બીલી એ રૂટેસી (Rutaceae) કૂળનું ઝાડ છે જેનું વૈજ્ઞાનિક નામ એગલ માર્માલોસ છે. બીલીને બંગાળીમાં બેલા, ગુજરાતીમાં બીલી અથવા બીલીપત્ર, હિન્દીમાં બેલ, બેલારીફળ, કન્નડમાં બેલાપત્ર, મરાઠીમાં બેઈલા, સંસ્કૃતમાં બીલ્વ, તામિલ અને મલયાલમમાં વીલ્વામ અને તેલુગુમાં મારેડુ કહે છે. તેનું મૂળવતન ભારત છે.
બીલી શ્રીલંકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાંમાર, થાઈલેન્ડ અને ભારતમાં સર્વત્ર થાય છે. ઝાડ ઉંચા પણ ધીમા વધે છે અને વૃક્ષ પર્ણો ખેરવી નાંખે છે. આ ઝાડ પવન અવરોધક વાડ તરીકે ઉપયોગી છે. ભારતભરમાં બીલીનું ઝાડ પવિત્ર માનવામાં આવે છે. તેના ત્રિપર્ણી પાન શિવજીના અભિષેક માટે વપરાતા હોવાથી તમામ શિવાલયોના કંપાઉન્ડમાં બીલીના ઝાડ અવશ્ય હોય છે.
બીલીના પાન ત્રિપર્ણી પ્રકારના, ડાળીઓ કાંટાવાળી અને છાલ ખાંચાવાળી હોય છે. માવામાં પાણી ૬૧.પ, પ્રોટિન ૧.૮ ગ્રા., કાર્બોદિત પદાર્થો ૩૧.૮ ગ્રા., ક્ષારો ૧.૭ ગ્રા., કેરોટીન પપ મી.ગ્રા., થાયામીન ૦.૧૩ મી.ગ્રા., રીબોફલેબીન ૧.૧૯ મી.ગ્રા., નિયાસીન ૧.૧ મી.ગ્રા. અને વિટામીન 'સી' ૮ મી.ગ્રા., કુલ દ્રાવ્ય ક્ષારો ર૮.૦ થી ૩૬ %, કુલ ખાંડ ૧૧.૭૪ થી ૧૬.૮૯ % અને ખટાશ ૦.રપ૬ થી ૦.૩૬૮ % હોય છે.
હવામાન :ઓછામાં ઓછું ૭૦ સે. થી વધુમાં વધુ ૪૮૦ સે. તાપમાન બીલીનો છોડ સહન કરી શકે છે. દરિયાની સપાટીથી ૧ર૦૦ મી. ની ઉંચાઈ સુધી છોડ ઉગી શકે છે. શિયાળો મધ્યમ પરંતુ ઉનાળો ગરમ અને સૂકો હોવો જરૂરી છે. આમ બીલીને સૂકું અને હવામાન વધુ માફક આવે છે.
જમીન : કોઈપણ પ્રકારની જમીનમાં બીલી સારી રીતે થઈ શકે છે, પરંતુ ભારે કાળી અને પાણી ભરાઈ રહે તેવી જમીન અનુકૂળ નથી. ઢોળાવવાળી અને પથરાળ જમીનમાં થઈ શકે છે.
પ્રસર્જન : બીજ, મુળના કટકા, પીલા, આંખ કલમ, થીંગડાકાર આંખ કલમ તેમજ ભેટકલમથી બીલીનું પ્રસર્જન થાય છે. બીલીની દેશી જાતો મૂલકાંડ ઉછેરવા માટે બીજથી વર્ધન કરવામાં આવે છે. જયારે મૂલકાંડ પર સારી રીતે પસંદ કરેલ જાતોનું પ્રસર્જન કોઈપણ વાનસ્પતિક પધ્ધતિથી કરી શકાય છે. જૂના નકામા ઝાડની છાંટણી કરી નવી ફૂટેલ ડાળી પર નૂતન કલમ પધ્ધતિથી પસંદગીની ડાળી લગાવી ઝાડનું પુનર્નવીકરણ કરી શકાય છે.
જાતો : ફળનું કદ અને આકાર, ફળની ગુણવત્તા, કલર, ખાંડના ટકા, ચીકાશનું પ્રમાણ (મ્યુસીલેજ), ફીનોલ વગેરેના આધારે બીલીના ફળ એટલે કે બીલાના વર્ગીકરણ કરેલ છે. આજ રીતે જે તે જગ્યાના નામ પરથી પણ સ્થાનિક નામો આપેલ છે, જેમ કે 'અયોધ્યા–૧૧', 'મીરઝાપુરી', 'કાગઝી ગોંદા', પાતળી પેપર જેવી છાલ ધરાવતી કાગઝી વગેરે જાતો ઉત્તર પ્રદેશમાં પ્રચલિત છે. નવી શોધાયેલ જાતોના ગુણધર્મો નીચે મુજબ છે.
અ.નં. |
આશાસ્પદ જાતો |
ઉંચાઈ મી. |
ઘેરાવો મી. |
થડનો ઘેરાવો સે.મી. |
ઝાડનું કદ (વોલ્યુમ) મી. |
ફળની સંખ્યા (પ્રતિ ઝાડ) |
ઉત્પાદન (કિગ્રા/ઝાડ) |
માવાનો રંગ |
૧ |
પંત શિવાની (પીબી–પ) |
૪.૪૧ |
૩.૬ર |
પ૪.૭ |
ર૯.૯ |
૩૪.૦ |
પર.૭ |
ઓલ્ડ ગોલ્ડ |
ર |
પંત અપર્ણા (પીબી–૯) |
૩.૭૦ |
૩.૩૮ |
૪૬.ર |
૧ર.૭ |
૩૬.પ |
ર૮.૩ |
બટરકય યલો |
૩ |
પંત સુજાતા પીબી–૧ર) |
૩.૯૦ |
૩.૪૦ |
પ૧.૪ |
ર૪.૧ |
ર૬.પ |
૪પ.૯ |
ક્રોમ યલો |
આ સિવાય પંત ઉર્વશી, સીઆઈએસએચબી–૧ અને ર, જેવીે જાતો પણ બહાર પડેલ છે અને ફળની ગુણવત્તા ખૂબ જ સારી છે.
ગુજરાત રાજયમાં આવેલ કેન્દ્રિય બાગાયત પ્રાયોગિક સંસ્થા, વેજલપુર–ગોધરા (આઈ.સી.એ.આર.) ખાતેથી ''ગોમા યાશી'' નામની જાત બહાર પાડેલ છે, જે વહેલી પાકતી, મધ્યમ વૃધ્ધિ કરવાવાળી, ડાળીઓ નમે તેવા ગુણધર્મવાળી, નાના મધ્યમ કદનાં ઝાડવાળી જાત છે. આંખ કલમથી તૈયાર કરેલ 'ગોમા યાશી' જાતના ઝાડ પર ત્રીજા વર્ષથી ફૂલ આવે છે. ફુલ આવવાની ક્રિયા એપ્રિલથી જૂન સુધીની છે. છઠ્ઠા વર્ષના ઝાડનું બીલાનું ઉત્પાદન પ૧ કિલો/ઝાડ છે. ફળનું સરેરાશ વજન ૧ થી ૧.૬ર કિ.ગ્રા. છે.
વાવેતર અંતર : ૮ × ૮ મીટરના અંતરે વાવણી કરવી જરૂરી છે.
ખાતર : ઝાડને કુદરતી પરિસ્થિતિમાં ઉગાડવામાં આવે છે, એટલે કે ખાતર સામાન્ય રીતે આપવામાં આવતું નથી. છતાં કલમ કરેલ છોડ જણાવેલ અંતરે રોપવાના હોય ત્યાં ૬૦ × ૬૦ × ૬૦ સે.મી. માપના લાંબા, પહોળા અને ઉંડા ખાડા એપ્રિલ–મે માસમાં ખોદી ચોમાસા પહેલાં માટી સાથે ૧૦ થી ૧પ કિલો છાણિયું ખાતર/કંપોસ્ટ મિશ્ર કરી ખાડો ભરી નિશાની કરી રાખવી જેથી રોપણી સરળતાથી નિશાનીવાળી જગ્યાએ જ કરી શકાય.
પિયત : છોડને શરૂઆતમાં બે વર્ષ નિયમિત પાણી આપવું જેથી જમીનમાં યોગ્ય રીતે સ્થાપન થઈ શકે. ત્યારબાદ મોટે ભાગે પાણી આપવામાં આવતું નથી. બિનપિયત પાક તરીકે સફળતાપૂર્વક ઉગાડી શકાય છે.
ફૂલ અને ફળ આવવું :બીજથી તૈયાર કરેલ છોડ પર ૭ થી ૮ વર્ષે જયારે કલમી છોડ પર ૩–૪ વર્ષે ફૂલ આવે છે. ફૂલ મે–જૂનમાં આવે છે અને ફળ એપ્રિલ માસમાં તૈયાર થતા હોઈ ૮ થી ૧૦ માસે ફળ તૈયાર થાય છે.
ફળ ઉતારવા : ફળની છાલનો રંગ લીલામાંથી બદલાઈને આછો પીળો કે ઘેરા રંગનો બદામી થાય ત્યારે બીલાને ઉતારવામાં આવે છે. દરેક ફળને ડીંટા સહિત કટર વડે કાપવામાં આવે છે. છોડને જમીન પર પડવા દેવામાં આવતું નથી.
ગ્રેડીંગ : ખરાબ થયેલ અને ફાટી ગયેલ ફળોને અલગ તારવી સારા ફળો કદ પ્રમાણે ગ્રેડીંગ કરવામાં આવે છે. ફળને કંતાનની ગુણમાં, બાસ્કેટ/ક્રેટ વગેરેમાં ભરીને સ્ટોરેજ માટે કે વેચાણ માટે મોકલવામાં આવે છે. પેકીંગ કરતી વખતે પરાળ જેવું કુશનીંગ મટીરીયલ વાપરવું હિતાવહ છે જેથી ટ્રાન્સપોર્ટેશનમાં ફળ ફાટીને બગડી ન જાય.
સ્ટોરેજ : પરિપકવ ફળ ઓરડાના તાપમાને ૧૦ થી ૧પ દિવસ સુધી સારી રીતે રાખી શકાય છે. કોલ્ડ સ્ટોરેજમાં ૯૦ સે. તાપમાને અને ૮પ–૯૦ % સાપેક્ષ ભેજમાં ત્રણ માસ જેટલા સમય સુધી સાચવી શકાય છે. ખૂબ જ નીચા તાપમાને સંગ્રહ કરવાથી ફળ બગડે છે.
પાકસંરક્ષણ : બીલીના ઝાડ ખડતલ હોવાથી મોટેભાગે રોગ–જીવાત લાગતા નથી. છતાં કયારેક બેકટેરીયલ કેન્સર જોવા મળે છે. જેમાં રોગીષ્ઠ ડાળીને દૂર કરી બેકટેરીસાઈડ દવાનો છંટકાવ કરવાથી નિયંત્રણ થાય છે. એગ્રીમાઈસીન અથવા પોસામાયસીન ૧૦૦૦ પી.પી.એમ. નું દ્રાવણ છાંટવું.
ઉત્પાદન : ઝાડ દીઠ ૧૦૦ થી ર૦૦ ફળોનું ઉત્પાદન થઈ શકે છે. ફળ મોટાં થાય તો સંખ્યા ઓછી હોય છે. સારી માવજત આપેલ ૧ર થી ૧પ વર્ષના ઝાડ પરથી ર૦૦ કરતાં વધુ ફળ પણ મળે છે.
મૂલ્યવર્ધન :
સ્ત્રોત: શ્ની.એસ.ડી.પ્રજાપતિ અને ર્ડા.ડી.બી.પ્રજાપતિ લ''ફળ વિશેષાંક'' ,અસ્પી બાગાયત–વ–વનીય મહાવિદ્યાલય, નવસારી કૃષિ યુનિવર્સિટી,નવસારી અને બાગાયત વિભાગ,ચી.પ.કૃષિ મહાવિધાલય,સરદારકૃષિનગર
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020