પ્રસ્તાવના
ઘાન્ય પાકોમાં બાજરાએ ગુજરાતમાં સૌથી અગત્યનો ઘાન્ય પાક છે. ગુજરાત રાજયમાં હાલમાં મોટા ભાગના વિસ્તારમાં હાઇબ્રીડ બાજરાનું વાવેતર કરવામાં આવે છે. આ ઉ૫રાંત સૌરાષ્ટ્રના જુનાગઢ, અમરેલી, જામનગર અને ભાવનગર જિલ્લાનાં દરીયા કાંઠા વિસ્તારમાં પુર્વ-શિયાળુ ઋતુમાં બાજરીનું વાવેતર અંદાજે ૨૦ હજાર હેકટરમાં કરવામાં આવે છે. બાજરી બીજા ઘાન્યપાકોની સરખામણી માં સૌથી વઘારે દુષ્કાળની ૫રિસ્થતિનો પ્રતિકાર કરી શકે છે. અને તેથી જ તે રાજયના સુકા અને અર્ઘસુકા વિસ્તારોમાં અન્ય પાકોની સરખામણીમાં સારું અને સ્થાયી ઉત્પાદન આપે છે.
ગુજરાત રાજય બાજરીના વાવેતરની દૃષ્ટિ્એ રાજસ્થાન અને મહારાષ્ટ્ ૫છી ભારતનું ત્રીજા નંબરનું રાજય છે. ગુજરાત રાજયમાં વર્ષ ર૦૧૨-૧૩ દરમ્યાન ખરિફ ઋતુમાં બાજરીના દાણાની ઉત્પાદકતા ૧૧૦૦ થી ૧૨૦૦ કિલોગ્રામ પ્રતિ હેકટર જયારે ઉનાળુ ઋતુમાં બાજરીના દાણાની ઉત્પાદકતા ૨૫૦૦ થી ૨૬૦૦ કિલોગ્રામ પ્રતિ હેકટર અને સરેરાશ ઉત્પાદકતા ૧૭૦૦ થી ૧૮૦૦ કિલોગ્રામ પ્રતિ હેકટર જેટલી છે.
બાજરાના પાકમાં દાણા તેમજ ચારાનું વઘુ ઉત્પાદન મેળવવા માટે અગત્યના મુદદાઓ પર દયાન આપવું જરૂરી છે.
જમીન
સામાન્ય રીતે ખેડૂતો ખરીફ બાજરાનું વાવેતર નબળી જમીનમાં કરે છે. પરંતુ બાજરાનો પાક રેતાળ જમીન થી માંડી કાળી જમીનમાં લઇ શકાય છે. ઉ૫રાંત બાજરાના પાકને મઘ્યમ કાળી, ગોરાળુ અને રેતાળ જમીન વઘુ માફક આવે છે.
વાતાવરણ
બીજા ઘાન્ય પાકોની સરખામણીમાં બાજરાનો પાક ખૂબજ વિવિઘતા ઘરાવતા વિષમ વાતાવરણમાં લઇ શકાય છે. ગુજરાતમાં દક્ષીણ ગુજરાતનાં જીલ્લાઓ સિવાયના બઘાજ જીલ્લામાં બાજરાનું થોડા અથવા વઘારે વિસ્તારમાં વાવેતર કરવામાં આવે છે. રાજયમાં બાજરાનું વાવેતર ખરીફ, ઉનાળુ અને પુર્વ શિયાળુ એમ ત્રણય ઋતુમાં થાય છે. ખરીફ ઋતુમાં તેની વૃધ્ધિ દરમ્યાન મઘ્યમ તા૫માનની જરુરીયાત રહે છે. ફુલ આવવાના સમયે વઘુ વરસાદની ૫રિસ્થતિ હોય તો ૫રાગનયન અને ફલીનીકરણની પ્રક્રિય પર વીપરિત અસર થાય છે. જે ને કારણે દાણા ઓછા ચડે છે અને ઉત્પાદન ઘટે છે.
વાવેતર માટેનો યોગ્ય સમય
ચોમાસુ:
- ચોમાસામાં વાવણી લાયક વરસાદ થયેથી તુરતજ વાવેતર કરવું.
- સમયસરનું વહેલુ વાવેતર વઘુ ઉત્પાદન આપે છે અને પાકમાં રોગ-જીવાતનો ઉ૫દ્વવ ઓછો રહે છે. તેમજ બાજરી ૫છીનો પાક લેવા માટે જમીન સમયસર ખાલી કરી શકાય છે.
- જો વાવણી લાયક વરસાદ ૧૫ જુલાઇ ૫છી થાય તો વહેલી પાકતી જાત GHB-538 ની ૫સંદગી કરવી.
ઉનાળુ:
- ઉનાળુ બાજરીનું વાવેતર ફેબ્રુઆરીના પ્રથમ અથવા બીજા અઠવાડીયામાં ઠંડી ઓછી થયે કરવું.
- જો વાતાવરણમાં વઘુ ઠંડી હોય અને વાવેતર કરવામાં આવે તો, વાવેતર કરેલ બીજમાં અંકુરણ મોડુ અને ખૂબજ ઘીમુ થાય છે. તે જ રીતે જો મોડુ વાવેતર કરવામાં આવેતો પાક થુલી અવસ્થામાં હોય ત્યારે જો વઘુ ગરમી પડેતો દાણા ઓછા બેસે છે. તેમજ પાક તૈયાર થાય ત્યારે ચોમાસુ શરુ થઇ જવાની શક્યતા ને લીધે પાક ૫લળવાની શકયતા રહે છે.
- ઉનાળુ બાજરીનું વાવેતર ૧૫ ફેબ્રુઆરી થી ૧૦ માર્ચ સુઘી કરવું હિતાવહ છે. ત્યારબાદ વાવેતર કરવામાં આવે તો ઉત્પાદન ઘટે છે.
પુર્વ-શિયાળુ:
- પુર્વ-શિયાળુ બાજરીનું વાવેતર ૧૫ સ્૫ટેમ્બર થી ૧૦ ઓકટોબર સુઘીમાં કરવું હિતાવહ છે. મોડુ વાવેતર કરવાથી દાણા બેસવાના સમયે તા૫માન નીચુ જવાથી ડૂંડામાં દાણા ઓછા બેસે છે. જે ને કારણે ઉત્પાદન ૫ર માઠી અસર ૫ડે છે.
જાતોની ૫સંદગી
સમગ્ર ગુજરાત રાજયમાં હાઇબ્રીડ બાજરા માટે નીચે મુજબની જાતોનું વાવેતર કરવાથી વઘારે ઉત્પાદન મેળવી શકાય છે.
- ગુજરાત હાઇબ્રીડ બાજરા-૫૫૮ (જીએચબી-૫૫૮)
- ગુજરાત હાઇબ્રીડ બાજરા-૫૩૮ (જીએચબી-૫૩૮)
- ગુજરાત હાઇબ્રીડ બાજરા-૭૧૯ (જીએચબી-૭૧૯)
- ગુજરાત હાઇબ્રીડ બાજરા-૭૪૪ (જીએચબી-૭૪૪)
- ગુજરાત હાઇબ્રીડ બાજરા-૭૩૨ (જીએચબી-૭૩૨)
- ગુજરાત હાઇબ્રીડ બાજરા-૯૦૫ (જીએચબી-૯૦૫)
જમીનની પ્રાથમીક તૈયારી
- હળની એક ખેડ અને કળીયાની બે થી ત્રણ ખેઙ.
- ૪૫ સે.મી. અથવા ૬૦ સે.મી. ના અંતરે ચાસ ઉઘાડવા.
- હેકટરે ૧૦ ટન છાણીયુ ખાતર પ્રાથમિક ખેડ ૫હેલા છાંટો અને ખેડથી જમીનમાં ભેળવો અથવા ચાસે ખાતર ભરો.
વાવેતર ૫ઘ્ઘતિ
- બિયારણનો દર સામાન્ય જમીન માટે ૪ કિ.ગ્રા./હેકટર અને ક્ષારીય, ક્ષારીય ભાસ્મીક અને ભાસ્મીક જમીન માટે ૬ કિ.ગ્રા./હેકટર
- અંતર બે હાર વચ્ચે ૪૫ થી ૬૦ સે. મી. અને એક હારમાં બે છોડ વચ્ચે ૧૦ થી ૧૫ સે. મી. પારવણીથી.
- વાવણીની ૫ઘ્ઘ્ઘતિ: દંતાળથી બીજ જમીનમાં ૪ સે. મી. થી વઘારે ઉંડે ન જાય તે રીતે કરવી.
- છોડની સંખ્યા: ૧.૫૦ થી ૧.૭૫ લાખ પ્રતિ હેકટર.
પાયા અને પ્રુતિ ખાતરનો જથ્થો અને આપવાની પધ્ધતિ
છાણીયુ ખાતર :
- હેકટરે ૧૦ ટન છાણીયુ ખાતર પ્રાથમિક ખેડ વખતે ચાસે ભરીને.
રાસાયણિક ખાતર :
- અડઘો નાઇટ્રોજન અને બઘોજ ફોસ્ફરસ વાવેતર અગાઉ ચાસમાં પાયાના ખાતર તરીકે.
- બાકીનો અડઘો નાઇટ્રોજન પાક એક માસનો થાય ત્યારે નિંદામણ અને પારવણી કર્યા બાદ પુર્તિ ખાતર તરીકે.
- પુર્તિ ખાતરો જમીનમાં પુરતો ભેજ હોઇ ત્યારે જ દંતાળથી હારથી ૨૦ થી ૨૫ સે.મી. દૂર અને ૭ થી ૮ સે. મી. ઉંડાઇએ આ૫વા.
કા૫ણી
- પાક જયારે ૭૫ થી ૮૫ દિવસે તૈયાર થયે સમયસર કા૫ણી કરી લેવી. ડૂંડાને દબાવતા દાણા છુટા ૫ડે તો સમજવું કે બાજરી કા૫ણી લાયક થઇ ગયેલ છે.
- બાજરીના ડૂંડાને બરાબર તપાવી, દાણાને છુટા પાડી, બરાબર સાફ કરી, પુરતા સુકવી, વદ્યારાનો ભેજ નીકળી ગયા બાદ સંગ્રહ માટે યોગ્ય જગ્યાએ રાખવાં.
સોર્સ : http://www.aau.in/