માછીમારોને આધુનિક સાધનો જેવા કે, જીપીએસ, નેવીગેટર, ફીશફાઈન્ડર, વીએચએફ રેડીયો અને લાઈફ સેવીંગ એપ્લાયન્સ માટે સહાય આપવી. જેથી વાવાઝોડા સમયે ચેતવણી આપી શકાય, દરીયામાં ફીશીગ દરમ્યાન મુશ્કેલી સમયે કાંઠા સાથે સંપર્ક જાળવી શકાય.
સહાયનું ધોરણ:
આધુનિક સાધન |
સહાયનું ધોરણ |
ઈલેકટ્રીક સાધનો પર સહાય |
સાધનો ની ખરીદી પેટે સાધનોની મૂળ રકમ અથવા દરેક સાધનો માટે નિયત કરાયેલ યુનીટ કોસ્ટ પૈકી બેમાંથી જે ઓછું હશે તેટલી રકમ મળવાપાત્ર થશે. |
એલપીજી કીટ |
કિંમતના ૧૦૦% સહાય આપવામાં આવશે. |
લાઈફ સેવીંગ ઈકવીપમેન્ટ |
લાઈફ સેવીંગ ઈકવીપમેન્ટ લાઈફ સેવીંગ ઈકવીપમેન્ટ માટે સહાયનું ધોરણ તેની કિંમતના પO% અથવા રૂા.પ,૦૦૦/- જે ઓછું હોય તે |
યોજનાનું કાર્યક્ષેત્ર
દરિયા કિનારા પર આવેલ તમામ તાલુકા વિસ્તારો, કચેરીઓ હેઠળના વિસ્તાર.
યોજનાની શરતો અને બોલીઓઃ
ઉદ્દેશ: ગુજરાતના દરિયામાં ઈન્ડો પાક બોર્ડર આવેલી છે. ઈન્ટરનેશનલ, બોર્ડર લાઈન નજીકના વિસ્તારમાં માછીમારી કરતા ભારતીય માછીમારો તથા બોટ પાકિસ્તાન મરીન સીકયુરીટી એજન્સી ધ્વારા ધરપકડ કરવના બનાવો અવારનવાર બને છે. આ માછીમારો પકડાતાં તેઓના કુટુંબીજનો નિરાધાર બને છે. આ સંજોગોમાં આવા માછીમારો ની ધરપકડ થઈ હોય તે તારીખથી તેઓને પરત છોડવામાં આવે તે તારીખ સુધીના સમય ગાળા દરમ્યાન તેમના કુટુંબીનોના જીવન નિર્વાહ માટે કુટુંબના સીધા વારસદારને રૂાપO/-દૈનિક સહાય ભથ્થ ચુકવવાની યોજના સરકારશ્રીએ મંજુર કરેલ છે. આ રાહતનો લાભ કોને મળવાપાત્ર છે? તેમજ અન્ય જરુરી વિગતો.
પગડીયા માછીમારો કે જેઓ માછીમારી માટેના કોઈ સાધનો ધરાવતા નથી તેઓને મત્સયોધોગ ક્ષેત્રે પ્રોત્સાહીત કરવા માટે માછીમારો માટેના સાધનો જેવા કે, જાળ, સાયકલ, બોક્ષ તથા વજનકાંટા જેવા સાધનો પુરા પાડવાની યોજના અમલમાં છે.આ યોજના તળે સાયકલ , જાળ, ઈન્સલ્યુબોક્ષ તથા વજનકાટાના યુનીટ માટે ર.પ૦૦૦/- ની યુનીટ કોસ્ટ ની મર્યાદામાં ૯૦ % સહાય આપવામાં આવે છે.
સહાયનું ધોરણ: સાયકલ માટે રૂા.૨,૦૦૦/-,જાળ માટે રૂા.૨૦૦૦/- ઈન્સલ્યુલેટેડબોક્ષ માટે રૂ.૭૦૦/- તથા વજનકાંટા માટે રૂ.૩૦૦/- એમ કુલ યુનિટ કોસ્ટ રૂ. ૫,૦૦૦|- પર ૯૦% લેખે સહાય આપવામાં આવે છે. યોજનાનું કાર્યક્ષેત્ર: દરિયા કિનારા પરના તાલુકા વિસ્તારો.
યોજનાની શરતો અને બોલીઓ.
ઉદ્દેશ: પરંપરાગત માછીમારી કરતા નાના માછીમારો સ્થાનિક અને દરિયામાં નજીકના અંતરે માછીમારી કરે છે. તેઓને યાંત્રિકરણ તરફ વાળવા માટેની પ૦% કેન્દ્ર પુરસ્કૃત યોજના અમલમાં છે. નાના માછીમારો પોતાની હોડીમાં કેરોસીનથી ચાલતા બહારના યંત્રો વાપરે તો માછીમારી કરી ઝડપથી પરત આવી શકે કે જેથી તાજી ગુણવત્તાવાળી મચ્છીનું વેચાણ કરી આર્થિક રીતે પગભર થઈ શકે.
સહાયનું ધોરણ: આ યોજના હેઠળ બહારના યંત્રની કિંમતના પO% અથવા રૂ.૩૦,૦૦૦|- જે ઓછું હોય તે રકમ સહાય તરીકે ચુકવવામાં આવે છે. સહાયની રકમના પO% રકમ ભારત સરકાર ભોગવે છે.
યોજનાનું કાર્ય ક્ષેત્ર: દરિયા કિનારા પર આવેલ તમામ તાલુકા વિસ્તારો.
યોજનાની શરતો અને બોલીઓ.
ઉદ્દેશ :રાજયના મરીન ઉત્પાદન ની નિકાસને પ્રોત્સાહન આપવાના હેતુને ધ્યાને લઈ મત્સય ઉત્પાદનને હાઈજેનીક કન્ડિશન માં જાળવણી કરી શકાય તે માટે પ્રોસેસીંગ પ્લાન્ટ, કોલ્ડ સ્ટોરેજ, આઈસ ફેકટરીને આપ ગ્રેડ કરવા તથા વેલ્યુ એડેડ મશીનરી ની ખરીદીને પ્રોત્સાહન આપવા માટેની યોજના અમલમાં છે.
સહાયનું ધોરણ:
સુવિધા |
સહાયનું ધોરણ |
પ્રોસેસીંગ પ્લાન્ટ |
ખર્ચના પO% અથવા મહત્તમ રૂા. પ૦ લાખ બેમાંથી જે ઓછું હોય તે |
કોલ્ડ સ્ટોરેજ |
ખર્ચના પO% અથવા મહત્તમ રૂ. ૨.૫ લાખ બેમાંથી જે ઓછું હોય તે |
આઈસ પ્લાન્ટ |
ખર્ચના પO% અથવા મહત્તમ રૂ. ૫ લાખ બેમાંથી જે ઓછું હોય તે |
વેલ્યુ એડેડ મશીનરી |
ખર્ચના પO% અથવા મહત્તમ રૂ. ૧૦૦ લાખ બેમાંથી જે ઓછું હોય તે |
નોંધ :-પાકિસ્તાન સત્તાવાળા દવારા પકડવામાં આવેલ માછીમારોને મુકત કરાવવા બાબત.
જયારે જયારે પાકિસ્તાન મરીન સીકયોરીટી એજન્સી દ્વારા ભારતીય માછીમારોની તથા તેઓની બોટ પકડાયાની માહિતી મળે છે, ત્યારે ત્યારે આવા પકડાયેલા માછીમારો તથા તેઓની બોટની વિગતો જેવી કે, માછીમારોના નામ , ઉમર, તેઓના વતનનો દાખલો, રેશનકાર્ડ નો પુરાવો, કેિકપાસ, તેઓના ફોટોગ્રાફસ તથા બોટનું નામ, બોટના માલીકનું નામ, બોટ નંબર , બોટ સાથે કેટલા ખલાસીટિંડેલ પકડાયા છે, જેવી અગત્યની તમામ બાબતો જિલ્લા કચેરી પાસેથી મેળવી તેની ચકાસણી કરી અત્રેથી માછીમારોની બોટ વાઈઝ ફાઈલો વખતો વખત ભારત સરકારશ્રીના વિદેશ મંત્રાલય, નવી દિલ્હીને માછીમારોને છોડાવવા માટે મોકલી આપવામાં આવે છે. આ માછીમારો તથા બોટોને છોડાવવા માટે રાજય સરકારશ્રી સ્તરેથી ભારત સરકારશ્રીને પણ વારંવાર પત્રો દવારા વિનંતી કરવામાં આવે છે. તાજેતરમાં સરકારશ્રીના પ્રયત્નોને કારણે તા: ૩૧/૯/૨૦૧૦ થી તા: ૭/૯/૨૦૧૦ સુધી તબકકાવાર કુલ ૪૪૨ માછીમારોને મુકત કરવામાં આવેલ છે. પાકિસ્તાન મરીન સીકયુરીટી એજન્સી દવારા માછીમારની ધરપકડ થવાને કારણે પકડાયેલ માછીમારોનું કુટુંબ નિરાધાર બની જાય છે. તથા માછીમારોના કુટુંબને રોજીરોટી નો પ્રશ્નન ઉપસ્થિત થાય છે. આવા સંજોગોને ધ્યાને લઈને માછીમારના કુટુંબને આર્થિક દૈનિક સહાય રૂા. પO|- ચુકવવા માટે સરકારશ્રીએ એક યોજના વર્ષ ૨૦૦૩-૦૪ થી અમલમાં મુકી છે. આ યોજનામાં માછીમાર પાકિસ્તાન સત્તાવાળા દવારા જે તારીખે પકડાય તે તારીખ થી તે પાકિસ્તાન જેલમાંથી છુટીને વતન પરત આવે તે તારીખ સુધી માછીમારોના કુટુંબીજનોને દૈનિક આર્થિક સહાય પેટે રૂ.૫૦ |- ચુકવવામાં આવે છે. વર્ષ ર૦૧૦-૧૧ માટે રૂ.૯૪.૦૦ લાખ ની જોગવાઇ રાખવામાં આવેલ છે. જેની સામે સપ્ટેમ્બર-૨૦૧૦ અંતિત ૩.૮૧ લાખનો ખર્ચ થયેલ છે. પાકિસ્તાન મરીન સીકયુરીટી એજન્સી દવારા કેટલા માછીમારની ધરપકડ થશે ? તેઓને કેટલા સમય માટે જેલમાં રાખવામાં આવશે તેનો સમય નકકી હોતો નથી.
સ્ત્રોત: મત્સ્યોદ્યોગ કમિશ્નર
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020