অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ભાંભરા પાણી જળચરઉછેર

ભાંભરા પાણી જળચરઉછેર

ખેડુતોએ ભાંભરા પાણી મત્સ્યોદ્યોગ માટેશું કરવું જોઈએ

ઐતિહાસીક રીતે જોતાં, ભારતમાં ખારા પાણીની માછલીનું કલ્‍ચર કાંપવાળા પ્રદેશોમાં મળતા વધારે ખારા પાણીના કુદરતી સંશાધનોના વચગાળાના તબક્કા તરીકે અને ડાંગરની ખેતી માટે દ્વિપ, ખાડી, ડેલ્‍ટામાં મળતા કિચડના પ્રદેશો તરીકે વિકસ્‍યું હોવાનું દેખાય છે.

આ યોજના દ્વારા ખેડુતોને દરિયાઇ મત્સ્યોદ્યોગ માટે નીચે પ્રમાણેના લાભ મળી શકે

ભાંભરા પાણીના મત્સ્યોદ્યોગ માટેની તાલીમ યોજના

ભાંભરાપાણીના મત્સ્યોદ્યોગ કરવા માંગતા વ્યકિતઓ/ ઇસમોને ભાંભરા પાણી મત્સ્યોદ્યોગને લગતી તાલીમ આપવામાં આવે છે. આ તાલીમનો સમયગાળો પાંચ દિવસનો છે.જેમાં તાલીમાર્થીને પ્રતિ દિન રૂ. ૧રપ/- લેખે સ્ટાઇપેન્ડ ચુકવવામાં આવે છે.

એરેટરની ખરીદી ૫ર સહાયની યોજના

ભાભરાપાણીમાં ઝીંગા ઉછેર પ્રવૃતિને વેગ આ૫વા માટે ઝીંગા ઉછેરોકોને એરેટરની ખરીદી ૫ર ૫૦% અથવા વધુમાં વધુ રૂ.ર૫૦૦૦/-ની નાણાંકીય સહાય મળવાપાત્ર. એક અરજદારને વધુમાં વધુચાર યુનીટ સુધીની સબસીડી મળવાપાત્ર થશે. એક લાભાર્થીને હેકટર દીઠ એક અને વધુમાં વધુ ચારએરેટર પર સહાય મળવાપાત્ર થશે. પાંચ વર્ષ બાદ ફરીથી આ યોજનાનો લાભ મેળવી શકશે.

વર્ષ ૨૦૧૨-૧૩ માં ૬૪ માછીમાર લાભાર્થીઓને રૂ. ૨૩.૦૧ લાખની સહાય ચુકવવામા આવેલ છે. વર્ષ ૨૦૧૩-૧૪ માં ડીસેમ્બર-૧૩ સુધીમા ૫૬ માછીમાર લાભાર્થીઓને રૂ. ૧૮.૫૨ લાખની સહાય ચુકવવામા આવેલ છે.

શ્રિમ્પ ફાર્મિંગ માટે ઈન્ફાસ્ટ્રકચર સુવિધા ઉભી કરવાની યોજના

 

ઝીંગા ઉછેર ફાર્મ માટે રોડ, ડ્રેનેજ અને વીજળી પુરવઠાની સુવિધાઓ ઉભી કરવા માટે ઝીંગા ઉછેર ફાર્મ ધારકોને માર્ગ અને મકાન વિભાગના ઇજનેર દ્વારા પ્રમાણિત કરેલ પ્લાન એસ્ટીમેટ મુજબ સરકારશ્રીના ખર્ચે સુવિધા પુરી પાડવામાં આવે છે.

શ્રિમ્‍પ ફાર્મિંગના વિકાસ માટે સહાયની યોજના

આ કાર્યક્રમમાં પ્રથમ વર્ષે ર્ફામના બાંધકામ/કન્સટ્રકશનના હેતુ માટે તથા ર્ફામ સુધારણા/રીનોવેશન માટે નાણાકીય સહાય પુરી પાડવા આયોજન છે. નવા તળાવોના બાંધકામ/ કન્સટ્રકશન માટે ૫ હેકટર સુધીના જળવિસ્તાર(વોટર સ્પ્રેડ એરીયા)નાં ફાર્મ માટે પ્રતિ હેકટરે કેપીટલ કોસ્‍ટની સામે ર૫% સહાય અથવા વધુમાં વધુ રૂ.૬૦,૦૦૦/- અને મહતમ રુપિયા ૩.૦૦ લાખની મર્યાદામાં લાભાર્થીદીઠ નાણાંકીય સહાય સુચવવામાં આવે છે. તથા ર્ફામ સુધારણા/રીનોવેશન માટે ૫ હેકટર સુધીના જળવિસ્તાર(વોટર સ્પ્રેડ એરીયા)નાં ફાર્મ માટે પ્રતિ હેકટરે કેપીટલ કોસ્‍ટની સામે રપ% સહાય અથવા વધુમાં વધુ રૂ.૨૦,૦૦૦/- અને મહતમ રુપિયા ૧.૦૦ લાખની મર્યાદામાં લાભાર્થીદીઠ નાણાંકીય સહાય આપવામાં આવેછે. વર્ષ ૨૦૧૨-૧૩ માં ૮૭ હેકટર ની સિધ્ધિ સાથે માછીમાર લાભાર્થીઓને રૂ. ૧૭.૫૧ લાખની સહાય ચુકવવામા આવેલ છે. વર્ષ ૨૦૧૩-૧૪ માં ડીસેમ્બર-૧૩ સુધીમા ૩૦ હેકટર ની સિધ્ધિ સાથે માછીમાર લાભાર્થીઓને રૂ. ૬.૪૭ લાખની સહાય ચુકવવામા આવેલ છે.

સી વીડ કલ્ચર (દરિયાઇ શેવાળનાં ઉછેર) માટે નિદર્શન અને તાલીમ માટે ની યોજના

આ યોજનામાં સીવીડ કલ્ચરની પ્રવૃતિ હાથ ધરવા માટે આ ક્ષેત્રનાં નિષ્ણાતો ધ્વારા નિર્દેશન અને તાલીમનું આયોજન કરવામાં આવે છે. જેમાં તાલીમ દરમ્યાન લાભાર્થીને પ્રતિદીન રૂ.૧૦૦.૦૦ લેખે સ્ટાઇપેન્ડ ચુકવવામાં આવે છે. આ તાલીમનો સમયગાળો ૧૦ દિવસનો છે. તાલીમ પામેલ મહિલા લાભાર્થીને સી-વીડ ઉછેર માટેના રાફ્ટ પર રૂ. ૧,૦૦૦/-ની સહાય આપવામાં આવે છે.

સ્ત્રોત: મત્સ્યોદ્યોગ કમિશ્નર, કૃષિ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/19/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate