વર્તમાન સમયમાં એવી રીતે ઈ-ગવર્નન્સ એપ્લિકેશન્સ ડિઝાઈન કરવા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે કે જેથી, સંબંધિત માહિતી, સેવાઓ અને ફરિયાદ-નિવારણ પ્રણાલી ત્વરીત ઓનલાઈન ઉપલબ્ધ થઈ શકે અને ડેસ્કટોપ કમ્પ્યૂટર્સ, લેપટોપ, ટેબલેટ્સ, મોબાઈલ વગેરે ઉપકરણો પર તેને મેળવી શકાય.
પંચાયત સ્તરે ઉચ્ચ સ્પીડની બ્રોડબેન્ડ કનેક્ટિવિટી ખાતરીપૂર્વક ઉપલબ્ધ કરાવવા, નેશનલ ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક(એનઓએફએન) પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન્સ(ડીઓટી) દ્વારા અમલમાં મુકાઈ રહ્યો છે. દેશભરમાં તમામ પંચાયતોમાં ગીગાબાઈટ ફાઈબરનો ઉપયોગ કરીને કનેક્ટિવિટીનો પ્રશ્ન ઉકેલવાનો તેનો મૂળ હેતુ છે.
મોબાઇલ આધારિત સેવાઓ અને મોબાઇલ એપ્લિકેશન્સ પૂરી પાડવા માટે કેન્દ્રીય, રાજ્ય અને સ્થાનિક સ્તરે તમામ સરકારી વિભાગો અને એજન્સીઓ માટે એક સામાન્ય રાષ્ટ્રીય પ્લેટફોર્મ પૂરું પાડતું ડૈટીનું મોબાઇલ સેવા પ્રોજેક્ટ અત્યંત સફળ પ્રોજેક્ટ છે. સમગ્ર દેશમાં લગભગ 1900 સરકારી વિભાગો અને એજન્સીઓ મોબાઇલ સક્ષમ સેવાઓ માટે મોબાઇલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યાં છે. આ પહેલે 2014 યુનાઇટેડ નેશન્સ પબ્લિક સર્વિસ એવોર્ડ જીત્યો છે. મોબાઇલ સેવા "માહિતી યુગમાં સમગ્ર સરકાર અભિગમોને પ્રોત્સાહન આપવું" શ્રેણી હેઠળ યુનાઇટેડ નેશન્સ પબ્લિક સર્વિસ એવોર્ડ (2014)ની વિજેતા છે. તે 2014માં ભારતનો એકમાત્ર વિજેતા છે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/18/2020