অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

યુનિક આઈડેન્ટિફિકેશન બ્રાન્ડ

અભિગમ

અજોડ ઓળખ નંબર(યુઆઇડી)નું બ્રાન્ડ  નામ આધાર રહેશે. યુઆઇ.ડી.એ.આઇ.એ. દ્વારા ઇસ્યુ થનાર અજોડ નંબર માટેનું નામ અને લોગો, આ કાર્યક્રમ દ્વારા પરિવર્તનની ક્ષમતાને લક્ષમાં રાખીને વિકસાવવામાં આવ્યા  છે. સાથે સાથે તે દેશભરમાં લોકોને યુ.આઇ.ડી.એ.આઇ.નીભાવના અને ઝલકનો સંદેશ પણ આપે છે.

યુ.આઇ.ડી.એ.આઇ.નીભાવના છે કે, પ્રત્યેક નિવાસીઓને તેમની વ્યકિતગત ડેમોગ્રાફિક અને બાયોમેટ્રિક માહિતી સાથે જોડાયેલ અજોડ ઓળખ નંબર આપવામાં આવે, જેના થકી પોતાની ઓળખ પ્રસ્થાપિત કરીને મળવાપાત્ર લાભો અને સેવાઓ પ્રાપ્ત કરી શકે, નંબર અત્યાર સુધી જે યુ.આઇ.ડી. નંબર તરીકે ઓળખાતો તેને “આધાર” નામ આપ્યુ છે. જેનો અર્થ “પાયો “ અથવા “આધાર”થાય છે. આ શબ્દત હાલમાંઘણીખરી ભારતીય ભાષાઓમાં છે. અને તેથી તેનો દેશભરમાં યુ.આઇ.ડી.એ.આઇ. કાર્યક્રમના બ્રાન્ડ  અને વ્યવહારમાં ઉપયોગ થઇ શકે છે

યુ.આઇ.ડી.એ.આઇ.ના અધ્‍યક્ષ શ્રીનંદન નિલેકણીએ નોંધ્‍યા મુજબ આધાર નામ એ યુ.આઇ.ડી.એ.આઇ.એઆપેલા નંબરની મૂળભૂત ભૂમિકા કે જે સર્વવ્યાપી ઓળખનું માળખુ પૂરૂ પાડે છે. જેના આધારે જાહેર અને ખાનગી એજન્‍સીઓ તેમની સેવાઓઅને કાર્યક્રમો બનાવી શકે જેનાથી સમગ્ર ભારતનારહી શોલાભાન્‍વિત થશે

આધારની અજોડ અને કેન્દ્રીયકૃત બાંયધરી, ઓળખનીઓનલાઇનખરાઇ અનેક સેવાઓ અને કાર્યક્રમોના નિર્માણ માટે આધારરૂપ બનશે અને બજારોને વધારે જોડાણની સગવડ પૂરી પાડશે.

આધાર દેશમાં કોઇ પણ સમયે, કોઇ પણ સ્થબળે આ સેવાઓ અને સંસાધનો ઉપલબ્ધ કરવાની ક્ષમતા આપે છે.

ઉદાહરણરૂપે જોઇએ તો સમગ્ર ભારતમાં રહીશોની ઓળખ પ્રસ્થાપપિત કરવા માટેની માળખાગત સવલત “આધાર” પૂરી પાડશે. બેંક દરેક રહીશનો આધારનંબર તેમના ખાતા સાથે લીંક કરશે. અને તેના થકી ભારતના કોઇ પણ છેડેથી રહીશની ઓળખ ઓનલાઇન ચકાસીને તેના ખાતાની લેવડદેવડની સવલત પૂરી પાડશે.

આધાર વ્યક્તિગત હકોના અસરકારક અમલ માટે પાયારૂપ પણ બની રહેશે.વ્ય ક્તિના રોજગાર, શિક્ષણ, ખોરાક વગેરે મેળવવાના હકનો અમલ કરવા માટે રાજ્યમાં વ્યક્તિઓની ઓળખની સ્પગષ્ટ નોંધણી અને માન્યયતા જરૂરી છે. આધાર નંબર વ્યક્તિઓની આવી નોંધણી અને માન્યતા સુનિશ્ચિત કરીને રાજ્યને વ્યકિતને આ હક આપવામાં રાજયને મદદરૂપ થશે.

લોગો

આધાર માટે લોગો તરીકે જે ડિઝાઇન પસંદ કરવામાં આવી છે તે લાલ અને પીળા રંગનો સૂર્ય છે. તેના મધ્યમાં કેન્દ્રમાં આંગળીની છાપનું ચિન્હં છે. આ લોગો આધાર પાછળની દ્રષ્ટિને અસરકારક રીતે દર્શાવે છે. તે દરેક વ્યનક્તિ માટે સમાન તકનું નવું પ્રભાત દર્શાવે છે. તે આ નંબરની અજોડ ઓળખમાંથી ઉદ્દભવે છે. આધાર નંબર દરેક વ્યાક્તિની ઓળખ માટે ગેરંટી આપે છે.

હરિફાઇ

ફેબ્રુઆરી ર૦૧૦માં યુ.આઇ.ડી.એ.આઇ. દ્વારા આધાર માટે રાષ્ટ્ર વ્યાપી લોગો સ્પર્ધા ખુલ્લીઓ મૂકી હતી,જેના અઠવાડિયાઓમાં જ દેશભરમાંથી ૨૦૦૦ કરતાં સ્પર્ધકો નીએન્ટ્રીઓ મળેલ હતી .

લોગો વિજેતા નક્કી કરવા માટેના માપદંડ:

  • લોગો યુ.આઇ.ડી.એ.આઇ.ના હેતુ અને લક્ષ્યાંકની ઝલક દર્શાવતો હોવો જોઇએ
  • લોગો દ્વારા સંવાદિત થવું જોઇએ કે આધાર દેશભરની વ્યક્તિઓ માટે એક પરિવર્તનની તક છે અને જેના થકી ગરીબોને સમાન રીતે સેવા અને સંસાધન ઉપલબ્ધ થશે
  • લોગો દેશભરમાં સહેલાઇથી સમજાય અને સંવાદિતા સાધે તેવો હોવો જોઇએ

લોગોનીસ્પનર્ધા માટે મળેલી ઘણીખરી ડિઝાઇન નવીન અને ખૂબ ઊંચી ગુણવત્તાવાળી હતી. રજૂ કરેલી ડિઝાઇનોનુંમૂલ્યાંનકનઅવેરનેશએન્ડરકોમ્યુવનિકેશનસ્ટ્રેશટેજીએડવાઇઝરીકાઉન્સિીલ(ACSAC)કર્યુંહતું,જે ખ્યાઇ નામ સંદેશા વ્યવવહાર નિૅષ્ણા્તોનું બનેલું યુ.આઇ.ડી.એ.આઇ. માટેનું સલાહકાર જૂથ છે.

નિર્ધારિત માપદંડોના આધારે પરિષદે આખરી યાદી બનાવી.“ અમને આખરી યાદી પસંદ કરવામાં અને પ્રાસંગિક વિજેતા અંગે નિર્ણય લેવામાં ઘણી મુશ્કેનલી પડી” અમે પસંદગી માટેનાં ધોરણમાં સંમત થતાં, તેનાથી વસ્તુંલક્ષીતા અને પૂર્વગ્રહમાં ઘટાડો થયો. શ્રીમાન, કિરણ ખલપ (પરિષદના સભ્ય)એ આભાર વ્યક્ત કરતાં કહ્યું,

આખરી પસંદગી પામેલ વ્યક્તિઓમાં:

  • માઇકલ ફોલી
  • સેફ્રોનબ્રાન્ડ કન્સ લટન્ટક
  • સુધીર જહોન હારો
  • જયંત જૈન અને મહેન્દ્રકકુમાર
  • અતુલ એસ. પાંડે

નીચે દર્શાવેલી વિજેતા ડિઝાઇન પુણેના શ્રી અતુલ એસ. પાંડેએ રજૂ કરી હતી.:

લોગો લોન્ચ

ર૬મી એપ્રિલ ર૦૧૦ના રોજ નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં યોજાયેલ યુ.આઇ.ડી.એ.આઇ. ઇકોસિસ્ટમ પ્રસંગે આધાર લોગોનું અનાવરણ કરવામાં આવ્યુ  હતું. લોગો સ્પર્ધાના વિજેતા શ્રી અતુલ એસ. પાંડેને રૂ. ૧,૦૦,૦૦૦નું ઇનામ આપવામાં આવ્યુ હતું. સ્પર્ધાના અન્ય ચાર વ્યક્તિઓને દરેકને રૂ. ૧૦,૦૦૦નો પુરસ્કાર અપાયો હતો.

"શ્રી પાંડેએ જણાવ્યું હતું કે,યુ.આઇ.ડી.એ.આઇ. પ્રોજેકટમાં ફાળો આપવાની મળેલ તકને હું મને મળેલ મહાન વિશેષાધિકાર સમજું છું. હું માનું છું કે આ સ્પાર્ધા યુ.આઇ.ડી.એ.આઇ.ના બધા માટે સમાન તકના વચનને સાર્થક બનાવે છે, કારણ કે તેણે આપણને બધાંને સાચા અર્થમાં પારદર્શક પ્રોજેકટની ડિઝાઇન કરવાની અને તેનો ભાગ બનવાની તક પુરી પાડી છે.",

બ્રાન્ડ માર્ગદર્શિકા

ર૬મી એપ્રિલ ર૦૧૦ના રોજ નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં યોજાયેલ યુ.આઇ.ડી.એ.આઇ. ઇકોસિસ્ટમમ પ્રસંગે આધાર લોગોનુંઅનાવરણકરવામાં આવ્યુમ હતું.લોગો સ્પઆર્ધાના વિજેતા શ્રી અતુલ એસ. પાંડેને રૂ. ૧,૦૦,૦૦૦નું ઇનામ આપવામાં આવ્યુહતું. સ્પર્ધાના અન્ય ચાર વ્યક્તિઓને દરેકને રૂ. ૧૦,૦૦૦નો પુરસ્કાર અપાયો હતો.

પૂર્ણ બ્રાન્ડ માર્ગદર્શિકા પુસ્તિકા

સ્ત્રોત: યુનિક આઈડેન્ટિફિકેશન ઓથઓરિટી ઓફ ઈન્ડિયા (યુઆઈડીએઆઈ)

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/11/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate