હોમ પેજ / ખેતીવાડી / મરઘાં - મધમાખી ઉછેર / મધમાખી પાલન / ભારત માં મધમાખી ઉછેર નું વિહંગાવલોકન
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ભારત માં મધમાખી ઉછેર નું વિહંગાવલોકન

ભારત મુળભુત રીતે એક કૃષિ પ્રધાન અને વિવિધ વનસ્પતિ ની દ્રષ્ટિ એ સમૃધ્ધ દેશ છે જેમાં ૮૦ ટકા થી વધારે લોકો ગ્રામ્ય વિસ્તારો માં રહે છે અને ખેતી તથા તેના પર આધારીત ઉદ્યોગો ઉપર નભે છે. સ્વતન્ત્રતા પછી ઔદ્યોગીકરણ ના વિકાસ માટે ઘણા બધા પ્રયાસો થાય છે. જેમાં ખેતી આધારીત ઉદ્યોગો જેવા કે ડેરી, મત્સ્ય ઉદ્યોગો, મરઘા પાલન, રેશમ ના કીડા ઉછેર તથા મધમાખી ઉછેર નો પણ સમાવેશ થાય છે. આ બધા ઉદ્યોગો માં મધમાખી ઉછેર એ ખૂબ જ અગત્ય નો ખેતી આધારીત ઉદ્યોગ છે.

ભારતીય ઉપખંડ માં વિશ્વ ની વિવિધ વનસ્પતિઓ ની ૪પ,૦૦૦ પ્રજાતિઓ છે (વિશ્વ ની વનસ્પતિના ૭ ટકા). જે મધમાખી ઉછેર નો વ્યવસાય કરનારાઓ માટે વિશાળ અને સંભવિત અવકાશ છે. જેના પરિણામે મધમાખી ની કોલોની(જુથ) ની સંખ્યા તથા મધ નું ઉત્પાદન ખૂબ જ વધેલ છે. જંગલમાંથી મધ એકત્ર કરવા ની પધ્ધતિ ઘણા સમય થી ચાલતી આવી છે. મધ અને તેના ઉત્પાદન ની વધતી જતી માંગ ને કારણે મધમાખી ઉછેર એક ખલાયદા વ્યવસાય તરીકે આગળ આવી રહેલ છે મધમાખી ઉછેર ના વ્યવસાય દ્વારા મધ અને મીણએ બે મહત્વ ની ઉપજો તથા મધમાખી ના ડંખ નું ઝેર,રોયલ જેલી,પ્રોપોલીસ અને પરાગરજ જેવી અન્ય ઉપજો પ્રાપ્ત થાય છે.

ભારત દેશ ૧ર૦૦ લાખ મધપૂડા ઉછેરવા ની ક્ષમતા ધરાવે છે, જેના કારણે દેશ નાં ૬૦ લાખ લોકો ને આજીવીકા મળી રહે તેમ છે. વૈજ્ઞાનીક પધ્ધતિ થી જો મધમાખીનો ઉછેર કરવા માં આવેતો ૧ર લાખ ટન મધ ઉત્પાદન કરી શકાય તેમ છે.

ભારતમાં મધમાખી ઉછેર નો ઈતિહાસ

મધમાખી તથા તેનો ઉછેર એ ભારત માં ઘણા પ્રાચીન સમય થી પ્રચલિત છે. લગભગ બધાજ ગ્રંથો જેવા કે રામાયણ,કુરાન અને ઘણા બધા પ્રાચીન પુસ્તકો માં મધમાખી અને તેની પેદાશો નું વર્ણન કરવા માં આવ્યું છે.મધ નો ઉપયોગ દવાઓ માટે આયુર્વેદ માં ખૂબ જ પ્રચલીત છે. ભારત માં મધમાખી ઉછેર માટે વૈજ્ઞાનીક સિધ્ધાંતો તથા પધ્ધ્તિઓ ઓગણીસ મી સદી ના અંત ભાગ થી લાગુ પાડવામાં આવેલ છે. ભારતમા મધમાખી ઉછેર વધારવા માટે માખીઓ ને ફ્રેમમાં ઉછેરવા ના પ્રથમ પ્રયાસો ઇ.સ. ૧૮૮૦ માં બંગાળ અને  ઇ.સ. ૧૮૮૩–૮૪ માં પંજાબ અને કુલુ ખીણ માં શરૂ કરવા માં આવ્યા હતા. દક્ષિણ ભારત માં ફાધર ન્યુટને મધમાખી ઉછેર ની તાલીમ શરૂ કરી અને ઇ.સ. ૧૯૧૧–૧૭  દરમ્યાન ઘણા ગ્રામીણ લોકો ને તાલિમ આપવામાં આવી. મધમાખી ઉછેર માં રસ ધરાવનારાઓ દ્વારા મધમાખી ઉછેર ની શરુઆત ઇ.સ. ૧૯૧૭ માં ત્રાવણકોર(કેરલા),૧૯રપ માં મૈસુર (કર્ણાટક),૧૯ર૭ માં કાશ્મીર(જમ્મુ અને કાશ્મીર),  અને ૧૯૩૧ માં મદ્રાસ ચેન્નાઈ(તામીલનાડુ) ખાતે કરવા માં આવી. ગૃહ ઉદ્યોગો વિકાસ માટે કૃષિ રોયલ કમિશન ની ભલામણ થી (૧૯ર૮)ગ્રામીણ ભારત માં મધમાખી ઉછેર માટે વધારે ભાર આપવા માં આવ્યો. ઇ.સ. ૧૯૩૬ મહાત્મા ગાંધીજી એ પણ ગ્રામ્ય વિકાસ અર્થે મધમાખી ના ઉછેર ના વ્યવસાય ને પ્રોત્સાહન પુરું પાડવા પોતાના વૃધ્ધાશ્રમ ખાતે તાલીમો નું આયોજન કર્યુ હતુ. ઇ.સ. ૧૯૩૮–૩૯ માં ભારત ના મધમાખી ઉછેર માં રસ ધરાવનારાઓ પોતાના આયોજન થી ભારતીય મધુ પાલન સંઘ sAll India Bee Keepers Assosiationf ની સ્થાપના કરી હતી. ભારતીય કૃષિ અનુસંધાન પરીસદે sICARf ૧૯૪પ માં પંજાબ ખાતે અને છ વર્ષ બાદ કોઈમ્બતુર (તામીલનાડુ) માં મધમાખી ઉછેર ના સંસોધન કેન્દ્રો ની સ્થાપના કરી. મધમાખી ઉછેર ના સંસોધન માટે ઈ.સ. ૧૯પર માં મહાબળેશ્વર (મહારાષ્ટ્ર)ખાતે કૃષિ સંસોધન પ્રયોગ શાળા ની સ્થાપના કરવા માં આવેલ,જેને મધમાખી ઉછેર નું મુખ્ય તાલિમ કેન્દ્ર બનાવવા માં આવ્યુ. ખાદી અને ગ્રામ ઉદ્યોગ સંઘ દ્વારા પુણે ખાતે ઇ.સ. ૧૯૬ર માં કેન્દ્રીય મધમાખી સંસોધન અને તાલિમ સંસ્થા ની પણ સ્થાપના કરવા માં આવી. એપિસ સેરેના પ્રજાતિ ના ઉછેર માં થાઈ શેક બ્રુડ નામના રોગ ની સમસ્યા રહેતા તથા ઓછા મધ ઉત્પાદન ના કારણે આ બધા પ્રયાસો ને પુરતી સફળતા ન મળી. ઇ.સ. ૧૯૬ર માં  ભારત માં સૌ પ્રથમ વખત મધમાખીની પ્રજાતિ એપિસ મેલીફેરા ને બહાર ના દેશ માંથી લાવી ને ઉછેર ની શરૂઆત સફળતા પુર્વક ડો. એ. એસ. અટવાલ દ્વારા ઉત્તર ભારત ના રાજય હિમાચલ પ્રદેશના નગરોટા માં અને ઈ.સ. ૧૯૬પ લુધિયાણા માં કરવામાં આવી.  ઇ.સ. ૧૮૮૦ સુધી માં  સમગ્ર દેશ નાં રાજયો માં પણ એપિસ મેલિફેરા ના ઉછેર ની શરૂઆત કરવા માં આવી ઇ.સ. ૧૮૮૧ માં ભારતીય કૃષિ અનુસંધાન પરીસદે sICARf મધમાખી ઉછેર ના સંસોધન અને તાલિમ માટે રાષ્ટ્રિય સંકલન યોજના sAICPf ની શરૂઆત કરી જેનું મુખ્ય કેન્દ્ર પુણે રાખવા માં આવ્યુ હતું જે હાલ માં હરિયાણા રાજય ના હિસાર ખાતે ચોધરી ચરણસિંહ  હરિયાણા કૃષિ યુનિવર્સિટી ખાતે કાર્યરત છે  ઇ.સ. ર૦૦ર–૦૩ ભારત ના મધમાખી ઉછેર માં રસ ધરાવનારાઓ પોતાના આયોજન થી રાષ્ટ્રિય મધ ઉત્પાદન સંઘ(NBB) ની રચના કરવા માં આવી. ભારત સરકાર દ્વારા ઇ.સ. ર૦૦૬ અને ત્યાર પછી ઇ.સ. ર૦૦૮ માં  રાષ્ટ્રિય મધ ઉત્પાદન સંઘ(દખખ) ની પુનઃ રચના કરવા માં આવી. આ સંસ્થાઓ નો મુખ્ય ઉદેશ મધમાખી વ્યવસાય નો સર્વાંગી  વિકાસ તથા તેને પ્રોત્સાહન પુરું પાડવા નો છે  ઇ.સ. ર૦૦૯ માં મધમાખી ઉછેર નો ધંધો કરનારા પ્રગતિ શીલ ખેડુતો ને લોકો ના સંયુકત પ્રયાસો તથા ભારતીય રેલ્વે ખાતા ના સહકાર થી મધ ગાડી (હની ટ્રેન) શરૂ કરી ને ઈતિહાસ રચ્યો જેની લિમ્કા બુક ઓફ રેકોર્ડ માં પણ નોંધ લખવા માં આવી છે જે ટ્રેન  માં મધ ની હેરફેર કરવા માટે ૯૦ મધ ના ડબ્બાઓ જોડવા માં આવ્યા હતા.

મધમાખી ઉછેર ની વર્તમાન સ્થિતિ

ભારતીય ઉપખંડ માં મધમાખીઓ ની તમામ ચાર પ્રજાતિઓ–એપિસ ડોરસાટા, એપિસ સેરેના,એપિસ મેલિફેરા અને એપિસ ફલોરીયા ઉછેર માટે અનુકૂલિત થયેલ છે ભારત માં મુખ્યત્વે પંજાબ, જમ્મુ અને કાશ્મીર,હિમાચલ પ્રદેશ,હરિયાણા,યુ.પી.,બિહાર અને પશ્રિમ બંગાળ જેવા રાજયો માં વ્યાપારી ધોરણે મધમાખી ઉછેર ના અને મધ ઉત્પાદન માટે જરૂરી સાધનો તૈયાર કરતી સંસ્થાઓ ઉપલબ્ધ છે.

આ ઉપરાંત દેશ નાં તમિલનાડુ,કર્ણાટક,કેરળ અને ઉત્તરાંચલ જેવા કેટલાક રાજયો માં,પુર્વ નાં કેટલાક રાજયો, ગુજરાતના કચ્છ તથા અન્ય કેટલાક વિસ્તાર માં અને ખાસ કરીને અંદમાન અને નિકોબાર ટાપુઓના આખીવાસી વિસ્તારો માં પણ એપિસ ફલોરીયા અને એપિસ ડોરસાટા ઉપરાંત ડંખરહિત મધમાખી, ટ્રાયગોના ની વસાહતો નો ઉચ્ચ કિંમત નાં મધ ઉત્પાદન માટે શિકાર કરવામાં આવે છે.

તાજેતર ના આંકડા પ્રમાણે આશરે પ૦ લાખ હેકટર જમીન તેલીબિયાં,કઠોળ,ફળ પાકો અને અન્ય પાકો ના વાવેતર હેઠળ છે વધુમાં મધમાખી ઉછેર માટે જંગલ વિસ્તાર આશરે ૬૦ લાખ હેકટર છે છતા મધ ઉત્પાદન ની ક્ષમતા ખૂબ જ ઓછી છે કૃષિ અને વન વિભાગના આ વિશાળ વિસ્તાર મા શરળતા થી ઓછા માં ઓછી એક કરોડ મધમાખી વસાહતો ટકાવી શકાય તેમ છે. મધમાખી ઉછેર દ્વારા મધ,રોયલ જેલી,મીણ અને મધમાખી ઝેર મેળવી શકાય ઉપરાંત,મધમાખી ની રાણી નો ઉછેર કરી તેના વેચાણ દ્વારા ખેડુતો અને ભુમીવિહીન અથવા પુરતું કામ ન મળતુ હોય તેવા લોકો માટે પૂરક આવક મેળવી શકે છે, ભારત જેવા દેશ માં આ ગૌણ વ્યવસાય દ્વારા ,પુરૂષો ઉપરાંત સ્ત્રીઓ અને નીવૃત લોકો પણ પૂરક આવક મેળવી શકે છે. ખાદ્ય અને ખેતી સંગઠન sFAOfના તારણ મૂજબ હાલ માં ભારત મધ ઉત્પાદન ક્ષેત્રે જગત માં નવમૂં સ્થાન ધરાવે છે. ભારત માં મધમાખી ઉછેર નો વ્યવસાય ધરાવનારાઓ પાસે હાલ માં ભારતીય મધમાખી એપીસ સેરેના અને યુરોપીયન મધમાખી  એપિસ મેલિફેરા ની લગભગ એક મિલિયન વસાહતો છે. આ બનેં મળી ને ૮પ,૦૦૦ મેટ્રીક ટન કરતા વધુ મધ ઉત્પાદન અને ર,પ૦,૦૦૦ કરતા વધું લોકો ને રોજગારી પુરી પાડે છે. આ બધા મધમાખી ઉછેર નો વ્યવસાય ધરાવનારાઓ ભારત નાં ૪૦,૦૦૦ ગામો ને આવરી લે છે ભારત માંથી નિકાસ થતા મધ નાં મુખ્ય બજારો જર્મની,અમેરિકા,યુનાઈટેડ કીંગડોમ(યુ.કે.), જાપાન,ફ્રાંસ,ઈટાલી અને સ્પેન છે.વર્ષ ર૦૧૬–૧૭ દરમ્યાન વિશ્વ ના બીજા દેશોને ૪પ,પ૩૭,૯૯ મેટ્રીક ટન જેટલું મધ નિકાસ કરેલ છે.  ભારત નાં ઘણા ગ્રામ્ય વિસ્તારો માં મધ ઉત્પાદન વધારવા માટે વૈજ્ઞાનિક પધ્ધતિ થી મધમાખી ઉછેર નું સંચાલન અને યાયાવર મધમાખી ઉછેર ને પ્રોત્સાહન પુરું પાડવા માટે કેટલાક પ્રયાસો કરવા માં આવે છે. ખાદી અને ગ્રામ ઉદ્યોગ મંડળ દ્વારા મધમાખી ઉછેર નાં વિકાસ માટે નીચેની શાખાઓ દ્વારા મદદ કરવામાં આવે છે.

  1. વિકાસ અને વિસ્તરણ કાર્ય
  2. સંસોધન અને વિકાસ કાર્ય
  3. તાલીમ અને શિક્ષણ કાર્ય
  4. વેપાર શાખા
  5. નાણાકીય સંચાલન શાખા

 

મધમાખી ઉછેર નાં કાર્યક્રમો નું અસરકારક આયોજન,સંચાલન તથા અમલીકરણ અને વિસ્તરણ કરવા માટે ભારત સરકાર દ્વારા પણ એક સુવ્યવસ્થિત સંગઠનાત્મક માળખા ની રચના કરાયેલ છે જે ચાર્ટ માં દર્શાવવા માં આવેલ છે.

 

ડો. સી. સી. પટેલ,જલ્પા. પી.લોડાયા,  કીટક શાસ્ત્ર વિભાગ ,બં. અ કૃષિ મહા વિદ્યાલય,એ.એ.યુ.,આણંદ

સ્ત્રોતઃ શીર્ષક: મધમાખી પાલન

પ્રકાશક: વિસ્તરણ શિક્ષણ નિયામક આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ– ૩૮૮૧૧૦

 

કોલેજે ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી

2.66666666667
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top