ભારત સરકાર ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યાંક સાથે કૃષિક્ષેત્રે અનેક યોજના અમલીકરણ કરી છે. ભારત સરકાર ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યાંક સાથે કૃષિક્ષેત્રે અનેક યોજના અમલીકરણ કરી છે જે અર્થે કણાટક રાજયનાં આઇએસઓ 9001:2015 પ્રમાણિત સંસ્થાએ (કિસાનક્રાફ્ટ) એરોબિક્સ ચોખાની નવી જાત વિક્સિત કરી ઓછા પાણીનો ઉપયોગ સાથે પણ ઉપજ એટલી જ મેળવવાના ઉમદા હેતુ સાથે કિસાન ક્રાફ્ટ સંસ્થાના કૃષિ તજજ્ઞો દેશમાં પાણીની અછતવાળા વિસ્તારોમાં ખેડૂતોનો ઓછી મહેનતે પાકમાં વધુ ઉપજ મેળવવા માહિતગાર કરી રહ્યા છે.
આ દેશ લાંબા સમયથી દુષ્કાળ અને ખેતીના ખોટા પ્રકારો જેવાકે કૃષી સંબંધી સમસ્યાઓથી પીડાઇ રહ્યો છે. ભારતની અર્થવ્યવસ્થા પર આવી સમસ્યાઓની અસર ખુબ ઉંડે સુધી છે અને જો તેને રોકવામાં નહીં આવે તો તેનાથી દેશની વૃધ્ધી પર નકારાત્મક પ્રભાવ પડી શકે છે. આજ કારણે અમે એરોબિક્સ ચોખાની ARB-6 નવી જાત વિક્સિત કરી છે જેમાં 50 ટકા ઓછા પાણીનો ઉપયોગ થાય છે પણ ઉપજ એટલીજ થાય છે. એરોબિક્સ ચોખાનો પ્રયોગ કરી કિસાનક્રાફ્ટ પાણીની અછતવાળા કર્ણાટક, મધ્યપ્રદેશ, છતીસગઢ, ઉતરપ્રદેશ ઓડીસા જેવા અનેક રાજ્યોમાં ખેડૂતોનો ખુબ મદદ કરી શકે છે. અને અન્ય રાજ્યો સાથે ગુજરાતના અમદાવાદ અને નવસારીના ચરીગામમાં એરોબિક્સ ચોખાની નવી જાત વિક્સિત કરી છે.
એરોબિક ચોખામાં મૂળ ડાંગરના પાકની તુલનાએ 50 ટકા ઓછા પાણીનો ઉપયોગ થાય છે અને ખાતર, કિટનાશક, શ્રમની કિંમત તથા ગ્રીનહાઉસ ગેસોના ઉત્સજર્નની માત્રા ઓછી થાય છે. એક કિલોગ્રામ ચોખા ઉગાડવા માટે જ્યાં 5000 લિટર પાણીની જરુરિયાત હોય છે ત્યાં એરોબિક ચોખાને 2500 લિટર પાણી જોઇએ છે. એરોબિક ચોખા સારા હવાવાળા ખેતરોમાં પાણી વિનાજ વાવી દેવાય છે. ખેતરોમાં પાણી નાંખવાની જરુરિયાત હોતી નથી. તેને દાળ, શાકભાજી અને તેલીબિયાં સાથે પણ ઉગાડી શકાય છે. લાંબા સમય સુધી ઉપયોગ કરવા પર આ માટીની સેહને સુધારે છે. તેનો મોટો ફાયદો એ છે કે આના માટે છોડ તૈયાર કરવા, ખેતરોને પાણીમાં ડૂબાડવા, જમીન સમથળ કરવી તથા છોડ લગાડવાની જરુરત નથી પડતી. આ પર્યાવરણને ખુબજ અનુકૂળ પણ છે.
કિસાન ક્રાફ્ટનાં માર્ગદર્શન મુજબ એરોબિક્સ ચોખાનાં બિયારણની વાવણી સમતલ જમીન પર એક વીઘામાં 6 કિલો બિયારણ નાંખી વરસાદનું પાણી પર કરાઈ છે. હાલ સુકી જમીનમાં સારો પાકો ઉભો થયો અને 1 હજાર કિલો ડાંગર થવાની આશા માંડી છે.
સ્ત્રોત : ખેડૂત પુત્ર
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 2/3/2020