ભારત દુનિયામાં શાકભાજી ઉત્પાદનમાં ચીન પછી બીજા નંબરે આવે છે. જે દુનિયાના કુલ ઉત્પાદનમાં ૧૪.૪ % હિસ્સો ધરાવે છે. ભારતમાં કુલ ૯ર.૦પ લાખ હેકટર જમીનમાં શાકભાજી નું વાવેતર કરવામાં આવે છે જેમાંથી ૧૬ર.૧૮ મી.ટન જેટલું ઉત્પાદન મળે છે. ગુજરાત રાજયમાં કુલ શાકભાજી પાકો હેઠળનો વિસ્તાર પ.૩૭ લાખ હેકટર જેટલો છે જેમાંથી ૧૦પ.ર૦ લાખ ટન જેટલું ઉત્પાદન મળે છે. રાજયનો બાગાયતી ક્ષેત્રે ઉત્પાદનનો સરેરાશ વૃધ્ધિ દર ૯.૪ જેટલો છે. છેલ્લા પાંચ વર્ષમાં બાગાયતી પાકોના વાવેતર વિસ્તારમાં ૪.૩૩ લાખ હે. જયારે તેના ઉત્પાદનમાં ૬૦.૦પ લાખ ટન જેટલો વધારો નોંધાયેલો છે.
ખેતી કાર્યોને ધ્યાનમાં લેતા, શાકભાજીના ૧૧ સમૂહ પૈકી વેલાવાળા શાકભાજીનો સમૂહ એ સૌથી મોટામાં મોટો સમૂહ છે અને વિશ્વમાં આ કુળમાં ૧૧૭ જાતિ તથા ૮રપ પ્રજાતિનો સમાવેશ કરવામાં આવે છે તે પૈકી ભારતમાં ૩૬ જાતિ તથા ૧૦૦ જેટલી પ્રજાતિની ઓળખ કરવામાં આવેલ છે. ભારતમાં ૩૦ થી ૩પ જેટલા વેલાવાળા શાકભાજીની ખેતી વ્યાપારીક ધોરણે કરવામાં આવે છે. જેનો ખ્યાલ નીચેના કોઠા ઉપરથી આવી શકે છે. શાકભાજી પાકોમાં વેલાવાળા શાકભાજી (કુકરબીટ) મોખરાનું સ્થાન ધરાવે છે.
વેલાવાળા શાકભાજીની ખેતી ગુજરાત રાજયમાં આગવું સ્થાન ધરાવે છે. સારા બજારભાવને કારણે દિન–પ્રતિદિન વેલાવાળા શાકભાજી નો વાવેતર વિસ્તાર પણ વધતો જાય છે. આ પૈકી પરવળ પોષક દ્રવ્યો તથા આયુર્વેદિક દ્રષ્ટિએ આગવું સ્થાન ધરાવે છે.
રાજય કક્ષાએ :
રાષ્ટ્રીય કક્ષાએ :
સુધારેલ કલોનલ સીલેકશન :સ્વર્ણરેખા, સ્વર્ણ અલૌકીક, ફેઝાબાદ પરવલ – ૧, ૩, ૪ અને પ, રાજેન્દ્ર પરવલ – ૧ અને ર, શંખોલીયા, નરેન્દ્ર પરવલ – ર૬૦, ૩૦૭ અને ૬૦૪, આઈઆઈવીઆર – પીજી – ૧, ર અને ૧૦પ
હાઈબ્રીડ : ચેસ (હજભક) હાઈબ્રીડ – ૧, ર
આબોહવા : આ પાકને ગરમ અને ભેજવાળી આબોહવા વધુ અનુકૂળ પડે છે. વધુ પડતી ઠંડીથી વેલામાં નવા સ્પ્રાઉટ નો વિકાસ રૂંધાય છે. સામાન્ય રીતે રપ૦ સેં. થી ૩પ૦ સેં. તાપમાન ખૂબ જ અનુકૂળ પડે છે પરંતુ રાત્રીનું તાપમાન નીચું જાય તો પાકની વૃધ્ધિ અને વિકાસ અટકી જાય છે. સતત વરસાદવાળા તથા વરસાદ કે પિયતનું પાણી ભરાઈ રહેતું હોય તેવા વિસ્તારમાં આ પાક સારો થતો નથી. પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ તથા સારો વહેંચાયેલો વરસાદ ખૂબ અનુરૂપ છે. શિયાળામાં વેલાનો વિકાસ નબળો પડે છે. લાંબા સમયનું વાદળછાયું વાતાવરણ પરવળના ઉત્પાદન પર માઠી અસર પહોંચાડે છે.
જમીન : સારા નિતારવાળી, ફળદ્રુપ, મધ્યમકાળી, બેસર, ગોરાડુ કે ભાઠાની જમીન વધુ માફક આવે છે. અમ્લીય કે નબળા નિતારવાળી અને પાણી ભરાય રહેતું હોય તેવી જમીન માફક આવતી નથી.
જમીનની તૈયારી : જમીનને પ્રથમ ર૦ થી રપ સે.મી. ઊંડી ખેડી, ઉનાળામાં સૂર્યના તાપમાં બરાબર તપવા દેવી અને ત્યારબાદ ર થી ૩ વાર કરબથી ખેડ કરી છેવટે સમાર મારી જમીન સમતળ કરવી.
કટકાની રોપણી : પરવળનું વાવેતર વેલાના કટકા સીધા જ ખેતરમાં રોપીને અથવા લો–કોસ્ટ ગ્રીન હાઉસમાં છોડ ઉછેરીને કરવામાં આવે છે. જે માટે ૪ થી પ માસ જુના રોગ–જીવાત મુકત તંદુરસ્ત વેલાની પસંદગી કરવી. પરવળ દિવગૃહી પાક હોવાથી તેમાં નર અને માદાનાં ફૂલ અલગ અલગ છોડ ઉપર આવે છે માટે કટકાની વાવણી કરતી વખતે દર દશ માદા છોડ દીઠ એક નર છોડનો વેલો (૧૦:૧) આવે તે રીતે કટકાની રોપણી કરવી જોઈએ. પરવળનું વાવેતર ટીસ્યુકલ્ચરના છોડ રોપીને પણ કરી શકાય છે. નર છોડની નજીકના માદા છોડમાં ઉત્પાદન વધારે મળે છે.
નોંધ : વ્યાપારીક ધોરણે પરવળનું વાવેતર બીજ વડે કરવાની ભલામણ નથી કારણ કે તેના બીજનું સ્ફૂરણ ખૂબ જ નબળું અને ધીમુ છે તથા તેના ઉગાવા દ્વારા પ૦ % નર અને પ૦ % માદા છોડ મળે છે. ઉપરાંત બીજ દ્વારા તૈયાર થયેલ છોડનાં પાન નાનાં તથા ફૂલ આવતા વર્ષ જેટલો સમય લાગે છે. વનસ્પતિ સંવર્ધનની વિવિધ રીત વડે નવી જાતોના સંશોધન માટે બીજ ઉત્પાદન એટલું જ મહત્વનું છે.
વેલાની પસંદગી : રોપણી માટે ૪પ સે.મી. લંબાઈના, ૪ થી પ તંદુરસ્ત આંખવાળા ૪ થી પ માસ જુના વેલા પસંદ કરવા. દરેક ખામણે બે ટુકડા ખામણાંની મધ્યમાં રોપવા. કટકાના બંને છેડા જમીનની બહાર રહે તેમ ગુજરાતી (૪) ચોગડા આકારે અને ટુકડાનો મધ્ય ભાગ જમીનમાં પ થી ૭ સે.મી. જેટલો ઊંડો રહે તે રીતે કટકા રોપવા. કટકા રોપ્યા પછી વચ્ચેના ભાગે માટી બરાબર દબાવવી. કટકાની રોપણી કર્યા બાદ વરસાદ ન થાય તો હળવું પિયત આપવું. ખેતરમાં વધુ પડતો સતત ભેજ રહે અથવા ખેતરમાં પાણી ભરાઈ રહે તો કટકા કોહવાઈ જાય છે. જેથી વધારાના પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવી.
કટકાની જરૂરિયાત : ૧ હેકટરની રોપણી માટે ૧૦,૦૦૦ ટૂકડાની જરૂરિયાત રહે છે. (દરેક ખામણે બે ટૂકડા એટલે કે ૯૦૦૦ માદા છોડના ટૂકડા ત્ર ૧૦૦૦ નર છોડના ટૂકડાની જરૂરિયાત રહે છે.)
રોપણી અંતર : ર × ૧ મીટરના અંતરે ૧પ થી ૩૦ સે.મી. ઊંડા ખામણાં બનાવી કરવામાં આવે છે. ખામણામાં પાયાનું સેન્દ્રિય ખાતર તથા જૈવિક ખાતર અને રાસાયણિક ખાતર ઉમેરવું. ખામણાંની બે હાર વચ્ચે પિયત માટે ઢાળિયો તૈયાર કરવો.
કટકાની માવજત : પરવળના પાકનું નવું વાવેતર કરવું હોય તો પરવળના સુકારા રોગ સાથે રક્ષણ મળે તે માટે પરવળનાં વેલાનાં કટકાને નીચે જણાવેલ દવાના દ્રાવણમાં ૧ કલાક બોળીને રોપવા.
૩ ગ્રામ સ્ટ્રેપ્ટોસાઈકલીન ૧૦ ગ્રામ કાર્બેન્ડાઝીમ ત્ર ૧૦ ગ્રામ રીડોમીલ એમ.ઝેડ ત્ર ૧૦ મિલિ. મેલાથીયોન અથવા ૧૦ મિલિ. ડીડીવીપી ૧૦ લીટર પાણીમાં ઓગાળીને દ્રાવણ બનાવવું.
રોપણીનો સમય : શિયાળાની ૠતુ સિવાય ઉનાળુ અને ચોમાસુ એમ બન્ને ૠતુમાં પરવળનું વાવેતર થઈ શકે છે. ઉત્તર પૂર્વના રાજયોમાં પરવળનું વાવેતર ઉનાળામાં કરવામાં આવે છે. ગુજરાતમાં મુખ્યત્વે ચોમાસુ વાવેતર કરવામાં આવે છે. વાવણી જૂલાઈ થી સપ્ટેમ્બર સુધી કરવી સલાહ ભરેલુ છે.
અ.નં. |
ખાતર |
જથ્થો કિ.ગ્રા./હે. |
ખાતર આપવાનો સમય |
ખાતરની જરૂરિયાત હેકટર દીઠ |
૧ |
છાણિયું ખાતર (સારું કોહવાયેલુ) |
રપ ટન |
જમીન તૈયાર કરતી વખતે |
- |
ર |
રાસાયણિક ખાતર ના : ફો : પો ૧ર૦:૬૦:૪૦ |
૩૦:૬૦:૪૦ ૩૦:૦૦:૦૦ ૩૦:૦૦:૦૦ ૩૦:૦૦:૦૦ |
પાયામાં રોપણી બાદ ૪પ દિવસે ફેબ્રુઆરી માસમાં જૂન માસમાં |
યુરીયા ૬પ કિ., સીંગલ સુપર ફોસ્ફેટ ૩૭પ કિ., મ્યુરેટ ઓફ પોટાશ ૬૯ કિ. યુરિયા ૬પ કિ. યુરિયા ૬પ કિ. યુરિયા ૬પ કિ. |
પરવળનો પાક બહુવર્ષાયુ હોય દર વર્ષે ઉપર મુજબના ખાતરો આપતા રહેવું જોઈએ.
પિયત વ્યવસ્થા : ચોમાસામાં નિયમિત વરસાદ થાય તો પાણી આપવું જરૂરી નથી. વરસાદની ખેંચ જણાય ત્યારે સપ્ટેમ્બર માસ બાદ ર૦ દિવસના ગાળે નવેમ્બર માસ સુધી નિયમિત પાણી આપવું. શિયાળાની ૠતુ દરમ્યાન પાક આરામ અવસ્થામાં હોય તેથી આ સમયે પિયતની જરૂરીયાત રહેતી નથી. ઠંડીમાં પરવળની વૃધ્ધિ અટકી જાય છે. ઠંડીનું પ્રમાણ વધુ હોય ત્યારે વેલા પણ સુકાઈ જાય છે. ફેબ્રુઆરી માસમાં તાપમાાન વધતાં વેલાની વૃધ્ધિ અને વિકાસ ચાલુ થતા નવી ફૂટ આવવી શરૂ થાય છે અને ફૂલો આવવા શરૂ થાય છે. આ સમયે નીંદામણ, સુકાઈ ગયેલી વેલાની છટણી કરી દરેક ખામણે ગોડ કરી પૂર્તિ ખાતર આપી હળવું પિયત આપવું. ત્યારબાદ વરસાદ પડે ત્યાં સુધી ૧૦ દિવસનાં ગાળે નિયમિત પાણી આપવું.
વેલાની કેળવણી : પરવળના વેલાને ટેકાની જરૂર પડે છે. જે માટે લાકડાના થાંભલા અને તારની મદદથી મંડપ તૈયાર કરવો જરૂરી છે. ખામણાં દીઠ ર થી ૩ વેલા મંડપ ઉપર ચઢાવવા. મંડપ ઉપર વેલા ખામણાંની ચારે બાજુ એક સરખા ફેલાય તે માટે એક જ દિશામાં આગળ વધતાં વેલાની છાંટણી કરવી જેથી મુખ્ય વેલાની બાજુ માંથી નવા વેલા ફૂટશે અને તેના પર વધુ ફળ બેસે છે. દરેક ખામણે જમીન પાસેથી ઘણાં નવા વેલા ફૂટશે જે દર અઠવાડીયે કાપી દૂર કરવા. આવા નવા વેલા (નવી ફૂટ) સમયસર કાપવામાં ન આવે તો પરવળની વૃધ્ધિ અટકે છે. અને ઉત્પાદન ઉપર માઠી અસર થાય છે.
વેલાની છટણી : શિયાળામાં ઠંડીના સમયે વેલાઓ સુકાઈ જાય છે અને ખાખરો પડે છે. મુળ સુષુપ્ત અવસ્થામાં રહે છે. ડીસેમ્બર–જાન્યુઆરી માસ દરમ્યાન પાક આરામની અવસ્થામાં હોય ત્યારે ૩૦ થી ૪પ સે.મી. લંબાઈ રાખીને ઉપરનો સુકાઈ ગયેલો ભાગ કાપી નાંખવો.
અન્ય માવજત : અવારનવારની આંતરખેડ પરવળના પાકમાં ખૂબ ફાયદાકારક છે. પરવળ બહુવર્ષાયુ પાક હોય જરૂરિયાત મુજબ મહિનામાં ર વખત નીંદામણ કરવું. દરેક ખામણામાં વેલાને નુકસાન ન થાય તેમ દરેક પિયત પછી ગોડ કરવી. પાકની શરૂઆતના વૃધ્ધિ વિકાસના તબકકા દરમ્યાન દોઢ થી બે માસ દરમ્યાન બે થી ત્રણ વખત આંતરખેડ કરવી. આ માટે લાકડાના અથવા સિમેન્ટના અથવા તાડના થાંભલા દર બે લાઈને એક પ્રમાણે બન્ને બાજુ આડા ઉભા ખેતરમાં ચાર થી પાંચ મીટરના અંતરે બે છોડ વચ્ચેની જગ્યાએ લગાવવા તેમજ થાંભલા ઉપર ગેલ્વેનાઈઝ તાર આડા ઉભા લગાવી જાળી બનાવવી. વેલાની ફૂટ શરૂ થતાં દરેક વેલાઓને આધાર આપી મંડપ ઉપર ચઢાવવા. મંડપ ઉપર વેલા ચારે બાજુ એક સરખા ફેલાય તે માટે સમયસર વેલાની છટણી કરવી. દરેક ખામણાંમાં જમીન પાસેથી નવા નીકળતા વેલા દર અઠવાડીયાના અંતરે કાપી દૂર કરવાથી અર્થક્ષમ ઉત્પાદન મેળવી શકાય છે. મંડપ કરવાથી ખેતી કાર્યોમાં તથા વીણી કરવામાં સરળતા રહે છે. અને અંદાજીત ૩૦ થી ૩પ ટકા વધુ ઉત્પાદન મેળવી શકાય છે.
વીણી / ગ્રેડીંગ : પરવળનું પ્રસર્જન વાનસ્પતિક રીતે થતું હોય, છોડના શરૂઆતના વિકાસ માટે લાંબા સમયની જરૂરત પડે છે. વીણી પ થી ૬ દિવસનાં અંતરે કરતા રહેવું. કુમળા, યોગ્ય કદનાં ફળો વીણવા જોઈએ. વીણી વહેલી સવારે અથવા સાંજના સમયે કરવી અને ઉતારેલા ફળો સીધા સૂર્યતાપમાં ન રહે તેની કાળજી રાખવી. વીણી કર્યા બાદ રોગિષ્ટ, જીવજંતુના ડંખ મારેલા કે અનિયમિત આકારના ફળોને જુદા પાડી ગ્રેડ પ્રમાણે યોગ્ય કદ અને આકાર પ્રમાણે જુદા પાડી યોગ્ય પેકિંગ કરી બજારમાં મોકલવા જોઈએ. આ પાકમાં ૩ થી ૪ દિવસના અંતરે વીણી કરવી ખાસ આવશ્યક છે જેથી ફળોની ગુણવત્તા જળવાઈ રહે છે અને સારા બજારભાવ મેળવી શકાય છે. વીણી મોડી કરવાથી વેલાની ફળ ઉત્પાદન શકિતમાં ઘટાડો થાય છે.
રટુન : એક વાર પરવળની રોપણી કર્યા બાદ સળંગ ૩ થી ૪ વર્ષ (બડઘા પાક) સુધી આર્થિક રીતે પરવળનું ઉત્પાદન મેળવી શકાય છે. પ્રથમ વર્ષ થી ચોથા વર્ષ સુધી ઉત્પાદન વધતુ જોવા મળે છે. પરંતુ ચોથા વર્ષ બાદ ઉત્પાદન ઘટતું નોંધાયેલ છે.
પાક સંરક્ષણ : પરવળના ઉત્પાદનને અસર કરતા વિવિધ પરિબળોમાં રોગ અને જીવાત અગત્યના ગણાય છે. આધુનિક ખેતીમાં મોટે ભાગે ખેડૂતોને રોગ અને જીવાતની સમસ્યા જે તે પાકમાં નડતી હોય છે તેથી પરવળના ઉત્પાદનમાં ''પાક સંરક્ષણ'' મહત્વનું અંગ ગણાય છે.
રોગ : પરવરનો સુકારો (ફાયટોફથોરા બ્લાઈટ) :
નિયંત્રણ : જમીનમાં લીલો પડવાશ/છાણિયા ખાતરનો ઉપયોગ કરવો. રોગમુકત જગ્યાએથી પરવરના વેલાની પસંદગી રોપણી માટે કરવી. રોગયુકત અથવા કાણાં પડેલ પરવરનાં વેલાનો રોપણીમાં ઉપયોગ કરવો નહી. પરવરનાં વેલા જયાં નવા રોપવાના હોય ત્યાં ચાસમાં ટ્રાઈકોડર્માનું કલ્ચર તથા ફયુરાડાન ૩જી જમીનમાં આપી રોપવા. પરવરનાં વેલાને રોપતાં પહેલાં ૩ ગ્રામ સ્ટ્રેપ્ટોસીઈકલીન ત્ર રીડોમીલ એમઝેડ ૭ર % વે.પા. ૧૦ ગ્રામ ત્ર કાર્બેન્ડાઝીમ પ૦ % વે.પા. ૧૦ ગ્રામ ત્ર ૧૦ મી.લી. મેલાથીયોન અથવા ૧૦ મી.લી. ડીડીવીપી ૧૦ લીટર પાણીમાં ઓગાળી દ્રાવણ બનાવી આ દ્રાવણમાં ૧ કલાક સુધી પરવરનાં વેલાને બોળીને પછી વાવવાની ભલામણ છે. આજ દ્રાવણ રોપણી બાદ પ્રતિ છોડ દીઠ પ૦૦ મી.લી. પ્રમાણે વેલાની ફરતે જમીનમાં રેડવું. ર૦ થી રપ દિવસ બાદ ટ્રાયકોડર્માનું કલ્ચર જમીનમાં વેલાની ફરતે રીંગ કરી પ્રતિ છોડ દીઠ પ૦ ગ્રામ આપવું.
વધુ ભેજવાળા હવામાનમાં જયારે પરવળના પાન સુકાવા માંડે અને ફળ સડવા માંડે ત્યારે આ સાથે જણાવેલ ૩ છંટકાવ કરવા. પ્રથમ છંટકાવ પ્રોપીનેબ ૧પ ગ્રામ/૧૦ લીટર પાણી, બીજો છંટકાવ ૭ દિવસ બાદ રીડોમીલ એમઝેડ ૧પ ગ્રામ/૧૦ લીટર પાણી અને ત્રીજો છંટકાવ ૭ દિવસ બાદ મેન્કોઝેબ રપ ગ્રામ/૧૦ લીટર પાણી.
નવા વેલા ફૂટે એટલે ૧ મહિના બાદ કાર્બેન્ડાઝીમ પ૦ % વે.પા. (૧૦ ગ્રામ/૧૦ લીટર) નું દ્રાવણ થડમાં રપ૦ મી.લી. જેટલું રેડવું અને ૧પ દિવસ બાદ રીડોમીલ રપ૦ મી.લી. જેટલું દ્રાવણ થડની આજુબાજુ રેડવું. પરવળના પાકમાં છોડની બંને બાજુએ ટ્રાઈકોડર્માનું કલ્ચર વર્ષમાં બે થી ત્રણ વખત આપવું. પરવળના પાન અને ફળ ઉપર ધોળી ફુગનું આવરણ જોવા મળે તો કોપરઓકસીકલોરાઈડ (બ્લ્યુ કોપર ર૦ ગ્રામ / ૧૦ લીટર પાણીમાં) નો છંટકાવ કરવો.
તળછારો :
નિયંત્રણ : આ રોગની શરૂઆત થાય અથવા પાક લગભગ ૪પ થી પ૦ દિવસનો થાય ત્યારે મેન્કોઝેબ ૦.ર ટકા (ર૭ ગ્રામ દવા ૧૦ લીટર પાણીમાં) અથવા કલોરોથેલોનીલ ૦.ર ટકા (ર૭ ગ્રામ દવા ૧૦ લીટર પાણીમાં ) અથવા ફોઝેટાઈલ ૦.૧પ ટકા (૧૯ ગ્રામ દવા ૧૦ લીટર પાણીમાં ) દ્રાવણ બનાવી ૧પ દિવસના અંતરે કુલ ૪ છંટકાવ કરવા.
ભૂકી છારો :
નિયંત્રણ :પાકમાં રોગની શરૂઆત દેખાય કે તરત જ સલ્ફેક્ષ ૮૦ ટકા દ્રાવ્ય પાઉડર ૩૦ ગ્રામ અથવા ડીનોકેપ ૪૮ ટકા પ્રવાહી પ મી.લી. અથવા કાર્બેન્ડેઝીમ પ૦ ટકા દ્રાવ્ય પાઉડર ૧૦ ગ્રામ પ્રમાણે ૧૦ લીટર પાણીમાં બરાબર ઓગાળી પ્રવાહી મિશ્રણનો છંટકાવ કરવો. આવી રીતે ૧૦ થી ૧ર દિવસનાં અંતરે બીજો અને ત્રીજો છંટકાવ કરવો.
પચરંગીયો અથવા મોઝેક :
નિયંત્રણ : રોગ પ્રતિકારકશકિત ધરાવતી જાતોનો વાવેતરમાં ઉપયોગ કરવો. આ ઉપરાંત શરૂઆતમાં રોગિષ્ટ છોડ ઉપાડી નાશ કરવો અને શોષક પ્રકારની કીટનાશક દવાનો છંટકાવ કરી તેનું નિયંત્રણ કરવું.
જીવાત :
ઘીલોડીની ફૂદી :
નિયંત્રણ :
પરવળના વેલા કોરી ખાનાર ઈયળ :
નિયંત્રણ :
ભીંગડાવાળી જીવાત (સ્કેલ) :
નિયંત્રણ :
ચિકટો / મિલિબગ :
નિયંત્રણ :
મોલો :
નિયંત્રણ : વેલાઓ પર પરભક્ષી સીરફીડ માખી તથા લેડીબર્ડ બીટલના ઢાલીયાં કીટકની હાજરી પુરતા પ્રમાણમાં જોવા મળે તો કીટકનાશક દવાનો છંટકાવ કરવો નહીં. કીટનાશક દવાઓમાં મિથાઈલ–ઓ–ડીમેટોન રપ ઈસી ૧૦ મી.લી. દવાને ૧૦ લીટર પાણીમાં ભેળવી ફળની વીણી કર્યા બાદ જરૂરિયાત મુજબ છંટકાવ કરવો.મોલોના નિયંત્રણ માટે નીચે જણાવેલ પૈકીની કોઈપણ એક જંતુનાશકનો પ્રથમ છંટકાવ ૧.પ મોલો આંકને અનુસરીને અને બીજો છંટકાવ ૧પ દિવસે કરવાની ભલામણ કરવામાં આવે છે.
સ્ત્રોત: શ્રી એસ.ડી.પ્રજાપતિ અને ર્ડા.ડી.બી.પ્રજાપતિ(કૃષિ સારથિ નવસારી કૃષિ યુનિવર્સિટી,કૃષિ યુનિવર્સિટીના જૂનાગઢ, આણંદ અને સરદારકૃષિનગરના સંશોધન કેન્દ્રો)
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/16/2020