অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ફાયનાન્સ અને બજેટ

યુઆઈડીએઆઈ ફાયનાન્સ ડિવિઝન

ફાયનાન્સ ડિવિઝનની (એફડી) અધ્યક્ષતા ડેપ્યૂટી ડાયરેક્ટર જનરલ (ફાયનાન્સ) સંભાળે છે, જેઓ યુઆઈડીએઆઈના નાણાકીય સલાહકાર છે. એફડી દ્વારા નાણાકીય જટિલતાઓને લગતા તમામ મુદ્દાઓ અંગે ડાયરેક્ટર જનરલ અને મિશન ડાયરેક્ટરને વ્યાવસાયિક સલાહ પૂરી પડાય છે.

બજેટની રચના, બજેટના પરિણામ, બજેટની કામગીરી, ખર્ચ અને રોકડ સંચાલન તેમજ નાણાકીય જટિલતાઓ ધરાવતી દરખાસ્તોની ચકાસણી માટે એફડી જવાબદાર રહે છે.

યુઆઈડીએઆઈ ફાયનાન્સ ડિવિઝનની ભૂમિકાઓ

નાણાકીય સલાહ/સંમતિ

  • નાણાકીય અસરોની યોગ્ય મૂલવણી થાય તે માટે નીતિ તેમજ કાર્યક્રમની સંરચના પ્રવૃત્તિઓ સાથે જોડાવું,;
  • કેબિનેટ/ઈએફસી/એસએફસીની દરખાસ્તો અને સુધારેલી પડતર અંદાજોની દરખાસ્તો પર સલાહ આપવી;
  • નાણાકીય સત્તાઓના પ્રતિનિધિત્વ પર સલાહ;
  • જરૂરિયાતની સ્વીકૃતિ (એઓએ) તથા સીએફએના ખર્ચ મુદ્દે સંમતિ (ઈએએસ) માટેની નાણાકીય દરખાસ્તોને સરકારી ખર્ચ/સંમતિને સમાવતી તમામ બાબતો અંગે નાણાકીય સલાહ આપવી;
  • નીતિ અને નિયમો, વહીવટી જરૂરિયાતો તેમજ ડ્યુ ડિલિજન્સના સંદર્ભમાં દરખાસ્તોનું મૂલ્યાંકન અને નિર્ધારણ;
  • નાણાકીય દૃષ્ટિકોણથી કોન્ટ્રાક્ટની સમીક્ષા સહિત કોન્ટ્રાક્ટ, આરપીએફ દસ્તાવેજો/ટેન્ડરની ચકાસણી;
  • વિવિધ સમિતિઓ (સીએબી, ટેન્ડર ખોલવા અને મૂલ્યાંકન સમિતિઓ, કોમર્શિયલ નેગોશિયેશન કમિટી, અન્ય સમિતિઓ) અંગે નાણાકીય પ્રતિનિધિત્વમાં સહભાગીપણું અને નોમિનેશન; અને
  • વિવિધ પ્રાપ્તિકરણ અને કોન્ટ્રાક્ટના સંદર્ભમાં નાણાં મંત્રાલયના નીતિ-નિયમો અને માર્ગદર્શિકાઓના અનુસરણ તથા ‘ડ્યુ ડિલિજન્સ’ને સુનિશ્ચિત કરવા પ્રાપ્તિકરણ મેન્યુઅલ દ્વારા આંતરિક નિયંત્રણ પ્રણાલિઓ.

બજેટની તૈયારીઓ

  • બજેટની તૈયારી અને સંલગ્ન કામગીરી (બજેટ અંદાજો, સુધારેલો અંદાજ અને પૂરક ગ્રાન્ટ);
  • વડામથક અને પ્રાદેશિક કચેરીઓ ખાતેના ફંક્શનલ ડિવિઝન્સમાં બજેટની ફાળવણી;
  • અંતિમ જરૂરિયાતોની તૈયારી અને પુનઃફાળવણી તથા બચતને સમયસર જમા કરાવી દેવી; અને
  • માસિક ધોરણે મંજૂર કરાયેલી ગ્રાન્ટ સામે ખર્ચની પ્રગતિની સમીક્ષા અને નિરીક્ષણ.

ખર્ચ નિરીક્ષણ

  • માસિક ધરણે મંજૂર કરાયેલી ગ્રાન્ટ સામે ખર્ચની પ્રગતિનું નિરીક્ષણ અને સમીક્ષા;
  • અર્થતંત્ર/ખર્ચના તાર્કિકીકરણ પર ખર્ચ વિભાગ દ્વારા જારી કરાયેલી સૂચનાઓનું અનુસરણ સુનિશ્ચિત કરવું; અને
  • પે એન્ડ એકાઉન્ટ્સ કચેરીની (પીએઓ) કામગીરીનું નિરીક્ષણ કરવું.

આંતરિક ઓડિટ

  • આંતરિક ઓડિટ પ્લાન (એચક્યૂનું ત્રિમાસિક ઓડિટ, એચક્યૂના કાર્યરત વિભાગોનું વાર્ષિક કામગીરીનું ઓડિટ અને આરઓ/ટેક સેન્ટરનું વાર્ષિક ઓડિટ) તથા તે માટે માનવબળની ગોઠવણી;
  • આંતરિક ઓડિટ રિપોર્ટને અંતિમ સ્વરૂપ આપવું અને તેની સંલગ્ન વિભાગ/આરઓ/ટેક સેન્ટરને બજવણી; અને
  • આંતરિક ઓડિટના અવલોકનોના અનુસરણનું ફોલોઅપ.

અન્ય પ્રવૃત્તિઓ

  • કેગ/પીએસી/ઓડિટ પારસની યુઆઈડીએઆઈને સંબંધિત બાબતો;
  • O/o ડાયરેક્ટર જનરલ ઓફ ઓડિટ, સીઈ, નવી દિલ્હી દ્વારા જારી કરાયેલા ઓડિટ પારસ અંગે કાર્યાન્વિત વિભાગોના અનુસરણ/પ્રત્યુત્તરની ચકાસણી
  • કેગ પારસ અંગે લેવાયેલાં પગલાંની નોંધ તૈયાર કરવી
  • વાર્ષિક અહેવાલ, આર્થિક સર્વેક્ષણ, માસિક પીએમઓ અહેવાલ માટે ઈનપુટ પૂરા પાડવા; અને
  • યુઆઈડીએઆઈના અધિકારીઓની વિદેશી ડેપ્યૂટેશન દરખાસ્તોની ચકાસણી અને સંમતિ

બજેટ અને ખર

યુઆઈડીએઆઈની સ્થાપના થઈ ત્યારથી બજેટ અને ખર્ચ:

Year

Budget Estimates

Revised Estimates

Expenditure (In Crore) INR

2009-10

120.00

26.38

26.21

2010-11

1,900.00

273.80

268.41

2011-12

1,470.00

1,200.00

1,187.50

2012-13

1,758.00

1,350.00

1,338.72

2013-14

2,620.00

1,550.00

1,544.44

2014-15

2,039.64

1,617.73

1,615.34

2015-16

2,000.00

1880.93

1680.44

2016-17

1140.00

1135.27

1132.84

2017-18

900.00

1150.00

1148.32

2018-19

1375.00

--

171.91*

સ્ત્રોત; યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાના (યુઆઈડીએઆઈ)

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 12/25/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate