ઈ-ગવર્નન્સ એપ્લિકેશન્સમાં જીઆઈએસ ટેકનોલોજીના યોગ્ય ઉપયોગ દ્વારા વિવિધ સરકારી સેવાઓ વધુ બહેતર રીતે આપી શકાય છે. સર્વે ઓફ ઈન્ડિયા, નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર(એનઆઈસી), એનઆરએસએ અને ભુમિ વિજ્ઞાન મંત્રાલય(એમઓઈએસ) જેવા સંખ્યાબંધ સંગઠનો પાસે ઉપલબ્ધ જીઓ-સ્પેટિઅલ ડેટાને એકીકૃત કરવા માટે નેશનલ જીઓસ્પેટિઅલ ઈન્ફોર્મેશન સિસ્ટમ(એનજીઆઈએસ)નો અમલ કરવામાં આવી રહ્યો છે, જેથી ઈ-ગવર્નન્સ એપ્લિકેશન્સ માટે જીઆઈએસ પ્લેટફોર્મ તૈયાર કરી શકાય.
આ જીઆઈએસ પ્લેટફોર્મ વિવિધ મિશન મોડ પ્રોજેક્ટ્સ અને અન્ય ઈ-ગવર્નન્સ પહેલના લાભો માટે એક સેવા તરીકે આગળ ધપાવવામાં આવશે. પ્રોજેક્ટ્સની ભૌતિક પ્રગતિ પર દેખરેખ, આપત્તિ વ્યવસ્થાપન અને જાહેર સુરક્ષા એજન્સીઓની વિશેષ જરૂરિયાતો માટે એનજીઆઈએસને પણ આગળ વધારાય તેવી શક્યતા છે.
સ્ત્રોત: ડિજિટલ ભારત
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 12/28/2019