આંબામાં સારી જાતની કલમો મેળવવા માટે સરકારમાન્ય પ્રમાણિત નર્સરી, સરકારી નર્સરી, કૃષિ યુનિવર્સિટીના બાગાયત વિભાગની નર્સરી ખાતે સંપર્ક સાધવો. આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રાધ્યાપક અને વડાશ્રી, બાગાયત વિભાગ,બં.અ.કૃષિ મહાવિદ્યાલય, આકૃયુ, આણંદ-૩૮૮૧૧૦ (ફોન: ૦૨૬૯૨-૨૬૨૩૭૫/૨૯૦૨૫૦) ખાતે સંપર્ક સાધવો.
(૧) આંબામાં સુકારા રોગને કારણે રોગ લાગેલ સુકાઈ ગયેલ ડાળીઓ કાપી તેનો બાળીને નાશ કરવો. (૨) કાપેલ ડાળીના ભાગે બોર્ડો પેસ્ટ લગાવવી. (૩) ઝાડ પર ૦.૮ ટકા બોર્ડોમિશ્રણ અથવા કાર્બેન્ડાઝિમ ( ૫ ગ્રામ/૧૦ લિટર મુજબ) ના દ્રાવણનો છંટકાવ કરવાથી નિયંત્રણ મેળવી શકાય છે.
આંબાના ખેતરમાં જે તે જ્ગ્યાએ દેશી ગોટલા ચોમાસામાં રોપી તેની નવી ફૂટ થાય તેના ઉપર જે તે જાતની ડાળી લાવી નૂતન કલમ કરી શકાય.નૂતન કલમ માટેની ડાળીઓ મેળવવા તથા તેની વિશેષ માહિતી માટે પ્રાધ્યાપક અને વડાશ્રી, બાગાયત વિભાગ,બં.અ.કૃષિ મહાવિદ્યાલય, આકૃયુ, આણંદ-૩૮૮૧૧૦(ફોન: ૦૨૬૯૨-૨૬૨૩૭૫/૨૯૦૨૫૦) ખાતે સંપર્ક સાધવો.
આંબામાં આપણા દેશમાં ધણી સંકર જાતો બનાવવામાં આવી છે. આપણા રાજયમાં પણ નિલેશ્વરી, નિલ્ફાન્સો તેમજ નિલેશાન નામની જાત બહાર પાડવામાં આવેલી છે. આ ઉપરાંત હમણા જ સોનપરી નામની નવી સંકર જાત બહાર પાડવામાં આવેલી છે જેમાં ગુણવતા અને ઉત્પાદનોના પરિણામો ખૂબ જ સારા મળેલા છે.
આંબામાં અથાણા, ચટણી, મુરબ્બો વગેરે બનાવવા માટે રાજાપુરી નામની જાત છે તે ઉપરોકત ઉત્પાદનનો બનાવવા માટે અનુકુળ છે.
આંબાના પાકને ફૂલ આવતા પહેલા ર - ૩ માસ સુકા ગાળાની જરૂરીયાત રહે છે. કેરી વટાણા જેવડી થાય ત્યારે પ્રથમ પિયત આપવું. ત્યારબાદ ર૦ થી રપ દિવસના અંતરે બીજા બે પિયત આપવા.
સમસ્યા : અનિમિત ફળવું. આંબાની કેટલીક જાતો જેવી કે, આફુસ, દશેરી, લંગડો વગેરેમાં અનિયમિત કે એકાંતરે વર્ષે ફળવાની સમસ્યા છે. આ સમસ્યા આનુવંશિક છે. આંબાવાડીની અપુરતી માવજતથી પણ દર વર્ષે સારૂ ઉત્પાદન મળતું નથી.
ઉપાય : નિયમમિત ફળતી આંબાની જાતો જેવી કે, કેસર, નીલમ, રાજાપુરી, વશી બદામી, તોતાપુરી કે સંકર જાતો વાવવાથી આવકની ખાતરી મળી રહે છે. નિયમિત ખાતર, પાણી, પાક સંરક્ષાણ અને વાડીમાં પુરતો હવાઉજાસ મળી રહે તે માટે જરૂરી છાંટણી સારૂ પરીણામ આપશે. કલ્ટાર પણ આપી શકાય.
પુષ્પ ગુચ્છમાં ર૦૦૦ કુલ, ર. ૪૦૦ માદા ફુલ, ૩. ૧૦૦ જુવાર દાણા જેટલી કેરી બેસે. ૪. ૩૦ કેરી વટાણા જેટલી થાય. પ. ૧૦ કેરી લખોટી જેટલી થાય. પ.૩ કેરી ઈડા જેટલી થાય ૭.પ પુષ્પગુચ્છ દીઠ એક જ કેરી મળે. ૮. ૧૦૦૦ પુષ્પગુચ્છમાંથી ર૦૦ ફળ મળે.
કેરીના ફળો વિકાસની સાથે ઓકઝીનું પ્રમાણ ધટે છે. ઓકઝીનની ઉણપથી કેરી અને ફીચનું જોડાણ નબળું પડતા કેરી ખરી પડે છે.
ઉપાય : કેરી વટાણા કદની થાય ત્યારે ૧૦૦ લિ. પાણીમાં ર ગ્રામ નેફથેલીન એસેટિક એસિડ અથવા ૪પ મિ.લિ. પ્લેનોફિકસ કે વર્ધક + ર કિલોગ્રામ યુરીયાના દ્રાવણનો ૧પ-ર૦ દિવસના ગાળે બે છંટકાવ કરવા.
૧. વધુ વરસાદ અને ઢોળાવવાળી ધોવાણ થાય તેવી જમીનમાં આંબાનું વાવેતર હોય ત્યાં ધાસીયા ખેતી અપનાવવી.
ર. સપાટ જમીનમાં બે ઝાડ વચ્ચેની જગ્યામાં ડાંગર, પરાળ કે અન્ય પાંદરડાનું સુકુ આવરણ એપિ્રલ માસમાં પાથરવું.
૩. ફળો ઉતારવા લાયક થાય તે પહેલા એક માસે પિયત બંધ કરવું.
૪. ગરમ હવા - લુ થી રક્ષાણ માટે આંબાવાડિયા ફરતે શરૂ નિલગીરી કે દેશી આંબાની ઓથ (વાડ) કરવી.
પ. ફળોને ગરમીની માઠી અસરથી બચાવવા માટે કેરી ઠંડા પહોરે બેડવી.
ફળમાખીથી ઉપદ્રવ પામેલા ફળો તથા કહોવાઈ ગયેલા ફળો એકત્ર કરી ઉંડા ખાડામાં દાટી દેવા. ઝાડની ફરતે ઉંડો ખેડ કરી મિથાઈલ પેરાથીઓનની ભૂકી રપ૦ ગ્રામ પ્રમાણે ઝાડ દીઠ ભભરાવવી. આંબાવાડીયામાં ચારે તરફ તુલસીનું વાવેતર કરવું અને તેના ઉપર ફેન્થીયોનનો છંટકાવ કરવો, મીથાઈલ યુજીનોલ ટ્રેપનો ઉપયોગ કરી નર ફળમાખી આકર્ષી તેનો નાથ કરવો. આ ટ્રેપમાં મિથાઈલ યુજીનોલનો ૪ ટીપાંને વાદળીમાં બોળી ટ્રેપમાં મુકવો. તેની ઉપર ર થી ૩ ટીપાં ડીડીવીપીના મુકવા. માર્ચ માસથી શરૂ કરી એક માસના અંતરે ૩ વખતે કેન્થીયોન ૧૦ મિ.લિ. સાથે મિથાઈલ યુજીનોલ ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી દર ૧ર ઝાડ દીઠ ૧ ઝાડ ઉપર છાંટવું. બાકીના ઝાડ ઉપર ફકત ફેન્થીયોન છાટવું.
આમ થવાનું કારણ બોટ્રાયોડીપ્લોડાયા થીયોબ્રોમી નામની ફુગ છે. તેના ઉપાય માટે જમીનમાં સેન્દ્રીય ખાતરો આપવા, જીવાતોનું નિયંત્રણ કરવું. ખાતર - પિયત માફકસર આપવા. અને આંબાવાડીયાની સારી એવી માવજત / કાળજી વગેરે રાખવી. જોઈ રોગ આવી ગયેલ હોય તો ગુંદર જેવો ભાગ ખોતરી દુધ કરવો અને તે જગ્યાએ બોર્ડોર્પોસ્ટ ચોપડી દેવો.
આંબામાં આવતો આ અવરોહ મૃત્યુ (ડાયબેક) નામનો રોગ છે. રોગ લાગેલ સૂકી ડાળીઓ કાપી તેનો બાળીને નાશ કરવો. કાપેલ ડાળીના ભાગે બોર્ડો પેસ્ટ લગાડવી. ઉપરાંત ઝાડ પર બોર્ડોમિશ્રણ ૦.૮ ટકાનો છંટકાવ કરવો અથવા કાર્બેર્ન્ડાઝીમ (પ ગ્રા / ૧૦ લિ.)ના દ્રાવણનો છંટકાવ કરવાની નિયંત્રણ મેળવી શકાય છે.
આંબામાં મોર અને નાના મરવા કાળા પડી જવાનું કારણ કાલવણ (એન્થે્રકનોઝ) રોગ છે. જેના નિયંત્રણ માટે કાર્બેર્ન્ડાઝીમ (પ ગ્રા. / ૧૦ લિ.) અથવા કોપર ઓકઝીકલોરાઈડ (૩૦ ગ્રામ / ૧૦ લિ.) જેવી દવાના છંટકાવ કરવાથી નિયંત્રણ મેળવી શકાય છે.
આંબામાં મોર સુકાવાનું કારણ ભુકી છારા (પાવડરી મીલ્ડયુ) રોગ છે. તેના નિયંત્રણ માટે વેટેબલ સલ્ફર (૩૦ ગ્રા / ૧૦ લિ.) અથવા હેકઝાકોનાઝોલ (૧૦ મિ.લિ. / ૧૦ લિ.) અથવા કાર્બેર્ન્ડાઝીમ (પ ગ્રા. / ૧૦ લિ.) જેવી દવા છાંટવાથી નિયંત્રણ કરી શકાય છે.
આમ થવાનું કારણ આંબાની વિકૃતિ (મેંગો માલફોર્મેસન) છે. જે મોટા ભાગે કલમો ધ્વારા આવે છે. અને કથીરીથી તેનો ફેલાવો થાય છે. રોગ લાગેલ ડાળીઓ કાપી તે જગ્યાએ બોર્ડોપોસ્ટ લગાવવી. આખા ઝાડ પર કે કાર્બેર્ન્ડાઝીમ (પ ગ્રામ / ૧૦ લિ.)નો છંટકાવ કરવો. કથીરીનાશક દવાનો ઉપયોગ કરી કથીરીનું નિયંત્રણ કરવું.
સ્ત્રોત: I-ખેડૂત
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/20/2020