অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

લણણી બાદ ઉપયોગી ટેકનોલોજી

લણલી બાદની ટેકનોલોજી

બોર (જીજિફસ મોરિટિઆના એલ) દેશના અર્ધ શુષ્ક અને શુષ્ક ક્ષેત્રોમાં લગાવવામાં આવેલા મહત્વપુર્ણ પરંતુ ઓછા ઉપયોગમાં લેવાતુ ફળ છે. બોર એક પોષ્ટિક ફળ છે. જેમાં વિટામિન બી સમુહની માત્રા (થાઇઅમીન, રાઇબોફ્લેવિન અને નિયાસિમ), વિટામીન સી અને બી કેરોટીનની માત્રા ભરપુર છે. જો વીટામીન એ માટે અગ્રદુત છે. આ ફોસ્ફોરસ, કેલ્શિયમ અને લોહી જેવા ખનીજથી પણ સમૃધ્ધ છે. બોર કે પ્રસંસ્કૃત ઉત્પાદોને વધુ સમય સુધી રાખવા માટે એનુ વિપણન કરી શકાય છે. એવુ જ ઉત્પાદ છે સીઆઇપીએચઇટી (સીફેટ) દ્વારા વિકસિત ઓસ્મો એયર ટેકનીકનો પ્રયોગ કરવા પર મળે છે બોર ગોળી (કેન્ડી).

બોર ગોળી

સારા ફળની સપાટી પર જમા કોઇ પણ પ્રકારની ગંદકી કે અનિચ્છનિય કણોને કાઢવા માટે નળના પાણીથી ધોવામાં આવે છે. બોરના ફળના ડંઠલ હાથથી હટાવવામાં આવે છે. છાલ ઉતારવાનુ કામ હાથ કરતા સ્ટેનસેલ સ્ટીલના ચાકુના ઉપયોગથી કરવામાં આવે છે. બધી પ્રક્રિયાઓ દરમ્યાન સંક્રમણથી બચવા માટે સ્વાસ્થયકર સ્થિતિમાં જાળવી રાખવામાં આવે છે. ફળને ખાવા યોગ્ય ભાગ ફાંકાના રુપમાં કાપવામાં આવે છે. અને બીજ કાઢી નાખવામાં આવે છે. હળવા અને સારા રંગની ગોળી પ્રાપ્ત કરવા માટે બોરની ફાંકો 0.2% કેએમએસની માપથી પકાવવામાં આવે છે. ઓસ્ટોમેટિક એજેન્ટ, એટલે કે ચા સિરપ ( 30,40,50,60° બી) પાણીમાં ચાને નિર્ધારિત માત્રામાં નાખીને અને સારી રીતે મેળવીને તૈયાર કરવામાં આવે છે. એના પછી ખાંડને ઘોળવા માટે 100 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ કરવામાં આવે છે. સિરપની શુધ્ધિ માટે ગરમ થતા સમયે ખાંડ અને સિરપમાં સાઇટ્રિક એસીડ (0.2%) મેળવવામાં આવે છે. તૈયાર સિરપને મલમલના એક સાફ કપડાના માધ્યમમાં અને રુમના તાપમાનમાં ઠંડુ કરવામાં આવે છે. બોરની ગોળી પકવેલા ફળની ફાંકોને એક વાસણમાં ઓસ્મોટિક એજેન્ટમાં 1:2ના ( ફાંકા : ચા સિરપ ) 48 કલાક સુધી પરિવેશની સ્થિતિમાં ડુબાડીને તૈયાર કરવામાં આવે છે. 48 કલાક બાદ, સિરપને બહેડાવી દેવામાં આવે છે. અને બોરના ફાંકા એક એક ટુકડાના રુપમાં ટ્રે માં જમા કરી દેવાય છે. અને ટ્રે ડ્રાયર 5-6 કલાક માટે 60 ડિગ્રી સેલ્સિયર પર સુકવી દેવામાં આવે છે. સુકવેલા ફળની ફાંકો પેકીંગ પહેલા ઠંડા કરી દેવામાં આવે છે.

પોષ્ટિક સંરચનના રુપમાં બોરની ગોળીમાં ભેજની માત્રા, ઘુલનશીલ તત્વ, એક્સોબિક અમ્લ, અમ્લતા, કુલ સર્કરા અને ઘટની શર્કરાની માત્રા ક્રમશ : 10.08 %, 48 ° બી, 95.97 મિગ્રા/100ગ્રામ, 0.225 %, 21.65 % અને 9.67 % જોવામાં આવી છે.

વિકસિત બોરની ગોળી એક પોષ્ટિક મિઠાઇ છે અને કૃત્રિમ સુગંધ અને મસાલાયુકત ગોળીઓના ઉત્તમ વિકલ્પના રુપમાં ઉપયોગમાં લઇ શકાય છે. આ બાળકો અને વયસ્કો માટે એક સ્વસ્થ અને પૌષ્ટિક નાસ્તો છે.

વધુ જાણકારી માટે સંપર્ક કરો
સેન્ટ્રલ ઇન્સટીટયુટ ઓફ પોસ્ટ હાર્વેસ્ટ એન્જીનીયરીંગ એન્ડ ટેકનોલોજી
લુધિયાણા, 141004, પંજાબ
ફોન : 91-161-2308669
ઇમેલ : ciphet@sify.com

સ્ત્રોત : સેન્ટ્રલ ઇન્સ્ટીટયુટ ઓફ પોસ્ટ હાર્વેસ્ટ એન્જીનીયરીંગ એન્ડ ટેકનોલોજી, લુધિયાનાના ઇ –ન્યુઝલેટર

કેરી, કેળા અને પપૈયા નુ એક સમાન પાકવુ

કેરી, કેળા અને પોપૈયા પરિપકવ થવા પર પાકવાથી પહેલા તોડી લેવામાં આવે છે. અને એના પછી પાકવા માટે છોડી દેવામાં આવે છે. પ્રાકૃતિક અવસ્થામાં એના પાકવાની ગતિ ધીમી હોય છે. અને એ કારણે એના વજન ઓછુ હોય છે. અને નિર્જલીકરણ હોવાની સાથે એના પાકવાની અસમાન રૂપ હોય છે. કેળાની કેટલીક વ્યવસાયિક તાઇવાન, રેડી લેડી અંદરથી અસમાન પાકે છે. ડંઠલ અને પુષ્પણ મધ્યભાગની તુલનાએ કઠોર બની રહે છે.

પાકવાની ક્રિયામાં ઝડપ લાવવા માટે સામાન્ય રીતે પળો પર ઇથરેલનો છંટકાવ અથવા ફળોને ઇથરેલમાં બોળીને રાખવાની અનુશંસા કરવામાં આવે છે. પરંતુ આ એક મોટી પ્રક્રિયા છે અને વ્યવસાયિકરૂપથી ઉપલબ્ધ ઇથેરલમાં રાસાયણિક અશુધ્ધિઓ મળવા પર એમાં સમસ્યા ઉત્પન્ન થાય છે. આનાથી બચવા માટે ઇથલીન ગેસનો પ્રયોગ આધુનિક પાક પ્રકોષ્ઠોમાં કરવામાં આવે છે. જેમાં ભારે નિવેશની આવશ્યકત રહે છે. અને ખેડુતો તથા નાના વ્યાપારીઓ માટે આ આર્થિક રૂપથી લાભદાયક નથી. વિકલ્પ રૂપે એક સરળ આર્થિક વિધિને ફળોને પકાવવાના હેતુ માનીતી બનાવાઇ છે. જેમાં ફળોને પ્લાસ્ટિક ટેન્ટમાં ઇથિલીન ગેસના સંપર્કમાં રાખવામાં આવે છે.

રૂમના તાપમાન પર પોપૈયાના ફળોને ત્રણ            ઇથિલીન ગેસ (100 પીપીએમ)ના સંપર્કમાં રાખવા

દિવસ સંગ્રહિત રખાયા બાદ                            રાખવામાં આવેલા ફળને રૂમના તાપમાન પર ત્રણ

સંગ્રહિતકર્યા બાદ

આમાં ઇથિલીન ગેસ મુક્ત થવા પર ઇથરેલમાં થોડી માત્રામાં ક્ષાર મેળવવામાં આવે છે. અને ફળોને ઉત્પન્ન ગેસમાં વાયુરૂધ્ધ પોર્ટેબલ પ્લાસ્ટિક ટેન્ટમાં બંધ કરી રાખવામાં આવે છે. ફળોને વાયુરૂધ્ધ ટેન્ટોની અંદર જાત આયતનવાળા વાયુનિકાસયુકત પ્લાસ્ટિકની ક્રેટોમાં રાખવામાં આવે છે. ઇથરેલની વાંછિત/અકળિત માત્રાને એક વાસણમાં ટેન્ટની અંદર રાખવામાં આવે છે. જેમાં એક નિશ્ચિત માત્રામાં ક્ષાર (સોડિયમ હાઇડ્રોકસાઇડ) મેળવામાં આવે છે. એટલે ઇથિલીન ગેસ મુક્ત થઇ શકે. અને એના પછી ટેન્ટને તરત વાયુરૂધ્ધ રૂપથી બંધ કરી દેવામાં આવે છે. એક નાનો બેટરી સંચાલિક પંખો ટેન્કની અંદર મુકત ઇથિલીન ગેસનો એક સમાન સંચરણ હેતુ રાખી શકાય છે. કલાક સુધી એમાં રખાયા બાદ ફળોને બહાર કાઢીને પાકવાની પ્રક્રિયાને પુર્ણ કરવાના હેતુથી રૂમના તાપમાનમાં રાખવામાં આવે છે.

કેરીના ફળોને 24 કલાક સુધી 100 પીપીએમ ઇથિલીનના સંપર્કમાં રખાયા બાદ એ ગુણવત્તા પર હાનિકારક પ્રભાવ વગર 5 દિવસમાં પાકીને તૈયાર થઇ જાય છે. અન્યથા એને પાકવામાં 10 દિવસ લાગી જાય છે. આજ પ્રકારે કેળાના ગુચ્છે/હત્થે 100 પીપીએમ ઇથિલીન ગેસના સંપર્કમાં 18 કલાક સુધી રખાયા બાદ રૂમના તાપમાનમાં રહીને 4 દિવસમાં પાકી જાય છે. પોપૈયાના ફળને ઇથિલીન ગેસની સાથે રાખીને પછી 4 દિવસ રૂમના તાપમાનમાં રાખવાથી સમાન રંગ અને કઠોરતાની સાથે પાકી જાય છે.

વધુ જાણકારી માટે સંપર્ક કરો
ભારતીય બાગવાની શોધ સંસ્થાન
હેસરઘટ્ટા, બેંગલૂરૂ ( કર્ણાટક ) 560 089
ઇમેલ : director@iihr.ernet.in

સ્ત્રોત : આઇસીએઆર ન્યૂઝ, Vol 15, No. 4

ખાધ સુરક્ષા માનક અને કોડેકસ

ભારતે ખાધ ઉત્પાદન, નિર્યાત તથા સ્વાસ્થયના ક્ષેત્રમાં પાછલા કેટલાય દસકોમાં ઉલ્લેખનીય પ્રગતી કરી છે. દુધ, શેરડી, કાજુ અને મસાલાના ઉત્પાદનના મામલે ભારત પહેલા સ્થાન પર છે. જયારે ચોખા, ઘંઉ, દલહન, ફળ (બ્રાજિલ પછી) અને શાકભાજી (ચીન પછી)નો બીજો સૌથી વધુ ઉત્પાદક છે. પરંતુ વિશ્ર્વવ્યાપી નિર્યાતમાં એનો ભાગ ત્રણ ટકાથી ઓછો છે. કેટલાય એવા મુદ્દા છે જેના પર ધ્યાન આપવુ આવશ્યક છે. આમાં સંસ્થાનિક સમન્વયમાં ખોટ, ટેકનીક વિશેષજ્ઞતા અને ઉપકરણોની ખોટ, અધતન માનકોની ખોટ, ઉત્તરદાયી નિગરાની પ્રણાલીની અનુપસ્થિતિ, આ ઉધોગના ક્ષેત્રમાં સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રોમાં ખાધ ધારકો વચ્ચે સુરક્ષા અને ગુણવત્તા નિયંત્રણના મુદ્દા પર જાગૃતતાની ખોટ, ખાધ સાથે જોડાયેલી બીમારીઓની વધતી ઘટનાઓ, નવા ચટકદાર રોગજનક, આનુવંશિકરૂપથી રુપાંતરિત ખાધનો પ્રવેશ અને વિશ્ર્વ વ્યાપાર સંગઠનની સ્થાપના પછી ખાધ ઉત્પાદનોને વધેલી આયાત સામેલ છે. અનુસંધાન અને વિકાસ તથા અધતન સુચના પ્રણાલીનો આધાર નબળી છે. તથા એને સમર્થનની પણ જરુર છે. એના સિવાય કેન્દ્ર થી રાજયો અને રાજયોથી કેન્દ્ર વચ્ચે સુચનાઓનો તીવ્ર પ્રવાહની પણ જરુર છે.

ખાધ સુરક્ષા માનકની આવશ્યકતા?

આંતરરાષ્ટ્રીય ખાધ વ્યાપાર વધારે જટિલ, ટેકનીકલી અને પ્રશાસનિક કામ છે. જેમાં ઘણી વધારે માત્રા અને પ્રકારમાં ખાધનો વિશ્ર્વવ્યાપી સંચાલન થાય છે. ખાધ ઉત્પાદન વૈજ્ઞાનિક આધારિત હોય છે. ખાધને લાંબી જગ્યા પર પહોંચાડવા સમગ્ર રુપથી એની ગુણવત્તા જાળવવા મોકલવી અને પછી ત્યાં એ જ સ્થિતિમાં પહોંચાડવી સંભવ છે. પુરી દુનિયામાં હવે ઉપભોક્તાઓને ઉચ્ચ ગુણવત્તાયુકત ખાધ પહેલાથી કયાંય વધારે માત્રામાં ઉપલબ્ધ છે. આ બન્ને ગુણવત્તા અને માત્રાને વધારવામાં બે વાતો મહત્વપુર્ણ ભુમિકા નિભાવે છે. પહેલી વાત ખાધ ઉત્પાદન અને નિર્યાતના ક્ષેત્રોમાં સામિલ દેશો, ખાસ કરીને વિકાસશીલ દેશોની વધતી સંખ્યા છે. બીજી વાત ખાધ રુચી અને આદતોનુ આંતરરાષ્ટ્રીયકરણ છે. પહેલી વાત આર્થિક વિકાસ, વાણિજયક રણનીતી અને કિંમતી વિદેશી મુદ્રાથી સંબંધિત છે. બીજી વાત અલગ અલગ દેશોમાં લોકો દ્વારા એક બીજાના ખાધને પસંદ કરવાની પ્રવૃત્તિથી સંબંધિત છે.

સફળ ખાધ નિર્યાતક બનવા માટે કોઇ પણ દેશને એવા ખાધ ઉત્પાદન કરવા જોઇએ, જે બીજા દેશોના ઉપભોક્તાઓને સ્વીકાર્ય હોય. અને જો આયાતી દેશોની સંવેધાનિક આવશ્યકતાઓને પુરા કરતા હોય. આયાતી દેશોની સંવેધાનિક અથવા અનિવાર્ય આવશ્યકતાઓ પુરી કરવી સફળ અને લાભપ્રદ ખાધ નિર્યાત પહેલી અને અપરિહાર્ય શરત છે. આમ તો વિશ્ર્વ સમુદાયની ખાધ સુરક્ષા પ્રતિ જાગરૂતતાને કારણે એની માંગ હવે ઝડપથી વધી રહી છે. એના સિવાય આયાતી દેશોની મોટી સંખ્યા હવે પોતાને ત્યાં કોઇ પણ ઉત્પાદ મંગાવતા પહેલા એના નિરીક્ષણ અને તપાસની સાથે સાથે નિર્યાતક દેશની સરકારી એન્જસીઓ દ્વારા ઉત્પાદનોની ગુણવત્તા અને સુરક્ષા માનકોને પુરી કરવાનુ પ્રમાણપત્ર પણ માંગી લે છે.

કોડેક્સ એલીમેંટેરિયસ કમિશન શું છે?

કોડેક્સ એલીમેંટેરિયસ ( લેટિનમાં એનો અર્થ ખાધ કોડ કે ખાધ કાનુન થાય છે ) એકીકૃતરુપથી પ્રસ્તુત ખાધ માનકોનો સંગ્રહ, ગતિવિધિઓનો કોડ અને અન્ય છે. કોડેક્સ માનક, દિશા નિર્દેશ અને અન્ય અનુશંસાએ એમ સુનિશ્ર્ચિત કરે છે. ખાધ ઉત્પાદ ઉપભોક્તાઓ માટે ખતરનાક નથી અને દેશો વચ્ચે એને સુરક્ષિત વ્યાપાર કરી શકાય છે.

1940 અને 1950ના વિશ્ર્વ યુધ્ધ પછીના વર્ષોની પરિસ્થિતિઓમાં નિર્યાતકો અને સરકારો બન્નેએ રાષ્ટ્રીય ખાધ કાયદાઓ અને નિયમોને બધા દેશોમાં એક સમાન કરવાની દલીલ કરી, એટલે એનો વ્યાપાર મુક્ત થઇ શકે. ખાધના આંતરરાષ્ટ્રીય માનકીકરણના કેટલાય અસફળ પ્રયાસ થયા, એટલે પુરી દુનિયામાં ખાધ જરૂરતોને એક સમાન સ્વરૂપ મળી શકે. આ પ્રયાસોના કારણે ખાધ અને કૃષિ સંગઠન અને વિશ્ર્વ સ્વાસ્થય સંગઠન અને વિશ્ર્વ સ્વાસ્થય સંગઠન દ્વારા 1962માં કોડેક્સ એલીમેંટેરિયસ કમીશનની સ્થાપન કરવામાં આવી. સંક્ષેપમાં કાર્યક્રમનો ઉદ્દેશ્ય ઉપભોક્તાઓના સ્વાસ્થયનુ સંરક્ષણ, ખાધ વ્યાપારમાં સ્વચ્છતા અને આંતરરાષ્ટ્રીય ખાધ માનક કાર્યનો સમન્વય કરવાનો છે. કોડેક્સ એલીમેંટેરિયસ કમીશન એક અંતર સરકારી સંગઠન છે અને 168 સરકારો તેની સદસ્ય છે.

કોડેક્સનો સામાન્ય પરીચય

કોડેક્સ એલીમેંટેરિયસ કમીશન (સીએસી) ખાધ માનકીકરણના દરેક પહેલુ અને ખાધ ઉત્પાદન અને વેચાણમાં ઉપભોક્તા સુરક્ષા તથા વિશેષજ્ઞોની સલાહનો સમન્વય અને સ્પષ્ટીકરણમાં વિશ્ર્વવ્યાપી નેતૃત્વ પ્રદાન કરે છે. દરેક જગ્યાના ખાધ વિધાયકો, નિયંત્રકો, વૈજ્ઞાનિકો, ઉપભોક્તાઓ અને વ્યવસાયીઓ માટે હવે નિર્ણય લેતા પહેલા એવો સવાલ પુછવાની પરંપરા છે કે – આ મામલે કોડેક્સનુ શું કહેવુ છે.

ખાધ સુરક્ષા માનક વિશ્ર્વ વ્યાપાર સંગઠનમાં સ્વચ્છતા અને પાદપ સ્વસ્છતા પ્રકાર કાર્યક્રમ પર સમજાવટમાં પરિભાષિત છે. જે ખાધ યોગિક, પશુ ઔષધિ અને કીટનાશક અવશેષ, મિલાવટ, વિશ્લેષણના રીતે અને નમુનાકરણ, નામકરણ તથા સ્વચ્છતાની રીતોની દિશા નિર્દેશોથી સંબંધિત છે. વિશ્ર્વ વ્યાપાર સંગઠન દ્વારા આ દિશામાં કોડેક્સ ખાધ સુરક્ષા માનકોનો ઉપયોગ સંદર્ભ રુપમાં કરવામાં આવે છે.

આયોગની સ્થાપના બાદ ખાધ સ્વચ્છતા સીએસીની એક મુખ્ય ગતિવિધિ થઇ ગઇ છે. અમેરિકા સરકાર દ્વારા આયોજીત ખાધ સ્વચ્છતા પર કોડેક્સ કમીટીની સ્થાપના 1963માં થઇ હતી. જો કે ખાધ સ્વચ્છતાનો સર્વશ્રેષ્ઠ નિયમન નિર્યાતક દેશમાં ઉત્પાદન અને પ્રસંસ્કરણના ચરણમાં થાય છે. એટલા માટે કમીટીની મુખ્ય નજર છેલ્લા ઉત્પાદના સુક્ષ્મ જૈવિક સ્તરની જગ્યાએ સ્વચ્છતા કોડ પર રહે છે. આને આગળ લઇ જતા સીએસીને ખાધ સ્વચ્છતા પર પોતાની કમીટીના માધ્યમથી સંકટસમયે નિયંત્રણ બિંદુ (એચએસીસીપી) ની ખતરનાક વિશ્લેષણ પ્રણાલીનુ પાલનની દિશા નિર્દેશ કર્યા છે. એમ કરવાથી એચએસીસીપીને અંતિમ ઉત્પાદનની તપાસ પર નિર્ભર રહેવાની જગ્યાએ ખતરાને માપવાના ઉપકરણ અને નિયંત્રણ પ્રણાલીના રુપમાં માન્યતા આપી છે. જેનો ઉદ્દેશ્ય બચાવનો ઉપાય કરવાનો છે.

રાષ્ટ્રીય કોડેક્સ સંપર્ક બિંદુ (એનસીસીપી)

અનેક કોડેક્સ સદસ્ય દેશોમાં રાષ્ટ્રીય કોડેક્સ કમીટીનુ ગઠન કરવામાં આવ્યુ છે. કારણ કે કોડેક્સ મુદ્દા, માનક પ્રારૂપ, કોડેક્સ અને અન્ય દસ્તાવેજની સાથે કોડેક્સ અંતર્ગત ચર્ચા કરવામાં આવેલા બધા મુદ્દાઓ પર રાષ્ટ્રીય સ્થિતિ બનાવવા માટે એક મંચ ઉપલબ્ધ કરાવી શકાય. આ એનસીસીપીના કાર્યોની પુરક હોય છે અને સરકારી સંસ્થાઓ, શૈક્ષણિક, ઉધોગ તથા ઉપભોક્તા સંગઠનોની સાથે બધા અંશધારકોની સહભાગિદારીની ઇચ્છા રાખે

ખાધ તથા કૃષિ સંગઠન

સંયુકત રાષ્ટ્રના ખાધ અને કૃષિ સંગઠન (એફએઓ) ખાધ અને કૃષિ સંબંધિત બધા મુદ્દા પર કામ કરવા માટે સંયુક્ત રાષ્ટ્રની એકમાત્ર મુખ્ય વિશેષજ્ઞ એજન્સી છે. ખાધ અને પોષણ પ્રભાગ પોતાની ખાધ ગુણવત્તા અને માનક સેવાઓના માધ્યમથી નીતીગત સલાહની વ્યવસ્થા દ્વારા ક્ષમતા નિર્માણ અને ટેકનીકલી સહાયતા ઉપલબ્ધ કરાવે છે. આ ખાધ ઉધોગ માટે ખાધ ગુણવત્તા અને સુરક્ષા આશ્ર્વાસન કાર્યક્રમ, ખાધ માનકોનો વિકાસ અને ટેકનીકલી નિયમો સમેત ગુણવત્તા નિયંત્રણ અને સુરક્ષા વિકાસ પરિયોજનાઓને કાર્યાન્વિત કરે છે. આ ખાધ મિલાવટ માટે રાષ્ટ્રીય નિર્યાત ખાધ પ્રમાણીકરણ કાર્યક્રમ અને નિગરાની કાર્યક્રમની સ્થાપના પણ કરે છે. આ ખાધ નિયંત્રણ મુદ્દાઓ પર ક્ષેત્રીય અને રાષ્ટ્રીય સેમિનાર તથા કાર્યશાળાઓનુ આયોજન કરે છે. ક્ષમતા નિયંત્રણમાં એફએઓ દ્વારા સદસ્ય દેશોને એના ખાધ નિયંત્રણ કાર્યક્રમ અને ગતિવિધિઓને સુદ્રઢ કરવા માટે પ્રયાસોને સમર્થનમાં ચલાવેલી તમામ ગતિવિધિયો સામેલ હોય છે. આ નિમ્નલિખિત કાર્ય કરે છે.

  • વિશિષ્ટ મુદ્દાઓ પર નીતિગત સલાહ
  • ખાધ કાયદાને સુદ્રઢીકરણ સમીક્ષા અને અધતન તથા સાંસ્થિક વિકાસ
  • કોડેક્સ તથા અન્ય આંતરરાષ્ટ્રીય ઉપકરણો દ્વારા ખાધ નિયમો અને માનકોનો સમાનીકરણ
  • ટેકનીક તથા પ્રબંધકીય કર્મીઓને વિભિન્ન ખાધ સુરક્ષા સંબંધી સંકાર્યોમાં પ્રશિક્ષણ.
  • ખાધ સંબંધિ વિષયો પર વિશિષ્ઠ અધ્યયન અને વ્યાવહારિક અનુસંધાન.

ક્ષમતા નિર્માણમાં ખાધ સુરક્ષા સંબંધિ વિષયો પર રાષ્ટ્રીય અને ક્ષેત્રીય સેમીનારના આયોજનની સાથે ખાધ નિયંત્રણ અને ખાધ સુરક્ષા વિકાસ કાર્યક્રમના સમર્થન માટે આવશ્યક હસ્તકો, માર્ગનિર્દેશો, પ્રશિક્ષણ સામગ્રી તથા અન્ય ઉપકરણોનો વિકાસ અને પ્રસાર સામેલ છે.

એફએઓના કામનો મહત્વપુર્ણ અવયવ સરકારી અધિકારી સહિત સુરક્ષા કર્મી તથા ખાધ ગુણવત્તા અને સુરક્ષા આશ્ર્વાસન કાર્યક્રમમાં ખાધ ઉધોગ કર્મીની ક્ષમતા નિર્માણ છે. વિકાસશીલ દેશો માટે એફએઓની ટેકનીકલી સહયોગ કાર્યક્રમમાં ભાગના રુપમાં ટીસીપી/આઇએનડી/0067 પરિયોજના – રાષ્ટ્રીય કોડેક્સ કમીટીનો સુદ્રઢીકરણ ભારતમાં એફએઓ તથા સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને એનસીસીપી દ્વારા કાર્યાન્વિત કરવામાં આવ્યો છે. આ પરિયોજના હેઠળ સ્વાસ્થ મંત્રાલયના સ્વાસ્થય વિભાગમાં એક રાષ્ટ્રીય કોડેક્સ સંસાધન કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યુ. આ અત્યાધુનિક સંચાર અને સચિવાલય સુવિધાઓથી લેસ છે. એટલે ખાધ ગુણવત્તા અને સુરક્ષાના ક્ષેત્રમાં કાર્યરત બધા અંશધારકો વચ્ચે સંવાદોની આપલે થઇ શકે.

વધુ જાણકારી માટે: કોડેક્સ પર ઉપયોક્તા મેન્યુઅલ જુઓ (અંગ્રેજી)’


ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/19/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate