অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

મધ કાઢવાની પધ્ધતિઓ

મધપુડામાંથી મધનું નિષ્કર્ષણ એ મધમાખી ઉછેરની અગત્યની પ્રક્રિયા છે.જેમાં મધને મધપુડામાંથી એવી રીતે અલગ કરવામાં આવે છે કે જેથી તે શુધ્ધ પ્રવાહી સ્વરૂપે ઉપલબ્ધ થઈ શકે. સામાન્ય રીતે મધ એ કુદરતી રીતે બનેલા મધપુડા અથવા કૃત્રીમ ફ્રેમ પર બનેલા મધપુડા પર ખૂબજ વ્યવસ્થિત રીતે સંગ્રહ થયેલુ હોય છે. તેમાંથી મધ મેળવવા માટે ઉનાળાના પાછલા દિવસોનો સમય અનુકૂળ છે. તે દરમ્યાન બધાજ કોષો મધથી સંપુર્ણ રીતે ભરાઈ જાય પછી મધમાખી ધ્વારા તેને મીણની મદદથી સીલ કરી દેવામાં આવ્યા હોય છે. મધમાખી ધ્વારા સંગ્રહીત થયેલા આ મધને જુદી જુદી સુવ્યવસ્થિત પધ્ધતિઓ ધ્વારા મેળવી શકાય છે. અંહી મધ કાઢવાની એટલે કે મધ તથા મીણના નિષ્કર્ષણ માટેની જુદી જુદી પધ્ધતિઓ વર્ણવેલ છે. જેમાંની અમુક પરંપરાગત છે. જે ઘણા સમયથી ઉપયોગમાં લેવાય છે.અમુક આધુનિક પધ્ધતિઓ જેવી કે ઉકલું ની પધ્ધતિ ,હોટ બાથ પધ્ધતિ, અને મધ નિષ્કર્ષણના યંત્રના ઉપયોગની પધ્ધતિ દેશ વિદેશ માં જાણીતી બની છે.

પરંપરાગત પધ્ધતિઓ

મધ તથા મીણના નિષ્કર્ષણની આ પરંપરાગત પધ્ધતિ પ્રચલિત હોવા છતા ખૂબ પ્રતીકૂળ તથા અસ્વસ્થતા ભરેલી છે. આ પધ્ધતિમાં મધને હાથથી નીચોવીને કાઢી લેવામાં આવે છે. જે નાના  પાયે મધમાખી ઉછેરનો વ્યવસાય ધરાવનારાઓ કે જેઓ અદ્યતન સાધનો ન વસાવી શકે તેમના માટે ખૂબ અનુકૂળ છે. હાથથી મધ કાઢવાથી તે અશુધ્ધ બને છે અને અપરિપકવ મધ પણ ભળી જતા આ મધ થોડા દિવસોમાં બગડી જાય છે. લીમડા અને નાળિયેરી પર બનતું મધ પાતળુ હોય છે તે જલદી બગડી જાય છે. આ પધ્ધતિમાં મધપૂડાઓ કે જેના દરેક ખાના મધથી ભરાયેલા અને મીણથી પૂરી દેવાયેલા હોય. તેને તારની જાળી ઉપર મુકવામાં આવે છે. તેની નીચેની બાજુએ એક સ્વચ્છ પાત્ર મુકવામાં આવે છે જેમાં મધ તથા મીણ એકઠુ થઈ શકે. આ મધપુડાના ઢગલા ઉપર સળગતા કોલસાઓને મુકવામાં આવે છે. આગની ગર્મીના કારણે મીણ અને મધ પીગળીને નીચેના પાત્રમાં એકઠું થાય છે.  આ એકઠા થયેલ મધ તથા મીણ ના મિશ્રણ ને સવાર સુધી હલાવ્યા વગર રહેવા દેવામાં આવે છે. સવારે તેના ઉપર મીણ ઠરીને થર જામી જાય છે. જેને દૂર કરી મધના બીજા પાત્રમાં ગાળી લેવાય છે. આ પધ્ધતિ હાથ વડે નીચોવીને મધ કાઢવા કરતા સહેલી અને અનુકૂળ છે પરંતુ તેનો ગેરફાયદો એ છે કે ગરમ થવાના કારણે મધમાંથી અમુક પોષક તત્વોનો નાશ થાય છે તદઉપરાંત,આગના કારણે રાખ,કોલસાના કણો અને બીજો કચરો મધમાં ભળે છે જે મધને અશુધ્ધ બનાવે છે. તેમાં પૂડાના ઓગળવાના કારણે પાણી પણ ભળે છે આવુ મધ લાંબા સમય સુધી સાચવવા માટે યોગ્ય નથી તથા આંતરરાષ્ટ્રિય બજારમાં પણ વેચાણ અર્થે મોકલી શકાતુ નથી.

સૌરમીણ પિગલન પધ્ધતિ/સુર્યકુકરથી મીણ ઓગાળી મધ મેળવવાની પધ્ધતિ

આ પધ્ધતિમાં મધ અને મીણ ને પીગાળવા આગનો ઉપયોગ ન કરતા   સુર્યની ગર્મીનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં સાદા સાધનની જરૂર પડે છે જે એક સામાન્ય કારીગર પણ બનાવી શકે છે. આ સાધન ધાતુ કે લાકડા માંથી બનાવવામાં આવે છે તેની અંદરની સપાટી ગેલ્વેનાઈઝડ ધાતુની બનેલી હોય છે તેમજ ઉપરની સપાટી પર કાચ અથવા પારદર્શક પ્લાસ્ટીક ગોઠવવામાં આવે છે આ સાધનને કાળા રંગથી સંપુર્ણ રંગી પણ શકાય જેથી ગરમીનું શોષણ વધારે થઈ શકે. મધપુડાઓને આ સાધનની અંદર મોકલી દઈ તેને સુર્યપ્રકાસ તેના પર પડે તેમ ગોઠવવામાં આવે છે સૌર્યઉર્જાનું ઉષ્માઉર્જામાં રૂપાંતર કરવાના સિધ્ધાંત પર કાર્ય કરતું આ સાધન ગરમી ના દિવસોમાં ૬૧ં સે. જેટલુ ઉંચુ તાપમાન મેળવી શકે છે જેના કારણે અંદર રાખવામાં આવેલ મધપુડા માંથી મધ તથા મીણ પીગળીને નીચે ગોઠવેલ પાત્રમાં ભેગુ થાય છે આ પધ્ધતિ પરંપરાગત પધ્ધતિ કરતા વધુ સારી છે. કારણકે તેમાં બીજો કોઈ કચરો ભળવાની શકયતાઓ રહેતી નથી. જેથી શુધ્ધ અને પોષક તત્વોથી ભરપુર મધ મળી રહે છે
ઉકલુ નામના એક મધમાખી ઉછેરનો વ્યવસાય કરતા વ્યકિત ધ્વારા આપવામાં આવી છે. સૌર મીણ પીગલન ના સિધ્ધાંત પર જ કામ કરતી આ પધ્ધતિ ખૂબ જ સસ્તી અને કાર્યદક્ષ છે. જેમાં સૌર મીણ પીગલન યંત્ર પણ વસાવવુ પડતુ નથી જેથી સામાન્ય નાના પાયે વ્યવસાય કરનારા પણ આ પધ્ધતિ  અજમાવી શકે છે. સાધનો : મોટું પાત્ર,નાયલોનની મચ્છરદાની નું કાપડ,નાયલોનના દોરા,સોય,પ્લાસ્ટિક કે પોલીથીન કવર(કાળા રંગનું અથવા પારદર્શક)વગેરે. રીતઃ પાત્રની ઉપર મચ્છરદાનીને ચુસ્ત રીતે દોરાની મદદથી બાંધો. તેની ઉપર મધપૂડા મૂકો કે જેથી તે પીગળીને પાત્રમાં જ પડે. મધપૂડાઓને પારદર્શક અથવા કાળા રંગના પ્લાસ્ટિક કે પોલીથીનના આવરણથી ઢાંકી દો.
આ આખા પાત્રને સુર્યપ્રકાશમાં મૂકો. ચાર પાંચ કલાક સખત તાપ પડતા મધ અને મીણ પીગળી પાત્રમાં એકઠુ થશે. પાત્ર ઠંડુ પડવા દો. જેથી મીણ મધની ઉપર થર સ્વરૂપે જામી જશે. મધ તથા મીણ ને અલગ તારવી લો અને પછી મધને ગરણીથી ગાળી લો જેથી શુધ્ધ મધ મળશે.

મધ નિષ્કર્ષક યંત્રની મદદથી મધ કાઢવાની (આધુનિક)પધ્ધતિ

આ પધ્ધતિ  મધના મોટા પાયે વ્યવસાય માટે જ અનુકૂળ છે, તેમજ ફ્રેમ પર તૈયાર કરાયેલા મધપુડા માંથી મધ કાઢવા માટે વપરાય છે. જેમાં હાથથી અથવા વીજળીથી ચાલતા મધ નિષ્કર્ષક યંત્ર નો ઉપયોગ કરવામાં આવે છે. રીત  મધપૂડાઓને મધ નિષ્કર્ષક યંત્ર રાખવામાં આવેલ હોય ત્યાં એકઠા કરવા. મધપૂડાના કોષો ઉપરનું આવરણ જેનાથી તે સીલ થયેલા હોય તેને દૂર કરવું.હવે તેને નિષ્કર્ષક યંત્રમાં ગોઠવીને યંત્ર ચાલુ કરવું. થોડી મિનીટો માટે ફરવા દેવું. મધ નીચેના પાત્રમાં એકઠું થશે તેને અલગ લઈ લેવું અને મધ કાઢી લેવાયેલી ફ્રેમો ને પણ કાઢી લેવી. આ પધ્ધતિમાં ઘણી બધી ફ્રેમો માંથી મધ એક સાથે કાઢી શકાય છે તથા મધને ગરમ પણ કરવું પડતું નથી મધ કાઢી લેવાયેલી ફ્રેમો નો ફરીથી ઉપયોગ કરી શકાય છે.

ગરમ સ્નાન પધ્ધતિ (મીણ એકત્રીકરણ) :

જો મીણ પીગલન યંત્ર ન હોય તો આ પધ્ધતિથી મીણ મેળવવું સહેલાઈ ભર્યુ છે જે આફ્રિકા દેશના અમુક લોકો ધ્વારા અપનાવવામાં આવે છે. સાધનો  રાંધવાનું પાત્ર, કોથળો, દોરડું, લાકડું(ડંડો), ચમચો, મીણ કાઢવાનું બીબુ વગેરે. રીત પાત્રમાં યોગ્ય પ્રમાણમાં પાણી ઉમેરી તેને ગરમ થવા મૂકવું.

 

  • હવે મધ કાઢી લેવાયેલા મધપૂડાઓને કોથળામાં મૂકવા. આ કોથળાને ચુસ્ત રીતે બાંધી દેવા.
  • પાણી ગરમ થયા બાદ તેમાં આ કોથળો ડુબે તેમ મૂકવું. લાકડાની મદદથી તેને નીચે તરફ ધકેલવું.
  • તાપમાન જયારે પ૯ ડી.સે. જેટલું થશે ત્યારે મીણ પાણી ઉપર ઓગળીને થર નમાવશે. જેને ચમચા વડે કાઢીને બીબામાં ઢાળતા જવું.
પ્રોપોલીસ એકત્રિકરણ :આ પધ્ધતિથી પ્રોપોલીસ મેળવવું ખૂબ જ સહેલાઈ ભર્યુ છે.
સાધનો: નાયલોન નેટ, અંદરનું ઢાકણ,હાઈલ
રીત :
અંદરના ઢાકણની નીચેની બાજુએ નાયલોન નેટ યોગ્ય રીતે લગાવવી ત્યાર બાદ તેને મધમાખીની વસાહત ઉપર મૂકવી. વસાહતમાંની મધમાખીઓ ઉપરની બાજુના ભાગને પ્રોપોલીસથી ભરી(સીલ) દેશે. આ નેટ પૂરી રીતે ભરાઈ જાય ત્યારે તેને ઢાકણથી અલગ કરી લેવી તેમજ થોડા સમય માટે ફ્રિઝમાં મુકવી ત્યારબાદ આ નેટમાંથી હાઈવ ટુલની મદદથી પ્રોપોલીસ એકત્ર કરવું.

પ્રો.એ. એચ. બારડ, જલ્પા પી. લોડાયા.,બાગાયત , મહા વિદ્યાલય,એ.એ.યુ.,આણંદ

સ્ત્રોતઃ

શીર્ષક: મધમાખી પાલન

પ્રકાશક: વિસ્તરણ શિક્ષણ નિયામક આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ૩૮૮૧૧૦

કોલેજે ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/14/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate