অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

બીજ પ્રમાણન માગદર્શિકા

ગુજરાત રાજય બીજ પ્રમાણન એજન્સી માણેકબાગ-શ્યામલ રોડ, શ્યામલ રો-હાઉસ, વિભાગ-પ બસ સ્ટોપ નજીક, ગોકુલ રો-હાઉસની સામે, સેટેલાઈટ

  • બિયારણ કાયદો-૧૯૬૬
  • બિયારણ નિયમ-૧૯૬૮
  • લઘુત્તમ બીજ પ્રમાણન ધોરણો-૧૯૮૮
  • બીજ પ્રમાણન માર્ગદર્શિકા-૧૯૮૮,
  • બીજ પ્રમાણન માર્ગદર્શિક-૧૯૯૭

સંદેશ

કોઈપણ પાકના વધુ ઉત્પાદન મેળવવા માટે અનેક પરિબળો જવાબદાર છે. પરંતુ સૌથી અગત્યનું પરિબળ બીજ છે. જો બીજ તંદુરસ્ત, શુદ્ધ, પ્રમાણિત અને સારૂ ન હોય તો પાકનું ધાર્યું ઉત્પાદન મેળવી શકાય નહીં. કૃષિ વિકાસ દર વધારવા માટે બીજનો સિંહફાળો છે. કૃષિક્ષેત્રે બીજને ખુબ જ મહત્ત્વ આપવામાં આવી રહેલ છે. રાજ્યના ખેડૂતોને પ્રમાણિત બિયારણ મળી રહે તે માટે રાજ્યમાં ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સીની રચના કરવામાં આવેલ છે. ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સી બીજ કાયદાની સ્ત્રએ મીનીમમ સીડ સર્ટીફીકેશન સ્ટાન્ડર્ડ ૧૯૮૮ મુજબ બીજ પ્રમાણનની કામગીરી કરે છે. ૧૯૮૮ ખરીફથી અમલમાં આવેલ ગુજરાત રાજય બીજ પ્રમાણન અંગેની માર્ગદર્શિકામાં વખતોનુસાર થયેલ સુધારાને ધ્યાનમાં રાખીને બીજ ઉત્પાદન અંગેની સુધારેલી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવે છે. આશા છે કે બીજ ઉત્પાદન કાર્યક્રમમાં સંકળાયેલ બીજ ઉત્પાદકો, પેટા બીજ ઉત્પાદકો, અને એજન્સીનો સ્ટાફ તથા ખેડૂત મિત્રોને આ માર્ગદર્શિકા ઉપયોગી થશે તેવી મને આશા છે. આ માર્ગદર્શિકા તૈયાર કરનાર એજન્સીના સ્ટાફમિત્રોને અભિનંદન પાઠવું છું.

બીજ પ્રમાણન

પાકનું વધુ ઉત્પાદન મેળવવામાં ખેત સામગ્રીઓ જે વપરાય છે તેમાં બીજનું સ્થાન મહત્વનું છે. ખેડૂતોને શુદ્ધ, ખાત્રીવાળુ પ્રમાણિત બીજ મળી રહે તેના માટે ભારત સરકારે બિયારણ અધિનિયમ ૧૯૬૬ અને બિયારણ નિયમો ૧૯૬૮ અમલમાં મુકેલ છે. કેન્દ્ર સરકાર દ્વારા માન્ય (નોટીફાઈડ) જાતોને આ નિયમો લાગુ પાડેલ છે. બીજની શુદ્ધતા, આનુવંશિક ગુણધર્મો જળવાઈ રહે તે માટે બીજ પ્રમાણનની કાર્ય પદ્ધતિ પ્રસ્થાપિત કરેલ છે. રાજ્યમાં બીજ પ્રમાણનની જવાબદારી બીજ પ્રમાણન એજન્સીને સોપેલ છે. બીજ પ્રમાણન માટે સને ૧૯૭૧માં ઈન્ડીઅન મીનીમમ સીડ સર્ટીફીકેટશન સ્ટાન્ડર્ડ નક્કી કરવામાં આવ્યા હતા. વર્ષો વર્ષ નવા પાકો, નવી જાતો ને નોટીફાઈડ કરવામાં આવે છે. ખેતીના નવા સંશોધનો બીજ પ્રમાણનનાં અનુભવો, મુશ્કેલીઓના અભ્યાસ બાદ કેન્દ્ર સરકારશ્રીએ સીડ સર્ટીફીકેશન સ્ટાન્ડર્ડમાં સુધારા વધારા કરવા તાંત્રિક સમિતિની રચના કરી, સુધારેલા ન્યુનતમ ધોરણોને કેન્દ્ર સરકારશ્રીના કૃષિ વિભાગના મેમોરેન્ડમ નંબર ૧૮-૯-૮૮ એસ.ડી. ૪ તારીખ ૨૬-૭-૧૯૮૮ થી મંજુરી આપેલ છે. આ સુધારેલ સ્ટાન્ડર્ડ ખરીફ ૧૯૮૮થી અમલમાં આવેલ છે.

ગુજરાત રાજયમાં બીજ પ્રમાણનની કામગીરી ૧૯૬૯થી ખેતીવાડી ખાતા દ્વારા કરવામાં આવતી હતી. પરંતુ બીજ પ્રમાણનની કામગીરી કાયદાકીય અમલીકરણ સરળતાથી કરી શકાય તે હેતુથી એજન્સીને સ્વાયત્ત રાખવાની ભલામણોને ધ્યાનમા રાખી ગુજરાત સરકારે માર્ચ, ૧૯૮૦ થી ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સીને સ્વાયત્ત સંસ્થા તરીકે સ્થાપના કરી છે. આ સંસ્થા રાજયમાં બીજ પ્રમાણનની જવાબદારી અદા કરે છે.

લઘુત્તમ બીજ પ્રમાણન ધોરણો જુલાઈ ૧૯૮૮ અનુસાર બીજ પ્રમાણન એજન્સીની કામગીરી ક્રમાનુસાર મુખ્યત્વે છ તબક્કામાં વહેંચવામાં આવેલ છે. જે તબક્કા ક્રમાનુસાર પૂર્ણ થયા બાદ બીજ પ્રમાણનની કામગીરી પૂર્ણ થયેલી ગણાશે.

  1. અરજીઓ મેળવવી અને ચકાસણી કરવી.
  2. બીજ પ્લોટનું વાવેતર કરેલ બિયારણના સોર્સની ચકાસણી કરવી.
  3. ક્ષેત્રિય નિરીક્ષણ દ્વારા બીજ પ્લોટો ધોરણસરનાં છે કે નહિ તે નક્કી કરવું.
  4. બીજ પ્લોટની કાપણી બાદ પ્રોસેસીંગ અને પેકીંગ કામગીરી એજન્સીની દેખરેખ હેઠળ કરાવવી.
  5. ભૌતિક અને આનુવંશિક શુદ્ધતાની ચકાસણી માટે તૈયાર થયેલ ગ્રેડીંગ, પ્રોસેસીંગ જથ્થામાંથી નમુના લઈ તેની ચકાસણી કરાવવી.
  6. ધોરણસરના બિયારણને પ્રમાણ-પત્ર આપી થેલીઓ ઉપર પ્રમાણનની ટેગ લગાવી સીલ કરવાની કામગીરી કરવી.
બિયારણ નિયમો ૧૯૬૮નાં ભાગ-૪ નિયમ ૬-બ થી ગુજરાત રાજ્ય બીજપ્રમાણન એજન્સીને મળેલ સત્તાની રુએ કેન્દ્ર સરકારશ્રી તરફથી બહાર પાડવામાં આવેલ બિયારણ પ્રમાણિત કરવાના લઘુત્તમ ધોરણો જુલાઈ-૧૯૮૮નો સમાવેશ કરી બીજ પ્રમાણન માટે અરજીઓ સ્વીકારવા, વાવેતર પદ્ધતિ, નિરીક્ષણ, કાપણી, પ્રોસેસીંગ, સ્ટોરેજ, લેબલીંગ વિગેરે માટે એજન્સી દ્વારા કાર્યરીતી નક્કી કરવામાં આવેલ છે. જે તમામ બીજ ઉત્પાદકોને માર્ગદર્શિકા તરીકે ઉપયોગી થાય તે હેતુથી આ માર્ગદર્શિક એજન્સી દ્વારા બહાર પાડવામાં આવેલ છે. આ નિયત કરેલ કાર્યરીતીમાં હવામાન, વરસાદ કે અન્ય સંજોગો અનુસાર જે તે સીઝનને અનુરુપ ફેરફાર કરવાની સત્તા નિયમોકશ્રી, ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સીની રહેશે.

અરજીઓ મેળવવી અને ચકાસણી કરવી.

  • ભારત સરકારશ્રી તરફથી જાહેરાનામામાં પ્રસિદ્ધ થયેલ. (નોટીફાઈડ) પાક. જાતોનું બીજ પ્રમાણન કરી આપવામાં આવે છે.
  • જે પ્લોટમાં બીજ ઉત્પાદન કાર્યક્રમ લીધેલ છે તે પ્લોટમાં અગાઉની સીઝનમાં, વર્ષમાં તે જ પાકનું વાવેતર કરેલ ન હોવું જોઈએ.
  • બીજ પ્લોટમાં અન્ય મિશ્ર પાકનું વાવેતર થઈ શકશે નહિ પરંતુ આંતર પાક તરીકે માન્ય પાકનું વાવેતર થઈ શકશે. જેના માટે અગાઉથી એજન્સીની મંજુરી મેળવવી જરુરી છે.
  • જુદા જુદા પાકોના બીજ ઉત્પાદન કાર્યક્રમ પ્રમાણિત કરાવવા માટે નિયત કરેલ સમય મર્યાદામાં   નિયત અરજી પત્રક   નિયત ચાર્જ ભરી એજન્સીની વડી કચેરી અથવા પેટા કચેરીએથી મેળવી શકાશે. અને તેની સાથે પેઢીના પોતાના લેટરપેડમાં અરજી કરવાની રહેશે.
  • દરેક બીજ ઉત્પાદકના બીજ પ્લોટની વાવેતર તારીખ દર્શાવવી. વ્યક્તિગત બીજ ઉત્પાદન કાર્યક્રમ હાથ ધરવા માટે – વિસ્તારની કોઈ મહત્તમ મર્યાદા નથી.

પ્રમાણિકરણ માટેનો વિસ્તાર એકમ :

ઈન્સપેકશનની સરળતા માટે પેટા ઉત્પાદક વાર બીજ પ્લોટ હેઠળ વાવેતર કરેલ તમામ વિસ્તાર નીચેની શરતોને આધિન એક એકમ ગણાશે.

  • સમગ્ર વિસ્તારમાં એકજ બિયારણની જાતનું વાવેતર થયેલું હોવું જોઈએ.
  • વિસ્તાર વધુમાં વધુ ૨૫ એકર સુધીનો વ્યક્તિગત ગ્રાહ્ય રાખી શકાશે.
  • સમગ્ર વિસ્તાર એકજ હોવો જોઈએ અને સંજોગોવસાત જુદા જુદા ટુકડામાં વહેચાયેલ હોય તો બે ટુકડા વચ્ચે પO મીટરથી વધુ અંતર હોવું જોઈએ નહીં.
  • સમગ્ર વિસ્તાર એકમનો પાક એક સરખી રીતે વિકાસ પામે તે રીતે વાવેતર કરવું જરુરી છે. જેથી ઇન્સપેકશન વખતે પાકને એક સરખી અવસ્થા મળી રહે.
  • અરજી સાથે રજીસ્ટ્રેશન ફી તથા અન્ય નિયત કરેલ ફી રોકડા અથવા “નિયામકશ્રી ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સી, અમદાવાદ”નાં નામનો ડીમાન્ડ ડ્રાફ્ટથી ભરી શકાશે. રૂા. ૨૦૦૦૦ -સુધી જ રોકડ રકમ સ્વીકારવામાં આવશે

જુદા-જુદા પાકોના બિયારણ ઉત્પાદન કાર્યક્રમ પ્રમાણિત કરાવવા માટે નોંધણી કરાવવાની છેલ્લી તારીખો પાકવાર મુકરર કરેલ છે. અરજી સાથે પેટા બીજ ઉત્પાદકોની યાદી આખા સફેદ કાગળમાં પાકવાર, જાતવાર, ગામવાર અને વર્ગવાર ગુજરાતીમાં ચાર નકલમાં અને પત્રક-૩ ત્રણ નકલમાં બીજ ઉત્પાદકે સામેલ કરવાનું રહેશે. બીજ ઉત્પાદન કાર્યક્રમ નોંધણી કરાવ્યથી સંપૂર્ણ પ્રમાણિકરણની કામગીરી સુધી એજન્સી સાથેનો પત્ર વ્યવહાર જે તે પેઢી સંસ્થાએ પોતાના અસલ લેટર પેડ ઉપર કરવાનો આગ્રહ રાખવામાં આવે છે. જયારે કોઈ પેટી સંસ્થાના કોઈ પ્રતિનિધિ પેઢી સંસ્થા વતીથી અધિકાર પત્ર આપવાનો થાય ત્યારે પેઢી સંસ્થાના અસલ લેટરપેડ ઉપર જ અધિકાર પત્ર આપવાનો રહેશે

વાવેતર કરેલ બિયારણના સોર્સની ચકાસણી કરવી.

  • બીજ ઉત્પાદન કાર્યક્રમમાં વાવેતર કરેલ બ્રીડરપાયાનું પ્રમાણિત બિયારણ માન્ય સોર્સમાંથી મેળવેલું હોવું જોઈએ તેમજ વાવેતર સમયે ધોરણસરની અંકુરણ શક્તિ ધરાવતું હશે તોજ માન્ય રાખવામાં આવશે.
  • સોર્સમાં નિયત નમૂનામાં અરજી સાથે કન્ટેઈનર એટલે કે બિયારણની ખાલી થેલી, ટેસ, બીજ ખરીદીનું અસલ બીલ તથા તેની સાથે બ્રીડરોપાયાનું બીજ ઉત્પાદન સંસ્થાવિક્રેતાથી બીજ પ્રમાણન કાર્યક્રમ હાથ ધરનાર સંસ્થાપેઢી સુધીના તમામ લીંક બીલોની ઝેરોક્ષ નકલો, રીલીઝ સર્ટીફીકેટ અને પરીણામોની નકલ રજુ કરવાની રહેશે. કાયદાની જેગવાઈનુસાર બીલમાં જાત, વર્ગ, લોટ-નંબર, ટેગ નંબર, જથ્થો, વિગેરે લખેલો હોવો જરૂરી હોઈ સોર્સમાં રજુ કરવામાં આવતા બીલોમાં તેનો ઉલ્લેખ કરેલો હોવો જરૂરી છે.
  • બિયારણ પ્રમાણિકરણના લઘુત્તમ બીજ ધોરણોનુસાર સંવર્ધક (બ્રીડર) બીજમાંથી પાયાનું (ફાઉન્ડેશન) બીજ અને પાયાના બીજમાંથી પ્રમાણિત (સટીફાઈડ) બીજ ઉત્પાદન હાથ ધરી શકાશે.
  • દુષ્કાળના કારણે કે તેવા કોઈ પ્રતિકૂળ સંજોગોમાં એજન્સીને બ્રીડર પાયાના વર્ગનું બિયારણ ઉપલબ્ધ નથી તેવી ખાત્રી થયા બાદ ન્યુનતમ ધોરણોમાં જણાવ્યા પ્રમાણે ફાઉન્ડેશન વર્ગ-૨નાં પ્રમાણન માટે અરજી ગ્રાહ્ય રાખવામાં આવશે તેમજ બિયારણની અછતના સમયે ખાસ સંજેગોમાં પ્રમાણિત કક્ષામાંથી પ્રમાણિત કક્ષા-ર બીજ ઉત્પાદન માટેની અરજી ગ્રાહ્ય રાખવામાં આવશે.
  • સ્કુરણ શક્તિ માટે માન્ય કરેલ સમય મર્યાદા (વેલીડીટી પીરીયડ) ઉપરનું બીડર બીજ જયારે સોર્સમાં રજુ કરવામાં આવે ત્યારે તેની સાથે જે તે સમયે જે તે પેઢીએ સંસ્થાએ એજન્સી પાસે સ્કુરણ શક્તિની ચકાસણી કરાવેલ રિપોર્ટની ઝેરોક્ષ નકલ રજુ કરવાની રહેશે. અને લેબોરેટરીનાં અસલ પરિણામની ચકાસણી સોર્સ ચકાસણી વખતે ખરાઈ કરાવી લેવાની રહેશે. ઠરેલ ધોરણ કરતા ઓછા ઉગાવાના ટકાના કિસ્સાઓમાં ઉગાવાની ટકાવારીને ધ્યાને લઈ બિયારણના જથ્થાનો દર નક્કી કરી જે તે પેઢી સંસ્થાએ સોર્સ રજુ કરવાનો રહેશે. પ્રમાણિત કક્ષાના ઉત્પાદન માટે રજુ કરેલ ફાઉન્ડેશન બીજ જે રીવેલીડેટેડ કરેલ હશે તો તેના રીવેલીડેશન પરિણામની ઝેરોક્ષ નકલ રજુ કરવાની રહેશે.
  • ફાઉન્ડેશન કક્ષાના તથા હાઈબ્રીડ પાકોના બીજ ઉત્પાદન કાર્યક્રમનો જરુરી સોર્સ ઓફ સીટ્સ રજીસ્ટ્રેશન સમયે સંપૂર્ણ વિગતો સાથે એજન્સીની વડી કચેરીએ રજુ કરવાનો રહેશે. જયારે સ્વપરાગત પાકોના પ્રમાણિત કક્ષાના (સર્ટીફાઈડ) બીજ ઉત્પાદન કાર્યક્રમનો સોર્સ ઓફ સીડ્ઝસ નોંધણી કરાવ્યાની તારીખથી દિન-૧૫માં એજન્સીની જે તે પેટા કચેરીએ રજુ કરવાનો રહેશે. સોર્સની ચકાસણી થયા બાદ જ નોંધણી ગ્રાહ્ય રાખવામાં આવશે અને પ્રમાણિકરણની કામગીરી હાથ ધરવામાં આવશે.
  • બીજ ઉત્પાદકે પોતાના બીજ ઉત્પાદન કાર્યક્રમના રજીસ્ટ્રેશન સમયે તમામ જરુરી વિગતોની ખરાઈ કરાવી લેવાની રહેશે.
  • જુદા-જુદા પાકોના બીજ ઉત્પાદન માટે બ્રીડર|પાયાના બિયારણનો દર પાકવાર નક્કી કરેલ છે. જેથી રજુ કરેલ સોર્સ મુજબ જ બીજ પ્રમાણન કાર્યક્રમ ગ્રાહ્ય રાખવામાં આવશે
  • નોંધણી સમયે રજુ કરેલ યાદી મુજબ જ ક્ષેત્રિય તપાસણી કરવામાં આવશે. પરંતુ કપાસ પાક સિવાય અન્ય પાકોમાં રેવન્યુ તાલુકાની હદમાં પ્રથમ ઇન્સસ્પેકશન શરુ થતા પહેલા મુખ્ય બીજ ઉત્પાદક તરફથી રજુઆત થતા યથાર્થતા ચકાસ્યા બાદ પેટા ઉત્પાદકદીઠ એજન્સીએ નક્કી કરેલ નવીન રજીસ્ટ્રેશન ચાર્જ ભર્યથી તથા પ્રથમ ઇન્સપેકશન થયા બાદ અથવા ઇન્સેકશન સમયે ધ્યાનમાં આવ્યથી જે તે પેટા કચેરીના અધિકારી તરફથી નામ ફેર ગામ ફેરની ભલામણ થયેથી કપાસ અને દિવેલા પાક સિવાય પેટા ઉત્પાદક દીઠ રજીસ્ટ્રેશન ચાર્જ અને ઇન્સેકશન ચાર્જના નાણાં ભર્યથી નામ ફેરીગામ ફરેની મંજુરી યોગ્ય ચકાસણીને આધિન આપી શકાશે. જ્યારે કપાસ અને દિવેલા માટે પેટા ઉત્પાદક દીઠ રજી. ચાર્જ અને એડવાન્સ સર્ટી. ચાર્જ ભરપાઈ કરવાનો રહેશે. કોઈ પણ સંજોગોમાં ભરેલ નોંધણી (રજીસ્ટ્રેશન) ફીની રકમ પરત કરવામાં આવશે નહિ અને અન્ય પાકો કે અન્ય ચાર્જમાં સરભર કરી શકાશે નહિ.

ક્ષેત્રિય ધોરણોની ચકાસણી કરવા માટે ક્ષેત્રિય નિરીક્ષણની કામગીરી.

વાવેતર કરેલ બીજ પ્લોટોનું લઘુત્તમ બીજ પ્રમાણન ધોરણો અનુસાર ક્ષેત્રિય ધોરણોની ચકાસણી માટે જુદી-જુદી અવસ્થાએ બીજ પ્રમાણન એજન્સીના અધિકૃત અધિકારીઓ મારફતે ઇન્સસ્પેકશન કરવામાં આવશે. અને ઇન્સપેકશન દરમ્યાન બિયારણની આનુવંશિક શુદ્ધતા અથવા બિયારણની તંદુરસ્તીને નુકશાનકર્તા પરિબળોનું નિરીક્ષણ કરવામાં આવશે. એજન્સી તરફથી પ્રથમ ઇન્સપેકશન સમયે બીજ પ્લોટની ક્ષેત્રિય ધોરણોની ચકાસણી માટે અધિકારી આવે ત્યારે બીજ ઉત્પાદક/પ્રતિનિધિએ સાથે રહી બીજ પ્લોટનું નિરીક્ષણ કરાવવાનું રહેશે. અને જ ઉત્પાદકlપ્રતિનિધિ હાજર ન રહે તો અધિકૃત અધિકારીએ કરેલ ઇન્સપેકશન માન્ય રહેશે. અને તે માટે કોઈ વિવાદ માન્ય રહેશે નહિ.

બીજુ ઇન્સસ્પેકશન બીજ ઉત્પાદકને જાણ કર્યા સિવાય પણ કરી શકાશે. અને ઇન્સપેકશન બાદ ઇન્સપેકશન રીપોર્ટની એક નકલ બીજ ઉત્પાદક;પ્રતિનિધિને આપવામાં આવશે જે ઉત્પાદકે સ્વીકારવાની રહેશે. જે બીજ ઉત્પાદક)પ્રતિનિધિ તપાસણી રીપોર્ટ અથવા નોટીસ રૂબરૂ સ્વીકારવાની ના પાડશે તેવા બીજ ઉત્પાદકને ટપાલથી મોકલી આપવામાં આવશે. ટપાલથી મોકલેલ રીપોર્ટ અથવા નોટીસ સ્વીકારવામાં નહિ આવે તો જે તે ઉત્પાદક બીજ પ્રમાણન કરાવવા માંગતા નથી એમ માની એજન્સી નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરી શકશે.

  • હાઈબ્રીડ પાકોમાં માદા અને નર લાઈનોનું વાવેતરનું પ્રમાણ જાળવી વાવેતર કરાવાનું રહેશે.
  • પાકવાર નિયત કરેલ એકલન (આઈસોલેશન) અંતર જાળવવાનું રહેશે. સંજોગોવસાત એકલન અંતર જાળવવા નર જાતોનું અગર તો બીજ પ્લોટનું વાવેતર અન્ય રીતે અન્ય સ્થળે કરેલ હોય તો નોંધણી સમયે જ વિગતો રજુ કરવાની રહેશે. અને નિયત સોર્સ રજુ કરવાનો તેમજ જરુરી ફી ભરવાની રહેશે.
  • એજન્સી તરફથી નોંધણી થયેલ બીજ પ્લોટનું એક વખત ઇન્સસ્પેકશન થયા બાદ ભરેલ ઇન્સપેકશન ફી કોઈ પણ સંજોગોમાં પરત કરવામાં આવશે નહિ.
  • પ્રથમ ઇન્સસ્પેકશન સમયે ઉત્પાદક અગર તેમના પ્રતિનિધિ હાજર નહિ હોય અને કઈ જગ્યાએ બીજ પ્લોટનું વાવેતર કરેલ છે તે જાણી શકશે નહિ તો તેવા બીજ પ્લોટ પ્રમાણન માટે ગ્રાહ્ય રાખી શકાશે નહિ.
  • બીજ ઉત્પાદન પ્લોટમાં રોગીંગની કામગીરી બીજ ઉત્પાદકે પોતાના ખર્ચ પોતાની જાતે કરવાની રહેશે. એજન્સી તરફથી માર્ગદર્શન સમજણ આપવામાં આવશે.
  • રજીસ્ટ્રેશન બાદ વાવેતર ઇન્સસ્પેકશન રીપોર્ટની ચકાસણી સમયે વાવેતર થયેલું નહીં હોય તો તેવા પ્લોટ આપોઆપ રદ થયેલ ગણાશે.
  • ફેર ક્ષેત્રિય તપાસણી (રીઈન્સસ્પેકશન)-બીજા ક્ષેત્રિય નિરીક્ષણ સમયે જે બીજ પ્લોટ ક્ષેત્રિય નિરીક્ષણમાં લઘુત્તમ ધોરણો અનુસાર ન જણાય તેવા બીજ પ્લોટ પ્રમાણિકરણ માટે ગ્રાહ્ય રહેતા નથી. તેવી એજન્સીના અધિકૃત અધિકારી તરફથી નોટીસ મળ્યથી જે બીજ ઉત્પાદકને જરુરી ક્ષતિઓ દૂર કરી ફેર ક્ષેત્રિય ચકાસણી કરાવવી હોય તો સમય મર્યાદામાં એજન્સીના નિયામકશ્રીને રદ કરેલ નોટીસની ઝેરોક્ષ નકલ સાથે નિયત કરેલ ફી ભરી અરજી કરી શકાશે. જે માંગણી એજન્સી દ્વારા વ્યાજબી જણાશે તો પરિસ્થિતિને અનુસપ મંજુર કરી શકાશે.

કાપણી-શ્રેસીંગ-ગ્રેડીંગ-પેકીંગ કામગીરી.

કાપણી, શ્રેસીંગ, ગ્રેડીંગ

ક્ષેત્રિય નિરીક્ષણમાં ધોરણસરનો બીજ પ્લોટ માલુમ પડ્યથી બીજપ્લોટની કાપણી જે તે બીજ ઉત્પાદકે પોતાની રીતે કરાવવાની રહેશે. પરંતુ બાજરી, મકાઈ, જુવાર જેવા પાકોની કાપણી જે તે વિસ્તારની પેટા કચેરીની પૂર્વ મંજૂરી મેળવી અધિકૃત અધિકારીની હાજરીમાં કરાવવાની રહેશે.

કાપણી બાદ ખબુ લઈ બિયારણ લાયક ચોખ્ખો જથ્થો તૈયાર થયેથી જે તે પેટા કચેરીને જાણ કરી નિયત કરેલ સમય મર્યાદા  માં બીજ ઉત્પાદકપ્રિતિનિધિની હાજરીમાં નમૂના લેવાના રહેશે. એજન્સી તરફથી આપવામાં આવેલ અંદાજીત બીજ ઉત્પાદનનાં દાખલાની મર્યાદામાં   વિના મૂલ્ય આપવાના થયેલ જથ્થામાંથી નિયત વખન અને સંખ્યામાં બિયારણનાં નમુના   વિના મૂલ્ય આપવાના રહેશે. નમુના લીધા બાદ પરિશિષ્ટ-૧૧માં જણાવ્યા મુજબ ઉત્પાન્ન જથ્થાની સ્ટાન્ડર્ડ ભરતી કંતાનના નવા કોથળામાં કરી તેમાં સંપૂર્ણ વિગતો વાળી નમુના સ્લીપ   ઉપર ઉત્પાદકો પ્રતિનિધિ અને એજન્સીના નમુના લેનાર અધિકારીની સહી સાથેની મુકી એજન્સીના સીલથી કોથળો સીલ કરવાનો રહેશે. કોથળા ઉપર પરિશિષ્ટ-૧૩માં જણાવ્યા મુજબની વિગતો ઉત્પાદકે લખવાની રહેશે. પ્રોસેસીંગ પેકીંગ સમયે જે તે કોથળા ઉપર એજન્સીનું સીલ નહિ હોય અથવા કોથળામાંથી જરુરી સ્લીપ નહિ નીકળી તો તે જથ્થાનું પ્રમાણિકરણની કામગીરી કરી આપવામાં આવશે નહિ.

ઉત્પાદિત બીજ જથ્થાનાં નમુના લેવાયાબાદ જે તે લોટનો પૂરેપૂરો જથ્થો અન્ય પેટા કચેરીના કાર્યક્ષેત્રે હેઠળનાં માન્ય પ્રોસેસીંગ પ્લોટ ખાતે સીલ બંધ હાલતમાં ફરેવવાની મંજુરી બીજ ઉત્પાદન હેઠળની પેટા કચેરી ખાતેથી મેળવવાની રહેશે.

બાજરી બીજ પ્લોટનો ઉત્પાદન થયેલ બિયારણનો જથ્થો જે તે ખળાના નિયુક્ત કરેલ ખળાની જવાબદાર અધિકારીની મંજુરી મેળવી જથ્થા ટ્રાન્સફરના નિયમ મુજબ જથ્થો ટ્રાન્સફર કરી શકાશે.

બીજ ઉત્પાદકે જથ્થા ટ્રાન્સફર કરાવવા માટે પોતાના લેટિરપેડ ઉપર અરજી કરી મંજુર કરેલ યાદી ચાર નકલમાં (વેરીફાઈ) રજુ કરી સંબંધકર્તા અધિકારી પાસેથી મંજુરી મેળવવવાની રહેશે. અને બીજ ઉત્પાદકની સંપૂર્ણ જવાબદારી ઉપર જથ્થા ટ્રાન્સફરની મંજુરી આપવામાં આવશે.

પ્રોસેસીંગ પેકીંગ કામગીરી :

  • ઉત્પન્ન થયેલ બિયારણનો મુકરર કરેલ જથ્થામાં પેકીંગ કરી આપવામાં આવશે જેની મંજુરી વડી કચેરીએથી અગાઉથી મેળવી લેવાની રહૈશે. જે થેલીમાં બિયારણ પેક કરવાનું હોય તે થેલી કાપડ અથવા કંતાનની અંદરની બાજુએ સિદ્ભાઈ વાળી હોવી જોઈએ. અને તે થેલી ઉપરનું લખાણ અને ડીઝાઈન, મુજબ એજન્સીની વડી કચેરીએ મંજુર કરાવવાની રહેશે. કાપડ કંતાન સિવાય અન્ય કોઈ મટીરીયલમાં પેકીંગ કરાવવાનું હોય ત્યારે સદર મીટીરીયલ એજન્સી પાસે થેલીની ડીઝાઈન સાથે રજુ કરી તેની માન્યતા મેળવવાની રહેશે.
  • લોટવાર એક લોટના જથ્થાનું એક સરખા પેકીંગમાં એકજ સ્થળે એક જ જાતની થેલીમાં એકી સાથે પૂરેપુરા જથ્થાનું પેકીંગ કરી આપવામાં આવશે.
  • બીજના પ્રોસેસીંગ દરમ્યાન પુરતી સાધન સામગ્રીના અભાવે અથવા મજુરોના અભાવે સંતોષકારક કામગીરી થતી નહિ હોય તો પ્રોસેસીંગ કામગીરી માટે તે બાબતે ઉત્પાદકને લેખીત જાણ કરી બીજ પ્રોસેસીંગ પેકીંગની કામગીરી મોકુફ રાખી શકાશે.
  • બિયારણનું પ્રોસેસીંગ, પેકીંગ, નમુના લેવા, રીવેલીડેશન, બલ્કીંગ, જીનીંગ, ડીલીન્ડીંગ કે અન્ય સર્ટીફીકેશનની કામગીરી જે તે પ્રોસેસીંગ સેન્ટર જીનીંગ સેન્ટર, ડીલીટીંગ - સેન્ટર કે ગોડાઉન પર કરાવવાની હોય તે ગોડાઉન સેન્ટરનું રજીસ્ટ્રેશન નિયત નમુનામાં અરજી કરી પેટા કચેરીના અધિકારીની ભલામણ સાથે નિયત ફી ભરી રજીસ્ટર્ડ કરાવવું પડશે અને દર વર્ષે નિયત ફી ભરી રજીસ્ટ્રેશનનું ડિસેમ્બર માસમાં રી-ન્યુઅલ કરાવવાનું રહેશે. રજીસ્ટ્રેશનનું રીન્યુઅલ જાન્યુઆરીથી ડિસેમ્બર માસ સુધીનું ગણાશે. ડિસેમ્બર માસમાં રીન્યુઅલ ન કરાવેલ ગોડાઉન|પ્રોસેસીંગ સેન્ટરનું રજીસ્ટ્રેશન આપોઆપ રદ થશે. ત્યારબાદ ફરીથી નવેસરથી રજીસ્ટ્રેશન નિયત ચાર્જ ભરી કરાવવાનું રહેશે. વિક્રતા પેકીંગ : કોઈપણ પાકના તૈયાર થયેલ બિયારણના આખા લોટના જથ્થાને ખરીદ કરી પોતાના નામે વિક્રેતા પેકીંગ કરાવવા માંગે ત્યારે જે તે સમયે મુખ્ય બીજ ઉત્પાદકની સંમતિ તેમના પોતાના લેટરપેડ ઉપર મેળવી જથ્થાની વિગતો વાળી યાદી ચાર નકલમાં જે તે થેલીમાં પેકીંગ કરાવવાનું હોય તે થેલીની ડીઝાઈનની ઝેરોક્ષ ચાર નકલ સાથે વિક્રેતા પેકીંગ કરનાર પેઢી:સંસ્થાએ વડી કચેરીએ અરજી કરી મંજુરી લેવાની રહેશે.
  • વિક્રેતા પેકીંગ માટે જે તે સમયે જે જથ્થા માટે મંજુરી મેળવવાની હોય ત્યારે પરિશિષ્ટ-પ મુજબ વિક્રેતા ચાર્જ અને થેલી એમુવલ ચાર્જ ભરવાનો રહેશે.
  • કોઈપણ જથ્થાનું પ્રોસેસીંગ પેકીંગ પેટા બીજ ઉત્પાદકના નામે થઈ શકશે નહિ.
  • હાઈબ્રીડ કપાસ અને હા, બાજરા (ઉનાળુ) સિવાયના કોઈપણ પાકનું બિયારણનું પ્રીપ્રોસેસીંગ-પ્રીપેકીંગ કરી આપવામાં આવશે નહિ. પ્રીપેકીંગ કરેલ બિયારણના જથ્થાને પરિણામો મળ્યા પહેલા હેરાફેરી કરી શકાશે નહિ અને પ્રીપેકીંગ કરેલ જથ્થો એજન્સીના સીલ હેઠળ ગોડાઉનમાં રાખવામાં આવશે, જે પરિણામો મળ્યથી પાસ કરેલ જથ્થો એજન્સીના અધિકારીની હાજરીમાં છુટો કરવામાં આવશે. અને નાપાસ થયેલ જથ્થો ગોડાઉનમાં યથાવત એજન્સીના સીલ હેઠળ રાખવામાં આવશે.
  • જે બિયારણનું પ્રીપેકીંગ કરેલ હોય તે બિયારણ સંબંધકર્તા ઉત્પાદકે પોતાના ખર્ચે એજન્સીએ માન્ય કરેલ હોય તેવા ગોડાઉનમાં સંગ્રહ કરવાનો રહેશે. ગોડાઉન ઉપર ઉત્પાદકે પોતાનું તાળું મારવાનું રહેશે. જેની ચાવી ઉત્પાદક પાસે રહેશે. અને જે તે ગોડાઉનને બહારથી એજન્સીનું સીલ મારવાનું રહેશે. કોઈપણ સંજોગોમાં એજન્સીના સીલ હેઠળનું ગોડાઉન એજન્સીના અધિકૃત અધિકારીની ગેર હાજરીમાં ખોલી શકાશે નહિ. બિયારણનું પ્રોસેસીંગ પેકીંગ એજન્સીએ માન્ય કરેલ પ્રોસેસીંગ સેન્ટર ઉપર એજન્સીના અધિકૃત અધિકારી અને ઉત્પાદકના પ્રતિનિધિની હાજરીમાં ઉત્પાદકે કરાવવાનું રહેશે. સને ૧૯૯૨ થી ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સીએ દિવેલા અને કપાસ સિવાય તમામ પાકોમાં પેકીંગ અગાઉ મશીન પ્રોસેસીંગ ફરજિયાત કરેલ છે. જેથી ઉત્પાદન થયેલ બિયારણનું પેકીંગ કરાવતા પહેલા મશીન ગ્રેડીંગ માટે નિયત કરેલ માપ મુજબની જરુરી ‘જળી વાપરી પ્રોસેસીંગ કરાવવાનું રહેશે.
  • બિયારણ પ્રોસેસીંગ પેકીંગ કરાવતા સમયે બિયારણને બિન પારાયુક્ત દવાનો પટ આપવાનો રહેશે. દવાની પડીકી મૂકીને પેકીંગ કરવાનું થાય ત્યારે થેલીમાં બીજને દવાની માવજત આપવા અંગેનું માર્ગદર્શન આપતી પત્રિકા મૂકવાની રહેશે.
  • પ્રીપ્રોસેસીંગ પ્રીપેકીંગ બિયારણ પરિણામ મળતા જો ધોરણસરનું ન જણાય અને પ્રીપેકીંગ વખતે બિયારણને જે ઝેરી દવાનો પટ આપેલ હોય તો તેવા બિયારણને નાશ કરવાની જવાબદારી જે તે બીજ ઉત્પાદકની રહેશે. તેમજ પ્રીપેકીંગ સમયે ઉપયોગમાં લીધેલ એજન્સીની પ્રમાણન ટૅગ એજન્સીના અધિકારીની હાજરીમાં થેલી ઉપરથી અલગ કરી પરત કરવાની રહેશે.
  • ફાઉન્ડેશન તથા સર્ટીફાઈડ સ્ટેજના પ્રમાણિત થયેલ બિયારણમાં ડંખ પામેલ બિયારણ ન હોવું જોઈએ. મકાઈ અને કઠોળમાં ૧% સુધી અને અન્ય પાકોમાં ૮.૫% સુધી ડંખ પામેલ બિયારણ માન્ય રાખી શકાશે.
  • નમુનો લેવાયા બાદ જથ્થો સડી ગયેલ હોય. અગર જીવાત અથવા અન્ય કારણથી બગડી ગયેલ માલુમ પડશે અને આ બગાડનું પ્રમાણ લઘુત્તમ બીજ પ્રમાણન ધોરણ કરતા વધુ હશે તો નમુનાના પરિણામો ધોરણસરનાં જણાયેલ હોવા છતાં પેકીંગ કરી આપવામાં આવશે નહિ. બિયારણ પેકીંગ કરતી વખતે ભેજનું પ્રમાણ નિયત કરેલ મર્યાદા મુજબનું હોવું જોઈએ.
  • બિયારણનો જથ્થો લઘુત્તમ બીજ પ્રમાણનના ધોરણોસરનો માલુમ ન પડતા ઉત્પાદક તેવા જથ્થાની ફેર ગ્રેડીંગ કરાવી ફરીથી નમુનો લેવડાવી ફરીથી ટેસ્ટીંગ કરાવી શકશે. એજન્સી જરુરી ચાર્જ લઈ ફક્ત એકજ વખત આવી માંગણી ગ્રાહ્ય રાખી શકશે.
  • પેકીંગ કરતા અગાઉ જરુરી લેબલ ચાર્જની ૯C% જેટલી રકમ એજન્સીની વડી કચેરી પેટા કચેરીએ જમા કરાવવાની રહેશે તેમજ લેબલ ચાર્જ પેટે જમા કરાવેલ નાણાની મેળવેલ રસીદ રજુ કરવાથી પેકીંગની કામગીરી શરુ કરવામાં આવશે. લેબલ ચાર્જ પેટેની બાકી ૧૦% રકમ કામગીરી પૂરી થયેથી તુરત જ ભરપાઈ કરવાની રહેશે. જે જમા કરાવ્યા બાદ જ જથ્થો છુટો કરવામાં આવશે.
  • બીજ પ્રમાણન કામગીરી અંગે જે તે સ્થળે અથવા અધિકૃત ગોડાઉન ઉપર એજન્સીના અધિકારી દ્વારા કરેલ કામગીરીના ચાર્જ પેટે આપેલ બીલ મુજબના નાણા ભરપાઈ કરવાના રહેશે. બીજ પ્રમાણન કામગીરી માટે બીજ ઉત્પાદકની તૈયારીઓના અભાવે જો કામગીરી ન થઈ
  • શકે અને તે કામગીરી માટે અધિકારીને ફરી મુલાકાત લેવી પડે ત્યારે થતો ગોડાઉન ચાર્જ ભરપાઈ કરવાનો રહેશે.
  • કોઈપણ બીજ ઉત્પાદક તરફથી પ્રમાણન અંગેની બાકી નિકળતી લહેણી રકમ જાણ કરવા છતાં એજન્સીની કચેરીમાં સમયસર ભરપાઈ કરવામાં નહિ આવે તો સંબંધકર્તા ઉત્પાદકે હાથ ધરેલ તમામ પાકોના બીજ પ્રમાણન અંગેની કાર્યવાહી સ્થગિત કરવામાં આવશે. અને તે અંગે ઉપસ્થિત થનાર સઘળા પ્રશ્નોની જવાબદારી જે તે બીજ ઉત્પાદકની રહેશે તેમજ ભવિષ્યમાં આવા ઉત્પાદકનો કોઈપણ બીજ પ્રમાણન કાર્યક્રમ એજન્સી રજીસ્ટર્ડ કરશે નહિ.
  • પરિણામ મળ્યોથી મુખ્ય ઉત્પાદકે પેકીંગ કરાવવાના ઓછામાં ઓછા સાત દિવસ અગાઉ જાણ કરવાની રહેશે. જેથી એજન્સી અધિકૃત અધિકારીને પેકીંગ કામગીરી અંગે મોકલી શકે.
  • ભૌતિક અને આનુવંશિક શુદ્ધતાની ચકાસણી માટે નમુના લેવા.
  • બિયારણના નમુના ગ્રેડીંગ થયેલીપ્રોસેસ થયેલ જથ્થામાંથી જે તે પાકનાં નિયત કરેલ વજન, સંખ્યામાં   વિના મૂલ્ય ભૌતિક શુદ્ધતા તથા આનુવંશિક શુદ્ધતાની ચકાસણી માટે એજન્સીએ નક્કી કરેલ ફી જમા કરાવીને નમુના આપવાના રહેશે. નમુના લેવા માટે સફેદ કાપડમાંથી નિયત કરેલ માપ મુજબની થેલીઓ નમુનાની સંખ્યા અનુરૂપ બનાવવાની રહેશે. તેમજ સીલ માટે લાખ અને જરૂરી ચીજ વસ્તુઓ ઉત્પાદકે પોતાના ખર્ચે પુરી પાડવાની રહેશે. નમુનામાં મુકવાની સ્લીપો એજન્સી દ્વારા કરી આપવામાં આવશે તથા કોથળામાં મુકવાની સ્લીપો (પરિશિષ્ટ-૧ર) ઉત્પાદકે તૈયાર રાખવાની રહેશે તેમજ નમુનાઓ જે તે સમય મર્યાદામાં લેવડાવવાના રહેશે.
  • ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સી જુદા જુદા પાકોના બિયારણનોના જથ્થામાંથી લીધેલ નમુનાની ભૌતિક શુદ્ધતાની ચકાસણી પોતાની લેબોરેટરી તથા રાજ્યની સરકારશ્રી હસ્તકની માન્ય લેબોરેટરીમાં કરાવે તથા આનુવંશિક શુદ્ધતાની ચકાસણી પોતાના ગ્રોઆઉટ ટેસ્ટ ફાર્મ તથા રાજ્યના અન્ય ફાર્મ પર નમુનાનું વાવેતર કરી સમગ્ર પરિણામો કોમ્પ્યુટર દ્વારા તૈયાર કરી આપવામાં આવે છે. જેને માટે નમુનામાં મુકવાની કોમ્પ્યુટર સ્લીપો (પરિશિષ્ટ-૧૯) એજન્સી દ્વારા પુરી પાડવામાં આવશે.

ધોરણોસરના બિયારણ પ્રમાણપત્ર આપવાં બાબતે

લઘુત્તમ બીજ પ્રમાણિકરણના ધોરણમાં બીજ પ્રમાણનનાં ક્રમાનુસાર તબક્કાઓમાં પસાર થયેલ અને આનુવંશિક અને ભૌતિક શુદ્ધતાના લઘુત્તમ ધોરણોસરના પ્રમાણિકરણને પાત્ર બિયારણની થેલીઓ ઉપર પાયાના (ફાઉન્ડેશન) બિયારણ માટે સફેદ અને પ્રમાણિત (સર્ટીફાઈડ) કક્ષાના બિયારણ માટે ભુરા રંગની એજન્સીની ટેગ શૈલી સાથે સીવી એજન્સીના સીલથી એજન્સીના અધિકૃત અધિકારીની હાજરીમાં સીલ કરવાનું રહેશે. બીજ કાયદાની જોગવાઈ મુજબ દરેક બીજ ઉત્પાદકે પેકીંગ સમયે થેલી ઉપર એજન્સીની ટેગ પાછળ સિલાઈમાંથી પોતાનું ઓપલ ગ્રીન રંગનું લેબલ સંપૂર્ણ વિગતોવાળુ લગાવવાનું રહેશે

પાકવાર બીજ પ્રમાણનની ખાસ કાર્ય પદ્ધતિ :

  1. પ્રમાણિત અથવા પાયાના બીજ ઉત્પાદન માટે વડી કચેરીએ તમામ વિગતો સાથે સોર્સ રજૂ કરી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
  2. સર્ટીફાઈ બીજ ઉત્પાદન પ્લોટ માટે નર અને માદાનું વાવેતર પ મીટરનું જરૂરી આઈસોલેશન અંતર જાળવી કરવાનું રહેશે. જુદી-જુદી જાતોના બે પ્લોટ વચ્ચે આઈશોલેશન અંતર પરિશિષ્ટ-૮ મુજબ રાખવાનું રહેશે.
  3. કપાસ બીજ પ્લોટ માટે ૧૦ ગુંઠાથી ઓછા વિસ્તારનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે નહિ. ઓછામાં ઓછું ૨૦ ગુંઠાના રજીસ્ટ્રેશન માટે આગ્રહ રાખવામાં આવશે.
  4. સર્ટીફાઈડ બિયારણના પ્લોટમાં ૧૦ ગુંઠાના વિસ્તાર માટે સંયુક્ત પ્લોટમાં ઓછામાં ઓછા છોડની સંખ્યા ૭૫૦ તથા સંયુક્ત ફાઉન્ડેશન બીજ પ્લોટમાં ૧૦ ગુંઠાના વિસ્તાર માટે ઓછામાં ઓછા ૧૦૦૦ છોડની સંખ્યા રાખવાની રહેશે.
  5. એકજ ખેતરમાં વાવેતર કરેલ સંયુક્ત પ્લોટમાં દરેક પ્લોટ અલગ રીતે ઇન્સપેકશન કરી શકાય તે  મુજબ જુદા પડવાના રહેશે
  6. સર્ટીફાઈડ બીજ પ્લોટમાં નર અને માદા એકજ સ્થળે પ્લોટ સાથે હોવા જોઈએ. સર્ટીફાઈડ અને ફાઉન્ડેશન બીજ પ્લોટમાં બે છોડ અને બે હાર વચ્ચે જરુરી અંતર ગુજરાત કૃષિ યુનિવર્સિટીએ ભલામણ કરેલ વાવેતર અંતર મુજબનું રાખવાનું રહેશે.
  7. બીજ પ્લોટ નિરીક્ષણ કામગીરી એજન્સીના અધિકારી તથા બીજ ઉત્પાદકને સાથે રાખી ૧૦ ગુંઠાના વિસ્તાર માટે ૧૦ છોડના એક કાઉન્ટ મુજબ ૧૦ કાઉન્ટના અવલોકન લેવાના રહેશે.
  8. બીજ પ્લોટના ઇન્સપેકશન સમયે એજન્સી તરફથી વાવેતર, આઈસોલેશન, રોગીંગ તથા સંકરણ કામગીરીની ચકાસણી કરવામાં આવશે. જેનું પ્રમાણ નિયત ધોરણ કરતાં વધુ હશે તો પ્રથમ તે પ્રમાણ જાળવવા નોટીસ આપવામાં આવશે. ત્યારબાદ જો પ્રમાણ ધોરણ કરતાં વધુ હશે તો બીજ પ્લોટ પ્રમાણન માટે ગ્રાહ્ય રાખવામાં આવશે નહિ.
  9. ઇન્સસ્પેકશન સમયે સર્ટીફાઈડ બીજ પ્લોટમાં માદાના છોડવાઓ ઉપર સંકરણ કર્યા સિવાયના જીડવા જોવા મળશે તો બીજ પ્લોટ પ્રમાણન માટે ગ્રાહ્ય રાખવામાં આવશે નહિ.

10. જે તે બીજ પ્લોટમાંથી બિયારણનો કપાસ સાફસુફ કરી જાતવાર મુખ્ય ઉત્પાદકવાર અલગ અલગ લેવાનો રહેશે. ઇન્સપેકશન સમયે બીજ પ્લોટની પરિસ્થિતિ મુજબ અંદાજીત ઉત્પાદનનો દાખલો આપવામાં આવશે. જે મુજબનો જથ્થો જીન પર લાવવાનો રહેશે.

11. એજન્સી તરફથી માન્ય થયેલ જે જીનીંગ સેન્ટર પર કપાસનું જીનીંગ કરાવવા માંગતા હોય તેની જાણ સંબંધકર્તા ઉત્પાદકે જીનીંગ સેન્ટરના સંમતિપત્રક તથા વેરીફાઈડ સફળ બીજ ઉત્પાદકોની યાદી સાથે એજન્સી જે તે વર્ષ માટે નક્કી કરે તે તારીખ સુધીમાં કરવાની રહેશે. જીનીંગ સેન્ટરની માન્યતા માટે વરસો વરસ નક્કી થતા ઓછામાં ઓછી ઉત્પાદકોની સંખ્યા થવી જોઈએ. એક જીનીંગ સેન્ટર ઉપર વધુમાં વધું ૩૦૦૦ પેટા બીજ ઉત્પાદકોની મર્યાદામાં જથ્થો સ્વીકારવામાં આવશે અને તેથી વધુ ઉત્પાદકોનો જથ્થો નજીકના જીનીંગ સેન્ટર પર એજન્સીના સુચવ્યા મુજબ લઈ જવાનો રહેશે.

12. જીનીંગ સેન્ટર નક્કી કરવા અંગેનો આખરી નિર્ણય નિયામકશ્રી, ગુજરાત રાજય બીજ પ્રમાણન એજન્સીનો રહેશે. એજન્સી તરફથી નક્કી કરવામાં આવેલ સમય મર્યાદામાં જીનીંગ માટેનો પુરેપુરો કપાસનો જથ્થો જે તે જીનીંગ સેન્ટર પર લાવી વજન કરાવી. નોંધણી કરાવવાની રહેશે.

13. એજન્સીના અધિકારીઓ તરફથી બીજ પ્લોટના ઇન્સપેકશન સમયે આપવામાં આવેલ ઇન્સસ્પેકશન ફોર્મની લાલ નકલ રજુ કરવાથી જીનીંગ માટે કપાસ સ્વીકારવામાં આવશે. ખોવાઈ ગયેલ કે રદ થઈ ગયેલ લાલ ફોર્મ જીનીંગ યાદી વેરીફાઈડ કરતાં સુધી ડુપ્લીકેટ દાખલા કઢાવી લેવાના રહેશે. જે મુજબ વધુ ઉત્પાદનના દાખલા પણ તે સમય દરમ્યાન કઢાવી લેવાના રહેશે.

14. ફક્ત એકજ લોટમાં જીનીંગ કરી આપવામાં આવશે.

15. એજન્સીએ પ્રમાણન માટે નોંધાયેલ કાર્યક્રમને લક્ષમાં લઈ વખતોવખત નક્કી કરેલ જાતોના ક્રમ મુજબ જીનીંગ કામગારી કરી આપવામાં આવશે.

16. એજન્સી, મુખ્ય ઉત્પાદક તથા જીનીંગ સેન્ટરના પ્રતિનિધિએ નક્કી કર્યા મુજબ ઉત્પાદકોના કપાસના જથ્થાનું ક્રમવાર જીનીંગ કરી આપવામાં આવશે.

17. જીનીંગ થયા બાદ બ્રેડીંગ ઉત્પાદકના પ્રતિનિધિઓ જાતે કરાવી ગ્રેડીંગ કરેલ જથ્થામાંથી સેમ્પલીંગ ટેન્ટમાં જ નમુના લેવરાવી, બિયારણના જથ્થાને સીલ કરાવી, જે તે જીનના ગોડાઉનમાં એજન્સીના સીલ હેઠળ જથ્થો સંગ્રહ કરવાની જવાબદારી સંબંધકર્તા ઉત્પાદકની રહેશે. સદર કામગીરી પેટા ઉત્પાદક તથા મુખ્ય ઉત્પાદકની હાજરીમાં જ કરવાની રહેશે. લેબોરેટરી, ગ્રોઆઉટ તથા ગાર્ડ સેમ્પલ માટે ૧૫૦ ગ્રામના ત્રણ નમુના કોરી કોથળીમા સીલ કરી મોટી કોથળીમાં મુકવાના રહેશે. અને તે મોટી કોથળીને સીલ કરવાની રહેશે.

18. લેબોરેટરી તથા ગ્રોઆઉટ ટેસ્ટના પરિણામો મળ્યથી ફક્ત ધોરણસરના જથ્થાને જ છુટો કરવામાં આવશે.

19. નાપાસ થયેલ બિયારણનો જથ્થો સંબંધકર્તા ઉત્પાદક તરફથી રીટેસ્ટ કરાવવો નથી તેવી લેખિત જાણ. એજન્સીની વડી કચેરીએ કરવામાં આવેથી ઓક્ટોબર માસ કે ત્યારબાદ એજન્સી તરફથી છુટો કરવાની કાર્યવાહી કરવામાં આવશે. પ્રીપ્રોસેસ થયેલ નાપાસ જથ્થાના લેબલ તોડી નાપાસ જથ્થો લુઝ કરી જે તે ઉત્પાદકને પરત કરવામાં અવાશે. જ્યાં સુધી નાપાસ જથ્થો છૂટો કરવાની કાર્યવાહી એજન્સી તરફથી કરવામાં ન આવે ત્યાં સુધી જે તે ગોડાઉનમાં જે તે મુખ્ય બીજ ઉત્પાદકની જવાબદારી ઉપર એજન્સીના સીલ હેઠળ સંગ્રહ કરવાનો રહેશે.

બાજરા-જુવાર-મકાઈ-ઘઉ-ડાંગર :

  1. વાવેતર ઇન્સપેક્શાન બાદ ગામફેર-નામફેર, વધતા વિસ્તારની મંજુરી જે તે વિસ્તારના પેટા કચેરીના અધિકારીની ભલામણ સહીત અરજી વડી કચેરીએ રજુ કર્યા બાદ યથાર્થતા ચકાસી આપવામાં આવશે. તેમજ સદર બાબતોને લગતો નિયત ચાર્જ ભરપાઈ કરવાના રહેશે.
  2. ખળા કામગીરી જેવી કે કાપણી, પ્રોસેસીંગ, શ્રેસીંગ, ગ્રેડીંગ, નમુના તથા કોથળા સીલ કરવા દરમ્યાન મુખ્ય ઉત્પાદક અથવા પ્રતિનિધિએ જવાબદારીપૂર્વક ફરજીયાત હાજર રહી જાત દેખ-રેખ હેઠળ કામગીરી કરાવવાની રહેશે. જે દરમ્યાન એજન્સીના ખળા પરના જવાબદાર અધિકારીના કરેલ સુચનોનો સમય મર્યાદામાં અમલ કરવાનો રહેશે.
  • પ્રીપ્રોસેસીંગ કરેલ બિયારણના જથ્થાના નિયત કરેલ પત્રકમાં લોટવાર દૈનિક પ્રોસેસીંગ રિપોર્ટવડી કચેરીએ મળેથી જે બિયારણ ચકાસણીમાં ધોરણસરનું જણાશે તો રીલીઝ ઓર્ડર (બિયારણ પ્રમાણિકતાનું પ્રમાણપત્ર) આપવામાં આવશે. ત્યારબાદ બિયારણનો જથ્થો છૂટો કરવાની કાર્યવાહી કરવામાં આવશે. પ્રીપ્રોસેસીંગ બાદ જે પરિણામ આવી ગયેલ હોય તો પાસ કરેલ જથ્થાનો લોટ નંબર ફક્ત પ્રીપ્રોસેસીંગ દૈનિક રીપોર્ટમાં અવશ્ય દર્શાવવાનો રહેશે. જે રીલીઝ સર્ટીફીકેટ ઉપર લખવાનો રહેશે નહિ.
  • મકાઈ પાકમાં ખળા પર ડોડાની ચકાસણી કરવામાં આવશે.
  • ઉનાળુ બાજરી બિયારણમાં જે જથ્થો સુષુપ્તાવસ્થા(ડોરમન્સી)ને કારણે ધોરણસરનો જણાયેલ ન હોય તો રોટેસ્ટ નમુના લેવડાવવા જરુરી ચાર્જ ભરી એજન્સીની વડી કચેરીએથી ફેર નમુના ચકાસણી અર્થે માંગણી કરી શકાશે.
  • કોઈપણ બિયારણના જથ્થાના પરિણામો ધોરણસરના જણાયેલ હોવા છતાં બિયારણને જીવાત કે અન્ય કારણોસર બગડી ગયેલ માલુમ પડશે અને નુકશાનનું પ્રમાણ નિયત ધોરણ કરતા વધુ જણાય તો તે જથ્થાને પેકીંગ કરી આપવામાં આવશે નહિ.

નોધ

  • આ માગદર્શિકા ફક્ત માર્ગદશન અને જાણકારી માટે છે. કાયદાકીય બાબતો માટે મુળ કાયદો તથા નિયમો અધિકૃત ગણાશે.
  • એજન્સીની જુદી જુદી સેવાઓ માટે નિયત ચાર્જની વિગતો આપવામાં આવી છે. તેમાં ફેરફાર થાય તે મુજબ અમલ કરવાનો રહેશે

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/19/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate