પાકિસ્તાન સત્તાવાળાઓ દ્વારા જે માછીમાર પકડાય તે તારીખથી પાકિસ્તાન જેલમાંથી છુટે તે તારીખ સુધી દૈનિક રૂા.પ૦/- લેખે માછીમાર ના કુટુંબને જીવન નિર્વાહ માટે દૈનિક આર્થિક સહાય ચુકવવામાં આવે છે.તા. ૧૫/૦૯/૨૦૧૨ થી આ યોજનામાં સહાય વધારી પ્રતિદિન રૂ. ૧૫૦/- ની કરવામા આવેલ છે.
વર્ષ ૨૦૧૨-૧૩ માં ૪૨૨ માછીમાર કુટુંબને રૂ. ૭૭.૭૨ લાખની સહાય ચુકવવામા આવેલ છે. વર્ષ ૨૦૧૩-૧૪ માં ડીસેમ્બર-૧૩ સુધીમા ૩૨૭ માછીમાર કુટુંબને રૂ. ૧૦૬.૬૩ લાખની સહાય ચુકવવામા આવેલ છે.
પગે ચાલીને માછીમારી માટે જતા વાહન અને બોટ ન ધરાવતા હોય તેવા પગડીયા માછીમારોને માછલી પકડવાની જાળ, સાયકલ, ઇન્સ્યુલેટેડ બોક્ષ અને વજનકાંટાની ખરીદી પર યુનીટ કોસ્ટ રૂા.પ૦૦૦/-ની મર્યાદામાં ૯૦ ટકા લેખે રૂા.૪પ૦૦/-સહાય આપવામાં આવે છે. વર્ષ ર૦૧ર-૧૩માં સહાયના ધોરણમાં નીચે મુજબ સુધારો કરવામાં આવેલ છે. પગડીયા માછીમારોને સહાયનું ધોરણ સાયકલ રૂા.૩૦૦૦/- જાળ રૂા.૩૦૦૦/- ઇન્સ્યુલેટેડ બોક્ષ રૂા.૧પ૦૦/- વજનકાંટો રૂા.પ૦૦/- કુલ મળીને યુનીટ કોસ્ટ રૂા.૮૦૦૦/-ના ૯૦ ટકા લેખે રૂા.૭ર૦૦/- ની મહત્તમ સહાય આપવામા આવે છે.
વર્ષ ૨૦૧૨-૧૩ માં ૧૩૯૨ માછીમાર લાભાર્થીઓને રૂ. ૭૦.૭૭ લાખની સહાય ચુકવવામા આવેલ છે. વર્ષ ૨૦૧૩-૧૪ માં ડીસેમ્બર-૧૩ સુધીમા ૯૬૩ માછીમાર લાભાર્થીઓને રૂ. ૬૬.૩૯ લાખની સહાય ચુકવવામા આવેલ છે.
બે બેટરીની બોટો ધરાવતા માછીમારોને નીચે મુજબ ઇલેકટ્રીક સાધનો ઉપર સહાય ચુકવવામાં આવે છે.
ઉકત ઇલેકટ્રીક સાધનોની ખરીદીની યુનીટ કોસ્ટ રૂા. ૧પ૦૦૦/-મહત્તમ અથવા ખરીદ કિમત એ બેમાંથી જે ઓછુ હોય તે સહાય તરીકે મળવાપાત્ર છે.
એફઆરપી બોટ ધરાવતા માછીમારોને સોલાર ઇલેકટ્રીક લેન્ટર્ન રૂા.૩પ૦૦/- અથવા ખરીદ કિંમત બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર છે.
વર્ષ ૨૦૧૨-૧૩ માં ૧૪૭૨ માછીમાર લાભાર્થીઓને રૂ. ૨૦૫.૬૫ લાખની સહાય ચુકવવામા આવેલ છે. વર્ષ ૨૦૧૩-૧૪ માં ડીસેમ્બર-૧૩ સુધીમા ૫૨૮ માછીમાર લાભાર્થીઓને રૂ. ૭૭.૨૭ લાખની સહાય ચુકવવામા આવેલ છે.
આ યોજના તળે માછીમારો દરીયામાં માછીમારી કરવા જાય ત્યારે તેઓની સલામતી માટે લાઇફ સેવીંગ એપ્લાયન્સીસની ખરીદ કિંમતના પ૦ ટકા સહાય આપવામાં આવશે.સરકારશ્રીના કૃષિ અને સહકાર વિભાગના ઠરાવ ક્રમાંકઃએફડીવી/૧૩ર૦૧૧/૧૭૪પ્/ટ,તા.ર૦-૬-ર૦૧રથી આ ધટક તળે સહાયની પેટર્ન તથા બોલીઓ અને શરતોમાં ફેરફાર કરેલ છે. લાઇફ સેવીંગ ઇકવીપમેન્ટમાં લાઇફ સેવીંગ જેકેટ રૂા.ર૦,૦૦૦/-(૬ નંગ),લાઇફ બોય રીગ્સ રૂા.૧૦,૦૦૦/-(ર નંગ) તથા ઇમરજન્સી લાઇટ રૂા.૧૦,૦૦૦/-(ર નંગ) વિગેરેનું એક યુનીટ ગણી યુનીટ કોસ્ટ રૂા.૪૦,૦૦૦/-ના પ૦ ટકા લેખે રૂા.ર૦,૦૦૦/-ની મહત્તમ સહાય આપવામાં આવશે.
વર્ષ ૨૦૧૨-૧૩ માં ૨૨૪૦ માછીમાર લાભાર્થીઓને રૂ. ૪૪૮.૦૦ લાખની સહાય ચુકવવામા આવેલ છે. વર્ષ ૨૦૧૩-૧૪ માં ડીસેમ્બર-૧૩ સુધીમા ૩૫૪૮ માછીમાર લાભાર્થીઓને રૂ. ૬૪૮.૦૯ લાખની સહાય ચુકવવામા આવેલ છે.
આ યોજના તળે ૪ ઇંચથી ઉપરની મેશ સાઇઝની ગીલનેટ ઉપર ૧.૦૦ લાખ યુનિટ કોસ્ટની મર્યાદામાં રપ ટકા અને મહત્તમ રૂા.રપ,૦૦૦/-ની સહાય મળવાપાત્ર થશે.અને લાભાર્થીએ ગીલનેટની ખરીદી જી.એફ.સી.સી.એ.અથવા અધિકૃત વિક્રેતા પાસેથી કરવાની રહેશે.
વર્ષ ૨૦૧૨-૧૩ માં ૫૯ માછીમાર લાભાર્થીઓને રૂ. ૧૨.૫૬ લાખની સહાય ચુકવવામા આવેલ છે. વર્ષ ૨૦૧૩-૧૪ માં ડીસેમ્બર-૧૩ સુધીમા ૧૩૧ માછીમાર લાભાર્થીઓને રૂ. ૩૦.૧૫ લાખની સહાય ચુકવવામા આવેલ છે.
આ યોજના તળે દરિયામાં માછીમારી કરતી બોટો એકથી વધુ દિવસ માટે દરીયામાં રહે છે તેમજ આ બાટોમાં ટોઇલેટની સુવિધા હોતી નથી તેથી કાયમી અથવા પોર્ટેબલ ટોઇલેટની સુવિધા ઉભી કરવા માટે તેની યુનીટની કિંમત રૂા.૧પ,૦૦૦/- જેની ઉપર મહત્તમ રૂા.૧૦૦૦૦/- અથવા ખરેખર થયેલ ખર્ચ એ બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર છે.
વર્ષ ૨૦૧૩-૧૪ માં ડીસેમ્બર-૧૩ સુધીમા ૨૫૪ માછીમાર લાભાર્થીઓને રૂ. ૨૫.૩૦ લાખની સહાય ચુકવવામા આવેલ છે.
મધદરીયે માછીમારો તથા બોટોને કુદરતી આપત્તિઓથી બચવા માટે રાજયમાં રહેલ બોટોને સેફટી સાધનો આપવાનું આયોજન કરેલ છે. જેમાં ભારત સરકારશ્રીની ઇસરો સંસ્થા ધ્વારા સેટેલાઇટ બેઇઝડ ડીસ્ટ્રલ એલર્ટ ટ્રાન્સમીટર (DAT) ની શોધ કરેલ છે. જે ઓછી કિંમતું GPS સેટેલાઇટ બેઇઝ સાધન છે અને માછીમારી બોટોને આપત્તિના સમયમાં તાત્કાલીક કાંઠા ઉપર રહેલ કંટ્રોલ રૂમમાં સમાચાર આપી શકે તેવું સાધન છે. GPS સેટેલાઇટ બેઇઝ સાધન હોવાથી દરીયામાંરહેલ બોટનું ચોકકસ લોકેશન જાણી શકાય છે. તેવી સુવિધાવાળું સીસ્ટમ છે. આ સાધનમાં માછીમારોને સરળતાથી ખબર પડી શકે તે મુજબ વિવિધ ઇમરજન્સી સેવાઓ જેવી કે, મેડીકલ,વાવાઝોડામાં ફસાયેલ બોટ,આગલાગવા સંદર્ભ,અન્ય સુરક્ષાનું બટન દબાવતાની સાથે કોસ્ટ ગાર્ડ કંટ્રોલ રૂમને દરિયામાં બોટોને કઇ ઇમરજન્સી સેવાની જરૂર છે તે ચોકકસ કઇ જગ્યાએ છે તે જાણીને તેની બચાવ કાગીરી ઝડપી અને સરળતાથી કરી શકે છે.
આમ માન્યતા આપેલ ડીસ્ટ્રેલ એલર્ટ ટ્રાન્સમીટર સીસ્ટમની કિંમતના ૯૦ ટકા અથવા રૂા.૧૫,૩૦૦/- બેમાંથી જે ઓછું હશે તે સબસીડી લાભાર્થીને મળવાપાત્ર થશે.
વર્ષ ૨૦૧૨-૧૩માં રૂા.૧૫૩.૦૦ લાખની જોગવાઇની સામે સુધારીને રૂા.૨૫.૦૦ લાખની રાજય સરકારની પ્લાન તથા રૂા.૬૩.૭૫ લાખ કેન્દ્ર સરકારની નોન પ્લાન મળીને કુલ રૂા.૮૮.૭૫ લાખની જોગવાઇ કરવામાં આવેલ. જેની સામે ૫૦૦ લાભાર્થીઓને કુલ રૂા.૮૮.૭૫ લાખની સહાય ચુકવવામાં આવેલ છે. વર્ષ ૨૦૧૩-૧૪માં રૂા.૨૫.૦૦ લાખની રાજય સરકારની પ્લાન તથા રૂા.૧૨૮.૦૦ લાખ કેન્દ્ર સરકારની નોન પ્લાન મળીને કુલ રૂા.૧૫૩.૦૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે. જેમાં કેન્દ્ર સરકારના ફાળા પેટે રૂા.૫૭.૩૮ લાખનો ખર્ચ કરવામાં આવેલ છે. જેમાં ૫૦૦ બોટોના લાભાર્થીઓને આવરી લેવામાં આવેલ છે.
પ્રોસેસીંગ પ્લાન્ટ,કોલ્ડ સ્ટોરેજ,આઇસ પ્લાન્ટના અપગ્રેડેશન તથા વેલ્યુ એડેડ મશીનરીની ખરીદી ઉપર સહાય મળવાપાત્ર છે.
નાના માછીમારો પોતાની હોડીઓમાં કેરોસીનથી ચાલતા બહારના યંત્રો વાપરે તો માછીમારી કરી ઝડપથી પ્રત આવી શકે છે અને તાજી મચ્છીના વેચાણથી સારો નફો મેળવી શકે છે અને આર્થીક રીતે પગભર થઇ શકે છે આ યોજના હેઠળ ર સ્ટ્રોક બહારના યંત્રની કિંમતના પ૦ ટકા અથવા રૂા.૩૦,૦૦૦/- એ બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર છે.અને સહાયની રકમનો પ૦ ટકા હિસ્સો ભારત સરકાર ભોગવે છે.
વર્ષ ૨૦૧૨-૧૩ માં ૪૧૮ માછીમાર લાભાર્થીઓને રૂ. ૧૨૫.૩૬ લાખની સહાય ચુકવવામા આવેલ છે.
વર્ષ ૨૦૧૩-૧૪ માં ડીસેમ્બર-૧૩ સુધીમા ૨ માછીમાર લાભાર્થીઓને રૂ. ૧.૨૦ લાખની સહાય ચુકવવામા આવેલ છે.
આ યોજના તળે માછીમાર મહીલાઓના સ્વ સહાય જુથોને (૧) યંત્ર સંચાલીત લારી દીઠ અંદાજીત કિંમત રૂા.ર.પ૦ લાખની મહત્તમ મર્યાદા સામે ૭પ ટકા એટલે કે રૂા.૧,૮૭,પ૦૦/- એક જુથને વધુમાં વધુ સહાય મળવાપાત્ર થાય છે.(ર) છુટક માછલી વેચાણની વ્યવસ્થા ઉભી કરવા માટે જુથ દીઠ રૂા.૧.૦૦ લાખના ખર્ચની સામે ૭પ ટકા એટલે કે ૭પ,૦૦૦/- એક જુથને વધુમાં વધુ સહાય મળવાપાત્ર થશે.
વર્ષ ૨૦૧૨-૧૩ માં ૩ મહીલા સ્વ સહાય જુથ ને રૂ. ૨.૨૫ લાખની સહાય ચુકવવામા આવેલ છે.
સ્ત્રોત: મત્સ્યોદ્યોગ કમિશ્નર, કૃષિ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/18/2020