આદર્શ ઓળખ એ હોય છે જે અનન્ય, અસામાન્યતઃ પર્યાપ્ત, ડુપ્લિકેટ અને નકલી રેકોર્ડ નામંજૂર કરવા માટે પૂરતી, એક સસ્તી રીતે સહેલાઇથી અને ડિજિટલી સપ્રમાણિત, અને આજીવન હોય.
ભારત સરકાર વતીથી ભારત યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી (યુઆઈડીએઆઈ) દ્વારા જારી કરવામાં આવેલ આધાર, એક 12-અંકિય વ્યક્તિગત ઓળખ નંબર આ જરૂરિયાતો પૂરી કરે છે. તે આવશ્યકપણે તેના/તેણીના સમગ્ર જીવનકાળને આવરી લેવા માટે નિવાસીને સોંપાયેલ એક કાગળવિહિન ઑનલાઇન ગમે ત્યારે ગમે ત્યાંની ઓળખ છે. ઓળખની ચકાસણી, યુઆઈડીએઆઈના સેન્ટ્રલ આઇડેન્ટિટી રિપોઝીટરી સાથે કનેક્ટ થતા અને યુઆઈડીએઆઈ સાથે ઉપલબ્ધ વસ્તી વિષયક અને બાયોમેટ્રિક ડેટા પર આધારિત "તે/ તેણી હોવાનો દાવો કરતી શું આ જ વ્યક્તિ છે?" મૂળભૂત ક્વેરી માટે 'હા' કે 'ના'માં પ્રત્યુત્તર પરત કરતાં પ્રમાણીકરણ ઉપકરણોના ઉપયોગથી ઑનલાઇન કરવામાં આવે છે. આધારનો ઉપયોગ નિવાસીની ઓળખ સ્થાપિત કરવાની અને/અથવા એપ્લિકેશન દ્વારા ઑફર કરવામાં આવતી સેવાઓ/લાભો/ઉમેદવારીઓ માટે નિવાસીઓને સુરક્ષિત ઍક્સેસ પૂરો પાડવાની જરૂર હોય એવા એપ્લિકેશનો કરી શકે છે.
વ્યક્તિઓની ઓળખના ઇલેક્ટ્રોનિક પ્રમાણીકરણ માટે સાધનો તરીકે મોબાઇલ ફોનનો ઉપયોગ કેવી રીતે કરવો તે વિશેના વિવિધ પાસાંઓને વિચારોત્તેજક બનાવવા માટે ડૈટી એ ઓક્ટોબર 2014માં વિવિધ હિસ્સેદારો સાથે એક પરામર્શ વર્કશોપ હાથ ધર્યું હતું. વર્કશોપ અને વધુ વાટાઘાટોનું મુખ્ય પરિણામ એ હતું કે "ડિજિટલ ઓળખ"એ એક વ્યક્તિની ઓળખ સ્થાપિત કરતી વખતે સક્ષમ ગતિશીલતા સૂચિત કરવી જોઈએ. ડિજિટલ ઓળખના એક સાધન તરીકે મોબાઇલના વપરાશ માટે, ત્રણ સંભવિત મોબાઇલ ઓળખ ઉકેલો ઉભરી આવ્યા: (1) આધાર સાથે લિંક કરેલ મોબાઇલ નંબર; (2) ડિજિટલ હસ્તાક્ષરો ધરાવતા મોબાઇલ; અને (3) અવાજ બાયોમેટ્રિક્સ વાળા મોબાઇલ (કા તો સ્ટેન્ડઅલોન, અથવા મોબાઇલ નંબર સાથે લિંક કરેલા). મોબાઇલ-લિંક્ડ જન્મથી મૃત્યુ સુધી ડિજિટલ ઓળખના લાભો માણવા માટે નાગરિકોને સક્ષમ કરવા માટે સૌથી કાર્યક્ષમ અને અસરકારક ઉકેલના અમલીકરણ માટે કામ ચાલી રહ્યું છે.
સ્ત્રોત: ડિજિટલ ભારત
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/23/2020