অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ભારતમાં સિંચાઈ પર્યાપ્ત ક્ષમતાનો અપર્યાપ્ત ઉપયોગ

ભારતમાં સિંચાઈ પર્યાપ્ત ક્ષમતાનો અપર્યાપ્ત ઉપયોગ

ભારતમાં આયોજનકાળની શરૂઆતથી સિંચાઈ સવલતોનું નિર્માણ તથા વિસ્તરણ થતું રહ્યું છે. પરંતુ વૃદ્ધિનું પ્રમાણ ઓછું વધતું રહેતું આવ્યું છે. પંચવર્ષિય યોજનાઓ હેઠળ અનાજનું ઉત્પાદન વધારવા માટે અગત્યના ઉપાય તરીકે સિંચાઈ ક્ષેત્રમાં વધારો કરવાનું ચલણ રહ્યું, પરંતુ અનાજનું ઉત્પાદન નોંધપાત્ર જથ્થામાં વધી ગયા બાદ સિંચાઈ માટેનો આગ્રહ શિથિલ બનતો ગયો. રાજ્યો દ્વારા પણ સિંચાઈ ઈન્ફ્રાસ્ટ્રકચર માટેની ફાળવણીમાં ઘટાડો નોંધાતો સમગ્ર ક્ષેત્ર શૂન્ય વૃદ્ધિ દરનો શિકાર બન્યું, પરંતુ હવે ખરેખર પરિસ્થિતિને બદલવાનો સમય આવી ગયો છે.
તમામ ઉબલબ્ધ જળ સંસાધનોના વનિયોગના આધારે ભારતમાં સિંચાઈ શક્તિનો અંદાજ અગાઉ ૧૧૩૫ લાખ હેક્ટર જેટલો ગણાતો હતો, જે હાલ ૧૩૯૮.૯ લાખ હેક્ટરજેટલોમુકાય છે. જેમાંથી સરકારી મુડીરોકાણ દ્વારા બંધાયેલા મોટા ત થા મધ્યમ કદના ડેમ-જળાશયો દ્વારા ૫૮૦ લાખ હેક્ટર જમીનમાં સિંચાઈ સંભવ બની છે. જ્યારે ૮૧૦ લાખ હેક્ટર જમીનમાં સિંચાઈ લઘુ પિયત સવલત દ્વારા થાય છે જેનું નિર્માણ ખાનગી મુડીરોકાણ દ્વારા થયેલું છે. સરકારી ખર્ચે તૈયાર થયેલા જળાશયોની જળસંગ્રહ ક્ષમતા આજે ૨૦૦ બિલીયન ક્યુબિક મીટર જેટલી છે, જેના ઉપયોગ જળ વિદ્યુત ઉત્પાદન તથા સિંચાઈ ઉપરાંત અન્ય હેતુઓ માટે પણ થઈ રહ્યો છે.
સિંચાઈ સવલતોની સ્થાપિત ક્ષમતામાંથી વાસ્તવિક ઉપયોગ ૮૭૨ લાખ હેક્ટર જેટલો જ થાય છે તેવું સત્તાવાર આંકડા બતાવે છે. ૮૭૨ લાખ હેક્ટરમાંથી ૫૨૮ લાખ હેક્ટર ક્ષમતા મોટી તથા મધ્યમ સિંચાઈ યોજનાઓમાંથી વપરાય છે,તો ૫૨૮ લાખ હેક્ટર જેટલો ફાળો લઘુ સિંચાઈ ક્ષેત્રનો છે. જંગી મુડીરોકાણ દ્વારા બંધાયેલા જળાશયો તથા કેનાલનો અંશતઃ ઉપયોગ થવો દુર્ભાગ્યની વાત છે. ૧૯૮૦ના દાયકા સુધી સિંચાઈ સવલતોનું અપયાર્પ્ત વિસ્તરણ થતા સિંચાઈ હેઠળના ખેત વિસ્તારમાં પ્રતિવર્ષ ૨૦ લાખ હેક્ટરનો ઘટાડો સરેરાશ ધોરણે નોંધાતો રહ્યો છે. સિંચાઈ ક્ષમતામાં નવો ઉમેરો થઈ શક્યો નથી તેનો ખુદ સરકારે ૨૦૦૭-૦૮ની આર્થિક સમિક્ષામાં સ્વીકાર કર્યો છે, સિંચાઈ ક્ષમતાનું વાર્ષિક ૩% ના દરે વિસ્તરણ કરવાનો લક્ષ્યાંક ૧૯૫૦-૫૧ થી ૧૯૮૯-૯૦ સુધી સિદ્ધ થયા બાદ આઠમી, નવમી તથા દશમી પંચવર્ષિય યોજનાઓ દરમ્યાન તેમાં તીવ્ર ઘટાડો નોંધાતા આ વૃદ્ધિ દર અનુક્રમે ૧.૨%, ૧.૭% અને ૧.૮% રહ્યો હતો.
એક તરફ સિંચાઈ ક્ષમતામાં ઉમેરો કરવાનું પ્રમાણ પ્રતિવર્ષ ઘટતું ગયું, તો બીજી તરફ ઊભી કરેલી ક્ષમતાના વપરાશનું પ્રમાણ પણ ઘટતું ગયું હોય તેવી વક્ર સ્થિતિ બની છે. ફરીથી ૯મી તથા ૧૦મી યોજનામાં સમિક્ષા ૨૦૦૭-૦૮ નોંધે છે કે, “૯મી યોજના દરમ્યાન પ્રતિવર્ષ સ્થાપિત ક્ષમતાના ઉપયોગનું પ્રમાણ ૧ % ઘટતું રહેલું, પરંતુ ૧૦મી યોજના દરમ્યાન તેમાં ૧.૫ % નો સુધારો નોંધાયો હતો. ત્યાર પછીના વર્ષોમાં પણ સ્થાપિત ક્ષમતામા દર વર્ષે થતા ઉમરેા સામે વપરાશનો દર સતત ઓછો રહેતા ભારતે નફામાં નુકશાન ભોગવવું પડ્યું છે. પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરી વધુ ખેતરોને હરિયાળા બનાવવાનો આર્થિક લાભ આપણે ઉભો કરી શક્યા નથી.” સ્થાપિત ક્ષમતામાં નોંધાતી વૃદ્ધિ સામે વાસ્તવિક વપરાશ વચ્ચે રહેતો તફાવત દર વર્ષે સાંકડો બનવાને બદલે, ઘટવાને બદલે વધતો ગયો તેનો અર્થ એટલો જ કે જંગી ખર્ચે ઉભી કરેલી અસ્કયામતો સાવ બિન ઉત્પાદક પડી છે. અધુરો ઉપયોગ કેટલો મોંઘો સાબિત થયો છે તેની ગણતરી નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલની ખેતીવાડી અંગેની પેટા સમિતિએ મે, ૨૦૦૭માં રજૂ કરેલા અહેવાલમાં રજૂ થઈ છે. આ અહેવાલમાં નોંધે છે કે, “મોટા અને મધ્યમ સિંચાઈ પ્રોજેક્ટો દ્વારા ઉભી થયેલી સિંચાઈ ક્ષમતાનો અધુરો ઉપયોગ ચિંતાનું કારણ છે. ઉપલબ્ધ ક્ષમતા અને વાસ્તિવક વપરાશ વચ્ચે વિવિધ યોજનાના સમયગાળા દરમ્યાન નાધેંાયલેા તફાવત ૬૦ લાખ હેક્ટરનો છે. નવમી યોજના દરમ્યન પણ ૧૬.૩૦ % જેટલો તફાવત નોંધાયો હતો. નવમી યોજના દરમ્યાન સિંચાઈ ક્ષમતાના પ્રતિ હેક્ટર સજર્ન પાછળ રૂા. ૧.૨ લાખનો ખર્ચ થયો હતો તે ગણતરી પ્રમાણે ઓછા વપરાશના કારણે રૂા. ૭૨૦૦૦ કરોડનું નુકશાન થયું ગણાય.”
વ્યક્તિગત કે સહકારી ધોરણે ખેડૂતો દ્વારા ખાનગી કે અંગત મુડીરોકાણ વડે ઉભી થતી લઘુ સિંચાઈ સવલતોનો વપરાશ ખરેખર ઉંચો રહે છે. છઠ્ઠી યોજના સુધી લઘુ સિંચાઈ ક્ષેત્રમાં ઉભી થયેલી ૩૦૦ લાખ હેક્ટર ક્ષમતાનો ઉપયોગ ૧૦૦% હતો. પરંતુ ૯મી યાજેનાના અંતે આ ક્ષેત્રમાં ઉભી થયેલી ૫૬૯ લાખ હેક્ટર સામે વાસ્તવિક ઉપયોગ ઘટીને માંડ ૪૯૦ લાખ હેક્ટર રહ્યો હતો.
સિંચાઈ ક્ષેત્ર રાજ્ય હસ્તક હોવાથી તેના ક્ષેમકુશળનોં સંપુર્ણ આધાર રાજ્યની આર્થિક તબિયત ઉપર રહે છે. મોટાભાગના રાજ્યો આર્થિક ભિંસ ભોગવતા એકમો બની ચુક્યા હોવાથી સિંચાઈ યોજનાનું બાંધકામ, સારસંભાળ, મરામત વગેરે પાછળ પૂરતા અનેસમયસર ખર્ચ કરી શકતા નથી. ઉપરાંત મોટા પ્રોજેક્ટોના બાંધકામ માટે થતું માનવ વિસ્થાપન પ્રશ્ને ઉભીથયેલી કટોકટીને કારણે નવમી યોજનામાં હાથ ધરવા માટે મંજૂર થયેલા ૧૭૧ મોટા, ૨૫૯ મધ્યમ તથા ૭૨ વિસ્તરણ પ્રોજેક્ટોને ૯મી યોજનામાં તબદીલ કરવા પડ્યા હતા.
જેમંથી પાંચ પ્રોજેક્ટો તો પ્રથમ યોજનાથી ખેંચાતા આવે છે. આ યાદી હજુ લાંબી છે. બીજી યોજનાથી ૯ પ્રોજેક્ટ, ત્રીજી યોજનાથી ૧૨ પ્રોજેક્ટ, ચોથી યોજનાથી ૧૮ પ્રોજેક્ટ, અને આઠમી યોજનાથી ૨૦ પ્રોજેક્ટ માત્ર કાગળ ઉપર આગળ ખેંચાતા આવે છે, તેનો અમલ શરૂ થઈ શક્યો જ નથી. આટલા મહત્ત્વના પ્રોજેક્ટોનો અમલ સંભવ નહીં બનવાને કારણે તેના બાંધકામ ખર્ચના અંદાજમાં હવે રૂા.૭૫૬૯૦ કરોડની વૃદ્ધિ થઈ ચુકી છે, તેવી નોંધ ૨૦૦૫-૦૬ ની આર્થિક સમિક્ષામાં ખુદ સરકારે રજુ કરી છે. માત્ર ભંડોળની અછતને કારણે અધુરા રખડતા સિંચાઈ પ્રોજેક્ટોને ત્વરીત ધોરણે પુરા કરવા માટે કેન્દ્ર સરકારે ૧૯૯૬-૯૭થી એક્સિલરેટેડ ઈરીગેશન બેનિફીટ પ્રોગ્રામ (એઆઈબીપી) ચાલુ કરી રાજ્યોને આર્થિક મદદ આપવાનું કર્યું છે. લોન તરીકે રાજ્યોને અપાતું ભંડોળ ૨૦૦૪-૦૫ થી હવે ગ્રાંટ તરીકે અપાય છે, જેથી રાજ્યો ઉપર કરજ વધે નહીં, એ.આઈ.બી.પી. હેઠળ જાન્યુઆરી, ૨૦૦૮ સુધીમાં રાજ્યોને રૂા. ૨૪૮૬૭.૪૦ કરોડની રકમ લોન તથા ગ્રાંટ તરીકે અપાઈ ચુકી છે. જેમાંથી ૨૨૯ મોટા અને મધ્યમ તથા ૬૨૦૫ લઘુ સિંચાઈ પ્રોજેક્ટો પુરા કરવામાં રાજ્યો સફળ રહ્યાં છે. ૨૦૦૮-૦૯માં એ.આઈ.બી.પી. હેઠળ રૂા.૩૧૨૭.૫ કરોડનું ભંડોળ રાજ્યોને અપાયું છે.
જળાશયોના સમારકામ દ્વારા તેને પુર્નજીવિત કરવાનો રાષ્ટ્રીય કાર્યક્રમ રૂા.૩૦૦ કરોડની ફાળવણી દ્વારા ૨૦૦૫ માં શરૂ કરીને કેન્દ્ર સરકારે ગામડાઓમાં ત્યજી દેવાયેલા કૂવા,તળાવ, વાવ જેવા પરંપરાગત જળાશયોને ફરીથી ઉપયોગક્ષમ બનાવવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. કેન્દ્ર તથા રાજ્યો વચ્ચે ખર્ચમાં ૩:૧ નો ગુણોત્તર ધરાવતી આ યોજના અન્વયે ૫ રાજ્યોના ૨૬ જિલ્લાઓમાં ૨૦૦૦ હેક્ટર જમીનમાં સિંચાઈ આપી શકે તેવું ડિમાન્ડ ક્ષેત્ર ધરાવતા જળાશયોને પુર્નજીવિત કરવાનો લક્ષ્યાંક રખાયો હતો. નવમ્બર, ૨૦૦૭ સુધીમાં ૧૦૯૮ જળ સંગ્રહ સ્થળોનું સમારકામ હાથ ધરવા માટે કેન્દ્ર તરફથી રૂા.૧૭૯.૩ કરોડ છુટા કરવામાં આવ્યા છે. ખેતરો સુધી સિંચાઈ જળ પહોંચાડવા માટેની મહત્વની પહેલ ભારત નિર્માણ કાર્યક્રમ હેઠળ સરકારે ૨૦૦૫-૦૬ થી ૨૦૦૮-૦૯ વચ્ચે ૧૦૦ લાખ હેકટર જમીન માટે સિંચાઈ વ્યવસ્થા ઉભી કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. જેમાં બાંધકામ અંતિમ તબક્કામાં હોય તેવી ૪૨ લાખ હેક્ટર સિંચાઈ ક્ષમતા ઉભી કરવા માટેના પ્રોજેક્ટો સામેલ કરી દેવાયા હતા. જ્યારે ૧૦ લાખ હેક્ટર સિંચાઈ ક્ષમતા વર્તમાન જળાશયોના વિસ્તરણ તથા આધુનિકરણ ઉભી કરવાની વાત હતી. આ કાર્યક્રમ હેઠળ ૨૦૦૫-૦૬માં ૧૬.૮ લાખ હેક્ટર તથા ૨૦૦૬-૦૭માં ૧૯.૪ લાખ હેક્ટર સિંચાઈ ક્ષમતાનું સર્જન થઈ શક્યું હતું.
ભારતમાં સિંચાઈ શક્તિનું કદ ૧૯૫૦-૫૧માં ૨૨૬ લાખ હેક્ટર હતું, તે આજે ક્રમશ: વધીને૧૦૨૮ લાખ હેક્ટરઉપર પહોંચ્યું છે. ૧૦૨૮ લાખ હેક્ટર ક્ષમતા પૈકી ૪૨૪ લાખ હેક્ટર ક્ષમતા મોટા તથા મધ્યમકદના સિંચાઈ પ્રોજેક્ટો દ્વારા ઉભી થઈ છે, તો ૬૦૪ હેક્ટર જમીનમાં માત્ર લઘુ સિંચાઈ યોજનાઓ દ્વારા પાણી પહોંચ્યું છે. છતાં ભારત પાસે ઉપલબ્ધ કુલ સિંચાઈ શક્તિમાંથી માત્ર ૩૫.૫% ક્ષમતાનો ઉપયોગ કરવામાં સફળતા મળી છે. અલબત્ત સિંચાઈ શક્તિના અધુરા ઉપયોગ પાછળ જળાશયથી ખેતર સુધી પાણી પહોંચાડતા માળખાંની ગેરવ્યવસ્થા જેવા ઢગલાબંધ કારણો જવાબદાર છે.
શ્રી સુરિન્દર સુદ (લેખક કૃષિ બાબતોના પીઢ પત્રકાર છે અને હાલ બિઝનેસ સ્ટાન્ટર્ડ અખબારના કન્સલ્ટિંગ એડિટર છે)
સંકલનઃ વિનિત કુંભારાણા

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/19/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate