অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ક્મ્પ્યૂટરનાં એથિક્સ (સિંદ્ધાંતો)

ક્મ્પ્યૂટરનાં એથિક્સ (સિંદ્ધાંતો)

એથિક્સ એ નૈતિક સિદ્ધાંતો છે જે વ્યક્તિ કે જૂથનું કમ્પ્યૂટરનો ઉપયોગ કરતી વખતે શું સ્વિકાર્ય છે અને શું નહી તેનું નિયમન કરે છે. કમ્પ્યૂટર એથિક્સ એ એવાં નૈતિક સિદ્ધાંતો છે જે કમ્પ્યૂટરનાં વપરાશનું નિયમન કરે છે. સામાન્ય રીતે જે નૈતિક સિદ્ધાંતની ઘણાંબધાં કમ્પ્યૂટર વપરાશકર્તા દ્વારા અવગણના થાય છે તે છે કોપીરાઇટનો ભંગ. લેખકની પરવાનગી વગર કોપીરાઇટ થયેલ માહિતીની નકલ કરવી, અન્ય વ્યક્તિઓની વ્યક્તિગત માહિતીનો ઉપયોગ કરવો તે નૈતિક સિદ્ધાંતોની અવગણનાનાં કટેલાક ઉદાહરણો છે.

વિદ્યાર્થીઓ/શિક્ષકોનું અનૈતિક વર્તન એટલે શું?

ડિજિટલ સાહિત્યચોરીઃ:

સાહિત્યચોરી એ શૈક્ષણિક અપ્રામાણિકતાનો ખૂબજ પ્રચલિત પ્રકાર છે જે શિક્ષણ ક્ષેત્રમાં હંમેશા હાજર રહ્યો છે, ઊચ્ચ શિક્ષણમાં પણ. ઉદાહરણ તરીકે, એક વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલ કાર્યને બીજા સહાધ્યાયીઓ દ્વારા નકલ કરવામાં આવે, સંપૂર્ણ રીતે કે આંશિક રીતે, હાલમાં પ્રકાશિત કામમાંથી પણ. કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનાં વપરાશને કારણે વિદ્યાર્થીઓને સાહિત્યચોરી કરવા વધુ સાધનોની પ્રાપ્યતા થઇ છે. જોકે સાહિત્ય ચોરી કરવા ખૂબજ સહેલી છે જ્યારે તેને પકડવી ખૂબજ અઘરી.

કોપીરાઇટ અને સોફ્ટવેરની ચોરી અટકાવવી:

આખા સમાજમાં કોપીરાઇટ ધરાવતા મિડિયા (લખાણો, સંગીત, ફિલ્મો, સોફ્ટવેર પ્રોગ્રામ્સ)નું ગેરકાયદાકીય કોપી ખૂબજ જાણીતીઅને વ્યાપક બાબત છેવધુમાં, આવી પ્રવૃત્તિઓ કરનાર વ્યક્તિઓને એવું નથી લાગતું કે કોઇ અનૈતિક પ્રવૃત્તિ કરી રહ્યાં છે. આ કોલેજનાં વિદ્યાર્થીઓ માટે પણ સાચું છે. આને વિદ્યાર્થીઓનું આ વલણ હાલની ઇન્ફર્મેશન એજમાં આપણે જે વલણો જોઇ રહ્યા છે તેને અનુરૂપ છે, જ્યારે ઇન્ટરનેટ લોકો દ્વારા માહિતીની આપલે માટે વપરાતું સૌથી મહત્વનું સાધન છે.

કમ્પ્યૂટર સ્રોતોનો અયોગ્ય વપરાશ:


વિદ્યાર્થીઓ અને સ્ટાફને કમ્પ્યૂટર સ્રોતોનાં સત્તાવાર ઉપયોગની પરવાનગી હોય, પરંતુ પછી તેનો અયોગ્ય વપરાશ થતો હોય છે. તેમની પાસે શાળા/ લાઇબ્રેરી ઇન્ટરનેટ અકાઉન્ટ હોઇ શકે કે તે શાળાની માલિકીની કમ્પ્યૂટર સિસ્ટમ કે કમ્પ્યૂટર નેટવર્ક કે કમ્પ્યૂટર સોફ્ટવેર હોઇ શકે અથવા તો તે શાળા દ્વારા આપવામાં આવેલ કમ્પ્યૂટરાઇઝ્ડ સર્વિસ વાપરતા હોય તેમ બને અને તે એવી રીતે ઉપયોગ કરતાં હોય કે જે ચોક્કસ સ્રોતનો ઉપયોગ શાળાનાં વપરાશનાં ધોરણો મુજબ ન થયો હોય તેવું પણ બને.

માહિતીની ગોપનીયતા અને વિશ્વાસનિયતાની સલામતી:

  • જાહેર કમ્પ્યૂટર પર વ્યક્તિગત માહિતીઃ જ્યારે જાહેર વપરાશ માટેનાં કમ્પ્યૂટરનો વપરાશ કરતાં હોય ત્યારે વિદ્યાર્થી કે સ્ટાફ અજાણતા વ્યક્તિગત માહિતી તે કમ્પ્યૂટર પર મૂકે, જેવાં કે જોયેલા વેબ પેજ (જે ડિસ્ક ડ્રાઇવનાં ટેમ્પરરી સ્ટોરેજમાં હોય અને બ્રાઉઝિંગ થયાં પછી પણ તે તેમાં જોઇ શકાય) અને કુકીઝ (વેબસાઇટ દ્વારા હાર્ડ ડિસ્ક પર નાની ફાઇલ્સ મૂકવામાં આવે જેનાથી સાઇ વપરાશકર્તાની ઓળખ કરે અને તેની પ્રાથમિકતાને સમજે), જે બીજા વ્યક્તિ પછી જોઇ શકે છે.
  • ફાઇલ શેરિંગ:
    વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી દ્વારા વાપરવામાં આવતાં કમ્પ્યૂટરમાં એવા સોફ્ટવેર હોઇ શકે જે અન્ય વપરાશકર્તાને કોલેજમાંથી કે બહાર ફાઇલ પ્રાપ્ય બનાવે જેની તે માહિતીનાં માલિકને જાણ ન હોય કે તેમની પરવાનગી વગર તે સેન્ટ્રલ સર્વરમાં સંગ્રહ થતી હોય. આમાં વ્યક્તિગત માહિતી હોય જે અજાણ્યા લોકો પણ વાંચી શકે.
  • school web pages and bulletin boards:
    શાળા દ્વારા મેઇન્ટેઇન કરવામાં આવતાં વેબ પેજિસ, જે વિદ્યાર્થીઓ કે ફેકલ્ટી દ્વારા મેઇન્ટેઇન કરવામાં આવતાં હોય તેમાં વ્યક્તિગત માહિતી હોય જે અન્ય દ્વારા જોઇ શકાતી હોય. તેવીજ રીતે બુલેટિન બોર્ડમાં પોસ્ટિંગ અને રિ-પોસ્ટિંગ (ફોરવર્ડેડ મેસેજ) કે અન્ય ઇલેક્ટ્રોનિક ફોરમમાં વ્યક્તિગત માહિતી જે થર્ડ પાર્ટી દ્વારા જોઇ કે વાપરી શકાય તેની કોઇ સત્તા આપવામાં આવવતી નથી.

ઇ-મેઇલ અને ઇન્ટરનેટ માટે તમારી નીતિ હોય તેની ખાતરી કરો:

  • વ્યક્તિએ બીજા લોકોને નુકસાન થાય તે રીતે કમ્પ્યૂટરનો વપરાશ ન કરવો જોઇએ.
  • વ્યક્તિએ બીજા વ્યક્તિનાં કમ્પ્યૂટર કામમાં દખલગીરી ન કરવી જોઇએ.
  • વ્યક્તિએ બીજાની કમ્પ્યૂટર ફાઇલમાં જાસૂસી કરવી જોઇએ નહી.
  • વ્યક્તિએ ચોરી માટે કમ્પ્યૂટરનો ઉપયોગ કરવો જોઇએ નહી.
  • વ્યક્તિએ ખોટા પુરાવા તૈયાર કરવા માટે કમ્પ્યૂટરનો ઉપયોગ કરવો જોઇએ નહી.
  • વ્યક્તિએ જેનાં માટે ચૂકવણું ન કર્યુ હોય તેવા માલિકી ધરાવતા સોફ્ટવેરની નકલ કે વપરાશ કરવો જોઇએ નહી.
  • સત્તાવાર કે ચૂકવણાં વગર વ્યક્તિએ અન્યનાં કમ્પ્યૂટર સ્રોતોનો ઉપયોગ કરવો જોઇએ નહી.
  • વ્યક્તિએ અન્ય વ્યક્તિનાં ઇન્ટેલેક્ચ્યુઅલ(બૌદ્ધિક) આઉટપુટનો ઉપયોગ કરવો જોઇએ નહી.
  • વ્યક્તિએ બીજા દ્વારા તૈયાર કરાયેલ સિસ્ટમ કે લખાયેલ પ્રોગ્રામની સામાજિક અસરો વિશે વિચારવું જોઇએ.
  • વ્યક્તિએ કમ્પ્યૂટરનો એવી રીતે વપરાશ કરવો જોઇએ કે જેથી તે અન્ય મનુષ્યોનાં સ્વમાનની ખાતરી થાય.

કમ્પ્યૂટર વપરાશકર્તા માટે નૈતિક સિદ્ધાંતો

કમ્પ્યૂટર વાપરતી વખતે વ્યક્તિએ ધ્યાનમાં રાખવાનાં કેટલાક નિયમો નીચે આપેલાં છેઃ:

  • કમ્પ્યૂટરનો વપરાશ એવી રીતે ન કરવો કે જેથી બીજાને નુકસાન થાય.
  • બીજી વ્યક્તિની માહિતી ચોરવા માટે કમ્પ્યૂટરનો ઉપયોગ ન કરવો.
  • ફાઇલની માલિકી હોય તેની પરવાનગી વગર ફાઇલનો ઉપયોગ કરવો નહી.
  • લેખકની પરવાનગી વગર કોપીરાઇટ સોફ્ટવેરની નકલ કરવી નહી.
  • કોપીરાઇટનાં કાયદાઓ અને નીતિઓનું હંમેશા માન રાખો.
  • અન્યોની ગોપનીયતાને માન આપો, એવીજ રીતે જેમ તમે પોતાની માહિતી માટે અન્યો પાસે અપેક્ષા રાખો.
  • પરવાનગી વગર અન્ય વ્યક્તિઓનાં કમ્પ્યૂટર સ્રોતોનો વપરાશ ન કરો.
  • ઇન્ટરનેટનો નૈતિક રીતે ઉપયોગ કરો.
  • ગેરકાયદેસર કમ્યુનિકેશન અને પ્રવૃત્તિઓ વિશે જાણ થાય તો ઇન્ટરનેટ સેવા આપનાર અને કાયદાકીય સત્તાઓને જાણ કરો.
  • વપરાશકર્તા પોતાના યુઝર આઇડી અને પાસવર્ડની સલામતી માટે જવાબદાર છે. તેમણે તેની માહિતી કાગળ પર કે ગમે ત્યાં લખવી ન જોઇએ.
  • વપરાશકર્તાઓએ અન્યોની માહિતી જાણવા હેતુપૂર્વક કોઇ કમ્પ્યૂટરનો વપરાશ કરવો જોઇએ નહી, જેમાં પાસવર્ડની માહિતી, ફાઇલ વગેરેનો સમાવેશ થાય છે.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/2/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate