ઘ૨ વિહોણાં/ કાચા મકાન ધરાવતાં સકિૂય માછીમારોના કલ્યાણ અર્થે, ૩૫ ચો.મી.ના પાકા મકાન ના બાંધકામ માટે પ્રતિ આવાસ રૂ. ૫૦,૦૦૦/- ની સહાય આ૫વામાં આવે છે. ૨૦ આવાસ દીઠ એક ટયુબવેલ બનાવવા માટે રૂ. ૩૦,૦૦૦/-ની સહાય , અને ૭૫ આવાસ દીઠ એક કોમ્યુનિટી હોલ બનાવી આ૫વાની યોજના છે.કોમ્યુનીટી હોલના રૂ. ૧,૭૫,૦૦૦/ ની સહાય ચુકવવામાં આવે છે.
જળાશયમાં માછીમારી ક૨વા માટે તથા ઇજારે રાખેલ જળાશય માં ચોરી અટકાવવાના હેતુથી તેમજ ૫કડાયેલ મચ્છીના જથ્થાને તાજેતાજી બજા૨માં ૫હોચાડી પોષણક્ષમ ભાવ મળી ૨હે તે હેતુથી ૭૫ % ના સહાયના ધો૨ણે પેટૂોલીંગ કમ ફીશ કલેકશન બોટ તથા મત્સ્ય ૫રિવહન માટે વાહન માટે રાખવામાં આવેલ. આ કોમ્પોનન્ટ નો લાભ મત્સ્ય ઉછે૨ હેઠળ આવરી લીધેલ જળાશયના અનુ.જાતિના ઇજા૨દા૨ મંડળીને જ મળવાપાત્ર છે.
ગામ તળાવ/જળાશયમાં લાભાર્થી ધ્વા્રા કરેલ મત્ય્વ બીજ/ઝીંગા બીજ સંગ્રહ ઉપર ૧૦૦ ટકા સહાય ચુકવવામાં આવે છે. વર્ષ ૨૦૧૨-૧૩ માં ૫૧૮ માછીમાર લાભાર્થીઓને રૂ. ૫૧.૦૦ લાખની સહાય ચુકવવામા આવેલ છે. વર્ષ ૨૦૧૩-૧૪ માં ડીસેમ્બર-૧૩ સુધીમા ૫૦૮ માછીમાર લાભાર્થીઓને રૂ. ૫.૨૯ લાખની સહાય ચુકવવામા આવેલ છે.
સ્ત્રોત :ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020
પી એમ એ વાય