હોમ પેજ / ખેતીવાડી / પાક અને પાક ઉછેર પદ્ધતિઓ / પાક ઉત્પાદન / સંગ્રહિત અનાજમાં નુકશાનકારક કીટકો માટે સંરક્ષણના સાધનો
વહેંચો

સંગ્રહિત અનાજમાં નુકશાનકારક કીટકો માટે સંરક્ષણના સાધનો

સમાન્ય રીતે અનાજને ઘરમાં‌‌ દૈનિક વપરશ માટે, સાર્વજનિક વિતરણ કરતી સંસ્થા તથા સરકારી ગોદામોમાં સંગ્રહ કરવામાં આવતો હોય છે. આ પ્રકારના સંગ્રહ દરમ્યાન કીટકો દ્રારા અનાજને ઘણુ નુકશાન (૨૦ થી ૨૫ ટ્કા) થતું હોય છે. જેના કારણે અનાજ અને દાળની ગુણવત્તા તથા માત્રાને માઠી અસર થતિ હોય છે. મોટાભાગે ઢાલીયા કીટકો અને ફુદાની ઉપસ્થિતિ ત્યારે જ ખબર પડે છે જયારે તે આમ તેમ ઉડતા નજરે પડે છે. ત્યાં સુધી અનાજને ઘણુ નુકશાન થઇ ગયુ હોય છે. આ સમસ્યાને દુર કરવા માટે કીટકોને યોગ્ય સમયે ઓળખીને નાશ કરવાથી નુકશાન ઘટાડી શકાય છે. સંગ્રહ દરમ્યાન જોવા મળતા નુકશાનકારક કીટ્કો ને દૂર કરવા કૃષિ કીટ વિજ્ઞાન વિભાગ (સેન્ટર ફોર પ્લાન્ટ પ્રોટેકશન સ્ટડીઝ), તમિલનાડુ કૃષિ યુનિવસિઁટી (ટીએનએયુ), કોઇમ્બતુરે ટીએનએયુ સ્ટોર્ડ ગ્રેન ઇંસેકટ પેસ્ટ મેનેજમેન્ટ નામથી એક કિટ બનાવી છે. જેમાં જાંચ છ્ટકુ (પ્રોબ ટ્રેપ), ખાડા છ્ટકુ (પિટ ફોલ ટ્રેપ), બેવડું આદર્શ છ્ટકુ (ટુ ઇન વન મોડલ ટ્રેપ), સૂચક સાધન યંત્ર (ઇન્ડિકેટર ડિવાઇસ યંત્ર), સ્વયંચાલિત કીટક દૂર કરનાર કોઠી (ઓટોમેટીક ઇંન્સેકટ રીમુવલ બિન), પારજાંબલી પ્રકાશ પાંજરું (યુ. વી. લાઇટ ટ્રેપ ટેકનોલોજી), જીવાતોના ઈંડા દૂર કરનાર સાધન (ઇંન્સેકટ એગ રીમુવલ ડિવાઇસ અને સ્ટેક ટ્રેપ) સામેલ છે. રાષ્ટ્રીય અને રાજય સ્તર દ્રારા ખેડુતો સાથે સંલ્ગન કેન્દ્રો, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (કેવીકે), પ્લાન્ટ કલીનીક, સેવ ગ્રેન સેન્ટર અને ખાનગી ગોદામોને ઘણી સહાયતા મળશે.

નવી ચર્ચા શરૂ કરવા કે ચાલુ ચર્ચામાં ભાગ લેવા, નીચે આપેલ યાદીમાંથી સંબંધિત મંચ પસંદ કરો.
No forums exist in this board yet, use the add menu to add forums.
નેવીગેશન
Back to top