অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પંચાયત શાખા

પ્રસ્તાવના

જીલ્‍લા કક્ષાએ પંચાયત શાખાએ ખૂબ જ મહત્‍વની શાખા ગણાય છે. જીલ્‍લા પંચાયત હસ્‍તકની તમામ કામગીરીઓ પંચાયત શાખાના સંકલનથી થાય છે. ટુંકમાં કહીએ તો પંચાયત શાખા સમગ્ર જીલ્‍લાના વહીવટ ઉપર પકકડ ધરાવે છે. આ ઉપરાંત જીલ્‍લા હસ્‍તકના તમામ તાલુકાઓના વહીવટ ઉપર પણ નજર રાખે છે. આ ઉપરાંત તાલુકા પંચાયતના પ્રમુખો, ઉપ પ્રમુખો, સભ્‍યો, સરપંચો વિગેરેની વહીવટી કામગીરી આ શાખા મારફતે થાય છે. સ્‍ટેમ્‍પ ડયુટી, પંચાયત ઘર, દબાણ, તાલીમ, ગામ પંચાયતનું વિભાજન, મહેસુલી ગ્રાંટ, સિંચાઇ, નિધિ જેવી ઘણીબી કામગીરીઓ આ શાખા હસ્‍તક હોય છે. તદઉપરાંત જે કામગીરી અન્‍ય કોઇ શાખાને ફાળવવામાં આવી ન હોય તેવી કામગીરી પણ આ શાખા સંભાળે છે. આમ સમગ્ર તંત્રને પંચાયત શાખા કાર્યરત રાખે છે.

શાખાની કામગીરી

  • ગામ પંચાયતનું વિભાજન તથા સંયોજન
  • ગામ પંચાયતની મિલ્‍કત વહેંચણી
  • ગામ પંચાયતોને સુ૫રસીડ કરવા બાબત
  • ગામ સભાની કામગીરી
  • તાલુકા પંચાયતના પ્રમુખનું રાજીનામું મંજુર કરવા બાબત
  • ગ્રામ પંચાયતના પ્રમુખનું રાજીનામું મંજુર કરવા બાબત
  • તાલુકા/જીલ્‍લા પંચાયત ના સભ્‍યની ખાલી ૫ડેલ જગ્‍યાની કામગીરી
  • તાલુકા પંચાયત પ્રમુખનું રાજીનામું મંજુર કરવા બાબત
  • જીલ્‍લા/તાલુકા પંચાયત ચુંટણીની કામગીરી
  • જીલ્‍લા સમકારી નિધ‍િ બાબત.
  • જીલ્‍લા ગ્રામ ઉતેજન નિધ‍િ બાબત.
  • ચાર ખર્ચના દર નકકી કરવા બાબત.
  • ગામ પંચાયત દફતર તપાસણી બાબત.
  • તીર્થગામની કામગીરી
  • ૫દાધ‍િકારીની તાલીમની કામગીરી
  • ૫દાધ‍િકારીની તાલીમની કામગીરી
  • શ્રેષ્‍ઠ ગામ પંચાયતની કામગીરી
  • ગુ.પં. અધ‍િનિયમ લમસમ ટેક્ષની કામગીરી
  • ઓકટ્રોય વળતર ગ્રાંટની ફાળવણી
  • વ્‍યવસાય વેરા ગ્રાંટની ફાળવણી
  • ગુજરાત રાજય વ્‍યવસાય, વ્‍યાપાર, ધંધા અને રોજગાર વેરા (સુધારા) વિધેયક-૨૦૦૮ હેઠળ ગ્રામ પંચાયત વિસ્‍તારમાં આવેલ વ્‍યવસાય, વ્‍યાપાર, ધંધા અને રોજગાર કરતી સંસ્‍થાઓ, વ્‍યકિતઓ પાસેથી વ્‍યવસાય વેરાની વસુલાતની કામગીરી.
  • જીલ્‍લા પંચાયતની સામાન્‍ય સભા, કારોબારી સમિતિની સભાની કાર્યસુચિ અને કાર્યવાહી નોંધની કામગીરી.
  • તાલુકા પંચાયતની સામાન્‍ય સભા, કારોબારી સમિતિની સભાની કાર્યવાહી નોંધ અવલોકન કરવાની કામગીરી.
  • લોક અરજીઓની તપાસની કામગીરી.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/24/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate