অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ડાંગરની સંકર જાતોનું બીજ ઉત્પાદન

ડાંગરની સંકર જાતોનું બીજ ઉત્પાદન

હાલ વિશ્વની વસ્તી કુદકે ને ભૂસકે વધી રહી છે તેથી વધતી જતી ખાદ્યની માંગને પહોંચી વળવા માટે અનાજનું ઉત્પાદન વધારવું જ રહયું. અનાજનું ઉત્પાદન વધારવા માટે વાવેતર હેઠળનો વિસ્તાર વધારવો શકય નથી. આ સંજોગોમાં આધુનિક વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિઓ વિકસાવવી પડે અને એકમ વિસ્તારમાંથી મહત્તમ ઉત્પાદન મેળવવું પડે. આ માટે સૌથી શ્રેષ્ઠ ઉપાય વધુ ઉત્પાદન આપતી અને રોગ તેમજ જીવાતો સામે પ્રતિકારક શકિત ધરાવતી જાતો / સંકર જાતો વાવી ઉત્પાદન વધારવાનો છે. મુખ્ય ધાન્ય પાક તરીકે ડાંગર પકવતા ભારત અને ચીન જેવા વિશ્વના બે મોટા દેશોમાં ડાંગરનું ઉત્પાદન તેની ઉત્પાદન ક્ષમતા કરતાંય નીચે મહત્તમ ઉત્પાદનની સપાટી પર આવીને સ્થિર થઈ જવાથી ઉત્પાદન કેમ વધારવું તે એક સમસ્યા રૂપ પ્રશ્ન થયો હતો. પરંતુ ચીનના ડાંગર નિષ્ણાતોએ છેલ્લા ત્રણ દાયકામાં ચોખાની સંકર જાતોનું સંવર્ધન કરીને તેમજ તેનું સફળ વાવેતર કરીને આ સમસ્યાનો હલ કરવા સફળ પ્રયત્નો કર્યા છે.
હાઈબ્રીડ રાઈસ ટેકનોલોજી એ સંકર જુસ્સાનો મહતમ ઉપયોગ કરીને પ્રથમ પેઢીના જ બીયારણને વ્યાપારી ધોરણે ઉગાડવાની પ્રક્રીયા છે. મહદ અંશે સંકર જાતોનો જુસ્સો તથા ઉત્પાદન પિતૃ જાતો કરતાં તથા અન્ય વધુ ઉત્પાદન આપતી સુધારેલ જાતો કરતાં (૧પ થી ર૦ પ્) વધારે મળે છેઈ છેલ્લા ત્રીસેક વર્ષોથી વધારે ઉત્પાદન આપતી ચોખાની જાતોના વપરાશ બાદ લગભગ સને. ૧૯૯૪ થી આપણાં દેશમાં પણ રોગ,જીવાત સામે પ્રતિરક્ષણ ધરાવતી તેમજ વધુ ઉત્પાદન આપતી ચોખાની સંકર જાતોનુ વાવેતર થવા લાગ્યું છે. સને.ર૦૦૬ બાદ ભારતમાં ડાંગર પકવતા રાજયોમાં સમગ્ર રીતે લગભગ ૧૦–૧ર લાખ હેકટર કરતાં પણ વધારે વિસ્તારમાં સંકર જાતો વાવવામાં આવે છે.
હાલમાં આપણાં દેશમાં ઘણી સંકર જાતો રાષ્ટ્રીય સ્તરે ળ રાજય સ્તરે સહકારી / સરકારી સંસ્થાઓ તથા ખાનગી કંપનીઓ ધ્વારા બહાર પાડવામાં આવેલ છે (એપેન્ડીક્ષ-૧) જેમકે પી.આર.એચ–૧ અને ર,એમ.જી.આર.૧, કે.આર.એચ.૧, સી.આર.એચ.૧, પી.એચ.બી.૭૧, પી.એસ.ડી.૩, ડી.આર.આર.એચ.૧, પી.એ.૬ર૦૧, પી.એ.સી.૮૦૧, પી.એ.૬૪૪૪, કાવેરી–૯૦૯૦ વગેરે અને બીજી અનેક સંકર જાતો સંશોધન હેઠળછે. આણંદ કૃષિ યુનિવર્સિટીમાં પણ જી.આર.એચ નામની સીરીઝ ઉપર સંશોધન ચાલુ છે અને ટુંક સમયમાં આશાસ્પદ જાત મળે તેવી આશા છે. આમ વધુ ઉત્પાદન આપતી સંકર જાતો બહાર પાડવામાં આવે તો પણ તેની બીજ વૃધ્ધિ અથવા બીજ ઉત્પાદન એ ખુબ જ અગત્યનું પાસું છે.તો સંકર જાતોનું બીજ ઉત્પાદન કેવી રીતે કરી શકાય તે અંગેની સમજ આપવા માટે સંકર જાત ડી.આર.આર.એચ.૧ નું ઉત્પાદન કેવી રીતે કરી શકાય એ સમજવું પૂરતું છે.

