ગુજરાતમાં ભૌગોલિક વિસ્તાર અને હવામાનની પરિસ્થિતિ પણ જુદી જુદી છે. વરસાદ ૪૦૦ મી.મી. થી ર૦૦૦ મી.મી. ના જુદા જુદા પ્રમાણમાં વરસતો રહે છે. વળી, તેમાં ત્રણ–ચાર વર્ષે એકાદ દુષ્કાળ પણ પડતો જ રહે છે. આમ વરસાદ આધારિત ખેતીમાં વરસાદની અનિયમિતતા અને અસમાન વહેંચણી કારણે પાકના જીવનકાળ દરમ્યાન લભ્ય ભેજમાં મોટા તફાવત રહે છે જેની અસર પાકના વિકાસ અને ઉત્પાદન ઘટે છે.
બીજી બાજુ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ સારો પડે છે અને નહેરના પાણી પણ ઉપલબ્ધ છે. ખેડૂતો પિયત અંગેની બિન આવડત તથા અંગત દેખરેખના અભાવના કારણે પાણીની જરૂરિયાત કરતાં વધારે વપરાશ કરે છે. પરિણામે ભુજળના સ્તર ઉંચા આવતાં જમીનની તંદુરસ્તી ઉપર ખુબ માઠી અસર થાય છે જેથી પાક ઉત્પાદન ઘટવા કે બિલકુલ ન થવાની પરિસ્થિતિ ઉદ્રભવે છે.
કૃષિ ક્ષેત્રે આર્થિક રીતે પોષણક્ષમ પાક ઉત્પાદન મેળવવા માટે પિયત એક અગત્યનું પરિબળ છે. ગુજરાતના કુલ વાવેતર વિસ્તારના ફકત ૪પ.૯ ટકા વિસ્તાર પિયતની સગવડ ધરાવે છે. હાલ મોટા ભાગના ખેડૂતો પિયત માટે જુદી જુદી રેલાવી પિયત પધ્ધતિઓ અપનાવે છે, પરંતુ તેની ઓછી કાર્યક્ષમતા, નિંદામણનો વધુ ઉપદ્રવ પાણીના વધુ બગાડના લીધે જમીન જળ મગ્ન અને ક્ષારગ્રસ્ત બને અને મજૂરી અને વિજળી ખર્ચ વધુ આવે છે તથા આ પિયત પધ્ધતિ ઉંચાણ–નિંચાણવાળી જમીન માટે અયોગ્ય છે.
આમ જે તે વિસ્તારમાં જે કંઈ પ્રાપ્ત પાણી છે તેનો ટીપેટીપુ પાક ઉત્પાદનમાં વપરાય એ અતિ આવશ્યક છે. પિયત પાણીના કાર્યક્ષમ વપરાશ માટે ટપક અને ફુવારા પધ્ધતિ તથા આવરણ સાથે પિયત વ્યવસ્થાને અપનાવવી. દિન પ્રતિદિન પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવાના હેતુથી ટપક પિયત પધ્ધતિ હેઠળ વિસ્તાર વધતો જાય છે.
પાણીની બચત માટેની અગત્યની તજજ્ઞતાઓ નીચે મુજબ છે.
આ પધ્ધતિમાં દરેક છોડના મુળ વિસ્તારમાં નાની–મોટી નળીઓની ગોઠવણી દ્વારા પાણીને જરૂરી દબાણ હેઠળ છોડને ટપકણીયા દ્વારા પાણી ટીપે ટીપે એકાંતરે આપવામાં આવે છે.
ફાયદા :
આ પધ્ધીતમાં પાણીને જરૂરી દબાણે નોઝલ દ્વારા હવામાં ફુવારા રૂપે છોડવામાં આવે છે, જે જમીન ઉપર વરસાદરૂપે પડે છે. ફુવારામાંથી નિકળતા પાણીનો દર જમીનમાં પાણીના શોષાવા કરતાં ઓછો હોવો જોઈએ.
ફાયદા :
જમીન ઉપરથી થતું પાણીનું બાષ્પીભવન ઘટાડી અને છોડના મૂળ વિસ્તારમાં ભેજનું પ્રમાણ જળવાઈ રહે તે માટે જમીન ઉપર આવરણ લગાડવામાં આવે છે. આવરણ તરીકે પ્લાસ્ટીક કે ખેતીના નકામા કચરાનો ઉપયોગ કરવામાં આવે છે. જમીન પર આવરણ કરવાથી નિંદામણ ઓછું થાય છે, જમીનમાં તાપમાન જળવાઈ રહે છે, તત્વોનું ધોવાણ અટકે છે અને જમીનના સંપર્કમાં આવવાથી બગડી જતાં ફળો આ આવરણથી બચાવી શકાય છે. સૂકી અને અર્ધસૂકી ખેતી માટે જમીન આવરણ આર્શીવાદરૂપ છે કારણ કે જમીન પર આવરણ લગાડવાથી ર૦ થી રપ ટકા પાણીના બચાવની સાથે સાથે ર૦ થી ૩૦ ટકા ઉત્પાદન વધારી શકાય છે.
ગુજરાતના અગત્યના શાકભાજી પાકોમાં પિયત ઉપર સંશોધન આધારીત થયેલ ખેડૂત ઉપયોગી ભલામણો નીચે મુજબ છે.
કોઠા નં. ૧ : ટપક પિયત પધ્ધતિના પરિણામો :
અ.નં. |
પાક |
ભલામણ કરેલ વિસ્તાર |
પાણીની બચત ટકા* |
ઉત્પાદનમાં વધારો ટકા* |
ટપકણીયા વચ્ચેનું અંતર (ક્ષમતા લી./કલાક) |
બે લેટરલનું અંતર (સે.મી.) |
એકાંતરા દિવસે પધ્ધતિ ચલાવવાનો સમય |
નોંધ |
૧ |
રીંગણ |
દક્ષિણ ગુજરાત |
૪૦ |
ર૧ |
૭પ સે.મી.(૪) |
૧પ૦ |
શિયાળા : ૧રપ–૧.પ કલાક ઉનાળા : ૧.પ–ર.રપ કલાક |
૪ ડીએસસી/મી પાણી+ આવરણ |
ર |
ભીંડા |
દક્ષિણ ગુજરાત |
પર |
૬ |
૬૦ સે.મી.(૪) |
૯૦ |
રપ–૩૦ મિનિટ |
ર૦% નાઈટ્રોજન ખાતરની બચત |
૩ |
કોબીજ |
દક્ષિણ ગુજરાત |
૩૪ |
૪૬ |
૬૦ સે.મી.(૪) |
૯૦ |
૬૦–૭પ મિનિટ |
ર૦% નાઈટ્રોજન ખાતરની બચત |
૪ |
ફલાવર |
દક્ષિણ ગુજરાત |
૪૪ |
ર૦ |
પ૦ સે.મી.(૪) |
૯૦ |
૧.પ–ર કલાક |
|
પ |
મરચી |
દક્ષિણ ગુજરાત |
૪૧ |
ર૩ |
૬૦ સે.મી.(૪) |
૧ર૦ |
નવે.ફેબુ્ર : પ૦–૬૦ મિનિટ માર્ચ–જૂન : ૭૦–૮પ મિનિટ |
|
૬ |
ટામેટા |
દક્ષિણ ગુજરાત |
૩૩ |
૩૭ |
૧૦૦ સે.મી.(૮) |
ર૦૦ |
૪પ–૬૦ મિનિટ |
|
૭ |
કારેલા |
દક્ષિણ ગુજરાત |
૪૦ |
૧૮ |
૧૦૦ (૮) |
ર૦૦ |
૧.૭પ–ર.રપ |
|
* શેરડીની પતારી અથવા કાળા પ્લાસ્ટીકના આવરણ સાથે ૪૦% નાઈટ્રોજન ખાતરની બચત |
કોઠા નં. ર : શાકભાજીના પાકોમાં ફુવારા પિયત પધ્ધતિની ભલામણો :
અ.નં |
પાક |
ભલામણ કરેલ વિસ્તાર |
પાણીની બચત (%)* |
ઉત્પાદનમાં વધારો (%)* |
ફુવારા અને લેટરલનું અંતર(મી.) |
બે પિયત વચ્ચેનો ગાળો |
નોંધ |
૧ |
ડુંગળી |
દક્ષિણ ગુજરાત |
૯ |
ર૦ |
ર×ર |
પ્રથમ ત્રણ પિયત : ૧૦–૧ર દિવસના અંતરે બાકીના ૬–૭ પિયત : ૮ દિવસના અંતરે (પ૦ મી.મી. ઉંડાઈ) |
નાના ફુવારા (મીની સ્પ્રીન્કલર) |
ર |
કોબીજ |
દક્ષિણ ગુજરાત |
૪૦ |
૩ |
૧ર×૧ર |
૧૧–૧૪ દિવસના અંતરે (પ૦ મી.મી. ઉંડાઈ) |
મોટા ફુવારા |
૩ |
ફલાવર |
દક્ષિણ ગુજરાત |
૩પ |
૧ર |
૧ર×૧ર |
૧૧–૧૪ દિવસના અંતરે (પ૦ મી.મી. ઉંડાઈ) |
મોટા ફુવારા |
૪ |
ચોળી |
દક્ષિણ ગુજરાત |
૧૯ |
૩ |
૧ર×૧ર |
માર્ચ : ૯–૧૦ દિવસના અંતરે એપ્રિલ–મે : ૭–૮ દિવસના અંતરે (પ૦ મી.મી. ઉંડાઈ) |
મોટા ફુવારા |
* પૃષ્ઠ પિયત પધ્ધતિની સરખામણીમાં થયેલ પાણીની બચત, ઉત્પાદનમાં થયેલ વધારો
નોંધ : મોટા ફુવારા દ્વારા સામાન્ય રીતે પ૦ મી.મી. ઉંડાઈનું પિયત કરવા ર.૭પ કિ.ગ્રા./સે.મી.ર ના દબાણે ૩ કલાક ફુવારા ચલાવવા જોઈએ.
કોઠા નં. ૩ : શાકભાજીના પાકોમાં આવરણ સાથે પિયત વ્યવસ્થા અંગે થયેલ સંશોધન ભલામણો
અ.નં. |
પાક |
ભલામણ કરેલ વિસ્તાર |
આવરણ |
ઉત્પાદનમાં વધારો ટકા* |
નોંધ |
૧ |
રીંગણ |
મ.ગુ. ઉ.ગુ. દ.ગુ. |
કાળુ પ્લાસ્ટીક દિવેલની ફોતરી ઘાસ (પ ટન/હે.) |
ર૭ ૧૪ ૪૪ |
૮૦ ટકા નિંદામણ નિયંત્રણ ભેજ સંગ્રહ અર્થે ચોમાસા પછી ભેજ સંગ્રહ અર્થે |
ર |
મરચી |
દ.ગુ. |
શેરડીની પતારી (૧૦ ટન/હે.) કાળુ પ્લાસ્ટીક (પ૦ માઈક્રોન) |
૧૪ ૬ર |
૯૦ ટકા નિંદામણ નિયંત્રણ |
૩ |
ફલાવર |
દ.ગુ. |
કાળુ પ્લાસ્ટીક (પ૦ માઈક્રોન) |
૩૩ |
૭પ ટકા નિંદામણ નિયંત્રણ |
૪ |
ભીંડા |
દ.ગુ. |
કાળુ પ્લાસ્ટીક |
રપ |
૯૦ ટકા નિંદામણ નિયંત્રણ |
* આવરણ વગરની માવજતની સરખામણીમાં ઉત્પાદનમાં વધારો
આમ, ઉપરોકત પરિણામો જોતા કહી શકાય કે શાકભાજીના પાકમાં આધુનિક પિયત પધ્ધતિ તથા આવરણ અપનાવવાથી પાણીની બચત (૧૦ થી પ૦ ટકા), ખાતરની બચત (ર૦ થી ૪૦ ટકા), નિંદામણમાં ઘટાડો (૭૦ થી ૯૦ ટકા) જેવા અગત્યના પાસાઓ સાથે પાક ગુણવત્તાસભર ઉત્પાદનમાં સારો એવો વધારો જોવા મળે છે. ખેતી ખચૅમાં ઘટાડો થાય અને એકંદરે ચોખ્ખા નફામાં વધારો થાય છે. આમ શાકભાજીમાં યોગ્ય પિયત વ્યવસ્થાપન અને મલ્ચીંગ ઘણી અગત્યની બાબત છે.
ર્ડા. ડી.બી.પ્રજાપતિ, શિવાંગીની એ.ગુપ્તા, અને ર્ડા.એ.યુ અમીન બીજ મસાલા સંશોધન કેન્દ્ર, સ.દાં.કૃ.યુ.,જગુદણ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020