ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ વિસ્તૃત કર છે, જે ભારતભરમાં માલ અને સેવાઓના પુરવઠા પર લાગુ કરાય છે. જીએસટી (ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ) સ્થળ આધારિત ઉપભોગ કર છે અને વેચાણ, ઉત્પાદન કે સેવાની જોગવાઈની વર્તમાન કરપાત્ર ઘટનાઓ સામે પુરવઠો એ કરપાત્ર ઘટના છે. જીએસટી કાયદાના મુસદ્દાનું મોડેલ જૂન 2016માં સૌપ્રથમ જાહેર કરાયું હતું, જે પછી સુધારિત મુસદ્દાનો કાયદો 26મી નવેમ્બર, 2016ના રોજ જાહેર કરાયો હતો. વેપારો, ઉદ્યોગ/ ધંધાનાં સંગઠનો, વ્યાવસાયિકનાં સંગઠનો અને સમ ઔદ્યોગિકો વહેલીનવા ફેરફારોને સમાવવા માટે આ પોસ્ટ 2 ડિસેમ્બર, 2016ના રોજ અપડેટ કરવામાં આવી છે. તારીખે યોગ્ય ઈનપુટ્સ પૂરા પાડે અને જીએસટી કાયદો લેણદેણ આસાન બનાવવા માટે બધી મૂંઝવણોને પહોંચી વળવાની ખાતરી રાખે તેનું ધ્યાન રાખવાનો સમય પાકી ગયો છે.
ભારતમાં અપ્રત્યક્ષ કર પ્રણાલીમાં છેલ્લા 5થી 6 દાયકામાં ઘણાં બધા પરિવર્તન આવ્યાં છે. 1986માં મોડવેટ યોજના રજૂ કરવામાં આવી હતી, જે પછી એકસાઈઝ અને સર્વિસ ટેક્સ વચ્ચે ક્રેડિટની ફંજિબિલિટી (2004, વેટની રજૂઆતે (2005થી) વર્ષોનાં વહાણાં વીતવા સાથે કર વહીવટમાં પારદર્શકતા વધારી છે, કરદાતાઓની ઝંઝટ ઓછી કરી છે અને માઠી અસરોને દૂર કરીને આખરે ગ્રાહકોને પણ અપાવ્યો છે. જોકે ભારતનું માળખું એવું છે કે કેન્દ્ર અને રાજ્ય એમ બંને દ્વારા કર લાગુ કરાય છે. આ બંનેમાં ધિરાણના ઉપયોગની સુવિધાના અભાવે પ્રણાલીમાં હજુ પણ આંશિક માઠી અસર છોડી છે. ઉપરાંત ઘણી બધી એજન્સીઓ સંકળાયેલી હોવાથી અભિમુખતાનો બોજ પણ વધ્યો છે. જીએસટી અચૂક રીતે એક કર મારફત ભારતભરમાં એકસમાનતા પ્રેરિત કરીને આ મૂંઝવણોને દૂર કરશે અને કર ધિરાણનો પ્રવાહ સરળ બનવાની ખાતરી રાખશે. સંકલ્પનાની રીતે જીએસટી વેટ જેવું જ છે, એટલે કે, કર પુરવઠા શૃંખલામાં દરેક તબક્કે મૂલ્ય ઉમેરા પર જ લાગુ થશે.
જીએસટી (ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ)ની અમુક મુખ્ય વિશિષ્ટતાઓ નીચે મુજબ છેઃ
નોંધણીઃ જીએસટીની નોંધણીની મર્યાદા ઈશાન ભારત + સિક્કિમ, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ માટે રૂ. 10 લાખ છે અને ભારતના અન્યત્ર રૂ. 20 લાખ છે. જીએસટી હેઠળ આશરે 70-80 લાખ વેપારો નોંધણી થવાની શક્યતા છે. રૂ. 50 લાખથી ઓછું ટર્નઓવર સાથેના નાના ડીલરો પાસે કમ્પોઝિશન સ્કીમ અપનાવવાનો અને ટર્નઓવર પર એકસમાન 1થી 4 ટકાનો કર ચૂકવવાનો વિકલ્પ રહેશે.
દરેક વીતતા દિવસ સાથે આપણે જીએસટી શાસનની એક પગલું નજીક જઈ રહ્યા છીએ. જીએસટી બિલ રાષ્ટ્રપતિ દ્વારા મંજૂર થયું છે અને જીએસટી કાઉન્સિલ નિયમો રચવાની પ્રક્રિયામાં છે. વેપારોએ આ નવી કર પ્રણાલી માટે તૈયારીઓ શરૂ કરી છે, જીએસટી રજિસ્ટ્રેશન પ્રાપ્ત કરવીએ જીએસટી ટ્રાન્ઝિશન પ્રક્રિયાનુંપ્રથમ પગલું છે.
પ્રદેશ |
એકત્રિત ટર્નઓવર |
નોર્થ ઈસ્ટ ઈન્ડિયા + સિક્કિમ, અને જમ્મુ- કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ |
રૂ. 10 લાખ |
ભારતના બાકીના પ્રદેશોમાં |
રૂ. 20 લાખ |
આ પરથી એ ખાતરી રહેશે કે ડીલર જે દિવસે રૂ. 20 લાખનું ટર્નઓવર પાર કરતાનીસાથે રજિસ્ટર્ડ થઇ જશે તેણે જીએસટી લાગુ કરવાનું શરૂ કરવું પડશે અને ઈનપુટ ટેક્સ ક્રેડિટનો સેટઓફફકરવા માટે હકદાર બનશે. હાલના બધા મોજૂદ રજિસ્ટર્ડ ડીલરોએ કોઈ પણ કાયદા હેઠળ (વેટ, એક્સાઈઝ, સર્વિસ ટેક્સ) જીએસટીમાં રજિસ્ટર કરાવવું જરૂરી છે.
મહત્ત્વપૂર્ણ નોંધઃ અહીં કોઈ પણ વેપાર પેઢીના ભારતભરના એકત્રિત ટર્નઓવર (કરપાત્ર, મુક્તિ અને નિકાસ પુરવઠાના મૂલ્ય સહિત) ધ્યાનમાં લેવાયું છે અને રાજ્યવાર નહીં..
દાખલો: હવે જોઈએ વેપારની લાયેબિલિટી જીએસટી હેઠળ કઇરીતે નોંધણી થશે..
સુપર કાર્સ લિ. કર્ણાટકમાં કાર ઉત્પાદન કરતી કંપની છે. તે કર્ણાટક અને દિલ્હીમાં સર્વિસ યુનિટ્સ પણ ધરાવે છે. વધારાની વિગતો નીચે કોષ્ટકમાં આપી છેઃ
બિઝનેસયુનિટ |
સ્થળ |
પેન નંબર |
ટર્નઓવર (રૂ) |
સુપર કાર્સ લિ |
કર્ણાટક |
AEHCS3476M |
125 લાખ |
સુપર કાર્સ સર્વિસ લિ. |
કર્ણાટક |
AEHCS3476M |
20 લાખ |
સુપર કાર્સ સર્વિસ લિ. |
દિલ્હી |
AEHCS3476M |
10 લાખ |
દાખલા અનુસાર,
નિમ્નલિખિત પુરવઠાકારોની શ્રેણીઓ ગમે તેટલું ટર્નઓવર હોય તો પણ ફરજિયાત નોંધણી કરવાની રહેશેઃ
વર્તમાન સેન્ટ્રલ અને સ્ટેટ ટેક્સ હેઠળ નોંધણીકૃત ડીલરો માટે નોંધણી ફોર્મ્સ
જીએસટીમાં રજિસ્ટ્રેશનમાટે લાયેબિલિટી
પ્રદેશ |
એકત્રિત ટર્નઓવર |
નોર્થ ઈસ્ટ ઈન્ડિયા + સિક્કિમ, અને જમ્મુ- કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ |
રૂ. 10 લાખ |
દેશના અન્ય ભાગ |
રૂ. 20 લાખ |
જો તમે નિયમિત ડીલર હો અથવા કમ્પોઝિટ કરદાતા (composite tax payer) હોય તો તમારે જીએસટીરજિસ્ટ્રેશન માટે નિમ્નલિખિત કરવાનુ રહેશેઃ
ફોર્મ નં. |
ફોર્મનો પ્રકાર |
ફોર્મ GST REG-07 |
ટેક્સ ડિડકટર (Tax Deductor) અથવા ટેક્સ કલેકટર એટ સોર્સ (Tax collector at source) તરીકે રજિસ્ટ્રેશન માટે અરજી. |
ફોર્મ GST REG-08 |
ટેક્સ ડિડકટર (Tax Deductor)કે ટેક્સ કલેકટર એટ સોર્સ (Tax collector at source)માટે અરજી રદનો આદેશ |
ફોર્મ GST REG-09 |
યુએન સંસ્થાઓ/ રાજદૂતાલયો (UN Agencies/ Embassies)ને યુનિક આઈડી (unique ID) ફાળવવા અરજી |
ફોર્મ GST REG-10 |
નોન રેસિડેન્ટ ટેક્સેબલ પર્સન (Non Resident taxable person) માટે રજિસ્ટ્રેશનની અરજી |
જીએસટી રજિસ્ટ્રેશનમાં સુધારો, રદ કે રિવોક કઈ રીતે કરી શકાશે
ચાલો હવે સમજી લઈએ કઈ રીતે:
સ્વેચ્છાથી રજિસ્ટ્રેશન કરાવનાર કરપાત્ર વ્યક્તિને 1 વર્ષ પૂર્ણ કર્યા પછી જ રદ કરવાની અરજી કરી શકે. અધિકારી કરપાત્ર વ્યક્તિને કોઈ પણ બાકી કર કે દંડ ભર્યા પછી રદ કરવાની તારીખ નક્કી કરે છે.
ભારતનો ઢાંચો ધ્યાનમાં ડ્યુઅલ જીએસટી નમૂના રૂપે પસંદ કરવામાં આવ્યું છે, જેમાં કર માલ અને સેવાઓના પુરવઠા પર કેન્દ્ર અને રાજ્યો દ્વારા સંયુક્ત રીતે લાગુ કરાશે.
ડ્યુઅલ જીએસટીનાં ઘટકો નીચે મુજબ છે:
રાજ્યાંતર્ગત લેણદેણ પર સીજીએસટી + એસજીએસટી લાગુ થશે અને આંતરરાજ્ય લેણદેણ પર આઈજીએસટી લાગુ થશે.
નીચે મુજબ 3 પ્રકારના દર રહેવાની શક્યતા છેઃ
કીમતી ધાતુઓ માટે ઓછો દર રહેવાની અને જીવનજરૂરી માલો માટે શૂન્ય દર રહેવાની શક્યતા છે.
જીએસટી હેઠળ અંતર્ગત કરાયેલા કર છેઃ
જીએસટીમાં અંતર્ગત |
જીએસટી માં પેટાસરવાળો નથી |
સેન્ટ્રલ એકસાઈઝ |
મૂળભૂત કસ્ટમ્સ ડ્યુટી |
સેવા કર |
માનવી ઉપભોગ માટે શરાબ |
વેટ / સેલ્સ ટેક્સ |
પેટ્રોલ / ડીઝલ / એવિયેશન ફ્યુઅલ / નૈસર્ગિક વાયુ* |
મનોરંજન વેરો |
સ્ટેમ્પ ડ્યુટી અને પ્રોપર્ટી ટેક્સ |
લક્ઝરી ટેક્સ |
ટોલ ટેક્સ |
લોટરી પર કર |
ઈલેક્ટ્રિસિટી ડ્યુટી |
ઓક્ટ્રોય અને એન્ટ્રી ટેક્સ |
|
ખરીદી કર |
ટેક્સ લાયેબિલિટી સેટઓફફ કરવા માટે ઈનપુટ ટેક્સ ક્રેડિટ લેવાની રીત નીચે મુજબ છેઃ
ઈનપુટ ટેક્સ ક્રેડિટ> |
નિમ્નલિખિતની લાયેબિલિટી સામે સેટ-ઓફફ |
સીજીએસટી |
સીજીએસટી અને આઈજીએસટી (તે ક્રમમાં) |
એસજીએસટી |
એસજીએસટી અને આઈજીએસટી (તે ક્રમમાં) |
આઈજીએસટી |
આઈજીએસટી, સીજીએસટી, એસજીએસટી (તે ક્રમમાં) |
કૃપયા ધ્યાનમાં રાખો કે સીજીએસટી અને એસજીએસટી એકબીજા સામે સેટઓફફ નહીં કરી શકાય
જીએસટી શાસનમાં ટેક્સ લાયેબિલિટી સામે ઈનપુટ ટેક્સ ક્રેડિટ સેટઓફફ કઈ રીતે કરવું
જીએસટી બે પ્રકારની સંકલ્પનાની પ્રણાલી છે. રાજ્યનીદરેક લેવડદેવડપર સેન્ટ્રલ જીએસટી (સી.જી.એસ.ટી.) અને સ્ટેટ જીએસટી (એસ.જી.એસ.ટી.)નું કમ્પોનન્ટ હશે. તેમજ રાજ્યની બહાર દરેક લેવડદેવડ પર ઈન્ટીગ્રેટેડ જીએસટી (આઈ.જી.એસ.ટી) હશે. આથી વ્યવસાયની લેવડદેવડ માટે કાયદાઅનુસાર ક્રમમાં દરેક કમ્પોનન્ટ્સ સામે ઈનપુટ ક્રેડિટ કઈ રીતે સેટઓફફ કરવું તે જાણી લેવું ખૂબજ અગત્ય બની જાય છે..
ક્રેડિટ જે ક્રમમાં સેટઓફફ કરવું જોઈએ તે નીચેના ટેબલમાં સમજાવવામાં આવ્યું છેઃ
ઈનપુટ ટેક્સ ક્રેડિટ |
લાયેબિલિટી સામે સેટઓફફ |
સીજીએસટી (સેન્ટ્રલ જીએસટી) |
સીજીએસટી અને આઈજીએસટી (તે ક્રમમાં) |
એસજીએસટી (સ્ટેટ જીએસટી) |
એસજીએસટી અને આઈજીએસટી (તે ક્રમમાં) |
આઈજીએસટી (ઈન્ટીગ્રેટેડ જીએસટી) |
આઈજીએસટી, સીજીએસટી, એસજીએસટી (તે ક્રમમાં) |
ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નેટવર્ક અથવા જીએસટીએન નફો નહીં કરતી કલમ 25/ કલમ 8 કંપની છે, જે જીએસટીની બધી ઈ- નોંધણીની આવશ્યકતાઓને પહોંચી વળવા માટે આઈટી પીઠબળ (બેકએન્ડ અને ફ્રન્ટએન્ડ) અને પોર્ટલ રજૂ કરવા જાહેર- ખાનગી ભાગીદારી (ખાનગી કંપનીઓ, કેન્દ્ર અને રાજ્ય સરકાર હિસ્સાધારકો છે) હેઠળ રચવામાં આવી છે. આ નોડલ એજન્સી રહેશે, જે બધી પ્રક્રિયા, ફોર્મ્સ અને દેશમાં થતા બધા વેપારોનું નિયંત્રણ રાખશે.
આ કાઉન્સિલ રાષ્ટ્રપતિની મંજૂરી મળતાં જ 60 દિવસમાં રચાશે, જેમાં રાજ્યનું બેતૃતીયાંશ, કેન્દ્રનું એકતૃતીયાંશ પ્રતિનિધિત્વ હશે. જીએસટી કાઉન્સિલ કર દર, વિખવાદ નિવારણ, મુક્તિ વગેરે સહિત સંબંધિત બધા નિર્ણયો લેશે. જીએસટી કાઉન્સિલનાં સૂચનો (75 ટકા વોટ) કેન્દ્ર અને રાજ્યો પર પણ બંધનકારક રહેશે.
મોજૂદ ડીલરો આપોઆપ માઈગ્રેટ થશે અને તેમને નિમ્નલિખિત માળખા સાથે 15 આંકડાનો પેન આધારિત જીએસટીઆઈએન અપાશે.
રાજ્યનો કોડ |
પેન |
કંપનીનો કોડ |
કોરો |
આંકડા તપાસો |
||||||||||
1 |
2 |
3 |
4 |
5 |
6 |
7 |
8 |
9 |
10 |
11 |
12 |
13 |
14 |
15 |
કંપનીનો કોડ રાજ્યમાં ઘણી બધી વેપાર ક્ષિતિજો ધરાવતા કરદાતાઓ માટે લાગુ થશે.
જીએસટી (ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ) શાસન નિમ્નલિખિત ફેરફારો રજૂ કરે છેઃ
જીએસટી રિટર્ન્સ પર વધુ વિગતો માટે આ બ્લોગ પોસ્ટની વિઝિટ કરોઃ
એક કેન્દ્રાભિસરણ (convergence) એ જીએસટીની ચાવી છે. એકકેન્દ્રાભિસરણ રાજ્યો અને કેન્દ્રીય કરો વચ્ચે.
આજે શું થાય છે તે જરા વિચારો. સેન્ટ્રલ એકસાઈઝ, સર્વિસ ટેક્સ અને વેટ હેઠળ અભિમુખ ઉત્પાદકોને જે તે રાજ્ય દ્વારા નિર્ધારિત મુજબ રિટર્ન્સ ફાઈલ કરવાનું રહે છે. ઉત્પાદકોએ એકસાઈઝ, સર્વિસ ટેક્સ અને વેટ માટે માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અને વાર્ષિક સમયગાળા માટે રિટર્ન્સ, એનેક્સ્ચર્સ અને રજિસ્ટર્સ જાળવવાનાં હોય છે.
જોકે જીએસટી આવ્યા પછી તમે ટ્રેડર હોય, ઉત્પાદક, રિસેલર કે સર્વિસ પ્રોવાઈડર હોય, તમારે ફક્ત જીએસટી રિટર્ન્સ જ ભરવાનું રહેશે.
શું વાત કરો છો. આ તો બહુ સારી વાત છે. હવે જીએસટીમાં રિટર્ન્સનાં સ્વરૂપોના અલગ અલગ પ્રકારો સમજી લઈએ.
જીએસટી હેઠળ કરદાતાઓએ રિટર્ન્સ ફાઈલ કરવા માટે 19 ફોર્મ્સ હોય છે. આ બધાં ફોર્મ્સ ઈ-ફાઈલ (e-filing) કરવાનું આવશ્યક છે. દરેક ફોર્મની વિગતો એપ્લિકેબિલિટી (applicability) અને સમયગાળાની વિગતો સાથે નીચે આપવામાં આવી છે.
ફોર્મનો પ્રકાર |
સાતત્યતા |
આખર તારીખ |
નોંધાવવાની વિગતો |
ફોર્મ GSTR-1 |
માસિક |
આવતા મહિનાની 10મી |
કરપાત્ર માલો અને /અથવા સર્વિસ આઉટવર્ડ |
ફોર્મ GSTR-2A |
માસિક |
આવતા મહિનાની 11મી |
સપ્લાયરે નોંધાવેલા ફોર્મ જીએસટીઆર-1માપ્રાપ્તિકર્તાને |
ફોર્મ GSTR-2 |
માસિક |
આવતા મહિનાની 15મી |
ઈનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો કરવા માટે કરપાત્ર માલો અને/અથવા |
ફોર્મ GSTR-1A |
માસિક |
આવતા મહિનાની 17મી |
ફોર્મ જીએસટીઆર-2માં પ્રાપ્તિકર્તા દ્વારા ઉમેરો, સુધારો કે છેક્યા |
ફોર્મ GSTR-3 |
માસિક |
આવતા મહિનાની 20મી |
કરની રકમની ચુકવણી સાથે આઉટવર્ડ અને ઈન્વર્ડ સપ્લાયની |
ફોર્મ GST MIS-1 |
માસિક |
— |
ઈનપુટ ટેક્સ ક્રેડિટ ક્લેઈમ સ્વીકાર, ખામી કે ડુપ્લિકેશનની |
ફોર્મ GSTR-3A |
— |
— |
કલમ 27 અને કલમ 31 હેઠળ રિટર્ન નોંધાવવામાં નિષ્ફળ |
ફોર્મ GSTR-9 |
વાર્ષિક |
આગામી નાણાકીય વર્ષની 31મી ડિસેં. |
વાર્ષિક રિટર્ન- ઉપલબ્ધ આઈટીસી અને ચૂકવેલી જીએસટીની વિગતો નોંધો, જેમાં સ્થાનિક, આંતરરાજ્ય અને ઈમ્પોર્ટ /એક્સપોર્ટનો સમાવેશ થાય છે. |
રિટર્નનો પ્રકાર |
સાતત્યતા |
આખર તારીખ |
નોંધાવવાની વિગતો |
ફોર્મ GSTR-4A |
ત્રિમાસિક |
— |
સપ્લાયરે આપેલા ફોર્મ જીએસટીઆર-1ને આધારે કમ્પઝિશન સ્કીમ હેઠળ રજિસ્ટર્ડ પ્રાપ્તિકર્તાને ઉપલબ્ધ કરાયેલા ઈન્વર્ડ સપ્લાયની વિગતો. |
ફોર્મ GSTR-4 |
ત્રિમાસિક |
આવતા મહિનાની 18મી |
માલો અને સર્વિસીસના બધા આઉટવર્ડ સપ્લાય નોંધાવો. આમાં ફોર્મ જીએસટીઆર-4એની ઓટો- પોપ્યુલેટેડ વિગતો, ચૂકવવાપાત્ર |
ફોર્મ GSTR-9A |
વાર્ષિક |
આગામી ના.વર્ષની 31મી ડિસે. |
કર ચુકવણીની વિગતો સાથે નોંધાવેલી ત્રિમાસિક રિટર્ન્સની એકત્રિત વિગતો નોંધાવો |
રિટર્નનો પ્રકાર |
સાતત્યતા |
આખર તારીખ |
નોંધાવવાની વિગતો |
ફોર્મ GSTR-5 |
માસિક |
આવતા મહિનાની 20મી અથવા નોંધણી સમાપ્તિ પછી 7 દિવસમાં |
ઈમ્પોર્ટ આઉટવર્ડ સપ્લાય, ઉપલબ્ધ આઈટીસી, ચૂકવેલો કર |
રિટર્નનો પ્રકાર |
સાતત્યતા |
આખર તારીખ |
નોંધાવવાની વિગતો |
ફોર્મ GSTR-6A |
માસિક |
આવતા મહિનાની 11મી |
સપ્લાયરે નોંધાવેલા ફોર્મ જીએસટીઆર-1ને આધારે |
ફોર્મ GSTR-6 |
માસિક |
આવતા મહિનાની 13મી |
વિતરીત ઈનપુટ ક્રેડિટની વિગતો નોંધાવો. |
રિટર્નનો પ્રકાર |
સાતત્યતા |
આખર તારીખ |
નોંધાવવાની વિગતો |
ફોર્મ GSTR-7 |
માસિક |
આવતા મહિનાની 10મી |
કપાયેલા ટીડીએસની વિગતો નોંધાવો. |
ફોર્મ GSTR-7A |
માસિક |
ડાઉનલોડ માટે ટીડીએસ સર્ટિફિકેટ ઉપલબ્ધ કરવું. |
ટીડીએસ સર્ટિફિકેટ- ટીડીએસ શેની પર કપાયું તે મૂલ્ય અને યોગ્ય સરકારમાં કપાયેલા ટીડીએસ પર જમાની વિગતો આપે છે. |
રિટર્નનો પ્રકાર |
સાતત્યતા |
આખર તારીખ |
નોંધાવવાની વિગતો |
ફોર્મ GSTR-8 |
માસિક |
આવતા મહિનાની 10મી |
ઈ-કોમર્સ ઓપરેટરની સપ્લાય વિગતો |
રિટર્ન પ્રકાર |
સાતત્યતા |
આખર તારીખ |
નોંધાવવાની વિગતો |
ફોર્મ GSTR-9C |
વાર્ષિક |
વાર્ષિક, આગામી ના. વર્ષની 31મી ડિસેં. |
રિકોન્સિલિયેશન સ્ટેટમેન્ટ (Re-concilation statement) – |
નોંધણી સુપરત કે રદ કરાઈ હોય તેવી કરપાત્ર વ્યક્તિ માટે
રિટર્નનો પ્રકાર |
સાતત્યતા |
આખર તારીખ |
નોંધાવવાની વિગતો |
ફોર્મ GSTR-10 |
માસિક |
રજિસ્ટ્રેશન રદ થયાના 3 મહિનામાં |
ઈનપુટ્સ અને કેપિટલ માલો, ચૂકવેલો અને ચૂકવવાપાત્ર |
રિટર્નનો પ્રકાર |
સાતત્યતા |
આખર તારીખ |
નોંધાવવાની વિગતો |
ફોર્મ GSTR-11 |
માસિક |
આવતા મહિનાની 28મી |
યુઆઈએન ધરાવતી વ્યક્તિ દ્વારા નોંધાવવાના ઈન્વર્ડ |
દરેક રજીસ્ટર કરપાત્ર વ્યક્તિને જે-તે મહિનાની ૧૦મી તારીખે ફોર્મ GSTR-1(જીએસટી રિટર્ન-૧) માં માલ ના બાહ્ય સપ્લાય(outward supply) ની વિગતો આપવાની રહેશે. ૧૧મી તારીખે જીએસટી સિસ્ટમ(GST system) આપોઆપ(auto-populated) GSTR-2A(જીએસટી રિટર્ન-૨એ) ફોર્મ બનાવી માલની આંતરિક સપ્લાય(inward supply) ની વિગતો પ્રાપ્તકર્તા માટે ઉપલબ્ધ કરશે. તારીખ ૧૧ થી ૧૫ ની વચ્ચે ફોર્મ GSTR-2A(જીએસટી રિટર્ન-૨એ) માં કોઈપણ સુધારો (ઉમેરો, ફેરફારો અને બાદબાકી) કરીને ૧૫મી તારીખ સુધી ફોર્મ GSTR-2(જીએસટી રિટર્ન-૨) સબમિટ(submit) કરવું પડશે.ફોર્મ GSTR-2(જીએસટી રિટર્ન-૨) માં માલ લેનાર દ્વારા કરેલા સુધારા(ઉમેરો, ફેરફારો અને બાદબાકી) ફોર્મ GSTR-1A(જીએસટી રિટર્ન-૧એ) માં માલ આપનાર માટે ઉપલબ્ધ કરવામાં આવશે. માલ લેનાર દ્વારા કરવામાં આવેલ સુધારા માલ આપનાર એ સ્વીકાર અથવા અસ્વીકાર કરવાની રહેશે. આરીતે માલ આપનાર દ્વારા સ્વીકાર કરેલો સુધારો ફોર્મ GSTR-1(જીએસટી રિટર્ન-૧) માં રજુ કરવામાં આવશે.
૨૦મી તારીખે, આપોઆપ બનેલ રિટર્ન GSTR-3(જીએસટી રિટર્ન-3) ચુકવણી સાથે રજૂઆત માટે ઉપલબ્ધ રહેશે. માસિક રિટર્ન ફોર્મ GSTR-3(જીએસટી રિટર્ન-3) માટે નિર્ધારિત તારીખ પછી, માલ આપનાર દ્વારા રજુ કરેલ બાહ્ય પુરવઠો આવક પુરવઠા સાથે મેળ કરવામાં આવશે, અને પછી ઈનપુટ ટેક્સ ક્રેડિટ(input tax credit) ની અંતિમ સ્વીકૃતિ ફોર્મ GST MIS-1(જીએસટી ઈનપુટ ટેક્સ ક્રેડિટ-૧) માં રજુ કરવામાં આવશે.
ઉપરાંત, ઇનપુટ ટેક્સ ક્રેડિટ(input tax credit) માં વધારે અથવા નકલી દાવાઓ GST MIS-1(જીએસટી ઈનપુટ ટેક્સ ક્રેડિટ-૧) માં રજુ કરવામાં આવશે અને રજુવાત નો જવાબ સમયસર ના આપતા તે વ્યાજ સાથે આઉટપુટ કર (output tax) જવાબદારી તરીકે ઉમેરવામાં આવશે. પણ નિયત સમયની અંદર જવાબ મળશે તો માલ લેનાર આ આઉટપુટ કર જવાબદારી ઘટાડવા માટે પાત્ર રહેશે.
ચાલો એક ઉદાહરણ સાથે GST Return(જીએસટી રિટર્ન) ફાઈલ કરવાની પ્રક્રિયા સમજીએ.
રિફંડ પ્રક્રિયા સ્વયંચાલિત રહેશે અને જ્યાં પણ લાગુ હોય ત્યાં છાનબીન વિના અરજી કરાઈ હોય ત્યારે જોગવાઈની રીતે 90 ટકા રિફંડ મંજૂર કરાશે.
વેપારો માટે મુખ્ય પ્રભાવનાં ક્ષેત્રો આ રહેશે:
રાજ્યસભામાં 122મા બંધારણીય સુધારણા બિલ પસાર થવા સાથે આગામી તાત્કાલિક પગલાં નીચે મુજબ રહેશે:
આ કામ અઘરું લાગે છે, પરંતુ શક્ય બની શકે છે.
૧લી જુલાઈ જીએસટી એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ પર ચર્ચા છેલ્લા કેટલાય સમયથી ચાલી રહી છે અને માર્કેટ, ઇન્ડસ્ટ્રી કે અર્થતંત્રના જાણકારો એના અમલીકરણથી શું અસર રહેશે. પણ સ્વાભાવિક પ્રશ્ન એ જ ઊભો થાય કે આ જીએસટી છે શું અને કઈ રીતે એ દેશના અર્થતંત્ર માટે આટલું જરૂરી છે. આ જ સવાલનો જવાબ હાલ આપણે જાણવાની કોશિશ કરીશું. આ ખાસ કાર્યક્રમ જીએસટીની પાઠશાળામાં. અને આના પર વધુ ચર્ચા કરીશું કેપીએમજીના સીનિયર એડવાઇઝર અને ઇનડાયરેક્ટ ટેક્સ એક્સપર્ટ ભાવના દોશી સાથે.
જીએસટીના ફાયદા સમગ્ર દેશમાં સામાન અને સેવા પર એક જ ટેક્સ લાગુ થતાં સરળતા. ઘણા જીવનજરૂરિયાતના અગત્યના સામાન સસ્તા થશે. કારોબાર કરવાની સરળતા વધશે. ટેક્સ કલેક્શનમાં વધારો જોવા મળશે. જીડીપીમાં 2% સુધીનો ઉછાળો જોવા મળી શકે છે. ટેક્સ ચોરીમાં પણ ઘટાડો જોવા મળી શકે છે. કેન્દ્રીય જીએસટી કેન્દ્રીય અને ઇન્ટિગ્રેટેડ જીએસટી કેન્દ્ર સરકાર દ્વારા લગાવવામાં આવશે. રાજ્યના જીએસટી રાજ્ય સરકાર દ્વારા લગાવવામાં આવશે.
આ કામ અઘરું લાગે છે, પરંતુ શક્ય બની શકે છે.
1લી જુલાઈ જીએસટી એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ પર ચર્ચા છેલ્લા કેટલાય સમયથી ચાલી રહી છે અને માર્કેટ, ઇન્ડસ્ટ્રી કે અર્થતંત્રના જાણકારો એના અમલીકરણથી શું અસર રહેશે. પણ સ્વાભાવિક પ્રશ્ન એ જ ઊભો થાય કે આ જીએસટી છે શું અને કઈ રીતે એ દેશના અર્થતંત્ર માટે આટલું જરૂરી છે. આ જ સવાલનો જવાબ હાલ આપણે જાણવાની કોશિશ કરીશું. આ ખાસ કાર્યક્રમ જીએસટીની પાઠશાળામાં. અને આના પર વધુ ચર્ચા કરીશું કેપીએમજીના સીનિયર એડવાઇઝર અને ઇનડાયરેક્ટ ટેક્સ એક્સપર્ટ ભાવના દોશી સાથે.
જીએસટીના ફાયદા સમગ્ર દેશમાં સામાન અને સેવા પર એક જ ટેક્સ લાગુ થતાં સરળતા. ઘણા જીવનજરૂરિયાતના અગત્યના સામાન સસ્તા થશે. કારોબાર કરવાની સરળતા વધશે. ટેક્સ કલેક્શનમાં વધારો જોવા મળશે. જીડીપીમાં 2% સુધીનો ઉછાળો જોવા મળી શકે છે. ટેક્સ ચોરીમાં પણ ઘટાડો જોવા મળી શકે છે. કેન્દ્રીય જીએસટી કેન્દ્રીય અને ઇન્ટિગ્રેટેડ જીએસટી કેન્દ્ર સરકાર દ્વારા લગાવવામાં આવશે. રાજ્યના જીએસટી રાજ્ય સરકાર દ્વારા લગાવવામાં આવશે.
ઇ-કૉમર્સ માટે જીએસટી ઝટકો ઇ-કોમર્સ કંપનીઓ માટે જીએસટીનું અમલીકરણ મુશ્કેલી બની શકે છે. ઑનલાઇન શૉપિંગ થશે મોંઘી અને એમઆરપી પર ટેક્સ, ડિસ્કાઉન્ટ રેટ પર નહીં. ઇ-કૉમર્સ કંપનીઓ એક્સાઇઝ ભરે છે, વેટ નહીં. એક પર એક ફ્રી જેવી સ્કીમ બંધ થઈ શકે. ફ્રીમાં મળનારા સામાન પર પણ ટેક્સ લગાવવામાં આવશે.
જીએસટી લાગુ થતાં કુલ 18 પ્રકારના ટેક્સ ખત્મ થશે. અડધાથી વધુ રાજ્યોની વિધાનસભાથી મંજૂરી જરૂરી. જીએસટી માટે આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવું પડશે. જીએસટી માટે નવા અકાઉન્ટ અને ઓડિટ સિસ્ટમ જરૂરી.
સરકાર રાજ્યસભામાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, એટલે કે જીએસટી બીલ લાવશે. સરકાર કમિટીના સંશોધનોની સાથે બીલને પાસ કરાવાના પ્રયત્નો કરશે. ટેક્સ સુધાર અંગે ક્રાંતિકારી પગલું માનવામાં આવી રહ્યું છે. જીએસટી દેશના દરેક નાગરિકને પ્રભાવિત કરશે. જાણો જીએસટીથી જોડાયેલા દરેક સવાલનો જવાબ.
સવાલઃ શું છે જીએસટી?
જવાબઃ જીએસટીનું આખું નામ છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. આ એક અપ્રત્યક્ષ કર છે, એટલે એવો કર જે સીધે-સીધો ગ્રાહકો પાસેથી નથી વસૂલવામાં આવતો. પરંતુ જેની કિંમત અંતે ગ્રાહકોના ખીસ્સામાંથી જાય છે. એપ્રિલ 2016 એટલે આવતા નાણાકીય વર્ષથી જીએસટી લાગુ કરાશે. આઝાદી બાદ સૌથી મોટુ ટેક્સ સુધારનું પગલું કહેવાઇ રહ્યું છે. જીએસટી લાગુ થયા બાદ બીજા ઘણા પ્રકારના ટેક્સ સમાપ્ત થઇ જશે અને તેની જગ્યાએ માત્ર જીએસટી લાગશે.
સવાલઃ જીએસટી કયા કયા પ્રકારના ટેક્સ સમાપ્ત કરશે?
જવાબઃ જીએસટી લાગુ થયા બાદ સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યૂટી, એડીશનલ એક્સાઇઝ ડ્યૂટી, સર્વિસ ટેક્સ, એડીશનલ કસ્ટમ ડ્યૂટી (સીવીડી), સ્પેશ્યલ એડીશનલ ડ્યૂટી ઓફ કસ્ટમ (એસએડી), વેટ/સેલ્સ ટેક્સ, સેન્ટ્રલ સેલ્સ ટેક્સ, મનોરંજન ટેક્સ, ઓક્ટ્રોય એન્ડ એન્ટ્રી ટેક્સ, પરચેસ ટેક્સ, લક્ઝરી ટેક્સ સમાપ્ત થઇ જશે.
સવાલઃ તો શું જીએસટીમાં કોઇ ટેક્સ નહીં લાગે?
જવાબઃ જીએસટી લાગૂ થયા બાદ વસ્તુઓ અને સેવાઓ પર માત્ર ત્રણ ટેક્સ વસૂલવામાં આવશે, પહેલો સીજીએસટી એટલે કે સેન્ટ્રલ જીએસટી જે કેન્દ્ર વસૂલશે. બીજુ એસજીએસટી એટલે કે જીએસટી જે રાજ્ય સરકાર પોતાના ત્યાં થનાર કારોબાર પર વસૂલશે. કોઇ કારોબાર જો બે રાજ્યો વચ્ચે થશે તો તેના પર આઇજીએસટી એટલે કે ઇંટીગ્રેટેડ જીએસટી વસૂલવામાં આવશે. આને કેન્દ્ર સરકાર વસૂલ કરશે અને તેને બન્ને રાજ્યોમાં સમાન રીતે ભાગ કરવામાં આવશે.
સવાલઃ જીએસટીના શું ફાયદા હશે?
જવાબઃ આજે એક જ વસ્તુ અલગ અલગ રાજ્યમાં અલગ અલગ ભાવમાં વેચાય છે. આનુ કારણ છે કે, અલગ અલગ રાજ્યોમાં તેના પર લગાવેલી ટેક્સની સંખ્યા અને દર અલગ અલગ હોય છે. હવેથી આ નહીં બને. દરેક વસ્તું પર જ્યાં તેનું નિર્માણ થઇ રહ્યું હશે ત્યાંજ તેનો જીએસટી વસૂલ કરવામાં આવશે અને ત્યાર બાદ તેના માટે કોઇપણ ટેક્સ, વેચાણ પર અથવા અન્ય કોઇ ટેક્સ આપવો નહીં પડે. અને સમગ્ર દેશમાં એ વસ્તું એકજ ભાવમાં મળશે. ઘણા રાજ્યોમાં ટેક્સનો દર બહુ વધારે છે, તેવા રાજ્યોમાં તે વસ્તુઓ સસ્તી થશે.
સવાલઃ શું પેટ્રોલ અને શરાબમાં પણ લાગુ થશે આ આદેશ?
જવાબઃ પેટ્રોલ-ડીઝલના કિંમત આજે અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ છે. આજ હાલ શરાબનો છે. જીએસટી લાગૂ થયા બાદ પણ હાલ પૂરતું એવોજ હાલ કાયમ રહેશે. કારણ કે રાજ્યોની માંગ પર કેન્દ્ર સરકાર શરાબને જીએસટીથી બાહર રાખવા માટે રાજી થઇ ગઇ છે, જો કે, પેટ્રોલ પાદાર્થોમાં તેઓએ નિર્ણય લીધો છે કે આ રહેશે તો જીએસટીના અંદર, પરંતુ આના પર રાજ્ય પહેલા પ્રમાણે જ ટેક્સ વસૂલતા રહેશે. એટલે કે, પેટ્રોલ, ડીઝલ અને એલપીજી સિલિન્ડરની કિંમતોમાં રાજ્યોમાં જે અંતર જોવા મળે છે, એ મળતો રહેશે.
સવાલઃ જીએસટીના કારણે રાજ્યોના હાથેથી તમામ ટેક્સ જતા રહેતા, તેમની ભરપાઇ કોણ કરશે?
જવાબઃ જીએસટી લાગુ થવાથી કેન્દ્ર સરકાર, કારોબારી, દુકાનદાર અને ગ્રાહકો બધાને ફાયદો થશે. જો કે, રાજ્યોને આનાથી થોડું નુકસાન સહન કરવું પડી શકે છે પરંતુ તેઓનું જેટલું નુકસાન થશે તેની ભરપાઇ કેન્દ્ર સરકાર ત્રણ વર્ષ સુધી કરશે. ચોથા વર્ષ 75 ટકા અને પાંચમાં વર્ષમાં 50 ટકા નુકસાનની ભરપાઇ કેન્દ્ર સરકાર કરશે. કેન્દ્ર સરકાર રાજ્યોને ભરપાઇની ગેરન્ટી આપવા માટે તે અંગે કાયદામાં પણ વ્યવસ્થા કરવા માટે તૈયાર થઇ ગઇ છે.
સવાલઃ જીએસટીથી સરકારને શું ફાયદો થશે?
જવાબઃ જીએસટી લાગૂ થયા બાદ દેશનું જીડીપી ગ્રોથમાં આશરે 2 ટકા સુધીનો ઉછાલ આવાનો અનુમાન છે. આવું એટલે થશે કેમ કે ટેક્સની ચોરી રોકાશે કેમ કે હાલ ટેક્સ ઘણા માધ્યમો દ્વારા વસૂલવામાં આવે છે, આનાથી હેરાફેરીની, ગોટાળાની સંભાવના વધુ હોય છે. જીએસટીના લીધે ટેક્સ જમા કરવો જ્યારે સુવિધાપૂર્ણ અને આસાન હશે તો વધુમાં વધું કારોબારી ટેક્સ ભરવા માટે રૂચી દેખાડશે. આનાથી સરકારની આવક વધશે. વેપારીઓને પણ જ્યારે અલગ અલગ ટેક્સોના મગજમારીથી મુક્તિ મળશે તો તેઓ પણ તેમનો વ્યપાર સારી રીતે કરી શકશે. ટેક્સને લઇને વિવાદ પણ ઓછો થશે, અર્થતંત્રને ગતિ મળશે.
સવાલઃ કેવી રીતે વસૂલવામાં આવશે જીએસટી?
જવાબઃ જીએસટીની વસૂલી ઓનલાઇન થશે. વસ્તુના મેન્યુફેક્ચરિંગના વખતે જ એને વસૂલવામાં આવશે. કોઇપણ વસ્તુનો ટેક્સ જમાં થતાંજ જીએસટીના તમામ સેન્ટરોમાં આ બાબતે જાણકારી પહોંચાડવામાં આવશે. ત્યાર બાદ તે વસ્તુ પર સપ્લાયર્સ, દુકાનદાર અથવા ગ્રાહકને આગળ કોઇ ટેક્સ નહી આપવો પડે. જો માલ એક રાજ્યથી બીજા રાજ્યમાં જઇ રહ્યો છે, તો પણ તેના પર કોઇ ટેક્સ નહીં લાગે. એટલે કે બોર્ડર પર ટ્રકોની જે લાંબી લાઇન અત્યારે જોવા મળે છે, તે ગાયબ થઇ જશે.
સવાલઃ જીએસટીના દર કોણ નક્કી કરશે?
જવાબઃ જીએસટી સબંધિત નિર્ણય લેવા માટે બંધારણીય સંસ્થા જીએસટી કાઉંસિલની રચના કરવામાં આવશે. જીએસટી કાઉંસિલમાં કેન્દ્ર અને રાજ્ય બન્નેના પ્રતિનિધિ હશે. જેના પ્રમુખ કેન્દ્રીય નાણાપ્રધાન હશે, જ્યારે રાજ્યોના નાણાપ્રધાન સભ્યો હશે. જીએસટી કાઉંસિલ જીએસટીના દર, ટેક્સમાં છૂટ, ટેક્સ વિવાદ, ટેક્સ અવકાશ અને અન્ય વ્યવસ્થા પર ભલામણો કરશે.
સવાલઃ જીએસટી ફાયદાકારક છે તો અત્યાર સુધી કેમ અટકેલું છે?
જવાબઃ જીએસટીને લઇને રાજ્ય સરકાર નુકસાનની ભરપાઇને લઇને મક્કમ હતી અને તમામ પ્રયત્નો બાદ પણ આ અંગે કોઇ સર્વ માન્ય ફોર્મુલા નિકળી શકી ન હતી. હવે કેન્દ્ર સરકારે રાજ્યોને નુકસાન ભરપાઇ કરવાની જે ફોર્મુલી બતાવી છે તેમા રાજ્યો સહમતી દર્શાવી છે.
જીએસટીનુ પુરૂ નામ ગુડ્સ એંડ સર્વિસ ટેક્સ (GST) છે. આ કેન્દ્ર અને રાજ્યો દ્વારા લગાવેલ 20થી વધુ અપ્રત્યક્ષ કરોના બદલમાં લગાવવામાં આવી રહ્યો છે. જીએસટી 1 જુલાઈથી આખા દેશમાં લાગૂ કરવાનો છે. જીએસટી લાગ્યા પછી અનેક સેવાઓ અને વસ્તુઓ પર લાગનારો ટેક્સ સમાપ્ત થઈ જશે.
ગુડઝ એન્ડ સર્વિસ ટેકસ હેઠળ ફરજિયાત નોંધણી દાખલો મેળવવા માટે કુલ ટર્નઓવરની મર્યાદા રૂ.ર૦ લાખ રાખવામાં આવેલ છે. આ માટે તમામ રાજયમાં આવેલ ધંધાના સ્થળો માટેના માલ/ સેવા સહિતનું ટર્નઓવર ગણવાનું રહેશે.
પોતાના માટે, પોતે અથવા કુટુંબના સભ્યો મારફતે ખેતી કરનાર ખેડૂતોને રજીસ્ટ્રેશન માંથી મુકિત.
આંતરરાજય ખરીદીની વેરા શાખ મળવાપાત્ર થશે.
નાના વેપારીઓની સુવિધા માટે ઉચ્ચકવેરો ભરવાની જોગવાઇ કરવામાં આવેલ છે. ઉચ્ચકવેરો ભરવાના વિકલ્પ માટે ટર્નઓવરની મર્યાદા રૂા.૫૦ લાખ રાખવામાં આવેલ છે. જે જી.એસ.ટી. કાઉન્સીલની ભલામણ અનુસાર રૂા.૧ કરોડ સુધી વધારી શકાશે. ઉચ્ચકવેરાનો દર ટ્રેડર્સ માટે ૧ (એક) ટકો, ઉત્પાદકો માટે ર (બે) ટકા અને હોટેલ રેસ્ટોરન્ટ માટે પ (પાંચ) ટકા રહેશે. આવા ઉચ્ચકવેરાનો વિકલ્પ સ્વીકારનાર કરદાતા આંતરરાજય ખરીદી શકશે. ઉપરાંત જી.એસ.ટી. કાઉન્સીલ નકકી કરે તેવા ઉત્પાદકોને પણ ઉચ્ચકવેરાનો વિકલ્પ મળી શકશે.
વેપારીઓને વેરાના દર, નોંધણી દાખલો મેળવવાની જરુરીયાત તેમજ વેરા શાખ વગેરે અંગેના મૂંઝવતા પ્રશ્નોના સમાધાન અગાઉથી કરવા માટે કાયદામાં એડવાન્સ રૂલીંગની જોગવાઇ કરવામાં આવેલ છે.એડવાન્સ રૂલીંગની વિરુધ્ધમાં અપીલ કરવા માટે પણ એપેલેટ ઓથોરીટીની જોગવાઇ કરવામાં આવેલ છે.
દ્વિતીય અપીલ માટે જી.એસ.ટી. ટ્રીબ્યુનલની રચના કરવાની જોગવાઇ કરવામાં આવેલ છે.
નિકાસ અને SEZના વ્યવહારો ઝીરો રેટેડ રહેશે. નિકાસના કિસ્સામાં સાત દિવસમાં કામચલાઉ રીફંડ આ૫વામાં આવશે. અન્ય કિસ્સામાં પણ સમયબધ્ધ રીતે રીફંડ આ૫વામાં આવશે.
વેરાના દરમાં ઘટાડો થવાથી કે વેરા શાખમાં વધારો થવાથી તેનો લાભ ગ્રાહકો સુધી પહોંચે તે માટેના મોનીટરીંગ માટે એન્ટી પ્રોફીટીયરીંગની કલમ હેઠળ જોગવાઇ કરવામાં આવેલ છે.
વેરાની ચુકવણી ઇન્ટરનેટ બેંકીંગથી,અથવા ક્રેડીટકાર્ડ, ડેબીટકાર્ડ અથવા નેશનલ ઇલેકટ્રોનીક ફંડ ટ્રાન્સફર અથવા રીયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ મારફતે કરી શકાય તેવી જોગવાઇ કરવામાં આવેલ છે.
રજીસ્ટ્રેશન, રીટર્ન અને પેમેન્ટની સંપૂર્ણ કાર્યવાહી રાષ્ટ્રીયકક્ષાના કોમન પોર્ટલ એટલે કે જી.એસ.ટી. નેટવર્ક ઉપર થશે. વેપારીઓની સુવિધા માટે આ કોમન પોર્ટલ ઉપર ત્રણ રજીસ્ટરો ઇલેકટ્રોનીક સ્વરૂપે નિભાવવામાં આવશે. તેથી તે પોતાના ધંધાકીય વ્યવહારો અને વેરાકીય જવાબદારી તેમજ વેરા શાખની વિગતો સરળતાથી આપી શકે.
SGST, CGST અને IGST એમ ત્રણેય ટેક્સ માટે કોમન એપ્લીકેશન અને કોમન રજીસ્ટ્રેશન ફક્ત ત્રણ દિવસ માટે મળી શકશે.
કરદાતાએ હવે ફકત વેચાણ એટલે કે સપ્લાયની વિગતો સીસ્ટમ ઉપર અપલોડ કરવાની રહેશે. બાકીના પત્રકોના ભાગ સીસ્ટમ દ્વારા આપોઆપ તૈયાર કરવામાં આવશે.
કરદાતાની સુવિધા માટે જી.એસ.ટી.સુવિધા પ્રોવાઇડર તેમજ જી.એસ.ટી.રીટર્ન પ્રિપેરરની જોગવાઇ કરવામાં આવેલ છે. જેઓ કરદાતાને કાયદાનું પાલન કરવામાં અને ઇ-સર્વિસમાં મદદરૂપ થશે.
સરકાર ગ્રાહક કલ્યાણ ફંડ તરીકે ઓળખાતા એક ફંડની રચના કરશે અને આ ફંડમાં જમા થયેલ તમામ રકમ સરકાર દ્વારા ઠરાવવામાં આવે તે રીતે ગ્રાહકના કલ્યાણ માટે ઉપયોગ કરવામાં આવશે.
ક્રોસ એમ્પાવરમેન્ટની વ્યવસ્થા મુજબ રૂા. ૧.૫૦ કરોડથી ઓછું ટર્નઓવર ધરાવતા વેપારીઓ પૈકી ૯૦ ટકા વેપારીઓને લગતી તમામ વહીવટી કામગીરી માત્ર રાજય સરકારના સત્તાધિકારી હસ્તક રહેશે.
હાલ મૂલ્યવર્ધિત વેરા હેઠળ નોંધાયેલ વેપારીઓ આપોઆપ જી.એસ.ટી. હેઠળ નોંધાયેલ ગણાશે.
મૂલ્યવર્ધિત વેરા અધિનિયમ હેઠળ છેલ્લા દિવસે કલોઝીંગ સ્ટોકની વેરાશાખ જી.એસ.ટી. હેઠળ મળવાપાત્ર થશે.
ગુજરાત મૂલ્યવર્ધિત વેરા(સુધારા) વિધેયક ર૦૧૭ નાયબ મુખ્યપ્રધાન નિતીનભાઈ પટેલ દ્વારા વિધાનસભા સમક્ષ ચર્ચા અને મંજૂરી માટે રજુ કરવામાં આવ્યું હતું, અને સર્વાનુમતે પસાર થયું હતું. મૂલ્યવર્ધિત વેરાની જોગવાઈઓ પર એક નજર કરીએ.
જી.એસ.ટી. કર પ્રણાલિમાં જે ચીજવસ્તુઓનો સમાવેશ થતો નથી તેવી ચીજવસ્તુઓ માટે મૂલ્યવર્ધિત વેરા કાયદાનો અમલ ચાલુ રહેશે.
હાલમાં નીચેની ચીજવસ્તુઓ જી.એસ.ટી.માંથી બાકાત રાખવામાં આવેલ છે અને ફકત તેના ઉપર મૂલ્યવર્ધિત વેરાનો કાયદો લાગુ પડશે.
(૧) હાઇસ્પીડ ડીઝલ.
(ર) પેટ્રોલ
(૩) પેટ્રોલીયમ ક્રુઙ
(૪) એવીએશન ટર્બાઇન ફયુઅલ ( ડયુટી પેઇડ) અને એવીએશન ટર્બાઇન ફયુઅલ (બોન્ડેડ)
(૫) નેચરલ ગેસ.
(૬) માનવ વપરાશ માટેનો આલ્કોહોલિક લીકર
બંધારણમાં સુધારો થવાથી ખરીદી ઉપરનો ખરીદ વેરો નાબૂદ થાય છે.
તા.૧-૪-ર૦૦૮થી નાખવામાં આવેલ વધારાનો વેરો રદ થાય છે.
પેટ્રોલ અને ડીઝલ ઉપર ઓઇલ માર્કેટીંગ કંપની કે ઉત્પાદક કે આયાતકાર પાસેથી પુરા દરે વેરો વસુલી શકાશે. તેવી જોગવાઇ કરવામાં આવેલ છે.
સ્ત્રોત :
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 1/11/2020