એપ્લિકેશનનના ડિઝાઇનિંગ અને હોસ્ટિંગ વખતે ક્લાઉડ ટેક્નોલોજીસ દ્વારા ઓફર કરવામાં આવેલી સુગમતા, ચંચળતા, ખર્ચ અસરકારકતા અને પારદર્શકતા ધ્યાનમાં લેવી જોઈએ. ક્લાઉડ કોમ્પ્યુટિંગના લાભોનો ઉપયોગ અને સુમેળ કરવા માટે, ભારત સરકારે એક મહત્વાકાંક્ષી પહેલ – “જીઆઈ કલાઉડ” ની યોજના કરી છે જેનું નામ ‘મેઘરાજ’ છે. આ પહેલ સરકારના આઈસીટી ખર્ચને અનુકૂલિત બનાવવા સાથે દેશમાં ઇ-સેવાઓનું વિતરણ ગતિશીલ બનાવવા પર ફોકસ કરે છે.
ક્લાઉડ પ્લેટફોર્મ સત્યનો એક સ્ત્રોત પુરો પાડી તમામ સંભવિત સંલગ્નતાઓ માટે ઑનલાઇન રિપોઝીટરીઓ હોસ્ટ કરી શકે છે. આમાં જાહેર વિતરણ વ્યવસ્થા, બીપીએલ સંલગ્નતાઓ, સામાજિક ક્ષેત્રના લાભો, એલપીજી અને અન્ય સબસિડીઓ વગેરે જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. આ પ્લેટફોર્મ અનેક સરકારી યોજનાઓ હેઠળ સ્વચાલિત નોંધણી, જાળવણી અને નાગરિક સંલગ્નતાઓનું વિતરણ સક્ષમ કરી શકે છે. આનાથી ગમે ત્યાં, ગમે ત્યારે ધોરણે આ સંલગ્નતાઓ માટે વિતરણ પૂરું પાડવામાં આવશે. નવા સ્થાને રહેવા જતો નાગરિક તેની/તેણીની સંલગ્નતાઓ નહીં ગુમાવે અને લાભો મેળવવાનું ચાલુ રાખવા માટે તેને નોંધણી કરવા માટેની લાંબી પ્રક્રિયા માંથી જવાની અથવા નવેસરથી દસ્તાવેજો રજૂ કરવાની જરૂર નહીં પડે. સમગ્ર દેશમાં નાગરિક સંલગ્નતાઓના સાતત્યની ખાતરી પ્રત્યેનો પોર્ટેબીલીટી મુદ્દો સંબોધવા માટે ક્લાઉડ પ્લેટફોર્મના ઉચ્ચાલનની યોજના કરવામાં આવી છે.
યુનિવર્સલ એકાઉન્ટ નંબર (યુએએન) દ્વારા પ્રોવિડન્ટ ફંડ પોર્ટેબીલીટી લોન્ચ કરવા સાથે ઓક્ટોબર 2014માં એક મુખ્ય સીમાચિન્હ પ્રાપ્ત કરવામાં આવ્યું હતું. કર્મચારીઓને હવે તેમના સ્થળો બદલતી વખતે તેમના પ્રોવિડન્ટ ફંડ ખાતાના ભંડોળોના ટ્રાન્સફર વિશે ચિંતા કરવાની જરૂર નથી.
સ્ત્રોત: ડિજિટલ ભારત
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/20/2020