વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

આંકડા શાખા

આંકડા શાખા વિશેની માહિતી

પંચાયતી રાજની સ્થાપના ગુજરાત રાજયમાં થઇ ત્યારથી જિલ્લા પંચાયતની વિવિધ પંચાયત સેવા પ્રવૃતિઓની કામગીરી તે ની વિવિધ શાખાઓ દ્વારા હાથ ધરવામાં આવે છે. આવી પ્રવૃતિઓનો ખ્યાલ - જાણકારી લોકોમાં લાવી પંચાયતી રાજના સોપા ન સમા જિલ્લા પંચાયતની સમગ્ર કામગીરીનું એકત્રીકરણ કરીને લોકોમાં જાગૃતિ લાવવાની મહત્વની કામગીરી આંકડાશાખા દ્વા રા કરવામાં આવે છે.

તાલુકા કક્ષાએ આંકડાકીય કામગીરી તાલુકાના આંકડા મદદનીશ દ્વારા કરવામાં આવે છે. જયારે ગ્રામ્ય કક્ષાએ આ કામગીરી ગામ ના તલાટી - કમ - મંત્રી મારફતે કરવામાં આવે છે. તાલુકા કક્ષાએ આંકડા મદદનીશ કામગીરીથી સતત વાકેફ રહે તથા આંકડાકીય કામગીરીની ગુણવત્તામાં ઉત્તરોત્તર સુધારો લાવી શકાય તેમજ માહિતી એકત્રીકરણ, સંકલન, પૃથ્થકરણ ચકાસણી વિગેરેમાં ઝડ પ લાવી શકાય તે માટે બિન તાલીમ પામેલા આંકડા મદદનીશને રાજયના અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર નિયામકશ્રીની કચેરી દ્વારા તાલીમ આપવામાં આવે છે.

શાખાની કામગીરી

જીલ્લા આંકડા અધિકારી આ શાખાના વડા છે.

  • જીલ્લાને લગતી તમામ આંકડાકીય માહિતી એકત્ર કરવાની કામગીરી.
  • જીલ્લા આયોજન મંડળની કામગીરીમા મદદ કરે છે.
  • જીલ્લાના આયોજનના કાર્યોનુ મોનીટરીંગ
  • ૨૦ મુદા અમલીકરણ ની સમીક્ષા

સ્ત્રોત : અરવલ્લી ગુજરાત સરકાર

3.0
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top