આ યોજના સ્થાનિક કક્ષાએ વ્યકિતગત લાભાર્થીઓને મત્સ્યબીજ ઉછે૨ કાર્યકૂમમાં સાંકળી રોજગારી પુરી પાડવાની યોજના હોવાથી વ્યકિતગત લાભાર્થીઓને રોકવાનાં ૨હેશે. લાભાર્થી તરીકે કોઈ સહકારી મંડળીકે સંસ્થાને રોકી શકાશે નહીં. સ્થાનિક કક્ષાએ જે તે મંડળીઓ પોતાનાં સભાસદોને લાભાર્થી તરીકે રોકવા ભલામણ કરી શકશે ૫રંતુ ૫સંદગીની કાર્યવાહી સ્થાનિક કચેરી ત૨ફથી ક૨વામાં આવશે.
વર્ષ ૨૦૧૨-૧૩ માં ૧૨૩ માછીમાર લાભાર્થીઓને રૂ. ૮.૨૪ લાખની સહાય ચુકવવામા આવેલ છે. વર્ષ ૨૦૧૩-૧૪ માં ડીસેમ્બર-૧૩ સુધીમા ૧૬૩ માછીમાર લાભાર્થીઓને રૂ. ૧૦.૧૧ લાખની સહાય ચુકવવામા આવેલ છે.
લાભાર્થીઓ ત૨ફથી માછલી વેચાણ માટેનાં જરુરી સાધનો જેવાં કે, (૧) ઇન્સ્યુલેટેડ બોક્ષ (૨) સાદુ બોક્ષ (૩) રેકડી તથા (૪) વજનકાંટો ના એક પુર્ણ યુનિટનીકે ઇન્ડીવીડ્યુઅલ સાધન નીખરીદકિંમત મુજબ યુનિટકોસ્ટ રૂ. ૧૦,૦૦૦/- નકકી ક૨વામાં આવેલ છે. જેનાં ઉ૫૨ ૫૦ % ના ધો૨ણે સહાય મળવાપાત્ર ૨હેશે.
વર્ષ ૨૦૧૨-૧૩ માં ૬૬ માછીમાર લાભાર્થીઓને રૂ. ૨.૫૩ લાખની સહાય ચુકવવામા આવેલ છે. વર્ષ ૨૦૧૩-૧૪ માં ડીસેમ્બર-૧૩ સુધીમા ૧૦ માછીમાર લાભાર્થીઓને રૂ. ૦.૩૮ લાખની સહાય ચુકવવામા આવેલ છે.
લાભાર્થી ધ્વારા ટીનબોટ-નેટ અને એફઆરપી બોટ જાળની ખરીદી ઉપર પ૦ ટકા સહાય આપવામાં આવે છે.ટીન બોટ નેટમાં એક યુનિટની કિંમત રૂા.૧પ૦૦૦/-ની રહેશે.જેમાં ટીન બોટની કિંમત રૂા.૧૦૦૦૦/- અને નેટની કિંમત રૂા.પ૦૦૦/- જયારે એફઆરપી બોટ જાળમાં એક યુનિટની કિંમત રૂા.૩૦૦૦૦/- રહેશ.જેમાં એફઆરપી બોટની કિમત રૂા.રપ૦૦૦/- અને જાળની કિંમત રૂા.પ૦૦૦/- રહેશે.
વર્ષ ૨૦૧૨-૧૩ માં ૨૭ માછીમાર લાભાર્થીઓને રૂ. ૦.૫૫ લાખની સહાય ચુકવવામા આવેલ છે. વર્ષ ૨૦૧૩-૧૪ માં ડીસેમ્બર-૧૩ સુધીમા ૩૩ માછીમાર લાભાર્થીઓને રૂ. ૦.૯૧ લાખની સહાય ચુકવવામા આવેલ છે.
આ યોજના તળે ગૂામ્ય કક્ષાએ બેકા૨ યુવાનોને ગૂામ્ય તળાવો ઇજારે આપી , તેમાં મત્સ્યોદ્યોગ પ્રવ્રતિ હાથ ધરાવી, રોજગારી મેળવી પોતાના ૫ગભ૨ થઈ શકે તે માટે મત્સ્યોધોગ તાલીમ આ૫વામાં આવે છે.આ તાલીમ દરમ્યાન એક ફીલ્ડ ટ્રીપનું પ્ણ આયોજન હાથ ધરવામાં આવે છે.આ તાલીમ ૧૮ થી ૪પ વર્ષના યુવાનો/મહીલાઓને આપવામાં આવે છે.
વર્ષ ૨૦૧૨-૧૩ માં ૪૧૨૯ માછીમાર લાભાર્થીઓને રૂ. ૫૧.૩૯ લાખનું સ્ટાઇપેન્ડ ચુકવવામા આવેલ છે. વર્ષ ૨૦૧૩-૧૪ માં ડીસેમ્બર-૧૩ સુધીમા ૨૩૪૮ માછીમાર લાભાર્થીઓને રૂ. ૨૮.૬૭ લાખનું સ્ટાઇપેન્ડ ચુકવવામા આવેલ છે.
સ્ત્રોત: મત્સ્યોદ્યોગ કમિશ્નર, કૃષિ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020