિત્રો તરફથી કે અન્ય કોઇપણ વેબ સાઇટ દ્વારા સૂચવેલ સાઇટ પર કદી ન જાવ. URLs સરખાં છે કે નહીં તે ચકાસી લો અને હંમેશા ગેઇમ્સ, સંગીત કે વિડીયો વગેરે માત્ર સુરક્ષિત વેબ સાઇટ કે જેઓ HTTP ના બદલે HTTPS નો ઉપયોગ કરતા હોય ત્યાંથી જ ડાઉનલોડ કરો. વેબ એડ્રેસમાં https એ http ને બદલે છે. https એ hyper text transfer protocol secure ધરાવતા હોય છે. જો કોઇ લિંક એવું કહે કે આ લિંક પર ક્લિક કરો અને તમારા કમ્પ્યુટરના સેટિંગ બદલાઇ જશે અને તમારું PC બદલાઇને XBOX બની જશે પછી તમે તમારા કમ્પ્યુટર પર અનંત રીતે ગેઇમ્સ રમી શકો છો, તો તેવી વસ્તુમાં કદી વિશ્વાસ કરવો નહીં. એવી કોઇ પણ વસ્તુ સ્વિકારો નહીં જે તમને મફતમાં ડાઉનલોડનો પ્રસ્તાવ આપતી હોય, કારણ કે તેમાં મલિશિઅસ સોફ્ટવેર હોઇ શકે છે. કોઇ પણ લિંક કે ફાઇલ પર ક્લિક કરીને તેને આપોઆપ ડાઉનલોડ ન થવા દો. પહેલા ફાઇલને ડાઉનલોડ કરો. પછી તમે તેને જ્યાં સેવ કરવા ઇચ્છતા હોવ ત્યાં સેવ કરો અને પછી તે એપ્લીકેશનને રન કરો. કોઇ પણ વસ્તુ ડાઉનલોડ કરતા પહેલા secure browser settings ને સેટ કરો. કોઇ પણ એપ્લીકેશનને ઇન્સટૉલ કે રન કરતા પહેલા કાળજી પૂર્વક વાંચો. એનો અર્થ થાય છે કે તેના ટર્મ્સ અને કંડીશન વાંચો. તમે જે-તે વેબ સાઇટની સંપૂર્ણ માહિતી ન મેળવો ત્યાં સુધી કંઇ પણ ડાઉનલોડ ન કરો. અને તે ઓરીજીનલ કંપનીની ઓરીજીનલ સાઇટ છે કે કેમ તે પણ જાણી લો. મફતમાં એન્ટી વાઇરસ કે એન્ટી સ્પાય વેર સોફ્ટવેર આપતી કોઇ પણ લિંક પરથી ડાઉનલોડ ન કરો. હંમેશા વિશ્વસનીય સાઇટ પરથી જ ડાઉનલોડ કરો. તમે જે સાઇટ ડાઉનલોડ કરી રહ્યા હોવ તેના વિશે તમને ખાતરી ન હોય તો, સાઇટને favorite search engine મા મુકો અને જુઓ કે તેમાં અનિચ્છનીય ટેકનોલોજી રહેલી છે કે નહીં તેવું કોઇએ એવું પોસ્ટ કર્યું છે કે કેમ.

સંદર્ભો:

  • · www.getcybersafe.gc.ca/cnt/rsks/nln-ctvts/dlng-shrng-eng.aspx
  • www.referenceforbusiness.com

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/19/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate