অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

જુવારની વૈજ્ઞાનિક ખેત પદ્ધતિ

૧.પાક ની અગત્યતા

વરસાદ આધારીત વિસ્તારો માટે જુવાર, દાણા તેમજ ઘાસચારા માટેનો અગત્યનો પાક છે. જે ધાન્ય પાકોમાં વાવેતરની દ્રષ્િટએ ત્રીજા ક્રમાંકે રહે છે. દક્ષિાણ ગુજરાતમાં દાણા તરીકે, ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં દાણા અને ચારા તેમજ એકલા ચારા માટે જયારે ડેરી વિકસીત વિસ્તારમાં એકલા લીલાચારા તરીકે કુલ અંદાજીત ૭.પ થી ૮ લાખ હેકટરમાં જુવારનું વાવેતર થાય છે. ચોમાસુ અને શિયાળુ ઋતુમાં જુવારની ઉત્પાદકતા અનુક્રમે પ૩૭ અને ૯૮૦ કિ.ગ્ર્રા./હે. છે. ચોમાસુ ઋતુમાં ચારા તરીકે જુવારનુ વાવેતર થતુ હોવાથી તેની ઉત્પાદકતા શિયાળુ ઋતુની સરખામણીમાં ઓછી થવા પામી છે. પરંતુ જો ફકત દાણા તરીકે વાવેતર કરતા વિસ્તારને લક્ષામાં રાખતાં તેની ઉત્પાદકતામાં આશરે ૧૦૦૦ કિલો વધારો દેખાયો છે. ઉત્પાદકતામાં થયેલ આ વધારો ખેડૂતોએ અપનાવેલ જુવારની સુધારેલી અને સંકર જાતો તેમજ તેની સુધારેલી ખેતીપ્રથાને આભારી છે.

ગુજરાતમાં મુખ્યત્વે ઉનાળુ(માર્ચથી જુનના પ્રથમ પખવાડીયા સુધી), ચોમાસુ (જુનના બીજા પખવાડીયાથી સપ્ટેમ્બર સુધી) અને શિયાળુ(ઓકટોબરથી ફેબુ્રઆરી સુધી) એમ ત્રણ ઋતુઓમાં વાવણી થાય છે.

વરસાદ, જમીનના લક્ષાણો તેમજ હવામાનને લક્ષામાં રાખી પાડવામાં આવેલ ગુજરાતના આઠ આબોહવાકીય વિવિધ ઝોન પૈકી જુવાર મુખ્યત્વે ઝોન-ર(દક્ષિાણ ગુજરાત) અને ઝોન-૩ (મધ્ય ગુજરાત)માં વવાય છે. જયારે અન્ય ઝોનમાં તેનું વત્તા ઓછા પ્રમાણમાં વાવેતર જોવા મળે છે. જુનાગઢનો ગેડ વિસ્તાર અને અમદાવાદના ભાલ વિસ્તારમાં તેમજ દરીયાકાંઠાના વિસ્તારોમાં જુવારની વાવણી પાછોતર ચોમાસામાં કરવામાં આવે છે.

હાલમાં, સંશોધન કામ મુખ્યત્વે ગુજરાતના સુકા વિસ્તારને અનુકૂળ એવી વહેલી પાકતી, ઠીંગણી તેમજ વધુ ઉત્પાદન આપતી અને રોગ-જીવાત સામે પ્રતિકારક શકિત ધરાવતી જાતો વિકસાવવા પર કેન્દ્રીત છે. તેમ છતાં કેટલાક પરીબળો જુવારના ઉત્પાદન પર અસર કરે છે જે નીચે દશર્ાવેલ છે.

