જાતની પસંદગી અને મિશ્રપાકો
સાઠી ૩૪-૩૬, જી.આર.૫, જી.આર.૮, જી.આર.૯, અશોકા-૨૦૦-એફ, એએયુડીઆર-૧, (ડી.ડી.આર-૯૭) દક્ષિણ ગુજરાતની પાળાવાળી ક્યારીમાં આઈ.આર.૨૮ જાત પણ વધુ અનુકૂળ છે. મિશ્રપાક તરીકે તુવેર ૩:૧ (ડાંગર : તુવેર) મુજબ લાઈનો રાખીને ઉગાડવાનું વધુ અનુકૂળ પડે છે
બીજ અને માવજત
- 4 હેક્ટરે ૫૦-૬૦ કિલો મુજબ પ્રમાણિત બીજ વાપરવું.
- 4 એક કિલો બીજ દીઠ ૩ ગ્રામ મુજબ કાર્બેન્ડાઝીમ-૨૫ એસ.ડી અથવા થાયરમ દવાનો પટ આપવો.
- 4વાવણી વખતે હેક્ટરે ૨ કિલો મુજબ એઝોટોબેક્ટર કલ્ચરની બીજને માવજત આપવી.
વાવણીનો સમય
- જુનના બીજા થી ત્રીજા અઠવાડીયે અથવા વરસાદની શરૂઆત થયે વાવણી કરવી.
જમીનની તૈયારી
- ચોમાસામાં વરસાદની શરૂઆત થયે ખેતરમાં હેક્ટરે ૧૦ ટન મુજબ સારૂ કહોવાયેલ છાણિયું ખાતર નાખી આડી ઉભી ૨-૩ ખેડ કરી જમીનમાં ભેળવવું અને સમાર મારી જમીન તૈયાર કરવી.
વાવણી
- બળદથી ચાલતા દેશી હળથી ૪-૬ સે.મી.ઉડાઈએ અને ૩૦ સે.મી.અંતરે ચાસ પાડી વાવણી કરવી.
- મિશ્રપાક પધ્ધતિમાં ડાંગર અને તુવેર ૩ :૧ ના પ્રમાણમાં બે હાર વચ્ચે ૩૦ સે.મી. અંતર વાવણી કરવી.
ખાતર વ્યવસ્થા
- વાવણી પહેલાં જમીનમાં હેક્ટરે ૧૦ ટન મુજબ છાણિયું ખાતર આપવું.
- હેક્ટરે ૫૦ : ૨૫ : ૦૦ મુજબ નાઈટ્રોજન : ફોસ્ફરસ : પોટાશ આપવાં જેમાં બધો જ ફોસ્ફરસ અને ૨૫ કિલો નાઈટ્રોજન પાયામાં વાવણી વખતે જ્યારે બાકીનો ૨૫ કિલો નાઈટ્રોજન વાવણીના ૩૦-૪૦ દિવસ બાદ આપવો. આ નાઈટ્રોજન એમોનીયમ સલ્ફેટ ખાતરના રૂપમાં આપવું વધુ અસરકારક છે.
નીંદણ નિયંત્રણ અને આંતરખેડ
- હાથથી નીંદણ દુર કરવું અને બે હાર વચ્ચે ૨-૩ આંતર ખેડ કરવી.
કાપણી
- ઓરાણ ડાંગરમાં ૫૦ ટકા કંટી નીકળ્યા બાદ પાંચ અઠવાડીયે ડાંગર પીળી દેખાય ત્યારે કાપણી કરવાથી ૪૫ ટકા વધુ ઉત્પાદન અને ૪૭ ટકા આખા ચોખાનો ઉતાર મળે છે.
સ્ત્રોત:
આણંદ કૃષિ યુનીવર્સીટી ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 11/14/2019
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.