લધુત્તમ બીજ પ્રમાણિકરણના ધોરણમાં બીજ પ્રમાણનના ક્રમાનુસાર તબક્કાઓમાં પસાર થયેલ અને આનુવંશિક અને ભૌતિક શુદ્ધતાના લઘુત્તમ ધોરણોસરના પ્રમાણિકરણને પાત્ર બિયારણની થેલીઓ ઉપર પાયાના (ફાઉન્ડેશન) બિયારણ માટે સફેદ અને પ્રમાણિત (સર્ટીફાઇડ) કક્ષાના બિયારણ માટે ભુરા રંગની એજન્સીની ટેગ થેલી સાથે સીવી એજન્સીના સીલથી એજન્સીના અધિકૃત અધિકારીની હાજરીમાં સીલ કરવાનું રહેશે.(પરિશિષ્ટ-૨૧) (પરિશિષ્ટ -૨૨).
બીજ કાયદાની જોગવાઇ મુજબ દરેક બીજ ઉત્પાદકે પેકીંગ સમયે થેલી ઉપર એજન્સીની ટેગ પાછળ સિલાઇમાંથી પોતાનું ઓપલ ગ્રીન રંગનું લેબલ સંપૂર્ણ વિગતોવાળુ લગાવવાનું રહેશે.(પરિશિષ્ટ-૨૦)
સ્ત્રોત: ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સી
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 12/16/2019