દક્ષિાણ ગુજરાતમાં મુખ્યત્વે જુવાર દાણા માટે વવાય છે. જેમાં ખેડૂતો સ્થાનિક જાતો જે મોડા વાવેતર માટે અનુકૂળ છે. તેવી બીપી પ૩, સુરત ૧ અને જીજે ૧૦૮ અપનાવે છે. આ જાતોની ઉત્પ્ાાદકતા ખૂબ ઓછી તેમજ દાણા ફૂગગ્રાહ્ય છે. દક્ષિાણ ગુજરાતમાં વરસાદ પુરતા પ્રમાણમાં હોય છે. આ સ્થાનિક જાતો વાવેતર હેઠળ હોવાથી બીજા પાકની સરખામણીમાં જુવાર જેવો પાક વધુ નફાકારક થઈ શકયો નથી. આથી વધુ ઉત્પાદકતા ઓછા ખચર્ે મેળવી શકાય. નવી વિકસાવેલ જાતો જેવીકે ગુજરાત જુવાર ૩૮,જીજે ૪૦ની દાણાની ગુણવત્તા દેશી જાતો જેવી છે. ખેડૂતોએ ગુજરાત જુવાર ૩૮,જીજે ૪૦, જીજે ૪૧ અને જીએસએચ ૧ તેમજ તેને અનુરૂપ વિકસાવેલ આધુનિક ખેતી પધ્ધતિઓ વધુ ઉત્પાદન મેળવવા માટે અપનાવવી જોઈએ.

૨.જાતોની પસંદગી

જુવારની સુધારેલી જાતો :

જુવારની સ્થાનીક જાતો : બીપી પ૩, સુરત૧, જીજે૧૦૮, બીસી ૯

(મોડા ચોમાસુ વાવેતર માટે)જુવારની સુધારેલી જાતો : જીજે ૩પ,જીજે૩૬,જીજે૩૭,જીજે૩૮,જીજે૩૯,જીજે ૪૦, જીજે ૪૧

જુવારની હાઈબ્રીડ જાતો: જીએસએચ૧,સીએસએચ પ,સીએસએચ૬,સીએસએચ ૧૧

૩.વાવણી સમય અને પદ્ધતિ

હાઈબ્રીડ અને વધુ ઉપજ આપતી સ્થાયી જાતો માટે ચોમાસુ બેસતા અને સ્થાનિક જાતો માટે મોડા ચોમાસુ તરીકે એટલેકે ઓગષ્ટમાં વાવણી કરવી.

૪.બીજનો દર તથા માવજત

બિયારણનો દર, અંતર અને છોડની સંખ્યા :

બિયારણનો દર : ૧૦થી ૧ર કિલો / હેકટર

અંતર : ૪પ × ૧ર થી ૧પ સે.મી.

છોડની સંખ્યા : ૧.૮૦ થી ર.૦૦ લાખ / હેકટર

બીજની માવજત : બીજને માવજત આપ્યા વગર વાવવાથી છોડની સંખ્યા ઓછી મળે છે. અને કીટકોથી થતું નુકશાન પણ વધે છે. એટલા માટે બીજને વાવતાં પહેલાં કાબર્ાફયુરાન ૩પ એસ ૧૦૦ ગ્રામ / કિલો બીજનો ઉપયોગ કરવો. દાણાને બરાબર ચોંટે તે માટે દિવેલને સ્ટીકર તરીકે વાપરવું.

૫.ખાતર વ્યવસ્થાપન

સામાન્ય રીતે રાસાયણિક ખાતરો માં નીચે મુજબની જરૂરીયાતો રહે છે.

સ્થાનિક જાતો                    :     ૪૦ કિલો નાઈટ્રોજન + ર૦ કિલો ફોસ્ફરસ

સંકર વધુ ઉપજ આપતી      :     ૮૦ કિલો નાઈટ્રોજન + ૪૦ કિલો ફોસ્ફરસ

સીમાંત ખેડૂતો માટે    :     ૪૦ કિલો નાઈટ્રોજન + ૪૦ કિલો ફોસ્ફરસ

જુવારની વાવણી સમયે ફોસ્ફરસનો પુરેપુરો જથ્થો અને નાઈટ્રોજનનો અડધો ડોઝ આપવો. જુવારની વાવણી પછી ૩૦-૪૦ દિવસ બાદ બાકી નાઈટ્રોજન પૂતર્િ ખાતરનો હપ્તો બે હારની વચ્ચે દંતાળથી ઓરીને આપવો.

૬.પિયત વ્યવસ્થાપન

જો ચોમાસામાં પાછલો વરસાદ સારો હોય તો જુવારના પાકને પાણીની જરૂર રહેતી નથી. આમ છંતા આ પાક જયારે ૩૦-૩પ દિવસનો થાય ત્યારે તેમજ ડુંડા નીકળવાના સમયે અને દાણા બંધાય ત્ય્ાારે પાણીનો ખેંચ હોય તો ઉત્પાદન ઘટે છે. જેથી પિયતની સગવડ હોય તો અવશ્ય આપવું.

૭.નીદણ વ્યવસ્થાપન

જુવારના પાકમાં નિંદામણ નિયંત્રણ માટે જુવાર ઉગ્યા પહેલાં એગ્રોવીડોન -૪૮, ર.પ લિટર/હેકટર અથવા ૦.પ કિલોગ્રામ એટ્રાઝીન અથવા ૦.પ કિલોગ્રામ પ્રોપેઝીન પ્રતિ હેકટરે છાંટવું. આ ઉપરાંત એક આંતરખેડ અને વાવ્યા પછી ૩૦-૩પ દિવસે હાથથી એક નિંદામણ કરવાની ભલામણ કરવામાં આવેલ છે. આગિયાનો ઉપદ્રવ અટકાવવા માટે વષ્ર્ો વષ્ર્ા એજ ખેતરમાં સતત જુવારની વાવણી ન કરતાં પાકની ફેરબદલી કરવી.

૮.રોગ અને જીવાત વ્યવસ્થાપન

૧.    સાંઠાની માખી :

ચોમાસુ ઋુતુમાં જુવારની વાવણી કરવાથી સાંઠાની માખીનો ઉપદ્રવ ઓછો જોવા મળે છે. આથી ચોમાસાની શરૂઆત થતાંની સાથેજ જુવારની વાવણી કરવી જોઈએ. જો વરસાદની શરૂઆત સાથેજ વાવણી શકય ન હોય તો જુવારના બીજને કાબર્ોસલ્ફાન રપ એસ.ટી. જંતુનાશક દવાનો ૧૦૦ ગ્રામ/ કિલો બીજ પ્રમાણે માવજત આપવી જોઈએ.

ર.    ગાભમારાની ઇયળ :

કાપણી થયા બાદ તુરતજ જુવારના સાંઠા તેમજ જડિયાનો ખેતરમાંથી નાશ કરવો જેથી બીજા વષ્ર્ા દરમ્યાન  ગાભમારાની ઇયળનો ઉપદ્રવ ઘટે છે. ગાભમારાની ઇયળના અસર કારક નિયંત્રણ માટે વાવણીના ૩૦ અને૪૦ દિવસ બાદ દાણાદાર જંતુ નાશક દવા પદાન (કારપેટ) ૪ દાણાદાર દવા, કવીનાલફોસ પ દાણાદાર દવાનો ૭.પ અને ૧૦ કિ.ગ્રા/હે. બે વખત ઉપયોગ કરવો જરૂરી છે. ફેરરોપણીથી જુવારના વાવેતરમાં જુવારના ધરુના મૂળને છ કલાક સુધી કાબર્ોસલ્ફાન  રપ એસ.ટી. ૦.૦૩પ અથવા મીથાઈલ ઓ-ડેમેટોન રપ ઈસી ૦.૦પ અથવા કલોરપાયરીફોસ રપ ઈસી ૦.૦પ ટકાના દ્રાવણમાં ડુબાડવાની માવજત કરવાથી ગાભમારાની ઇયળનું  અસરકારક નિયંત્રણ થાય છે.

૩.    પાનકથીરી :

પાનકથીરી ના નિયંત્રણ માટે દેશી જાતોમાં વાવણીના ૬૦ થી ૭૦ દિવસ બાદ જયારે સુધારેલ/સંકર જાતોમાં પ૦થી૬૦ દિવસ મીથાઈલ-ઓ-ડેમેટોન ૦.૦રપ અથવા ફોમર્ાથીઓન ૦.૦રપ દ્રાવણનો છંટકાવ કરવો જરૂરી છે.

૪.    કણસલાની મીજમાખી :

યોગ્ય ખેતીપ્રથા જેવી કે વહેલી વાવણી તેમજ એકસાથે પાકતી જુવારની જાતોનુ વાવેતર કરી મીજમાખીના ઉપદ્રવને નાથવુ હિતાવહ છે.

પ.    કણસલાના ચૂસિયા તેમજ ઈયળો :

ફૂલ અવસ્થા દરમ્યાન મેલાથીઓન પ ભૂકીનો ૩૦ કિ.ગ્રા/હે. મુજબ છંટકાવ કરવાથી કણસલાના ચૂસિયા તેમજ ઈયળોનું અસરકારક નિયંત્રણ થાય છે.

રોગો :

૧.    જુવારનો મધિયો :

જુવારના મધિયાથી બચવા માટે જુવારનું વાવેતર જુલાઈ માસ ના બીજા પખવાડીયા દરમ્યાન કરવું હિતાવહ છે. જેથી દાણા તેમજ ચારાનું વધુ ઉત્પાદન મળે. ઝાયરમ ૦.ર ટકાના બે છંટકાવ જેમાં પ્રથમ છંટકાવ ફૂલ અવસ્થા પહેલાં  અને બીજો છંટકાવ પ૦% ફૂલ અવસ્થા દરમ્યાન કરવાથી મધિયાના રોગને કાબુમાં લઈ શકાય છે.

ર.    દાણાની ફૂગ :

દાણાની ફૂગના અસરકારક નિયંત્રણ માટે મેનકોઝેબ ૦.ર અને કેપ્ટાન ૦.ર અથવા થાયરમ ૦.ર અને કાબર્ેન્િડઝમ ૦.૦પ ટકા મિશ્રણના બે છંટકાવ, પ્રથમ ફુલ અવસ્થાની શરૂઆત થયે અને બીજો છંટકાવ પ્રથમ છંટકાવના ૧૦ દિવસ બાદ કરવો જરૂરી છે.

૩.    પ્રકાંડનો કાજલ સડો :

વાવણી  સમયે ફુગનાશક દવા ટીએમટીડી ૪.પ કિ.ગ્રા/હે. પ્રમાણે ચાસમાં આપવાથી આ રોગ નું પ્રમાણ નહીવત જોવા મળે છે.  તેમજ દાણા તથા ચારાનું  વધુ ઉત્પાદન મળે છે.

૯.કાપણી અને સંગ્રહ

કાપણી :

તમામ સુધારેલ / સંકર જાતો ર૦-ર૪% દાણાનો ભેજ હોય ત્યારે જ કાપણી કરવી યોગ્ય છે. આ સમયે કાપણી કરવાથી ૧૦ થી ૧પ % વધુ  ઉત્પાદન મળે છે. અને બીજો પાક લેવા માટે ૮ થી ૧૦ દિવસનો વધુ ગાળો મળે છે.

સુકવણી અને સંગ્રહવ્યવસ્થા :

જુવારના સુરક્ષિાત સંગ્રહ માટે જુવારના દાણામાં ૧૦-૧ર ટકા જેટલો ભેજ રહે તે પ્રમાણે  સૂર્યપ્રકાશમાં સુકવણી કરવી જોઈએ.ખેડૂતો સ્થાનીક પધ્ધતિ જેવીકે માટીની કોઠી, કોથળા તેમજ લોખંડના પીપમાં સંગ્રહ કરે છે. જુવારની સંગ્રહવ્યવસ્થા મુજબ તેનો સંગ્રહ હવાચુસ્ત લોખંડના ચોરસ કે ગોળ પીપમાં કરવો.

વધુ ઉત્પાદન મેળવવા માટેની ચાવી

•     ગુજરાત રાજયના વિવિધ ઝોન માટે ભલામણ કરેલી જુવારની સુધારેલ /સંકર જાતોની સમયસર વાવણી કરવી તથા ભલામણ કરેલ રા.ખાતર આપવું.

•     વધુ વરસાદ વાળા વિસ્તારમાં ફેરરોપણીનો આગ્રહ રાખી ર૪ દિવસના ધરૂનો ઉપયોગ કરવો.

•     જુવારના પાક સાથે આંતરપાક તરીકે તુવેરનો ઉપયોગ કરવો.

•     પાકની કટોકટીની અવસ્થાઓ જેવી કે ગાંઠ બાંધવાના સમયે, ફુલ અવસ્થા અને દાણા દૂધે ભરાવવાના સમયે ભેજની ખેંચ જણાય તો પિયત આપવું. ચોમાસુ ઋુતુમાં પાણીનો ભરાવો અટકાવવો.

•     ખેતર નિંદણથી મુકત રાખવું. જરૂર પડે પાક સંરક્ષાણના પગલા ં લેવાં.

•     પાકની કાપણી સમયસર કરવી. લીલા ચારા માટે ફૂલ અવસ્થા બાદ તુરત જ કાપણી કરવી.

સોર્સ : http://www.aau.in/

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/6/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate