જ્યારે ડિજિટલ સંસાધનો દરેક જગ્યાએ અને દરેકને સરળતાથી ઉપલબ્ધ હોય ત્યારે તે ખરેખર સાર્વત્રિક કક્ષાએ પ્રાપ્ય હોય છે. ઓપન સંસાધનોને વ્યાપક રીતે અને સસ્તા દરે ઉપલબ્ધ અને વ્યાપક રીતે ઉપયોગી અને અનુકૂલિત હોવાનો લાભ મળે છે. માલિકી સિસ્ટમો માંના વિકસિત સંસાધનોની સરખામણીમાં આ લાઇન સાથે બનાવવામાં અથવા અમલ કરવામાં આવેલ ડિજિટલ સંસાધનો બધે ઍક્સેસ કરી શકાય છે. માલિક વિભાગો અને એજન્સીઓ પર તેમની ડિજિટલ સંસાધનોના ઉચ્ચ ગુણવત્તાની ખાતરી કરવાની જવાબદારી હોય છે જેથી ઍક્સેસ અને અનુકૂલન સમસ્યાજનક ન થાય.
સાર્વત્રિક મેળવી શકતા ડિજીટલ સ્ત્રોતો: સરકારી દસ્તાવેજો લોકોને કોઈપણ સમયે ,કોઈપણ સ્થળે ઉપલબ્ધ કરાવે છે! |
વર્તમાન પરિસ્થિતિ:
બદલાયેલ પરિસ્થિતિ:
|
રાષ્ટ્રીય ડેટા શેરિંગ અને સુલભતા નીતિ (એનડીએસએપી)ને સક્રિય રીતે ઓપન ફોર્મેટમાં તેમના ડેટાસેટ્સ રિલીઝ કરવા માટે સરકારી સંસ્થાઓની જરૂર પડે છે. ભારતમાં એનડીએસએપીનું અમલીકરણ એનઆઈસી, ડૈટીની એક એજન્સી દ્વારા, ભારત માટેના ઓપન સરકાર પ્લેટફોર્મ દ્વારા કરવામાં આવે છે.
ડિજિટલ સંસાધનો જે રીતે વપરાશકર્તાઓના ઉપકરણો પર રેન્ડર કરવામાં આવે છે તેટલાં જ ઉપયોગી હોય છે, જે મોબાઇલ ફોન, ટેબ્લેટ્સ, કમ્પ્યુટર્સ, અથવા અન્ય ઉપકરણો હોઈ શકે છે. આ ઉપકરણો, ડિજિટલ સંસાધનો ઉપલબ્ધ હોય તેવી સાઇટ્સ ઍક્સેસ કરવામાં બધા સક્ષમ હોવા સાથે, વિવિધ આધાર ધોરણો પર આધારિત હોઈ શકે અને સામગ્રીની રજૂઆત અને લેઆઉટની અલગ શૈલીઓને સમર્થિત કરે અથવા ન પણ કરે. આવા કિસ્સાઓમાં, બધા ઉપકરણો પર સામગ્રી યોગ્ય રીતે પ્રસ્તુત ન પણ હોઇ શકે. જરૂરી સ્ટાઇલ શીટ્સ અને અન્ય સર્વર બાજુ ઉકેલોના સરકારી ડેટા અને એપ્લિકેશન માટે ડૈટી-સૂચિત ધોરણોની સમાનરૂપતા માલિક વિભાગો અને એજન્સીઓને તેમના ડિજિટલ સંસાધનોની સાર્વત્રિક ઉપલ્બધતાનું આ પાસું હાંસલ કરવામાં મદદ કરી શકે છે.
ડિજિટલ ઈન્ડિયા પ્રોગ્રામ અંતર્ગત, વિશેષ જરૂરિયાત વાળા લોકો, જેમકે, જોવાની કે સાંભળવાની સમસ્યા (આંશિક અથવા સંપૂર્ણ), શીખવાની અને મનની અસમર્થતા, શારીરિક વિકલાંગતા કે જે ફોન, ટેબલેટ અને કમ્પ્યૂર જેવા ઉપકરણો પર સર્વવ્યાપી એક્સેસની કામગીરી અવરોધતા હોય તેમને ડિજીટલ સ્ત્રોતો ઉપલબ્ધ કરાવવા સરકાર કટીબદ્ધ છે.
સ્ત્રોત ડિજિટલ ભારત
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/10/2019