બિયારણના નમુના ગ્રેડીંગ થયેલ/પ્રોસેસ થયેલ જથ્થાામાંથી જે તે પાકનાં નિયત કરેલ વજન/સંખ્યાેમાં (પરિશિષ્ટ -૧૦) વિના મૂલ્યેન ભૌતિક શુદ્ધતા તથા આનુવંશિક શુદ્ધતાની ચકાસણી માટે એજન્સીમએ નક્કી કરેલ ફી જમા કરાવીને નમુના આપવાના રહેશે. નમુના લેવા માટે સફેદ કાપડમાંથી નિયત કરેલ માપ (પરિશિષ્ટ -૧૮) મુજબની થેલીઓ નમુનાની સંખ્યાદ અનુરૂપ બનાવવાની રહેશે. તેમજ સીલ માટે લાખ અને જરૂરી ચીજ વસ્તુવઓ ઉત્પા૮દકે પોતાના ખર્ચે પુરી પાડવાની રહેશે. નમુનામાં મુકવાની સ્લીપો એજન્સીઓ દ્વારા કરી આપવામાં આવશે તથા કોથળામાં મુકવાની સ્લીનપો (પરિશિષ્ટ-૧૨) ઉત્પા૯દકે તૈયાર રાખવાની રહેશે તેમજ નમુનાઓ જે તે સમય મર્યાદામાં લેવડાવવાના રહેશે.
ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સી જુદા જુદા પાકોના બિયારણોના જથ્થામાંથી લીધેલ નમુનાની ભૌતિક શુદ્ધતાની ચકાસણી પોતાની લેબોરેટરી તથા રાજ્યની સરકારશ્રી હસ્તકની માન્ય લેબોરેટરીમાં કરાવે તથા આનુવંશિક શુદ્ધતાની ચકાસણી પોતાના ગ્રોઆઉટ ટેસ્ટ ફાર્મ તથા રાજ્યના અન્ય ફાર્મ પર નમુનાનું વાવેતર કરી સમગ્ર પરિણામો કોમ્૫યુટર દ્વારા તૈયાર કરી આપવામાં આવે છે. જેને માટે નમુનામાં મુકવાની કોમ્પ્યૂટર સ્લીપો એજન્સી દ્વારા પુરી પાડવામાં આવશે.
સ્ત્રોત: ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સી
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 1/28/2020