অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ભારતના રાજ્યો ,વિસ્તાર, વસ્તી – એક નજર

ભારતના રાજ્યો ,વિસ્તાર, વસ્તી – એક નજર

આપણે જાણીએ છીએ કે ભારત દેશમાં ૨૮ રાજ્યો અને ૭ કેન્દ્રશાસિત પ્રદેશો આવેલ છે. ભારતનો કુલ વિસ્તાર આશરે 3,166,279 ચોરસ કીમી છે અને કુલ આશરે વસ્તી તા.૨/૯/૨૦૧૧ ના રોજ 1,210,193,422 છે. એક ચોરસ કીમી દીઠ સરેરાશ ૩૮૫ લોકો રહે છે. નીચે આપણાં રાજ્યો, તેનો વિસ્તાર અને તેની આશરે વસ્તી આપેલ છે. જેને લીધે અંદાજ આવશે કે જુદા જુદા પ્રદેશોમાં ચોરસ કીમી દીઠ વસ્તીનું પ્રમાણ જુદુ જુદુ છે.

ક્રમ નામ ટુંકુ નામ પ્રકાર પટનગર વિસ્તાર (ચોરસ કીમી) ૦૯/૦૨/૨૦૧૧ ના રોજ આશરે વસ્તી ચોરસ કીમી. દીઠ વસ્તી
આંદામાન અને નિકોબાર દ્વિપ સમુહ ANI કેન્દ્રશાસિત પ્રદેશ પોર્ટ બ્લેર 8,248 379,944 46.0649855
આંધ્ર પ્રદેશ AND રાજ્ય હૈદ્રાબાદ 275,069 84,665,533 307.797436
અરુણાચલ પ્રદેશ ARU રાજ્ય ઈટાનગર 83,743 1,382,611 16.510168
આસામ ASS રાજ્ય દિસપુર 78,438 31,169,272 397.37464
બિહાર BIH રાજ્ય પટના 94,163 103,804,637 1102.39305
ચંદીગઢ CHA કેન્દ્રશાસિત પ્રદેશ ચંદિગઢ 114 1,054,686 9251.63158
છત્તીસગઢ CHH રાજ્ય રાયપુર 135,191 25,540,196 188.919351
દાદરા અને નગર હવેલી DAD કેન્દ્રશાસિત પ્રદેશ સિલ્વાસ 491 342,853 698.274949
દમણ અને દિવ DAM કેન્દ્રશાસિત પ્રદેશ દમણ 112 242,911 2168.84821
૧૦ દિલ્હિ DEL કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હિ 1,483 16,753,235 11296.8543
૧૧ ગોવા GOA રાજ્ય પણજી 3,702 1,457,723 393.766343
૧૨ ગુજરાત GUJ રાજ્ય ગાંધીનગર 196,024 60,383,628 308.042015
૧૩ હરીયાણા HAR રાજ્ય ચંદિગઢ 44,212 25,353,081 573.443432
૧૪ હિમાચલ પ્રદેશ HIM રાજ્ય સીમલા 55,673 6,856,509 123.156809
૧૫ જમ્મુ અને કાશ્મીર JAM રાજ્ય શ્રીનગર / જમ્મુ 101,387 12,548,926 123.772535
૧૬ ઝારખંડ JHA રાજ્ય રાંચી 79,714 32,966,238 413.556439
૧૭ કર્ણાટક KAR રાજ્ય બેંગલુરુ 191,791 61,130,704 318.736041
૧૮ કેરાલા KER રાજ્ય થીરુવનંતપુરમ 38,863 33,387,677 859.112189
૧૯ લક્ષદ્વિપ LAK કેન્દ્રશાસિત પ્રદેશ કવારાટ્ટી 32 64,429 2013.40625
૨૦ મધ્યપ્રદેશ MAD રાજ્ય ભોપાલ 308,245 72,597,565 235.519035
૨૧ મહારાષ્ટ્ર MAH રાજ્ય મુંબાઈ 307,577 112,372,972 365.349074
૨૨ મનીપુર MAN રાજ્ય ઈમ્ફાલ 22,327 2,721,756 121.904242
૨૩ મેઘાલયા MEG રાજ્ય શિલોંગ 22,429 2,964,007 132.150653
૨૪ મિઝોરમ MIZ રાજ્ય ઐઝ્વાલ 21,081 1,091,014 51.7534273
૨૫ નાગાલેન્ડ NAG રાજ્ય કોહિમા 16,579 1,980,602 119.464503
૨૬ ઓરીસ્સા OSA રાજ્ય ભુવનેશ્વર 155,707 41,947,358 269.399308
૨૭ પોંડીચેરી PCH કેન્દ્રશાસિત પ્રદેશ પોંડીચેરી 480 1,244,464 2592.63333
૨૮ પંજાબ PUN રાજ્ય ચંદિગઢ 50,362 27,704,236 550.101982
૨૯ રાજસ્થાન RAJ રાજ્ય જયપુર 342,239 68,621,012 200.506114
૩૦ સિક્કિમ SIK રાજ્ય ગંગટોક 7,096 607,688 85.638106
૩૧ તામીલનાડુ TAM રાજ્ય ચેન્નાઈ 130,058 72,138,958 554.667594
૩૨ ત્રીપુરા TRI રાજ્ય અગરતલા 10,486 3,671,032 350.08888
૩૩ ઉત્તર પ્રદેશ UTT રાજ્ય લખનૌ 240,928 199,581,477 828.386393
૩૪ ઉત્તરાખંડ UAR રાજ્ય દેહરાદૂન 53,483 10,116,752 189.158275
૩૫ પશ્ચિમ બંગાળ WES રાજ્ય કોલકાતા 88,752 91,347,736 1029.24707
કુલ ભારત દેશ ન્યુ. દિલ્હિ 3,166,279 1,210,193,422 382.213135
ભારત વિસ્તારવાદી દેશ નથી. તેથી તે આજુબાજુના પ્રદેશને પચાવી પાડવા મથતો નથી. ઉલટાનું આજુબાજુના દેશોમાંથી ભારતનો વિસ્તાર હડપ કરવાની હંમેશા પેરવી થતી હોય છે. તેને લીધે ભારતનો વિસ્તાર વધવાની કોઈ શક્યતા નથી પણ વિસ્તાર ઘટી ન જાય તે તકેદારી રાખવી જરુરી છે. વળી ભારતની વસ્તી કુદકે ને ભુસકે વધી રહી છે.
૦૧/૦૩/૧૯૮૧ ના રોજ 685,184,692 માંથી ૦૯/૦૨/૨૦૧૧ ના રોજ તે 1,210,193,422 જેટલી વધી ગઈ છે. જો આજ ઝડપે વસ્તી વધે અને તે સાથે આંતરમાળખાકીય સુવિધાઓ, રહેઠાણ, પાણી, હવા, અન્ન તથા પ્રાથમિક સુવિધા વધારી ન શકાય તો સ્વાભાવિક જ છે કે પ્રજા વચ્ચે આંતરિક સંઘર્ષ ફાટી નીકળે. આ બાબતે રાજ્યકર્તાઓ, જાગૃત નાગરીકો અને સામાજિક સંસ્થાઓએ અત્યારથી જ ચેતીને પાયાની સુવિધાઓ વધારવા તરફ, કુદરતી તત્વોની યોગ્ય જાળવણી તરફ અને ઓછી જગ્યાંમાં વધુ વસ્તીને પુરતી સુવિધા કેમ આપી શકાય તે બાબતે વૈજ્ઞનિકો,ટેકનોક્રેટસ, સમાજશાસ્ત્રીઓ, અર્થશાસ્ત્રીઓ, NGO વગેરેની સહાયથી નક્કર વિચારણા, આયોજનો અને તેની તબક્કાવાર અમલવારી શરુ કરવાની તાકીદની જરુરીયાત છે.
રાજકારણીઓ અંદરો અંદર લડવાને બદલે પ્રજા માટે અને આવનારી પેઢી માટે કાર્યરત થશે તો આ દેશને ખરા અર્થમાં સુજલામ / સુફલામ બનાવી શકાશે.
સ્ત્રોત : મધુબન

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/8/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate