ઓનલાઇન ગેઇમ્સ વિશે
ઓનલાઇન ગેઇમ એ કમ્પ્યુટર નેટવર્ક પર ઇન્ટરનેટ મારફત રમાતી ગેઇમ છે. ઓનલાઇન ગેઇમ્સનો વિસ્તાર સામાન્ય ટેક્સ્ટ બેઇઝ્ડથી લઇને ગ્રાફિકલ બેઇઝ્ડ ગેઇમ્સ સુધીનો હોય છે. એકસાથે ઘણાં ખેલાડીઓ એક જ રમત રમી શકે છે. ઓનલાઇન ગેઇમ્સનો મુખ્ય ફાયદો એ છે કે ભલે એક જ ખેલાડી ઓનલાઇન હોય તો પણ તેનામાં બહુવિધ ગેઇમ્સ સાથે જોડાવાની ક્ષમતા છે. ટેકનોલોજી પર આધારિત આ રમતો હવે વધુ જટિલ બની રહી છે. ફ્લેશ ગેઇમ્સ અને જાવા ગેઇમ્સ જેવી ટેકનોલલૉજી સંબંધિ ગેઇમ્સ વધુ પ્રચલિત છે.
મફતમાં મળતી ઓનલાઇન ગેઇમ્સ અને કમર્શિઅલ ગેઇમ્સ પણ છે. મોટાભાગની પ્રચલિત ગેઇમ્સ સાથે એન્ડ યુઝર લાયસન્સ રહેલું હોય છે અને તે ગેઇમ્સના સર્જનકર્તા દ્વારા તેની એક્સેસ મર્યાદિત હોય છે અને તેના કરારના ભંગનો વિસ્તાર ચેતવણીથી લઇને કરારનો અંત આણવા સુધી હોય છે.
ઓનલાઇન જુગાર પણ અત્યારે ખૂબ પ્રચલિત છે. લોકો કેસિનો જેવી રમતો, લોટરી રમે છે, અને રમતગમતમાં શરતો લગાવે છે. કોઇપણ જુગારની જેમજ આમાં પણ લત લાગી જવાનું અને ગેઇમમાં લગાવેલા નાણા ગુમાવવાનું જોખમ રહેલું છે
અઢળક એવી મલ્ટી-પ્લેયર ગેઇમ્સ પણ છે જેમકે, રીઅલ ટાઇમ સ્ટ્રેટેજી ગેઇમેસ, રોલ પ્લેઇંગ ગેઇમ્સ, ફર્સ્ટ પરસન શૂટર ગેઇમ્સ અને બીજી ઘણી બધી, કારણ કે નવી ટેકનોલૉજી અને વધુ સ્પીડ વાળા ઇન્ટરનેટ જોડાણોએ ઓનલાઇન ગેઇમીંગને ખૂબ મદદ કરી છે. કારણકે એક તરફ ગેઇમ્સ રમનારાઓ આજની અત્યાધુનિક એવી રમતોમાં ખૂબ મોટા પ્રમાણમાં સમય અને પૈસા રોકે છે, ત્યારે બીજી તરફ બીજા લોકો ટીખળ કે ગેરકાયદે નફો મેળવવાની તક શોધતા હોય છે. જે વ્યક્તિ ઓનલાઇન ગેઇમ્સ રમતી હોય તેણે તેનાં ટેકનોલૉજીકલ અને સામાજિક જોખમો સમજવા જોઇએ. તેમાં નીચેના જોખમોનો સમાવેશ થાય છે:
- અજાણી વ્યક્તિઓ જેઓ કદાચ તમારી અંગત કે નાણાકીય માહિતી છતી કરવામાટે તમને ફસાવી શકે, તેમની સાથે સામાજિક વ્યવહારમાં રહેલું જોખમ
- સુરક્ષામાં રહેલા ગાબડાંનો ફાયદો ઉઠાવનારા કમ્પ્યુટરના ઘૂસણખોરો તરફથી રહેલું જોખમ
- ઓનલાઇન તેમજ વાસ્તવિક વિશ્વના લૂંટફાટ કરનારા તરફથી રહેલું જોખમ
- વાઇરસ, ટ્રોજન હોર્સ, કમ્પ્યુટરના વૉર્મસ અને સ્પાય વેર વગેરે તરફથી જોખમ
ઓનલાઇન ગેઇમ રમવાના જોખમ
આજના ઓનલાઇન ગેઇમીંગના વાતાવરણમાં અસંખ્ય પસંદગી રહેલી છે. માસિવ (સામુહિક) મલ્ટી પ્લેયર ઓનલાઇન રોલ પ્લેઇંગ ગેઇમ્સ રમત રમવાની અતિ પ્રચલિત શૈલી તરીકે ઉભરી રહી છે. મોટાભાગની ગેઇમ્સ ખેલાડીને તે ગેઇમના પાત્ર તરીકે તેમની ઓનલાઇન ઓળખ પ્રસ્થાપિત કરવાની અનુમતિ આપે છે, આવા ખેલાડીઓ આભાસી સાહસોમાં ભાગ લે છે, જે ક્યારેક વાસ્તવિક વિશ્વ સાથે સંઘર્ષ કરે છે. ઉદાહરણ તરીકે, ખેલાડીઓ બજારમાં વાસ્તવિક વિશ્વના નાણા માટે Flipkart, Amazon વગેરે જેવી આભાસી ગેઇમ વેચે છે. કેટલીક ગેઇમ્સમાં યુઝર દ્વારા સર્જેલું આભાસી વિશ્વ હોય છે, જ્યાં લોકો પોતાના ઓનલાઇન વિશ્વમાં અંગત મિલકત વસાવવા કે ખરીદવા માટે વાસ્તવિક નાણાનો ઉપયોગ કરતા હોય છે. આ બાબતે એક નવા પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ જેને “virtual crime” કહેવામાં આવે છે, તેનું સર્જન કર્યું છે
સામાન્ય રીતે, ઓનલાઇન ગેઇમીંગમાં સામાજિક જોખમો અને ટેકનોલૉજીકલ જોખમો બંને હોઇ શકે છે. આ રીતે, ઘણાંખરા ઓનલાઇન ગેઇમીંગના જોખમો કમ્પ્યુટર યુઝરે પહેલા સામનો કરેલો હોય તેવા જોખમો જેવાં જ છે, પરંતુ તેમને કદાચ એ ભાન ન થયું હોય કે તે ગેઇમ્સ તેઓની અંગતતા કે કમ્પ્યુટર સુરક્ષાના સમાધાન માટે બીજી તક લે છે.
તમે જ્યારે સૉફ્ટવેર, ગેઇમ્સ, પુસ્તકો વગેરે ડાઉનલોડ કરો ત્યારે કૉપી-રાઇટની સમસ્યા વિશે કાળજી રાખો.
ટેકનોલોજીના જોખમો
|
સામાજિક જોખમો
|
મલિશિઅસ સૉફ્ટવેર • મેસેજ તરીકે કે ઇન્સટન્ટ મેસેજિંગ પ્રોગ્રામ દ્વારા વાઇરસ શેર કરેલા ઇ-મેઇલ આઇ.ડી. થકી અટેચમેન્ટ તરીકે આવી શકે છે • તમે જે ગેઇમ ફાઇલ ડાઉનલૉડ કરો છો કે સૉફ્ટવેર ઇન્સટૉલ કરો છો તેમાં કદાચ મલિશિઅસ પ્રોગ્રામ પણ છૂપાયેલા હોઇ શકે છે. • દુષ્ટ ઇરાદા વાળી (મલિશિઅસ) વ્યક્તિઓ ઓનલાઇન ગેઇમ્સ સાથે સંકળાયેલ સોશિઅલ નેટવર્કનો પણ કદાચ ફાયદો લઇ શકે. આવા નેટવર્ક ચેટ, ઇ-મેઇલ કે પછી વોઇસ કમ્યુનિકેશન પર આધારિત હોય છે.
ગેઇમ્સના અસુરક્ષિત કે અલ્પસુરક્ષિત સર્વર્સ • ગેઇમ્સ રમનારાને લગતી બાબતો: જો ગેઇમ સર્વરનું સૉફ્ટવેર અલ્પસુરક્ષિત હોય તો તેની સાથે જોડાતાં કમ્પ્યુટર પણ અલ્પસુરક્ષિત હોઇ શકે છે. • કમ્પ્યુટરની ખામીઓનો દુરુપયોગ કરીને, મલિશિઅસ યુઝર તમારા કમ્પ્યુટરનું કદાચ દૂરથી સંચાલન કરી શકે અને અન્ય કમ્પ્યુટર પર હુમલો કરવા માટે પણ તેનો ઉપયોગ કરી શકે કે પછી ટ્રોજન હોર્સ, એડ વેર કે સ્પાય વેર કે તમારા કમ્પ્યુટર પરની અંગત માહિતીને એક્સેસ કરી શકે છે.
અસુરક્ષિત ગેઇમ કોડિંગ • કેટલાંક ગેઇમ પ્રોટોકોલ- મશીનો વચ્ચે ગેઇમની માહિતીનો સંપર્ક કરવાની પધ્ધતિ – અન્ય પ્રોટોકોલની જેટલા સુરક્ષિત રીતે લદાયેલા હોતા નથી. ગેઇમ કોડ અન્ય વધુ પ્રચલિત વ્યવસાયિક સૉફ્ટવેર જેટલા ઝીણવટથી ચકાસેલા હોતા નથી.
|
સોશિયલ એન્જીનીયરીંગ દુષ્ટ ઇરાદા વાળી વ્યક્તિઓ કદાચ તમને તમારા કમ્પ્યુટર પર કોઇ સૉફ્ટવેર ઇન્સટૉલ કરવા ફસાવવાનો પ્રયત્ન કરે. તેઓ આવા સૉફ્ટવેરનો ઉપયોગ તમારા કમ્પ્યુટરને અંકુશમાં લેવા, તમારી ઓનલાઇન પ્રવૃત્તિઓ પર નજર રાખવા કે અન્ય કમ્પ્યુટર પર હુમલો કરવા માટે કરી શકે છે. ઉદાહરણ તરીકે, તેઓ કદાચ તમને બોગસ પેચિસ કે ગેઇમ ડાઉનલોડ પિરસતી બનાવટી વેબ સાઇટ પર દોરી જાય, જે હકિકતમાં, મલિશિઅસ સૉફ્ટવેર હોય છે
આઇડેન્ટીટી થેફ્ટ (ઓળખની ચોરી) જો કોઇ દુષ્ટ ઇરાદા વાળી વ્યક્તિ તમે ગેઇમ્સ કે બીજા કોઇ સ્ત્રોતમાં બનાવેલી તમારી પ્રોફાઇલમાંથી તમારા વિશેની માહિતી મેળવી શકે, તો તેઓ તેનો ઉપયોગ તમારા નામે બીજા અકાઉન્ટ બનાવવા, તેને ફરીથી વેચવા કે પછી તમારા નાણાકીય અકાઉન્ટને એક્સેસ કરવા માટે કરી શકે છે.
સાયબર પ્રોસ્ટીટ્યુશન (વેશ્યાવૃત્તિ) “The Sims Online” નામની ગેઇમમાં “Evangeline” નામે ઓળખાતી ગેઇમનો ઉપયોગ કરીને 17 વર્ષના એક બાળકે એક MMO “વેશ્યાગૃહ” ને વિકસાવ્યું. 4 ગ્રાહકોએ તે જ ક્ષણે સાયબર સેક્સ માટે સિમ-મની (“Simoleans”) (પૈસા) ચૂકવી દીધા.
વર્ચ્યુઅલ મગિંગ “વર્ચ્યુઅલ મગિંગ” શબ્દ ત્યારે બન્યો જ્યારે Lineage II ના કેટલાક ખેલાડીઓએ, જે વેબ પર ચાલે તેવી સૉફ્ટવેર એપ્લીકેશન, જેને bots કહેવાય છે, તેનો ઉપયોગ બીજા ખેલાડીના પાત્રોને હરાવવા એને તેઓની વસ્તુઓ લઇ લેવા માટે કર્યો.
વર્ચ્યુઅલ સ્વેટશૉપ કેટલીક ઓનલાઇન ગેઇમ્સની વર્ચ્યુઅલ ઇકોનોમી અને વાસ્તવિક નાણાના બદલે આભાસી વસ્તુઓ કે નાણાની લેવડ-દેવડે બીજ રોપ્યું છે, જેમાં ત્રીજા વિશ્વના દેશના મજૂરોનું નવી ઓનલાઇન અર્થવ્યવસ્થામાંથી નફો મેળવવાના નવા રસ્તાઓ શોધતા લોકો દ્વારા આર્થિક રીતે શોષણ કરવામાં આવે છે
|
ગેઇમ્સને ડાઉનલૉડ કરતા સમયે આટલું નોંધી લો
- ઓનલાઇન ગેઇમના રેટીંગનો અભ્યાસ કરો. તેઓ તમને વારંવાર જણાવશે કે તે તમારી ઉંમર માટે યોગ્ય છે કે કેમ.
- તમે જે સાઇટનો ઉપયોગ કરતા હોવ તેની શરતો વાંચો અને તેમાં બાળકો માટે વિશિષ્ટ સુરક્ષાના ફિચર્સ છે કે કેમ તે ચકાસો.
- આ ખૂબ જરૂરી છે અને ખાતરી કરી લો કે ગેઇમ વેચનાર પ્રતિષ્ઠિત છે અને વિશ્વસનીય વેબ સાઇટ પરથી જ ગેઇમ ડાઉનલોડ કરો.
- કેટલીક વાર ફ્રી ડાઉનલોડ ગેઇમ્સમાં મલિશિઅસ સૉફ્ટવેર છૂપાયેલા હોય છે. આમાં ગેઇમ્સને રન કરવા જરૂરી એવા પ્લગ-ઇન્સ, ગેઇમને ખોલવા માટે એડમિનિસ્ટ્રેટીવ મોડ(જે સલાહભર્યું નથી) વગેરેનો સમાવેશ થાય છે. આવું કરીને તમે તમારી જાતને જોખમો સામે છતી કરી દો છો જેથી કરીને હુમલાખોર તમારા કમ્પ્યુટરનો સંપૂર્ણ અંકુશ મેળવી શકે છે. એડમિનિસ્ટ્રેટીવ મોડ કરતા યુઝર મોડમાં રમવું હંમેશા સુરક્ષિત છે.
- ઓનલાઇન ગેઇમ રમો ત્યારે જે-તે ગેઇમની સાઇટ પર જ રમવી સર્વશ્રેષ્ઠ છે. આનાથી જોખમ ઘટી શકે છે અને મલિશિઅસ વેબ સાઇટથી છૂટકારો મળે છે.
ઓનલાઇન ગેઇમ્સ માટેના માર્ગદર્શક સૂચનો
- ઓનલાઇન ગેઇમ્સમાં સાઇન-ઇન માટે ફેમિલી ઇ-મેઇલ બનાવો. સ્ક્રીન શોટ : ઓનલાઇન ગેઇમ્સ રમતા સમયે જો કંઇ ખરાબ બને તો કી-બોર્ડ પર રહેલ "print screen" બટનનો ઉપયોગ કરીને તમારા સ્ક્રીન પર પ્રદર્શિત વસ્તુનો સ્ક્રીન શોટ લઇ લો અને લાગતી-વળગતી વેબ સાઇટને જાણ કરો અને સ્ક્રીન શોટનો પુરાવા તરીકે ઉપયોગ કરો.
- એન્ટી વાઇરસ અને એન્ટી સ્પાયવેર પ્રોગ્રામનો ઉપયોગ કરો.
- ઇ-મેઇલ મેસેજ કે ઇન્સટન્ટ મેસેજ સાથે એટેચ થયેલ ફાઇલને ખોલતાં સાવચેતી રાખો.
- તમે ડાઉનલોડ કરેલી ફાઇલ અને નવા સૉફ્ટવેરની પ્રમાણભૂતતા અને સુરક્ષા ચકાસો.
- તમારા વેબ બ્રાઉઝરને સુરક્ષિત રીતે ગોઠવો (કન્ફિગર કરો).
- તમારી ઉંમરના કોઇ માટે યોગ્ય ભાષા અને ગેઇમ કંટેન્ટનો સમાવેશ કરવા તમારી યુઝર પ્રોફાઇલને સેટ કરો.
- બાળકો માટે સમય મર્યાદા સેટ કરો.
- અજાણી વેબ સાઇટ પરથી કદી સોફ્ટવેર કે ગેઇમ્સ ડાઉનલોડ ન કરો.
- વેબ સાઇટમાં રહેલ લિંક, ઇમેજ અને પોપ-અપને ક્લિક કરતા પહેલા ચેતો, કારણ કે વાઇરસ હોઇ શકે છે અને તે કમ્પ્યુટરને હાનિ પહોંચાડી શકે છે.
- ગેઇમ્સ ડાઉનલોડ કરતા સમયે ઇન્ટરનેટ પર તમારી અંગત માહિતી કદી ન આપો.
- કેટલીક ફ્રી ગેઇમ્સમાં વાઇરસ હોઇ શકે છે, તેથી સાવચેતી રાખો અને તેમને ડાઉનલોડ કરતા સમયે તેમનો સંદર્ભ ચકાસો.
- હંમેશા સશક્ત પાસવર્ડ બનાવો અને ઉપયોગ કરો.
- તમારા એપ્લીકેશન સૉફ્ટવેરને પેચ કરો અને અપડેટ કરો
સંદર્ભો
http://www.media-awareness.ca/english/teachers/wa_teachers/safe_passage_teachers/risks_gambling.cfm
http://www.mediafamily.org/facts/facts_gameaddiction.shtml
https://www.us-cert.gov