પ્રથમ પેઢીનુંં બીયારણ

પ્રથમ પેઢીનુંં બીયારણ ઉત્પન કરવાના મુખ્ય બે પ્રકાર છે.

માદા લાઇન માં હાથથી પુંકેશર દુર કરી ત્યાર બાદ સંકરણ કરવું

આ પ્રકારનું સંકરણ એવા પાકમાં શકય છે કે જે પાકનું ફુલ મોટું હોય,અને એક સંકરણ કરવાથી અનેક બીજ મળી શકે છે.આ પધ્ધતીથી ડાંગરનું પ્રથમ પેઢીનું બીજ આપવું શકય નથી પરંતુ તેની વીશ્લેષણ પામતી પેઢી માંથી છોડની પસંદગી કરી સુધારેલ જાત વીકસાવી શકાય આ પ્રમાણે વધુ ઉત્પાદન આપતી તેમજ રોગ જીવાત સામે પ્રતિકારક શકિત ધરાવતી લગભગ ૮૦૦ ઉપરાંત જાતોનું સંશોધન કરીને વાવેતર માટે ભલામણ કરવામાં આવી છે.

નર વંધ્ય માદા લાઇનનો ઉપયોગ કરવોઃ

ડાંગર માં નર વંધ્ય માદા લાઇનનો ઉપયોગ કરી સંકરણો તૈયાર કરવાની મુખ્ય બે પધ્ધતીઓ છે જેમકે બે-હારના સંકર (ટુ લાઇન હાઇબ્રીડ) અને ત્રણ હારના સંકર (થ્રી લાઇન હાઇબ્રીડ). બે હારના સંકર (ટુ લાઇન હાઇબ્રીડ) ઉત્પન કરવા માટે બે પિતૃ લાઈનનો ઉપયોગ કરવામાં આવે છેલ જેમાં એક માદા થર્મોસેન્સીટીવ જીનેટીક નર વંધ્ય લાઈન (ટી.જી.એમ.એસ.) અને બીજી નર લાઈન કે જે કોઈ પણ ડાંગરની જાત અથવા જીનોટાઇપ્સ નો સમાવેશ થાય છેઈ ટી.જી.એમ.એસ. લાઈનો ઉંચા તાપમાને નર વંધ્ય રહે છેલ જયારે એજ લાઈનમાં નીચા તાપમાને નર ફળદ્રુપ થાય છેઈ જેથી કરીને ઉંચા તાપમાનવાળા વાતાવરણમાં ટી.ઈ.જી.એમ.એસ. લાઈનનો માદા તરીકે ઉપયોગ કરી કર બિયારણ ઉત્પન કરવામાં આવે છેઈ જયારે ટીઈજીઈએમઈએસઈ લાઈનના બિયારણની વૃધ્ધિ કરવા માટે તેનું નીચા તાપમાને વાવેતર કરવામાં આવે છેઈ આવી રીતેલ બે હારની સંકર જાત (ટુ લાઇન હાઇબ્રીડ) ઉત્પન કરવાની વ્યવસ્થામાં વાતાવરણથી સંવેદનશીલ જીનેટીક નર વંધ્ય (ઇ.જી.એમ.એસ.) લાઈનનો ઉપયોગ કરવામાં આવે છે. ત્રણ હારનાં સંકર (થ્રી લાઇન હાઇબ્રીડ) ઉત્પન કરવા માટે ત્રણ પિતૃ લાઈન જેવી કે નર વંધ્ય એ લાઈન (સીઈએમઈએસઈ), મેન્ટેનર બી લાઈન અને રીસ્ટોરર આર લાઈન નો ઉપયોગ કરવામાં આવે છે. આ ત્રણ હારની સંકર જાત ઉત્પન કરવાની વ્યવસ્થામાં સાયટોપ્લાઝમીક જીનેટીક નર વંધ્યતા (મેઇલ સ્ટરીલીટી) નો ઉપયોગ કરવામાં આવે છેઈ ડાંગરમાં વ્યાપરીક ધોરણે થ્રી લાઇન હાઇબ્રીડ પધ્ધતીથી બીજ ઉત્પાદન કરવામાં આવે છે જેમાં નર વંધ્ય એ લાઈન(સીઈએમઈએસઈ)સાથે ફળદ્રુપતા પાછી લાવનાર રીસ્ટોરર આર લાઈનનું સંકરણ કરવામાં આવે છે.
સંકર ડાંગરના બીજ ઉત્પાદનને બે ભાગમાં વહેંચી શકાયઃ

  • ભાગ ૧ : નર વંધ્ય માદાનું બીજ ઉત્પાદન x એ x બી = એ નર વંધ્ય માદા લાઇનનું બીયારણ
  • ભાગ ૨ : સંકર ડાંગરનું બીજ ઉત્પાદન –એ x આર= પ્રથમ પેઢીનું વ્યાપરીક સંકર ડાંગરનું બીયારણ

ઉપરની બન્ને પ્રકારની બીજ ઉત્પાદનની પ્રવૃતિને નિશ્ચિત એકલન અંતર અનુક્મે પ૦૦ અને ૧૦૦ મીટર રાખીને જ કરવું. સંકર જાતનું બીજ ઉત્પાદન કરવાની રીત સુધારેલી જાતો ઉત્પન્ન કરવાથી તદૃન અલગ છે. કારણ કે સુધારેલી જાતનું બિયારણ વર્ષો સુધી ઉપયોગ કરી શકાય છે અને દર વર્ષે તેના ઉત્પાદનમાં ઘટાડો થતો નથી. જયારે સંકર બિયારણ દર વર્ષે નવુ જ ઉપયોગમાં લેવું પડે છે તથા તેનું ઉત્પન્ન થયેલ બીજ બીજા વર્ષે વાપરી શકાતુ નથી. સંકર જાતનું બીજની જનીનીક શુધ્દ્યતા ૯૯% હોવી જોઈએ, આ શુધ્ધતા જાળવી રાખવા હાઈબ્રીડ જાતના પિતૃઓ પણ એટલા જ શુધ્ધ હોવા જરૂરી છે. નહી તો એફ.૧ પેઢી એક સરખી હોઈ ન શકે. આ માટે બન્ને પિતૃઓની લાઈનો અન્ય જાતો કરતાં ૧૦૦ મીટરના એકલન અંતર રાખી વાવણી કરવી તથા બન્ને પિતૃઓના લક્ષણો ચકાસી અન્ય પ્રકારના છોડ દુર કરવા. અહીંયા ડી.આર.આર.એચ.૧ ના પિતૃઓની માહિતી/ રેકર્ડ આ પ્રમાણે છે તે ધ્યાને રાખવું.

લક્ષણો

માદા લાઈન (એ લાઈન)

નર લાઈન (આર લાઈન)

નામ

આઈ.આર.પ૮૦રપ એ

આઈ.આર.૪૦૭પ૦ આર

છોડની ઉંચાઈ

૮૦ સે.મી.

૯પ સે.મી.

શરેરાશ પાનની સંખ્યા

૧પ.૩૦

૧૬.૧૦

પ૦% ફુલ આવવાના દિવસો

૧૦ર–૧૦૬

૧૧ર–૧૧૭

પુકેશરનો રંગ

ભૂખરો

પીળો

પુકેશરનો પ્રકાર

સંકોચાયેલ/સફેદ

ભરાવદાર, પીળો

પરાગરજ

વંધ્ય

ફલીત (ફરટાઈલ)

કંટી બહાર આવવાનું પ્રમાણ (ટકામાં)

૭૦–૮૦ %

૧૦૦%

કંટીની પરીપકવતા

૦ %

૯૦–૯પ %

રંગકણો

લીલું

લીલું

આમ ઉપર દર્શાવ્યા પ્રમાણેના નર અને માદા લાઈનોના લક્ષણો ધ્યાને લઈ અન્ય છોડનો નાશ કરવો અને ફકત ટ્રુ ટાઈપ   છોડ રાખવા અને હાઈબ્રીડ બીજનું ઉત્પાદન કરવું.

બીજ ઉત્પાદન લેવા માટે આદર્શ પરિસ્થિતિ:

દરરોજનું સરેરાશ ર૪–૩૦ સે. ઉષ્ણતામાન અને ફુલ આવવાના સમયે સ્વચ્છ સૂર્યપ્રકાશ (વાદળછાયું ન હોય તેવું) વાતાવરણ એ આદર્શ પરિસ્થિતિ કરી શકાય. આમ આ પરિસ્થિતિ ખરીફ સીઝન કરતાં રવી સીઝનમાં સારી જોવા મળે છે.

ઉત્પાદન માટે જગ્યાની પસંદગી :

સારી પિયતની વ્યવસ્થા હોય તથા પાણીનો સારો નિકાલ થઈ શકે તેવી સમતળ અને ફળદ્રુપ જમીન પસંદ કરવી. જેમાં પાક લેવાનો હોય એ જમીનમાં અગાઉનો પાક ડાંગરનો ન હોય તે ઈચ્છનીય છે. જેથી મિશ્રણની શકયતા રહે નહી.

ધરૂ ઉછેર :

એક મીટર પહોળાઈના અનુકુળ લંબાઈ ધરાવતા ગાદી કયારા તૈયાર કરો. એક ગુંઠા વિસ્તારમાં રપ૦ કીલો છાણિયુ ખાતર, ૧ કીલો નાઈટ્રોજન, ૦.૪ કીલો ફોસ્ફરસ અને ૦.પ કીલો પોટાશ ખાતર આપવું. વાવવાના બીજને ૧ર થી ૧પ કલાક પાણીમાં પલાળો. આ પલાડેલા બીજને કાર્બેન્ડાન્ઝીમ પ૦% વે.પા.ની ૪ ગ્રામ પ્રતિ કીલો બીજ પ્રમાણે દવાનો પટ આપવો. આ બીજને ૧ દિવસ  કંતાનના કોથળામાં ભરી રહેવા દો જેથી બીજ સારી રીતે ફણગાય. આ બીજને સારી રીતે બનાવેલ કયારામાં ર૦ થી રપ સે.મી.ના અંતરે લાઈનો ખેચી આછા વાવો જેથી સારા તંદુરસ્ત અને ફુટ વાળા છોડ રોપણી માટે મળી રહે.

સંકર ડાંગરના બીજ ઉત્પાદન કરવા માટે જરૂરી માહિતી

બિયારણનો દર

'એ' નર વંધ્ય માદા લાઇન  ૧પ કિલો-હેક્‌ટર

'બી' - 'આર'  નર લાઇન  પ કિલો-હેક્‌ટર

છાણિયું ખાતર

૧પ ટન -હેક્‌ટર

નાઈટ્રોજન

૧ર૦-૧પ૦ કીલો હેક્‌ટર

ફોસ્ફરસ

૬૦ કીલો હેક્‌ટર

પોટાશ

૬૦ કીલો હેક્‌ટર (જમીનના પ્રત પ્રમાણે)

ઝીંક સલ્ફેટ

પ૦ કીલો હેક્‌ટર

ધરુવાડીયું

આછું ધરુ ૮ર૦ ગ્રામ-ર૯ જેથી રપ દિવસની ઉંમરના ધરુમાં ૪-પ ચીપ થાય

નર:માદા હારનું પ્રમાણ

ર 'બી' - ૮'એ' - નર વંધ્ય માદા બીજની વૃધ્ધિ કરવા

ર 'આર' - ૧૦ 'એ' - સંકર ડાંગરનું બીજ ઉત્પાદન કરવા

રોપણી વખતે થામણા દીઠ છોડની સંખ્યા

ર છોડ  નર હાર

૩ છોડ  માદા હાર

૧૦

અંતર

નર : નર  ૩૦ સેમી

નર : માદા  ર૦ સેમી

માદા: માદા  ૧પ સેમી

વાવણી માટેનું અનુકુલન : નોનો ફુલ આવવાનો સમય અલગ અલગ હોય તો તેના ગાળા પ્રમાણે વાવણીનો સમય નકકી કરવો. દાઃત. ડી.આર.આર.એચ.૧ સંકર જાત માટે નરલાઈનમાં ૧૦ દિવસ મોડા ફુલ આવે છે. જેથી નર લાઈનને બે હપ્તામાં વાવવી. ચાર દિવસ બાદ અને આઠ દિવસ બાદ અને ૧૦ દિવસ બાદ માદા લાઈન વાવવી.

ક્ષેત્ર વ્યવસ્થાપન :બે વખત ઉંડી ખેડ કરી, કાદવ પાડી, ભલામણ કરેલ ખાતરનો જથ્થો બે અઠવાડીયા પહેલાં આપવું. ભલામણ કરેલ નાઈટ્રોજનનો પ૦% ભાગ તથા પોટાશનો ૭પ% ભાગ અને ફોસ્ફરસનો ૧૦૦% ભાગ જમીનમાં આગળના દિવસ ે આપી જમીન સમતળ કરવી.

નિંદામણ નિયંત્રણ : એક હેકટરના વિસ્તાર માટે ર.પ થી ૩.૦ કીલો બ્યુટાકલોર દવાને પ૦–૭૦ કીલો માટી/રેતીમાં ભેગી કરી રોપાણના પ–૬ દિવસ બાદ જમીનમાં આપવી. આ વખતે ખાસ ધ્યાન રાખવું કે દવા આપતી વખતે ખેતરમાં ર–૩  સે.મી. જેટલું પાણી ૩–૪ દિવસ માટે ભરેલું રહેવું જોઈએ. આ ઉપરાંત જરૂર જણાય તો હાથથી પણ નિંદામણ કરવું.

પૂર્તિ ખાતર : રોપણીના ૩૦–૩પ દિવસ બાદ રપ% નાઈટ્રોજનનો જથ્થો આપવો અને બાકી રહેતો રપ% નાઈટ્રોજન અને રપ% પોટાશનો જથ્થો ૭૦–૭પ દિવસ બાદ નિંઘલ સમયે આપવું.

પિયત વ્યવસ્થાપન : રોપણીના પ્રથમ ૩૦ દિવસ સુધી છબછબીયું પાણી ભરેલું રાખવું અને ત્યારબાદ ૪–પ સે.મી. પાણી ફુટ સમયે જાળવી રાખવું. ફુટ સમયે ૪–પ દિવસ માટે પાણી નિતારી નાંખવું જેથી ફુટ સારી થઈ શકે તથા કાપણીના ૧૦ દિવસ પહેલાં જમીનમાંથી બધુ જ પાણી નિતારી નાંખવું.

રોગીંગ : બીજ ઉત્પાદન પ્રોગ્રામ માટે આ એક ખાસ અગત્યની પ્રક્રિયા છે.જે ખાસ ધ્યાન અને કુશળતા માંગી લે છે.વાવણી કરેલ જાતમાંથી અન્ય પ્રકારના અથવા જરૂર વિનાના બધા જ પ્રકારના છોડને દુર કરવાની પ્રકીયાને રોગીંગ કહેવામાં આવે છે. આ પ્રક્રીયા રોપણી થી લઈને કાપણી અને ત્યારબાદ બીજ પ્રોસેસ કરતાં સુધી ચાલુ રહે છે તેમ છતાં ફીલ્ડમાં મોટાભાગે ઓછામાં ઓછા ત્રણ તબકકામાં કરવાની રહે છે. (૧) ફુટ વખતે (ર) ફુલ આવવાની અવસ્થાએ અને (૩) કાપણી પહેલાં (લીલી અવસ્થાએ) આ તબકકાઓ દરમ્યાન રોગીંગ કરતી વખતે નીચે પ્રમાણેના લક્ષણો/ મુદૃા ધ્યાનમાં લેવાના રહે છે.

  • ફુટ વખતે : છોડનો બાહય દેખાવ દા.ત.છોડની ઉંચાઈ, છોડનો દેખાવ, આકાર, પાનનો આકાર અને કલર, થડ, પાન, લીફશીથ પરનો રંગ વગેરે.
  • ફુલ આવવાના સમયે : જલદી અને મોડા ફુલ આવવા(સમય), કંટીનો પ્રકાર, સુખળા હોવા યા ના હોવા, કંટીનો ફેલાવો, દાણાનો આકાર, લંબાઈ, જાડાઈ, પુકેશરનો રંગ વગેરે.
  • કાપણી પહેલાં : કેટલા પ્રમાણમાં દાણાં બેસેલા છે તે, દાણાનો પ્રકાર, આકાર, છોડ વહેલો છે કે મોડો તૈયાર થયેલ છે કે કેમ. રોગ આવેલ છે કે કેમ? વગેરે બાબતો ધ્યાને રાખવી પડે છે.

ફુલ આવવાની અવસ્થાનું સંકલન :

સંકર બીજ પેદા કરવા માટે નર અને માદા  છોડમાં ફુલ એકી સાથે આવે એ ઘણું જ જરૂરી છે. આદર્શ સ્થિતી મુજબ માદા છોડ ઉપર ર–૩ દિવસ પહેલાં ફુલ આવવા જોઈએ.  ધારો કે નર અને માદા છોડ ઉપર ફુલ આવવાનો ગાળો ૮–૧૦ દિવસનો હોય તો તેને સાથે ફુલ લાવવા બે રીતો વપરાય છે. (૧) પિયત વ્યવસ્થાપન અને (ર) પોષક તત્વોનો છંટકાવ.

નર છોડ પર ફુલ આવવાનો સમય લંબાવવા ખેતરમાંથી ૪–પ દિવસ માટે પાણીનો સંપૂર્ણ નિતાર  કરવો. ફુલ વહેલા લાવવા માટે ૪–પ સે.મી. જેટલું પાણી ભરી લેવલ જાળવી રાખવાથી ફુલ  જલદી આવે છે. ર% યુરીયાના દૃાવણનો છંટકાવ કરવાથી ફુલની અવસ્થા લંબાય છે. જયારે ૧% ફોસ્ફેટીક ખાતરના દૃાવણ છાંટવાથી ફુલ જલ્દી આવે છે. જો ફુલ આવવાનો સમયગાળો ૧૦ દિવસ કરતાં વધુ હોય તો એક કરતાં વધુ રીતનો સમન્વય કરી શકાય. દા.ત. જે છોડને જલ્દી ફુલ આવતા હોય તેની મુખ્ય  કંટીને દુર કરવી અને ર% યુરીયાનું દૃાવણ છાંટવું અથવા યુરીયા ખાતર ૩૦–૪૦ કી/હે. પ્રમાણે આપવું.

પરાગ નયન વધારવા માટેના ઉપાયો :

છોડનો ધ્વજ પાન યોગ્ય સમયે કાપવાથી પરાગ નયન સારી રીતે થઈ શકે છે. ગાભાવસ્થા દરમ્યાન તેજ દાતરડાથી ૧/૩ થી ૧/ર  જેટલા ધ્વજ પાન કાપી લેવું. પરંતુ જો પાકમાં રોગ અને ખાસ કરીને બેકટેરીયલ લીફ બ્લાઈટ આવેલ હોય ત્યારે આ સલાહ ભરેલું નથી.

હાલમાં વપરાતી મોટાભાગની માદા લાઈનોમાં સંપૂર્ણ પણે કંટી બહાર આવતી નથી એટલે કે લગભગ કંટીનો ચોથો કે પાંચમો ભાગ પાનની ભૂંગળી માં જ રહે છે. આમ  આ ભાગમાં  પરાગ નયન થતું નથી જેથી આ પરિસ્થિતિ દુર કરવા તથા પરાગ નયન વધારવા માટે પ–૧૦ % ફુલ આવવાની અવસ્થાએ એક હેકટરમાટે ર૦ ગ્રા/પ૦૦ લી. પાણીમાં જી.એ.૩ (જીબ્રેરેલીક એસિડ) વૃધ્ધિ નિયામક ઓગાળી પ્રથમ છંટકાવ કરવો અને તેના બીજા દિવસે ૩૦ ગ્રામ/પ૦૦ લીટર પાણીમાં જી.એ.૩ નો છંટકાવ કરવો જેથી પૂરેપૂરી કંટી બહાર આવી જાય છે અને વધુ દાણાં મળી શકે છે.

ડાંગરએ સ્વપરાગીત પાક હોવાથી કુદરતી પરાગનયન ખુબ ઓછું હોય છે. તેને વધારવા ફુલ ખીલવાની અવસ્થાએ વાંસની નાની લાકડી વડે અંદર ચાલતા ચાલતા છોડને હલાવવા અથવા દોરડુ ફેરવવુ આ પ્રક્રીયા દિવસમાં ૩–૪ વખત (ખાસ કરીને ૯ થી ૧૧.૩૦ કલાક દરમ્યાન) કરવાથી પરાગનયન વધુ થાય છે.

રોગ અને જીવાત :

ડાંગરની  સુધારેલી તેમજ સંકર જાતોમાં અગત્યના રોગ–જીવાત અટકાવવા માટેના જે ઉપાયો સૂચવેલ છે તે બિયારણ ઉત્પાદન માટે પણ સરખા લાગુ પડે છે

કાપણીઃ

  1. નરલાઈનમાં પ૦% ફુલ આવવાના ર૦–રપ દિવસ બાદ અથવા નર લાઈનની કંટીના નીચેના દાણા નિંઘલમાં આવે ત્યારબાદ કયારીમાંથી પાણી નિતારી નાંખો અને દાણાને ઠરવા દો. ૩૦–૩પ દિવસ બાદ ડાંગરની દાંડી લીલી હોય તે સમય કાપણી માટે અનુકુળ રહે છે.
  2. પ્રથમ નરલાઈનની કાપણી કરો. બીજા દિવસ તેને અલગ કાઢી ઝૂડી અલગ રાખો જેથી મિશ્રણ થાય નહીં. બીજા દિવસે ખેતરમાં પડેલ કંટીઓને વીણીને દુર કરો. આ બાદ માદા લાઈનમાં ફરી રોગીંગ કરો અને જે કંટીમાં ૭૦% કરતાં વધુ દાણા સેટ થયા હોય તેવી કંટીઓને દુર કરો જેથી  સેલ્ફ અથવા ઓફ ટાઈપ મિશ્રણ થવાની સંભાવના રહે નહીં.
  3. ત્યારબાદ માદા લાઈનોને અલગથી કાપણી કરો અને ઝૂડો. માદા લાઈનો પરથી મળેલ બીજ એ સંકરબીજ છે. ઝૂડેલા બીજને એક–બે દિવસ તાપમાં સૂકવો અને ૧ર–૧૪ % ભેજ  રહે તે જુઓ. ત્યારબાદ ડાંગર સાફ કરી ગ્રેડીંગ કરી કોથળા ભરો.
  4. ઉત્પાદનઃ
  5. સંકર ડાંગર બીજ ઉત્પાદનમાં સરેરાશ ૧.પ થી ર.૦ ટન પ્રતિ હેક્‌ટર ઉત્પાદન મેળવી શકાય.
  6. એપેન્ડીક્ષ ૧: વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ સંકર ડાંગરની જાતોની વિગતવાર માહીતી
  7. હાઇલાઇટ કરેલ હાઇબ્રીડ્‌સ સીઈવીઈઆરઈસીઈ દ્વારા ભલામણ કરેલ છે અને તે પૈકી છે ગુજરાત માટે પણ ભલામણ કરેલ છે.

એપેન્ડીક્ષ:૧

વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ સંકર ડાંગરની જાતોની વિગતવાર માહીતી

ક્રમ

હાઇબ્રીડ

પાકવાના દિવસો

ભલામણ કરેલ વર્ષ

નોટીફીકેશન નંબર અને તારીખ

ભલામણ કરેલ સંસ્થા

ડી.આર.આર.એચ.=ર

૧૧પ-૧૧૭

ર૦૦પ

૧પ૬૬(ઇ)સપ:૧૧.ર૦૦પ

ડી.આર.આર., હૈદરાબાદ

રાજલક્ષ્મી

૧૩૦-૧૩પ

ર૦૦પ

૧પ૭ર(ઇ)સર૦.૦૯.ર૦૦૬

સી.આર.આર.આઇ., કટક

અજય

૧૩૦-૧૩પ

ર૦૦પ

૧પ૭ર(ઇ)સર૦.૦૯.ર૦૦૬

સી.આર.આર.આઇ., કટક

સહયાદ્રી-ર

૧૧પ-૧ર૦

ર૦૦૬

૧રર(ઇ)સ૦૬.૦ર.ર૦૦૭

બી.એસ.કે.કે.વી., કરજત

સહયાદ્રી-૩

૧રપ-૧૩૦

ર૦૦૬

૧રર(ઇ)સ૦૬.૦ર.ર૦૦૭

બી.એસ.કે.કે.વી., કરજત.

એચ.કે.આર.એચ.=૧

૧૩૯

ર૦૦૬

૧રર(ઇ)સ૦૬.૦ર.ર૦૦૭

બી.એસ.કે.કે.વી., કરજત

જે.કે.આર.એચ.-૪૦૧

૧૪૦

ર૦૦૭

૧રર(ઇ)સ૦૬.૦ર.ર૦૦૭

જે.કે.એગ્રી. લી., હૈદરાબાદ

સી.ઓ.આર.એચ.-૩

૧૧પ

ર૦૦૬

૧૧૭(ઇ)૯સર૦.૦૭.ર૦૦૭

ટી.એન.એ.યુ., કોઇમ્બતુર

ઇંદીરા સોના

૧રપ-૧૩૦

ર૦૦૬

૧૧૭૮(ઇ)સર૦.૦૭.ર૦૦૭

આઇ.જી.કે.વી.વી.,રાયપુર

૧૦

જે.આર.એચ.૪

૧૧૬

ર૦૦૭

૧૧૭૮(ઇ)સર૦.૦૭.ર૦૦૭

જે.એન.કે.વી.વી.,જબલપુર

૧૧

જે.આર.એચ.પ

૧૧પ

ર૦૦૭

૧૧૭૮(ઇ)સર૦.૦૭.ર૦૦૭

જે.એન.કે.વી.વી.,જબલપુર

૧ર

પી.એ. ૬૧ર૯

૧ર૦

ર૦૦૭

૧૭૦૩(ઇ)સ૦પ.૧૦.ર૦૦૭

બાયર બાયોઈલ હૈદરાબાદ

૧૩

જી.કેઈ.પ૦૦૩

૧ર૮

ર૦૦૮

૪પ૪(ઇ)સ૧૧.૦ર.ર૦૦૯

ગંગા કાવેરી સીડ્‌સ પ્રાઈ લીઈલ હૈદરાબાદ

૧૪

સહયાદ્રી૪

૮પ-૯૦

ર૦૦૮

૪પ૪(ઇ)સ૧૧.૦ર.ર૦૦૯

બી.એસ.કે.કે., કરજત

૧પ

જે.આર.એચ.૮

૯૦

ર૦૦૮

૪૪૯(ઇ)સ૧૧.૦ર.ર૦૦૯

જે.એન.કે.વી.વી.,જબલપુર

૧૬

ડી.આર.એચ.૭૭પ

૯૦

ર૦૦૯

ર૧૮૭(ઇ)સ ર૭.૦૮.ર૦૦૯

મીથાલીકસ લાઈફ સાયન્સ લી. હૈદરાબાદ

૧૭

એચ.આર.આઇ.૧પ૭

૧૦૪

ર૦૦૯

ર૧૮૭(ઇ)સ ર૭.૦૮.ર૦૦૯

બાયર બાયોઈલ હૈદરાબાદ

૧૮

પી.એ.સી.૮૩પ

૧૦ર

ર૦૦૯

ર૧૮૭(ઇ)સ ર૭.૦૮.ર૦૦૯

એડવાન્ટા ઈન્ડીયા લી, હૈદરાબાદ

૧૯

પી.એ.સી૮૩૭

૧૦૦

ર૦૦૯

ર૧૮૭(ઇ)સ ર૭.૦(ઇ)૦૦૯

એડવાન્ટા ઈન્ડીયા લી, હૈદરાબાદ

ર૦

એન.કે.પરપ૧

૯૮

ર૦૧ર

-

સીજેન્ટા ઈન્ડીયા લી, સિંકદરાબાદ

ર૧

ડી.આર.એચ૩

૧૦૧

ર૦૦૯

ર૧૧(ઇ)સ ર૯.૦૧.ર૦૦૯

ડી.આર.આર., હૈદરાબાદ

રર

યુઈએસઈ-૩૧ર

૯૮

ર૦૧૦

ર૧૩૭(ઇ)સ ૩૧.૦(ઇ)૦૧૦

સીડ વકર્સ ઈન્ટરનેશનલ, હૈદરાબાદ

ર૩

ઈન્ડમ.ર૦૦-૦૧૭

૯૬

ર૦૧૦

-

ઈન્ડો અમેરીકન સીડ, હૈદરાબાદ

ર૪

સી.આર.એચ.આર.૩ર

૧૧ર

ર૦૧૦

૪પ૬(ઇ)સ ૧૬.૦૩.ર૦૧ર

સી.આર.આર.આઈલ કટક

રપ

ર૭પી.૧૧

૧૦૦

ર૦૧૧

૬૩ર(ઇ)સ રપ.૦૩.ર૦૧૧

પી.એચ.આઈ. સીડ પ્રાઈવેટ લી, હૈદરાબાદ

ર૬

વી.એન.આર.ર૦ર

૧૦૦-૧૦પ

ર૦૧૧

૪પ૬(ઇ)સ ૧૬.૦૩.ર૦૧ર

વી.એન.આર. સીડ પ્રાઈવેટ લી, રાયપુર

ર૭

વી.એન.આર.ર૦૪

૯૦-૯પ

ર૦૧૧

૪પ૬(ઇ)સ ૧૬.૦૩.ર૦૧ર

વી.એન.આર. સીડ પ્રાઈવેટ લી, રાયપુર

ર૮

ટી.એન.એ.યુ.રાઈસ   હાઈબ્રીડ.ર૦૪

૧૦૦-૧૦પ

ર૦૧૧

-

ટી.એન.એ.યુ., કોઈમ્બતુર

ર૯

સહયાદ્રીપ

૧૧૦

ર૦૧ર

-

આરઈએ.આર.એસઈલ કરજત

૩૦

યુ.એસ.૩૮ર

૯૪

ર૦૧ર

-

સીડ વકર્સ ઈન્ટરનેશનલ લી, હૈદરાબાદ

૩૧

ર૭પી૩૧

૯૬-૧૦૦

ર૦૧ર

-

પી.એચ.આઈ. સીડ પ્રાઈવેટ લી, હૈદરાબાદ

૩ર

એચ.આર.આઇ.૧૬૯

૯૪

ર૦૧ર

-

બાયર બાયો સાયન્સ પીઈલ હૈદરાબાદ

૩૩

આર.એચ.૧પ૩૧

૯પ-૧૧ર

ર૦૧ર

-

દેવજીન સીડ એન્ડ ક્રોપ ટેકનોલોજી લી. સિકંદરાબાદ

૩૪

પી.એન.પી.એચ.-ર૪

૯૭

ર૦૧ર

-

પ્રભાત એગ્રી બાયોટેક લી, હૈદરાબાદ

૩પ

રપપી.રપ

૮૯

ર૦૧ર

-

પી.એચ.આઈ. સીડ પ્રાઈવેટ લી, હૈદરાબાદ

૩૬.

ર૭પ.૬૧

૧૦ર

ર૦૧ર

-

પી.એચ.આઈ. સીડ પ્રાઈવેટ લી, હૈદરાબાદ

૩૭.

જે.કે.આર.એચ. ૩૩૩૩

૧૦પ-૧૧૦

ર૦૧ર

-

જે.કે. એગ્રી જીનેટીકસ લી, હૈદરાબાદ

૩૮.

એન.પી.એચ.૯ર૪ ૧

૧૩પ-૧૪૦

ર૦૧ર

-

ન્યુઝીવીડુડ સીડ લી, હૈદરાબાદ

૩૯.

CR DHAN 701 (IET 20852)(CRHR32)

-

ર૦૧ર

-

CENTRAL RICE RESEARCH INSTITUTE,CUTTACK-753006 (ORISSA)

૪૦

Sujala (CNR-2) (IET 20235)

-

ર૦૧૩

-

Rice Research Station, Chinsurah, Hooghly & State Agricultural Farm, Malda (West Bengal)

હાઇલાઇટ કરેલ હાઇબ્રીડ્‌સ સીઈવીઈઆરઈસીઈ દ્વારા ભલામણ કરેલ છે અને તે પૈકી છ “*” ગુજરાત માટે પણ ભલામણ કરેલ છે.

સ્ત્રોત:  ર્ડા.ડી.બી.પ્રજાપતિ અને ર્ડા.એમ.બી.પરમાર,મુખ્ય  ચોખા સંશોધન કેન્દ્ર, આણંદ કૃષિ  યુનિવર્સિટી, નવાગામ–૩૮૭ પ૪૦, તા. જી.ખેડા, ફોન નં. ૦ર૬૯૪ ર૮૪ર૭૮

કોલેજે ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/19/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate