ખેતીવાડી ખાતાના મુખ્યો ઉદેશ ખેડૂતોને ખેતીની વૈજ્ઞાનિક પઘ્ધ તિઓનું માન આપી, જુદી જુદી યોજનાઓના અમલીકરણ દ્વારા ખેત ઉત્પા દકતા વધારી ખેત પેદાશોમાં વધારો કરી રાજ્યની જરૂરિયાતો હાંસલ કરવાનો અને ખેડૂતોની આવક વધારવાનો છે.
બાગાયત ખાતાનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને વૈજ્ઞાનિક પદ્ધતિઓનું જ્ઞાન આપી જુદી જુદી યોજનાઓના અમલીકરણ દ્વારા બાગાયત પાકોની ઉત્પાદકતા અને પેદાશોમાં વધારો કરી ખેડૂતોની આવક વધારવાનો છે. રાજ્યમાં પશુપાલન, મરઘાં, ડેરી અને ઘાસચારાનો વિકાસ કરવા સાથે પશુ સારવાર, રોગ નિયંત્રણ, પશુધનનું રોગ સામે રક્ષણ વગેરે યોજનાઓનો ક્ષેત્રિય અધિકારીઓ મારફતે અમલ કરાવવા માટે અને રાજ્યમાં પશુપાલનની સમગ્ર પ્રવૃતિઓનું સંચાલન કરવા પશુપાલન નિયામકી તંત્ર ગોઠવેલ છે.
રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓનો મુખ્ય ઘ્યેય કૃષિ સંશોધન, શિક્ષણ અને વિસ્તરણની શિક્ષણ પ્રવૃતિઓના સંકલન દ્વારા કૃષિ ઉત્પાદન વધારવાનું અને તે દ્વારા ગ્રામીણ પ્રજાની આર્થિક સ્થિતિ સુધારવાનું છે.
જમીન વિકાસ નિગમ ભૂમિ અને જળની યોગ્ય માવજત કરીને ભૂમિનું ધોવાણ અને ભૂમિના કિંમતી પોષક દ્રવ્યોના ધોવાણને અટકાવી જમીન નવ ઉત્પાદકતામાં સુધારો કરી શકાય, ગ્રામીણ વિસ્તારોમાં આનુષંગિક વિકાસને ઉત્તેજન આપવાની સાથોસાથ ભૂમિ અને જળ સંરક્ષણના ક્ષેત્રમાં સંકલિત અભિગમ અપનાવવાનો વ્યૂહ નિગમે રાખેલ છે.
સ્ત્રોત: કૃષિ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 11/13/2019