સાગર ખેડુ સવાર્ગી વિકાસ યોજના
સરકારશ્રી દ્વારા સાગરખેડુ સવાર્ગી ર્વિકાસ યોજના રાજયના દરીયાકાંઠા વિસ્તા રના -૧૩ (તેર) જિલ્લા્ઓમાંના ૩૮ ( આડત્રીસ ) તાલુકાઓમાં અમલમાં મુકવામાં આવેલ છે. મત્યોીની ઘોગ ખાતાને લગતી યોજનાઓમાં મુખ્ય ત્વે માછીમાર યુવાનોને તાલીમ આપવી , મત્સ્યબીજનું ઉત્પાદન કરવું, તથા મત્ય્ાઓમબીજ ઉછેર, માછીમારોને બોટ-નેટ પુરી પાડવી , ઇન્યુ્ય લેટેડ બોક્ષ પુરા પડવા, ડીઝલ ની ખરીદી ઉપર ચુકવેલ વેટ ઉપર રાહત આપવી, ભાંભરાપાણી મત્યોેટ ઘોગ માટે જમીન ફાળવણીની ભલામણ કરવી., જળાશય મત્યોમ ઘોગનો વિકાસ, પગડીયા માછીમારોને સહાય, માછીમારો માટે આવાસની યોજનાનું અમલીકરણ કરવું, મત્સ્ય બંદરોના વિકાસ કરવો જેવા મુખ્યપ ઘટકોનો સમાવેશ કરવામાં આવેલ છે.
યોજનાઓની વિગત નીચે મુજબ છે.
- માછીમારોને તાલીમઃ- માછીમારોને તાલીમ માં (૧) કોસ્ટલ એકવાકલ્ચરની ટુંકા ગાળાની તાલીમ આપવામા આવે છે.જેમા ૫૦૦ લાભાર્થીઓ માટે રૂ. ૩.૦૦ લાખની જોગવાઇ કરવામા આવેલ છે. (ર) દરીયાઇ મત્સ્યોદ્યોગ માટે ૩ થી ૬માસ માટેની વ્યવસાયલક્ષી તાલીમ પોરબંદર ખાતે આપવામા આવે છે. જેમા ૧૦૦ લાભાર્થીઓ માટે રૂ. ૬.૦૦ લાખની જોગવાઇ કરવામા આવેલ છે.
- ફીશીંગ બોટ નેટ સહાયઃ- આંતરદેશીય મત્સ્યોદ્યોગ (જળાશય તથા સિંચાઇ તળાવ માં) માછીમારો સ્વરોજગારી પ્રાપ્ત કરી શકે તે માટે `.૭૫૦૦/- ની યુનીટ દીઠ સહાય ચુકવવામા આવે છે. જેમા ૩૫ યુનીટ તથા ૧૦૫ લાભાર્થીઓને આવરી લેવામા આવશે.
- માછીમારોને માછીમારી દરમ્યાન સહાયરૂપ થાય તેવા આધુનીક સાધનો તથા લાઇફ સેવીંગના સાધનો ઉપર સાધનની કિંમતના ૫૦ ટકા સહાય ચુકવવામા આવે છે. જેમા ૨૪૮૬ લાભાર્થી તથા ઓ.બી.એમ. મશીન સહાય માટે ૧૦૦ લાભાર્થીનો લક્ષ્યાંક રાખવામા આવેલ છે.
- કોસ્ટલ એક્વાકલ્ચર માટે જમીની ફાળવણી:- કુલ ૨૫ હેકટર જમીનની ફાળવણીનો લક્ષ્યાંક રાખવામા આવેલ છે.
- પગડીયા માછીમારોને સહાય:- નાના નાના માછીમારોકે જેઓ કાંઠા ઉપર કે ખાડીમાં પગે ચાલીને માછીમારી કરે છે તેવા બી.પી.એલ. ની કક્ષામાઆવતા પગડીયા માછીમારોને માછીમારીના સાધન ખરીદવા યુનીટ કોસ્ટ રૂ. ૮૦૦૦/- ના ૯૦ ટકા લેખે સહાય ચુકવવામા આવે છે. ૧૦૦૦ લાભાર્થીઓનો લક્ષ્યાંક રાખવામા આવેલ છે.
- મહીલામાછીમારોના સ્વ સહાય જુથોને યંત્ર સંચાલીત લારી દીઠ અંદાજીત કિંમત રૂ. ૨.૫૦ લાખનની મહત્તમ મર્યાદા સામે ૭૫ ટકા એટલેકે રૂ. ૧.૮૭ લાખ એક જૂથને વધુમા વધુ સહાય મળવાપાત્ર છે. (ર) છૂટક માછલીના વેંચાણની વ્યવસ્થા ઉભી કરવા માટે જૂથ દીઠ રૂ. ૧.૦૦ લાખના ખર્ચની સામે ૭૫ ટકા એટલેકે મહત્તમ રૂ. ૦.૭૫ લાખની સહાય એક જૂથને મળવાપાત્ર છે. આવા કુલ ૨ જૂથોને સહાય ચુકવવામા આવશે.
- માછીમારો દવારા વપરારતા ડીઝલ ની ખરીદી ઉપર માછીમારો દવારા ચુકવવામા આવતા વેટ ઉપર ૧૦૦ ટકા રાહત ચુકવવામાં આવશે.જેમા ૧૨૨૪૫ હોડીઓ અને ૬૧૨૨૫ લાભાર્થીઓને સહાય ચુકવવામા આવશે.
- મકાન વિહોણા તથા કાચા મકાનોમા રહેતા સક્રિય માછીમારોને મકાન બનાવવા માટે રુ. ૫૦૦૦૦/- ની સહાય ચુકવવામા આવેછે. ૧૫૦ લાભાર્થીઓનો લક્ષ્યાંક રાખવામા આવેલ છે.
- મત્સ્ય ઉત્પાદનની ગુણવત્તા જળવાઇ રહે તથા પરદેશ નિકાસમા વધારો થાય તે માટે હાલના કોલ્ડ સ્ટોરેજ, પ્રોસેસીંગ પ્લાન્ટસ, આઇસ પ્લાન્ટ, વેલ્યુ એડેડ મશીનરી ના અપ ગ્રેડેશન માટે યુનીટ કોસ્ટના ૫૦ ટકા સહાય ચુકવવામા આવે છે. ૩૩ લાભાર્થીઓનો લક્ષ્યાંક રાખવામા આવેલ છે.
- મત્સ્ય બંદરોના વિકાસ તથા જાળવણી માટે તથા માળખાકીય સવલતો પૂરી પાડવા માટે આ યોજના નીચે ખર્ચ કરવામા આવે છે. જેમા ૭- ફીશીરીઝ હાર્બર તથા ૮૦- ઉત્તરાણ કેન્દ્રોના નિભાવ માટે , ૫-મત્સ્ય બંદરોના ડ્રેજીંગ માટે, ૫-મત્સ્ય બંદરો તથા ર-ઉત્તરાણ કેન્દ્રો ઉપર પાણી પુરવઠો પૂરો પાડવો, તથા એસાઇડ પ્રોજેકટ તળે જાફરાબાદ બંદરનો વિકાસ કરવાની યોજના છે.
- માછીમારોની સલામતી માટે DAT (Distress Alert Transmitter) આપવાની આ યોજના છે. જેમા ૯૦ ટકા રાહતથી આવા કુલ ૧૦૦૦ સાધનો આવાનો લક્ષ્યાંક રાખઅવામા આવેલ છે.
ઉપરોકત યોજનાઓમા વર્ષ ૨૦૧૩-૧૪ માં ૬૬૮૧૯ લાભાર્થીઓને રૂ. ૧૪૪૯૦.૪૧ લાખની જોગવાઇ કરવામા આવેલ છે.
સ્ત્રોત : મત્સ્યોદ્યોગ કમિશ્નર, કૃષિ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/22/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.